ઉત્તર : વ્યક્તિ માટે જે હવા હોય છે, તે જમીન સપાટી પાસેની હવા કરતાં ઓછી હોય છે.
32. જુદી જુદી પ્રવૃત્તિઓને વધતા જતા શ્વસનદર પ્રમાણે ગોઠવવા ક્રમ આપોઃ
ઉત્તર :
33. આપણે શ્વાસ લઈએ ત્યારે હવા કોના દ્વારા નાસિકાકોટરોમાં પ્રવેશેવછે ?
ઉત્તર : નાસિકા-છિદ્ર
34. હવા નાસિકાકોટરો દ્વારા...............માં પહોંચે છે.
ઉત્તર : શ્વાસનળી
35. શ્વાસનળી હવાને...............માં પહોંચાડે છે.
ઉત્તર : ફેફસાં
36. ફેફસાં.................માં આવેલાં છે, જે પાંસળીઓથી રક્ષાયેલી છે.
ઉત્તર : ઉરસગુહા
37. નાસિકાકોટર ફેફસાંમાં આવેલાં છે.
ઉત્તર : ખોટું
38. ઉદોદરપટલ એક પડદા જેવી રચના છે.
ઉત્તર : સાચું
39. શ્વાસોચ્છવાસની ક્રિયામાં ક્યાં ક્યાં અંગોનું હલન–ચલન સંકળાયેલું છે?
ઉત્તર : શ્વાસોચ્છવાસની ક્રિયામાં ઉરોદરપટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે.
40. શ્વાસ દરમિયાન.................ઉપર અને બહાર તરફ તથા..................નીચે તરફ જાય છે.
ઉત્તર : પાંસળીઓ, ઉરોદરપટલ
41. ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ..............
ઉત્તર : નીચે તરફ જાય છે.
42. શ્વાસ દરમિયાન ઉરસગુહાનું કદ ઘટે છે.
ઉત્તર : ખોટું
43. ઉચ્છવાસ દરમિયાન...................નીચેની તરફ અને...................પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે.
ઉત્તર : પાંસળીઓ, ઉરોદરપટલ
44. ઉચ્છવાસ દરમિયાન ઉરસગુહાનું કદ વધે છે.
ઉત્તર : ખોટું
45. માનવીમાં થતી શ્વાસોચ્છવાસ દરમિયાન ઉદરગુહાના....................માં ફેરફાર થાય છે.
ઉત્તર : અવકાશ/કદ
46. માનવીમાં થતી શ્વાસોચ્છવાસની ક્રિયા સમજાવો.
ઉત્તર : જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે હવા નાસિકા–છિદ્રમાં થઇને નાસિકાકોટરમાં જાય છે. ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસાંમાં પહોંચે છે. ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસાંમાંથી ઉલટા માર્ગે હવા બહાર નીકળે છે.
શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદરપટલ નીચે જાય છે, તેથી ઉરસગુહાના અવકાશમાં વધારો થાય છે અને ફેફસાંમાં હવાનું દબાણ ઘટે છે. આથી હવા નાસિકા–છિદ્ર દ્વારા ફેફસાંની અંદર તરફ જાય છે. આથી ફેફસાં હવાની ભરાઇ જાય છે.
ઉચ્છવાસ દરમિયાન પાંસળી નીચેની તરફ અને અંદરની તરફ સરકે છે અને ઉરોદરપટલ પોતાના મૂળ સ્થાનથી ઉપરની તરફ ખસે છે. આથી, ઉરસગુહાનું કદ ઘટે છે. આથી, ફેફસામાં રહેલ હવા પર દબાણ વધતાં ફેફસાંમાંથી હવા શ્વાસનળી દ્વારા નાસિકાકોટરમાં આવે છે. જ્યાંથી નાસિકાછિદ્ર દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે.
47. મનુષ્યના શ્વસનતંત્રનાં અંગો જણાવો.
ઉત્તર :
સહાયક અંગો : (1) પાંસળીઓ, (2) ઉરોદરપટલ
48. સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજાવતો પ્રયોગ વર્ણવો.
હેતુ : શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજાવી.
સાધન–સામગ્રી : એક પહોળી પ્લાસ્ટિક બોટલ, ‘Y’ આકારની પ્લાસ્ટિકની નળી, બે ફુગ્ગા, રબરશીટ, ઢાંકણ.
આકૃતિ :
(2) રબરશીટન અંદર તરફ ધકલવાથી અંદર તરફના અવકાશ ઘટે છે. આથી ફુગ્ગામાં રહેલ હવાના દબાણમાં વધારો થાય છે. આથી ફુગ્ગામાંથી હવા બહાર નીકળે છે અને ફુગ્ગા ફરીથી સંકોચાય છે.
નિર્ણય : શ્વાસોચ્છવાસની ક્રિયામાં પાંસળીઓ અને ઉરોદરપટલના હલનચલનની ક્રિયા સંકળાયેલી હોય છે.
49. જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઇએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે?
ઉત્તર : ઘણીવાર શ્વાસમાં લીધેલી હવામાં ધુમાડો, પરાગરજ, ધૂળનાં રજકણો વગેરે હોય છે. આવી હવા નાસિકાકોટરમાંથી પસાર થાય ત્યારે તેમાં રહેલ કચરો નાસિકાકોટરના વાળમાં ભરાય છે. કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકાકોટરના અંદરના ભાગમાં પહોંચી જાય છે. તે અંજપો પ્રેરે છે. પરિણામે આપણને છીંકો આવે છે. છીંક આવવાથી તેના ધક્કા સાથે કચરો બહાર ફેંકાય છે અને ચોખ્ખી હવા શરીરની અંદર પ્રવેશે છે.
50. વાક્ય પૂર્ણ કરો.
(1) આપણે શ્વાસ લઇએ ત્યારે હવા નાસિકાછિદ્ર દ્વારા નાસિકાકોટરોમાં પ્રવેશે છે.
(2) નાસિકાકોટરોમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેકસાંમાં પહોંચે છે.
(3) ફેકસાં ઉરસગુહામાં પાંસળીઓ દ્વારા ઘેરાયેલા અને રક્ષાયેલા હોય છે.
(4) ઉદરગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે.
(5) ઉરોદરપટલ ઉદરગુહાના તળિયે આવેલું હોય છે.
51. આપણે ઉચ્છવાસ દરમિયાન મુખ્યત્વે ક્યા પદાર્થો બહાર કાઢીએ છીએ?
ઉત્તર : આપણે ઉચ્છવાસ દરમિયાન ફેફસાંમાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, બાષ્પ અને બાકીની હવા બહાર કાઢીએ છીએ.
52. અવલોકન જણાવો : તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાં નળી દ્વારા ફૂંક મારવાથી........
ઉત્તર : ફૂંકમાં રહેલો કાર્બન ડાયૉક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કૅલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ, અદ્રાવ્ય ઘન પદાર્થ બનાવે છે, તેથી પાણી દૂધિયું બને છે.
53. અવલોકન જણાવો : પારદર્શક સાદા કાચ પર ઉચ્છવાસ કાઢવાથી............
ઉત્તર : ઉચ્છવાસમાં રહેલી બાષ્પ સાદા કાચની ઠંડી સપાટીના સંપર્કમાં આવવાથી પાણીના સૂક્ષ્મ કણો રચાવાથી પારદર્શક કાચ ઝાંખો પડે છે.
54. શ્વાસ માટેની હવામાં..............% ઓક્સિજન અને.....................% કાર્બન ડાયોક્સાઇડ હોય છે.
ઉત્તર : 21, 0.04
55. ઉચ્છવાસની હવામાં..........................% ઓક્સિજન અને...................% કાર્બન ડાયોક્સાઇડ હોય છે.
ઉત્તર : 16.4, 4.4
56. ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી ચકાસતો પ્રયોગ વર્ણવો.
હેતુ : ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ હાજર હોય છે, તે સાબિત કરવું.
સાધન–સામગ્રી : સ્ટેન્ડ, કસનળી, એક કાણાંવાળો બૂચ, સ્ટ્રો, ચૂનાનું નીતર્યું પાણી
આકૃતિ :
હવે સ્ટ્રોના ઉપરના છેડેથી ફૂંક અથવા ઉચ્છવાસ દાખલ કરો.
અવલોકન :
ચૂનાના નીતર્યા પાણીનો રંગ દૂધિયો બને છે. ઉચ્છવાસમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતર્યા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અદ્રાવ્ય ઘન પદાર્થ કેલ્શિયમ કાર્બેનેટ બનાવે છે.
નિર્ણય : ઉચ્છવાસ / ફૂંકમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે.
57. ક્યાં ક્યાં પ્રાણીઓ માનવીની જેમ ફેફસાં ધરાવે છે ?
ઉત્તર : હાથી, સિંહ, ગાય, બકરી, દેકડો, ગરોળી, સાપ, પક્ષીઓ ઉરસગુહામાં ફેફસાં ધરાવે છે.
