૨૮. રાજાએ ગામમાં શું જોયું ?
ઉત્તર : 
રાજાએ ગામમાં લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ.

૨૯. શા માટે અમૃતા, તેની છોકરીઓ અને ગામનાં ઘરડાં તથા યુવાનોએ પોતાના જીવનની પરવા કર્યા વગર વૃક્ષોને બચાવવાના પ્રયત્નો કર્યા ?
ઉત્તર :
 ખેજડી ગામના લોકો વૃક્ષોને પ્રેમ કરતા હતા. તેઓ માનતા હતા કે, 'વૃક્ષો છે, તો આપણે છીએ.‘આમ, નાનપણથી જ આ ગામના તમામ લોકો વૃક્ષોને ખૂબ જ મહત્ત્વ આપતા હતા. તેઓ વૃક્ષોને કોઈજ નુકસાન પહોંચાડ્તા ન હતા.આથી જ્યારે રાજાએ મોકલેલા માણસો ઝાડને કાપવા આવ્યા ત્યારે ઝાડને બચાવવા અમૃતા અને તેની છોકરીઓ સહિત ઘણા ઘરડા અને યુવાનોએ પોતાના જીવનની પરવા ન કરી.

૩૦. આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ. (√ કે X)
ઉત્તર :
 ×

૩૧. વૃક્ષોના બે ઉપયોગો જણાવો.
ઉત્તર :
 (૧) વૃક્ષો આપણને ફળ, ફૂલ, અનાજ, કઠોળ, છાંયડો વગેરે આપે છે. 
(૨) વૃક્ષો હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને વાયુ છૂટો કરે છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ.

૩૨. પ્રાણીઓના કોઇ પણ બે ઉપયોગો લખો.
ઉત્તર : 
(૧) ગાય, ભેંસ, બકરી વગેરે આપણને દૂધ આપે છે. 
(૨) બળદ, ઘોડો, ઊંટ ભારવાહક તરીકે ઉપયોગી છે.

૩૩. શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ ? હા કે ના ? કેમ ?
ઉત્તર : 
આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગેર રહી ના શકીએ. કારણ કે આપણું જીવન વૃક્ષો અને પ્રાણીઓ ઉપર નિર્ભર છે. વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે. આ ઉપરાંત વૃક્ષો આપણને આક્સિજન આપે છે. તે આપણને ફળ, ફૂલ, છાંયડો અને લાકડું આપે છે પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે. તેમજ આપણાં ધણાં કાર્યોમાં પ્રાણીઓ આપપણને મદદ કરે છે. આમ, વૃક્ષો અને પ્રાણીઓની ઉપયોગિતાને લીધે આપણે તેમના વગર રહી ના નહીએ.

૩૪. ખેજડી ગામના લોકોની લાગણીઓથી પણ રાજા ન પીગળ્યો. ( √ કે X)
ઉત્તર :
 ×

૩૫. રાજાએ ગામલોકોની લાગણી જોઈને શો હુકમ કર્યો ?
ઉત્તર :
 રાજાએ ગામલોકોની લાગણી જોઈને હુકમ કર્યો કે, “આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહિ આવે કે, કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે."

૩૬. ખેજડી ગામના લોકોએ આશરે ___________વર્ષ પહેલાં વૃક્ષો માટે પોતાની જાન ગુમાવી હતી.
ઉત્તર :
 ૩૦૦

૩૭. ખેજડી ગામના લોકો ક્યા નામે ઓળખાય છે ?
(A) બિનાની 
(B) બિરનોઈ 
(C) મહેર 
(D) બિહારી
ઉત્તર :
 B

૩૮. ‘બિરનોઈ' નો અર્થ શો થાય ?
ઉત્તર : 
‘બિરનોઈ’ એટલે જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે તે.

૩૯. રણની વચ્ચે હોવા છતાં __________ ગામનો વિસ્તાર લીલોછમ છે.
ઉત્તર :
 ખેજડી

૪૦. ખેજડી ગામ રણની વચ્ચે હોવા છતાં શા માટે લીલુંછમ છે ?
ઉત્તર : 
ખેજડી ગામના લોકો વૃક્ષપ્રેમી છે. તેઓ વૃક્ષને કાપતા નથી. તેમજ તેની સંભાળ પણ રાખે છે, અહીંના બિરનોઈ લોકો વૃક્ષોને કાપવા પણ દેતા નથી. પરિણામે આ ગામ લીલુંછમ છે.

૪૧. લોકો શા માટે પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર કરતા હશે ?

ઉત્તર : લો કો પક્ષીઓનો શિકાર તેના માંસ માટે તેમજ પીંછાં માટે કરે છે, જયારે પ્રાણીઓનો શિકાર તેમનાં ચામડાં, માંસ, નખ અને દાંત મેળવવા કરે છે. લોકો પક્ષી અને પ્રાણીઓનો શિકાર પોતાના શોખ -મનોરંજન માટે પણ કરે છે, જે ખૂબ જ ખરાબ કહેવાય.

