૩૩. મધમાખી જ્યારે ઊડે છે ત્યારે કેવો અવાજ આવે છે ?
ઉત્તર : 
મધમાખી જયારે ઊડે છે ત્યારે ભન ... ભન ... ભન.... ભન , .. અવાજ આવે છે.

૩૪. બોચાહા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકો મધમાખી ઉછેર કેમ કરે છે ?
ઉત્તર :
 મધમાખી ફૂલોનો રસ ચૂસી મધ બનાવે છે. બોચાહા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં લીચીનાં ઘણાં વૃક્ષો છે. લીચીનાં ફૂલો મધમાખીઓને ખૂબ ગમતા હોવાથી તે આ ફૂલોનો રસ ચૂસે છે. વળી, અહીં સરકાર પણ મધમાખી ઉછેરવાની તાલીમ આપતી હોવાથી અહીંના ઘણા લોકો પૈસા કમાવવા મધમાખી ઉછેરવાનું કામ કરે છે.


૩૫. મધમાખી ઉછેરનું કામ શરૂ કરવાના પૈસા અનીતાએ કેવી રીતે ભેગા કયાં ?
ઉત્તર :
 મધમાખી ઉછેરનું કામ શરૂ કરવાના પૈસા અનીતાએ નાના બાળકોને ભણાવીને ભેગા કર્યા.

૩૬. મધમાખી ઉછેર માટે અનીતાએ કેટલા રૂપિયા ભેગા કર્યા ?
(A) ૨ooo
(B) ૩ooo
(C) ૪ooo
(D) ૫ooo
ઉત્તર :
 D

૩૭. મધમાખી માટેની એક પેટીની કિંમત ____ રૂપિયા હતી.
ઉત્તર : 
૨ooo

૩૮. અનીતાએ કેટલી પેટીથી મધમાખી ઉછેરની શરૂઆત કરી ?
(A) ૧
(B) ૨
(C) 3 
(D) ૪
ઉત્તર :
 B

૪૦. પેટી ખરીદતાં વધેલા રૂપિયાનું અનીતાએ શું કર્યું ?
ઉત્તર : 
પેટી ખરીદતાં વધેલા રૂપિયામાંથી અનીતાએ મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી.

૪૦. મધમાખી ઉછેરના કામમાં કઈ મુશ્કેલી નડતી હતી ?
ઉત્તર : મધમાખી ઉછેરના કામમાં કેટલીક વાર માખીઓ ડંખ મારતી હતી, જેને કારણે શરીરના અંગો સૂજી જતાં અને પીડા થતી હતી.

૪૧. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે ?
ઉત્તર :
 મધમાખી ડંખ મારે ત્યારે લોકો તેના પર ખાવાનો સોડા કે ટૂથપેસ્ટ લગાવે છે.

૪ર. લીચીના વૃક્ષને કયા માસમાં ફૂલ આવે છે ?
(A) ઓક્ટોબર
(B) જાન્યુઆરી
(C) ફેબ્રુઆરી
(D) માર્ચ
ઉત્તર :
 C

૪૩. અનીતા તેની પેટીઓ ક્યાં મૂકતી હતી ?
ઉત્તર : 
અનીતા તેની બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકતી હતી.

૪૪. એક પેટીમાંથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હતું ?
(A) ૧૦ કિગ્રા
(B) ૧૨ કિગ્રા
(C) ૨૦ કિગ્રા
(D) ૧૫ કિગ્રા
ઉત્તર :
 B

૪૫. હાલમાં અનીતા પાસે કેટલી પેટીઓ છે ?
(A) ૨૦
(B) ૨૨
(C) 30
(D) ૪o
ઉત્તર :
 A

૪૬. અનીતાની ૨૦ પેટીઓની કુલ કિંમત કેટલી થાય ? 
ઉત્તર : અનીતાની ૨૦ પેટીઓની કિંમત ૨૦ x ૨૦૦૦ રૂપિયા એટલે કે ૪૦૦૦૦ રૂપિયા થાય છે.

૪૭. અનીતાની કોલેજ ____કિમી દૂર શહેરમાં છે .
ઉત્તર :
 ૫

૪૮. અનીતા કેવી રીતે કોલેજ જતી હતી ?
(A) બસમાં
(B) સાઇકલ પર
(C) રેલવેમાં
(D) રિક્ષામાં
ઉત્તર :
 C

૪૯. અનીતા ગામસભામાં જઈને દરેકને ____ ના મહત્વની વાત સમજાવે છે.
ઉત્તર : 
ભણતર

૫૦.અનીતા શું બનવા માગે છે ?
(A) શિક્ષક
(B) મધની મોટી વેપારી
(C) ગ્રામસેવક
(D) સરકારી ઓફિસર
ઉત્તર :
 B

૫૧. અનીતા લોકોને મધની કિંમત કેવી રીતે અપાવવા માગતી હતી ?
ઉત્તર : 
અનીતા મધની મોટી વેપારી બનીને લોકોને મધની પૂરતી કિંમત અપાવવા માગતી હતી.


૫ર. અનીતાને ૧ કિગ્રા મધના ___ રૂપિયા મળે છે.
(A) ૪૫
(B) ૩પ
(C) ૪૨
(D) ૫૫
ઉત્તર :
 B

૫૩. તમારા વિસ્તારમાં ૧ કિલો મધનો ભાવ ___ રૂપિયા છે. (નમૂનારૂપ ઉત્ત૨)
ઉત્તર 
: ૨૫o

૫૪. જથ્થાબંધ માલના વેપારી શું કરે છે ?
ઉત્તર :
 જથ્થાબંધ માલના વેપારી વસ્તુનું ઉત્પાદન કરતા લોકો પાસેથી વસ્તુઓ ખરીદે છે અને નાના નાના વેપારીઓને તે વસ્તુઓ વેચે છે.

૫૫. જથ્થાબંધ માલના વેપારીની શું જરૂર છે ? ઉદાહરણ સાથે સમજવો.
ઉત્તર :
 મધમાખી ઉછેરી મધ એકઠું કરનાર ઘરે - ઘરે ફરીને મધ વેચવા જાય તો ખૂબ જ સમય જાય. તે પોતે નાના - નાના વેપારીને ત્યાં મધ વેચવા જાય તો પણ તેનો સમય બગડે અને ખર્ચ વધે. આથી તે જથ્થાબંધ માલના વેપારીને પોતાનું બધું મધ વેચી દે છે. અને આ વેપારી નાના દુકાનદારોને મધ વેચે છે. આ દુકાનોમાંથી આપણે મધ ખરીદી શકીએ છીએ. આમ, જથ્થાબંધ માલના વેપારીએ માલ ઉત્પન્ન કરનાર અને ગ્રાહક વચ્ચેની અગત્યની કડી છે.

૫૬. તમારા ઘરમાં મધનો ઉપયોગ શેના માટે થાય છે ? 
ઉત્તર : અમારા ઘરમાં મધનો ઉપયોગ પૂજામાં, દવા માટે તથા રોટલી - ભાખરી પર ચોપડીને ખાવા માટે થાય છે.

૫૭. ‘છોકરી ન ભણવી જોઈએ' 
અનીતાનાં માતા - પિતાનો આ વિચાર બદલાયો હોય તેની સાબિતી આપતાં ઉદાહરણ આપો.
ઉત્તર : (૧) અનીતાનાં માતા - પિતાએ અનીતાને કોલેજમાં પણ જવા દીધી.
(૨) અનીતાનાં માતા અનીતાને ભણવામાં વધુ સમય મળૅ તે માટે ઘરનાં બધાં કામ જાતે જ કરવા લાગ્યાં.

