(૧૮).................વચ્ચે કોઈ લીલી ઇયળ દેખાઈ નહીં. (ડાળીઓ, પાંદડાં)
ઉત્તર : પાંદડાં 

(૧૯) ઇયળમાંથી ખોખામાં જે જીવ બન્યો હતો તેનો દેખાવ કેવો હતો ?
ઉત્તર :
 ઇયળમાંથી ખોખામાં જે જીવ બન્યો હતો તેનું મોઢું નાનકડું હતું. ઝીણા ઝીણા પગ હતા. સતત સરકતું શરીર હતું.

(૨૦) “આપણે આપણા દોસ્તનું નામ પાડીએ.’ આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
 દ્વિજ

(૨૧) ઈવા અને દ્વિજે નવા જીવનું નામ શું પાડ્યું ?
બિલ્લુ
પિલ્લુ        

ટિલ્લુ
ભિલ્લુ

(૨૨) “સરસ નામ છે પિલ્લુ !''આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
 ઈવા

(૨૩) દ્વિજ અને ઈવા ક્યારે પિલ્લુની સંભાળ લેતાં હતાં ?
ઉત્તર : 
દ્વિજ અને ઈવા સવારે પિલ્લુની સંભાળ લેતાં હતાં.

(૨૪) દ્વિજ અને ઈવા પિલ્લુની સંભાળ કેવી રીતે લેતાં હતાં ?
ઉત્તર :
 દ્વિજ અને ઈવા રોજ સવારે ખોખું સાફ કરતાં. તેમાં નવાં પાંદડા ઉમેરતાં. રાત પડે વધુ એકવાર તપાસ કરીને સૂવા જતાં.

(૨૫) પિલ્લુ નવાં કપડાં પહેરી............કહેવાયો. (પતંગિયું, કોશેટો)
ઉત્તર : કોશેટો

(૨૬) પાંદડાં ખાઈને ઇયળ પહેલવાન બની ગયેલી. ( ✓કે X)
ઉત્તર :
 ✓

(૨૭) દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો. (કે X)
ઉત્તર :
 X

(૨૮) કોશેટો એકદમ..................હતો. (નરમ, કઠણ)
ઉત્તર : કઠણ

(૨૯) કોશેટો તૂટીને તેમાંથી..............બહાર આવ્યું. (જીવડું, ઇયળ)
ઉત્તર : જીવડું

(૩૦)કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું.(✓ કે X)
ઉત્તર :
 ✓

(૩૧) દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યાં ?
ઉત્તર :
 કોશેટો તૂટ્યો. તેમાંથી એક પાંખોવાળું જીવડું બહાર આવ્યું. હળવે હળવે તેણે પોતાની પાંખો ખોલી. બે-ત્રણ વાર તેણે પોતાની પાંખો ફફડાવી અને પતંગિયું બનીને ઊડી ગયું. દ્વિજ અને ઈવા ફાટી આંખે આ બધું જોઈ રહ્યાં.

ચર્ચા નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્રો સાથે કરો :
(૧) પિલ્લુની વાર્તામાં તમને મજા આવી કે નહીં ? ક્યારે મજા આવી ?
(૨) તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ?
(૩) દ્વિજ-ઈવા ઈંડાંવાળું પાંદડું ઘરમાં લાવ્યાં ત્યારે તેમનાં મમ્મી-પપ્પાએ તેમને શું કહ્યું હશે ?
(૪) તમે કોઈ પંખીનું બચ્ચું કે ઈંડું ક્યાંક પડેલું જુઓ તો શું કરો ?
(૫) તમારે ઇયળને સાચવવાની થાય, તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો ? કેમ ?

૪. અહીં આપેલા જીવજંતુઓમાં કોને કેટલા પગ હોય ? યોગ્ય જોડકાં જોડો :


૫. નીચે આપેલા શબ્દો વિશે પાઠમાં આવતા બે - બે વાક્યો લખો :
ઇયળ : 
પાન પર પીળાં ઈંડાંને બદલે લીલી લીલી ઇયળો હતી.એક પાંદડા પર એક જ ઇયળ હતી.
કોશેટો : ઇયળ હવે ઇયળ મટીને કોશેટો થઈ ગઈ હતી. દ્વિજ અને ઈવાએ કોશેટાનું નામ પિલ્લુ પાડ્યું હતું.
પતંગિયું : ઈવા અને દ્વિજનું વહાલું પિલ્લુ તો સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું. પતંગિયાએ પોતાની પાંખો બે - ત્રણ વાર ફફડાવી અને પછી ઊડી ગયું.

૬. પરિસ્થિતિને સમજીને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :

(કેટલું સુંદર !, ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર !, ગભરાઈ જવાય)
(૧) પંખો ચાલુ હોય અને ઓરડામાં કબૂતર આવી જાય તો
ઉત્તર : 
ચિંતા થાય.

(૨) વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે
ઉત્તર :
 ગભરાઈ જવાય.

(૩) તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે 
ઉત્તર : ઉદાસ થવાય.

(૪) અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે
ઉત્તર : 
કેવું જોરદાર !

(૫) જુદા-જુદા રંગનાં ફૂલ ખીલેલાં જોઈને 
ઉત્તર : કેટલું સુંદર !