૪૨. કેટલીક જગ્યાએ કેટલાંક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ છે. શા માટે ?
ઉત્તર :
 પ્રાણીઓ ભય વિના હરીફરી શકે તેમજ તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓના શિકાર કરવાની મનાઈ છે.

૪૩. પ્રાણીઓના શિકાર કરવા બદલ સજા શા માટે કરવામાં આવે છે ?
ઉત્તર : 
પ્રાણીઓ આપણા માટે ખૂબ જ અગત્યનાં છે, આથી તેમનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે . વાતાવરણમાં આવતા બદલાવ અને લોકોના શિકાર કરવાના શોખને લીધે પ્રાણીઓની ઘણી પ્રજાતિ નાશ પામી છે. આથી પ્રાણીઓની સુરક્ષા માટે ઘણી જગ્યાએ તેઓ મુક્ત રીતે હરીફરી શકે તેવી વ્યવસ્થા હોય છે. આ મુજબ પ્રાણીઓના શિકાર કરવા બદલ સજા કરવામાં આવે છે.

૪૪. તમારા દાદા-દાદી નાનાં હતાં ત્યારે તેમની આસપાસ કયાં પક્ષીઓ તેમણે જોયાં હતાં?

ઉત્તર : દાદા-દાદી નાનાં હતાં ત્યારે તેમણે તેમની આસપાસ મોર, કબૂતર, પોપટ, મેના, ચકલી, કાગડો, કાબર વગેરે પક્ષીઓ જોયા હતા.

૪૫. પહેલાંના સમયમાં ઘરઆંગણે જોવા મળતાં કયાં પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે ? શા માટે ?
ઉત્તર : 
પહેલાંના સમયમાં ઘર આંગણે જોવા મળતાં પોપટ, મેના, ચકલી વગેરે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. કારણ કે તેમને જરૂરી પ્રાકૃતિક વાતાવરણ નાશ પામી રહ્યું છે. માણસો પોતાના શોખ માટે તેમનો શિકાર કરે છે અને રહેઠાણ અને કારખાનાંઓ માટે ખેતરો અને જંગલોનો નાશ કરે છે, માટે આ પક્ષીઓ ઓછા થઈ ગયાં છે.

૪૬. કોઇ એવાં પક્ષીઓ અને પ્રાણીઓ છે જે હાલ જોવા મળતાં નથી ? ક્યાં ક્યાં ?
ઉત્તર : હા, સમડી, ગીધ, મેના, ચક્લી વગેરે હાલમાં ખાસ જેવા મળતાં નથી. અથવા ખુબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે.તેમને જોવાં હોય તો પ્રાણી-સંગ્રહાલયમાં જોવા મળે છે.

૪૭. ચકલી શહેરી વિસ્તારમાં કયાં કારણોથી ખૂબ ઓછી જોવા મળે છે ?
ઉત્તર : 
શહેરી વિસ્તારોમાં વૃક્ષો ખૂબ મોટા પ્રમાણમાં કાપી નાંખવામાં આવે છે. આથી ચકલીને જરૂરી રહેઠાણ અને ખોરાક ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વળી, મોબાઇલ અને મોબાઈલ ટાવરના રેડિયેશનને કારણે પણ ચક્લીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે.

૪૮. આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ. ( √ કે X)
ઉત્તર :
 √

૪૯. તમારા વિસ્તારમાં થતાં વૃક્ષોના નામ લખો.
ઉત્તર : 
લીમડો, પીપળો, વડ, આસોપાલવ, બાવળ વગેરે વૃક્ષો અમારા વિસ્તારમાં થાય છે.

૫૦. તમારા વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળતાં બે વૃક્ષોનાં નામ લખો. (અનુભવના આધારે લખો.)
ઉત્તર :
 (૧)___________
(૨)____________

૫૧. તમે જાણતા હૉય તેવા એક વૃક્ષ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
 (નમૂનારૂપ ઉત્તર) લીમડો : લીમડો આપણે આંગણે ઉગાડી શકીએ. તેની છાયા શીતળ હોય છે. તેના ફળને 'લીંબોડી ' કહે છે. લીંબોડી પક્ષીઓ ખાય છે. ચૈત્ર મહિનામાં લીમડા પર 'મોર' આવે છે. આ 'મોર' નો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.

૫૨. ખેજડીનું વૃક્ષ __________ વિસ્તારમાં જોવા મળે છે.
ઉત્તર : રણ

૫૩. ખેજડી ના વૃક્ષની વિશેષતાઓ જણાવો.
ઉત્તર :
 ખેજેડીના વૃક્ષો ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેના લાકડામાં જીવજંતુ પડતાં નથી.

૫૪. ખેજડીનાં પર્ણોમાંથી દવા બને છે. (√ કે ×)
ઉત્તર :
 ×

૫૫. ખેજડી વૃક્ષની ઉપયોગિતા જણાવો.
ઉત્તર :
 ખેજડીના વૃક્ષની છાલમાંથી દવા બને છે. તેનાં ફળોને રાંધીને ખાઈ શકાય છે. પ્રાણીઓ ખેજડીના પર્ણો પણ ખાય છે. બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે.