૩૬. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો ?
ઉત્તર :
 ટિકિટ તપાસનાર કાળા રંગનોકોટ યુનિફોર્મ તરીકે પહેરે છે. તેની ઉપર સફેદ રંગથી બંને બાજુના ખભા પર 'T T E' નું સ્ટિકરવાળો પેચ લગાવેલો હોય છે.

૩૭. ટિકિટચેકર મુસાફરોને હેરાન કરવા જ ટિકિટ ચેક કરે છે .(√ કે ×)
ઉત્તર : 
×

૩૮. ટિકિટનું મહત્ત્વ સમજાવો .
ઉત્તર : 
રેલવે કે બસમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી ફરજિયાત હોય છે. ટિકિટ વગર રેલવેમાં કે બસમાં મુસાફરી કરવી તે ગુનો છે. તે બદલ સજા કે દંડ થઈ શકે છે. વળી ટિકિટ પરથી આપણને મુસાફરીની તારીખ, સમય, સ્થળ, બેઠક નંબર વગેરેનો ખ્યાલ આવે છે.

૩૯. ગાંધીધામ પછી કયા સ્ટેશને ટ્રેન ઊભી રહી ?
ઉત્તર :
 ગાંધીધામ પછી ટ્રેન સામખિયાળી જંકશને ઊભી રહી.

૪૦. રેલવે જંકશન એટલે શું ?
ઉત્તર : 
જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને રેલવે જંકશન કહે છે.

૪૧. બધાં જ રેલવે સ્ટેશનને રેલવે જંકશન ન કહેવાય .(√ કે ×)
ઉત્તર : 


૪૨. સામખિયાળી જંક્શન પરથી કયા બે માર્ગ છૂટા પડે છે ?
ઉત્તર : 
સામખિયાળી જંકશન પરથી અમદાવાદ તરફનો અને પાલનપુર તરફનો – એમ બે રેલમાર્ગ છૂટા પડે છે.

૪૩. રિયાએ સામખિયાળીથી નીકળ્યા બાદ થોડી વારમાં ટ્રેનની બારીમાંથી શું શું જોયું ?
ઉત્તર :
 રિયાને ટ્રેનની બારીમાંથી અમદાવાદ અને પાલનપુર તરફ જતા બે માર્ગ છૂટા પડતા જોયા. ચંદ્રમાના પ્રકાશમાં દૂર દૂર સુધી ફેલાયેલુંકચ્છનું નાનું રણ, જમીન પર મીઠાના ઢગલા અને સૂરજબારી પુલ તેમજ તેના પરથી પસાર થતાં વાહનોની લાઇટ વગેરે જોયું.

૪૪. રિયાએ કચ્છના નાના રણમાં મીઠાના અગરો જોયા . (√ કે ×)
ઉત્તર :
 √

૪૫. રિયા રાત્રી હોવા છતાં કચ્છનું નાનું રણ જોઈ શકી , કારણ કે ...
ઉત્તર : 
રિયા પૂનમની રાત્રે મુસાફરી કરતી હતી. પૂનમની રાત્રે ચંદ્રનું અજવાળું સારું પડતું હતું. વળી, કચ્છના નાના રણમાં મીઠું હોવાથી ત્યાંની જમીન સફેદ ચાદર પાથરી હોય તેવી દેખાતી હતી. આથી, રિયા કચ્છનું નાનું રણ જોઈ શકી.

૪૬. કચ્છનું નાનું રણ ____ જેવું દેખાય છે.
ઉત્તર :
 સફેદ ચાદર

૪૭. મીઠું ખારાશવાળી જમીન પર પકવવામાં આવે છે. ( √ કે ×)
ઉત્તર : 


૪૮. કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે ?
ઉત્તર : 
'સૂરજબારી પુલ' ને કચછનું પ્રવેશદ્વાર કહે છે.

૪૯. સૂરજબારી પુલ કચ્છ માટે મહત્ત્વનો છે , કારણ કે ...
ઉત્તર : 
આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય લાગતો હતો. આ પુલ બનતાં કચ્છથી અમદાવાદ જવામાં સમયની બચત થાય છે.

૫૦. રિયાના પપ્પાએ _____વાગે સૂઈ જવાનું કહ્યું.
ઉત્તર : 
રાત્રે ૧૧:૦૦

૫૧. ટ્રેનમાં ટોયલેટની સગવડ હતી .(√ કે ×)
ઉત્તર :
 √

૫૨. ટ્રેનમાં કઈ કઈ સુવિધાઓ હોય છે ?
ઉત્તર : 
ટ્રેનમાં લાઇટ, પંખા, ટોયલેટ, સૂવા તથા બેસવા માટે બર્થ, હવાઉજાસ માટે બારી, ચડવા-ઊતરવા માટે બારણાં, વોશબેઝિન તથા પાણીની પણ સગવડો હોય છે.

૫૩. ટ્રેનમાં મળતી સગવડોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ?
ઉત્તર : 
ટ્રેનમાં મળતી સગવડોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. બારી-બારણાને નુકસાન ન થાય તે રીતે ખોલવા કે બંધ કરવા જોઈએ.ગમે ત્યાં કચરો ન નાખતાં, કચરો કચરાપેટીમાં જ નાંખવો જોઈએ. વોશબેઝિન અને ટોયલેટમાં નળ ખુલ્લા ન છોડવા જોઈએ. લાઇટ-પંખાની સ્વિચ વારંવાર ચાલુ-બંધ ન કરવી જોઈએ, બર્થ ઉપર લીટા પાડવા ન જોઈએ. પંખાની જરૂર ન હોય તો તેની સ્વિચ બંધ રાખવી જોઈએ.

૫૪. રિયાને કેમ ઊંઘ નહોતી આવતી ?
ઉત્તર : 
રિયાને ટ્રેનના અવાજને કારણે ઊંઘ નહોતી આવતી.

૫૫. રિયાની આંખ ખૂલી જતાં તેણે શું જોયું ?
(A) અમદાવાદ સ્ટેશન
(B) લાઇટોના પ્રકાશ અને મોટું શહેર
(C) ગાંધીધામ સ્ટેશન 
(D) બહુ બધા માણસોનું ટોળું
ઉત્તર :
 B

૫૬. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું ?
ઉત્તર : 
રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદનાં બહુમાળી મકાનો, સડક માર્ગના પુલ, સડક માર્ગ ઉપરના ફાટક જોયા. આ ઉપરાંત તેણે શેડ ઉપરની લાઇટ અને સૂમસામ રોડ જોયા.

૫૭. રિયાને અમદાવાદ ગાંધીધામ જેવું જ લાગ્યું. (√ કે ×)
ઉત્તર :
 ×

૫૮. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા ?
ઉત્તર : 
અમદાવાદના પ્લેટફોર્મ પર ‘ચાય ગરમ ચાય’, ‘ગરમા ગરમ ભજિયાં’, ‘પૂરી-શાક’,  ‘ઠંડા પાણીની બૉટલ', 'વડાપાઉં ...', કેળાં, ચીકુ, સફરજન' વગેરે અવાજો ઉપરાંત મુસાફરોને અપાતી સૂચનાઓ આપતાં રેલવેનાં માઇક અને મુસાફરોની ફેરિયા સાથેની વાતચીત વગેરે અવાજો રિયાએ સાંભળ્યા.

પ૯. અમદાવાદ સ્ટેશન પર ટ્રેન કેટલો સમય ઊભી રહેવાની હતી ?
(A) ૧૦ થી ૧૫ મિનિટ
(B) ૨૦ થી ૨૫ મિનિટ
(C) ૧૫ થી ૨૦ મિનિટ
(D)૨૫ થી ૩૦ મિનિટ 
ઉત્તર : B

૬૦. ટ્રેન શા માટે દરેક સ્ટેશને અલગ - અલગ સમય માટે ઊભી રહે છે ?
ઉત્તર : સામાન્ય રીતે ટ્રેન નાના સ્ટેશન પર ઓછા સમય અને મોટા સ્ટેશન પર વધુ સમય માટે ઊભી રહે છે, કારણ કે નાના સ્ટેશને પ્રવાસીઓ ઓછા પ્રમાણમાં હોય છે, જયારે મોટા સ્ટેશને પ્રવાસીઓ વધુ પ્રમાણમાં હોય છે. વળી, મોટા સ્ટેશને ટ્રેનમાં સફાઇ કરવામાં આવે છે તેમજ ડબ્બામાં પાણી ભરવામાં આવે છે, આથી, જુદા-જુદા સ્ટેશને ટ્રેન જુદા-જુદા સમય પૂરતી ઊભી રહે છે.

૬૧. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું ? 
ઉત્તર : રિયાએ અમદાવાદના પ્લેટફોર્મ પર ચા, ભજિયાં, પૂરી - શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, સફરજન, ચીકુ, કેળાં વગેરે 6 વેચનારા ફેરિયાઓ જોયા. તેણે ટ્રેનની રાહ જોતા મુસાફરો, ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા મુસાફરો સાથેની ભીડ ઉપરાંત સામાન ઉપાડીને દોડતા કુલી જોયાં.

૬૨. રિયા તેના પપ્પા સાથે કયા સ્ટેશને પાણી લેવા ઊતરી હતી ?
(A) અમદાવાદ
(B) નડિયાદ
(C) સુરત
(D) વડોદરા
ઉત્તર :
 A

૬૩. સામાન ઊંચકનારા માણસોએ કેવા રંગનાં કપડાં પહેર્યા હતાં ?
(A) સફેદ
(B) પીળાં 
(C) લાલ
(D) કાળાં
ઉત્તર : 
C

૬૪. અમદાવાદ સ્ટેશન પરથી તેમણે શું ખરીધું ?
ઉત્તર : 
અમદાવાદ સ્ટેશન પરથી તેમણે ચીકુ અને કેળાં ખરીદ્યાં.

૬૫. રેલવે સ્ટેશન પર મુસાફરો માટે કઈ કઈ સુવિધાઓ હોય છે ?
ઉત્તર :
 રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસવા માટે બાંકડા, પંખા, લાઇટ, પીવા માટે પાણીના નળ, શૌચાલય, ખાણી -પીણીની દુકાનો, ટ્રેન અંગેની સૂચનાઓ આપતાં માઇક અને બોર્ડ હોય છે.

૬૬. રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે દાદરની વ્યવસ્થા હોય છે . (√ કે ×)
ઉત્તર :
 √

૬૭. રેલવે સ્ટેશન પર માઇકમાં કઈ કઈ સૂચનાઓ આપવામાં આવે છે ?
ઉત્તર :
 રેલવે સ્ટેશન પર આવનારી ટ્રેન ક્યારે અને કયા પ્લેટફોર્મ પર આવશે, કોઈ ટ્રેન મોડી હોય તો તેની માહિતી, ઊપડનાર ટ્રેનની સૂચના આપવામાં આવે છે.

૬૮. રેલવે સ્ટેશને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ? 
ઉત્તર : રેલવે સ્ટેશન પર અપાતી સૂચનાઓ સાંભળી તે મુજબ વર્તવું જોઈએ. ટ્રેનમાં જવાનું હોય તે ક્યા પ્લેટફોર્મ પરથી ઊપડશે તેની માહિતી મેળવવી ચોક્કસ પ્લેટફોર્મ પર સમયસર પહોંચી જવું જોઈએ. ટ્રેનમાં ચડવા-ઉતરવા ધક્કામુક્કી ન કરવી જોઈએ. પોતાના સામાનને સંભાળીને રાખવો જોઈએ, વડીલોથી દૂર ન જવું જોઈએ, અજાણી વસ્તુઓને અડકવું ન જોઈએ.

૬૯. સાપસીડીની રમત કોની પાસે હતી ?
(A) હિમાક્ષ
(B) ફિયોના
(C) પપ્પાં
(D) રિયા
ઉત્તર:
 D

૭૦. કોણ - કોણ સાપસીડી રમ્યું ?
ઉત્તર :
 હિમાક્ષ , રિયા અને ફિયોના સાપસીડીની રમત રમ્યાં.

૭૧. ફિયોના ___સ્ટેશન પર ઊતરી ગઈ.
ઉત્તર :
 નડિયાદ

૭૨ . મને ઓળખો :
(૧) હું મુસાફરોને બેસાડી પાટા પર દોડું છું .~ટ્રેન

(૨) હું ઘણા બધા મુસાફરોને એક સાથે બેસાડી હવામાં ઊડું છું . ~વિમાન

(૩) હું રેલવેમાં મુસાફરોની ટિકિટ ચકાસું છું . ~ટિકિટચેકર

(૪) હુંમુસાફરીને બેસાડી પાણીમાં તરું છું . ~હોડી

(૫) હું મીઠું પકવવાનું કામ કરું છું . ~અગરિયો