૫૮. દરેક મધપૂડામાં એક કરતાં વધારે રાણી માખી હોય છે. (√ કે ×)
ઉત્તર :
 ×

પ૯. મધપૂડામાં ઈંડાં ___ મૂકે છે.
ઉતર :
 રાણી માખી

૬૦. મધપૂડાની મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. (√ કે ×)
ઉત્તર :
 √

૬૧. રાણી માખી આખો દિવસ કામ કરે છે . (√ કે ×)
ઉત્તર : ×

૬૨. મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે ?
ઉત્તર : 
મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કામદાર માખી ઉપયોગી છે.

૬૩. જ્યારે માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે તે શું કરે છે ?
ઉત્તર : 
જયારે એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા ખાસ પ્રકારનું નૃત્ય કરે છે.

૬૪. ____ માખીઓ વગર મધપૂડામાં રસનો સંગ્રહ શક્ય નથી.
ઉત્તર :
 કામદાર

૬૫. ટૂંક નોંધ લખો : મધમાખી અને મધપૂડો
ઉત્તર : 
મધમાખી મધપૂડામાં રહે છે. મધપૂડામાં એક રાણી માખી હોય છે, જયારે અન્ય કામદાર માખીઓ હોય છે. કામદાર માખીઓ ફૂલોમાંથી રસ એકઠો કરે છે, જયારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ વગર ફૂલોના રસનો સંગ્રહ શક્ય નથી. મધમખોએ ચુસેલા રસનો સંગ્રહ તેઓ મધપૂડામાં કરે છે. જે મધમાં ફેરવાય છે.

૬૬. મધમાખીઓની જેમ બીજાં કયાં જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે ?
ઉત્તર :
 મધમાખી જેમ કીડી , મકોડા , ઊધઈ અને ભમરી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.

૬૭. કીડીનું જૂથ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે ? કયા કયા ?
ઉત્તર :
 કીડીનું જૂથ ત્રણ વિભાગ ( સમૂહ ) માં વહેંચાયેલું છે : (૧) રાણી કીડી (૨) સિપાહી કીડી (૩) કામદાર કીડી.

૬૮. રાણી કીડી શું કામ કરે છે ?
ઉત્તર : 
રાણી કીડી આજીવન ઈંડાં મૂક્વાનું કાર્ય કરે છે.

૬૯. સિપાહી કીડી ઇંડાં સેવે છે. (√ કે ×)
ઉત્તર :
 ×

૭o. ____ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે.
ઉત્તર :
 સિપાહી


૭૧. કામદાર કીડીઓ શું કામ કરે છે ?
ઉત્તર : કામદાર કીડીઓ ખાવાનું શોધવાનું અને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

૭૨. કીડી ___માં રહે છે.
ઉત્તર :
 દર

૭૩. ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે ?
ઉત્તર :
 ખાંડ, ગોળ, સાકર, મીઠાઈ અને અન્ય કોઈ પણ ગળી ખાવાની ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે.

૭૪. કીડીને કેટલા પગ હોય છે ?
ઉત્તર : 
કીડીને છ પગ હોય છે.

૭૫. જોડકાં જોડો.
1.

વિભાગ : અ

વિભાગ : બ

જવાબ

1. લીચીનાં ફૂલો

(અ) લીચીના વૃક્ષને ફૂલ આવે.

1. – બ

2. ઓક્ટોમ્બરથી ડિસેમ્બર

(બ) મધમાખીઓને ગમે.

2. – ઇ

3. ફેબ્રુઆરી

(ક) ઇંડાં મૂકે.

3. – અ

4. રાણી મધમાખી

(ડ) ફૂલોનો રસ એકઠો કરે.

4. – ક

5. કામદાર મધમાખી

(ઇ) મધમાખીઓ ઇંડા મૂકે.

5. – ડ


2.

વિભાગ : અ

વિભાગ : બ

જવાબ

1. રાણી કીડી

(અ) ખાવાનું શોધે.

1. – બ

2. સિપાહિ કીડી

(બ) ઇંડા મૂકે.

2. – ક

3. કામદાર કીડી

(ક) રક્ષા અને દેખભાળ કરે.

3. – અ