58. નીચેના પૈકી ક્યા પ્રાણીની શ્વસનક્રિયા માનવી જેવી છે ?
(A)અળસિયું
ઉત્તર : ગાય
59. વંદાના શરીરની બંને બાજુ આવેલાં છિદ્રોને શું કહે છે?
ઉત્તર : વંદાના શરીરની બંને બાજુ આવેલા છિદ્રોને શ્વસનછિદ્ર કહે છે.
60. વંદાના હવા.........................દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
ઉત્તર : શ્વસનછિદ્રો
61. કીટકો વાતવિનિમય માટે શું ધરાવે છે ?
ઉત્તર : વાતાવિનિયમ માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસનળી કહે છે.
62. કીટકોમાં શ્વસનછિદ્રો અને શ્વાસનળી દ્વારા થતી શ્વાસોચ્છવાસની ક્રિયા સમજાવો.
ઉત્તર : કીટકો શરીરની બંને બાજું શ્વસનછિદ્રો ધરાવે છે. વાત–વિનિમત માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને ‘શ્વાસનળી’ કહે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસનછિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામી શરીરના દરેક કોષોમાં પહોંચે છે. ક્રિયાના અંતે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીમાં એકઠો થઇ શ્વસનછિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય ચાલે છે.
63. શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, જે કોષ–પેશીઓમાં વાયુઓનું વહન કરે છે.
ઉત્તર : સાચું
64. વંદાના શ્વસનતંત્રમાં મુખ્યત્વે.......................અને........................નો સમાવેશ થાય છે.
ઉત્તર : શ્વસનછિદ્ર, શ્વાસનળી
65. અળસિયું ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
ઉત્તર : ખોટું
66. અળસિયું શ્વસનછિદ્ર ધરાવે છે.
ઉત્તર : ખોટું
67. અળસિયું,....................અને...................ચામડી ધરાવે છે, જેથી તે શ્વસન કરી શકે.
ઉત્તર : ભીની, ચીકણી
68. દેડકાં પાસે......................અને........................બંને હોવાથી તે પાણીમાં અને જમીન પર જીવી શકે છે.
ઉત્તર : ભીની ચામડી, ફેફસાં
69. દેડકો ફેફસાં અને ચામડી બંને દ્વારા શ્વસન કરી શકે છે.
ઉત્તર : સાચું
70. માછલીમાં શ્વસન માટે ફેફસાં હોય છે.
ઉત્તર : ખોટું
71. વાક્યો પૂર્ણ કરો.
(1) માછલી ઝાલરો દ્વારા પાણીમાં ઓગળેલો..............
ઉત્તર : ઓક્સિજન મેળવે છે.
(2) ઝાલરો એ બહારની તરફ નીકળેલી................
ઉત્તર : પ્રલંબિત ત્વચા છે.
(3) ઝાલરો રુધિરવાહિનીઓ સાથે...............
ઉત્તર : સંકળાયેલી હોય છે.
72. ઝાલર એ માછલીનું..........................છે.
ઉત્તર : શ્વસનઅંગ
73. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી....................લઇ શકે છે અને.....................મુક્ત કરે છે.
ઉત્તર : ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ
74. વનસ્પતિમાં પણ ગ્લુકોઝના દહન માટે....................વપરાય છે અને..................અને....................ઉત્પન્ન થાય છે.
ઉત્તર : ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી
75. વનસ્પતિમાં પર્ણોમાં આવેલાં...........................દ્વારા વાતવિનિમય થાય છે.
ઉત્તર : પર્ણરંધ્ર
76. વનસ્પતિના..................જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે.
ઉત્તર : મૂળ
77. વનસ્પતિ વાવેલા કૂંડામા વધું પડતું પાણી આપવાથી તેનાં મૂળ......................મેળવી શકતાં નથી.
ઉત્તર : ઓક્સિજન
78. વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે, જ્યારે દિવસ અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે.
ઉત્તર : ખોટું
79. વનસ્પતિમાં પર્ણ અને મૂળ દ્વારા થતું વાતવિનિમય સમજાવો.
ઉત્તર : વનસ્પતિનાં પર્ણોમાં આવેલાં નાના છિદ્રોને પર્ણરંધ્રો કહે છે. પર્ણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી પર્ણરંધ્રો થાય છે. ઓક્સિજન કોષો સુધી પહોંચી ગ્લુકોઝના દહન માટે વપરાય છે. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જે પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે. વનસ્પતિના મૂળ જમીનમાં હોય છે. મૂળના કોષો જમીનના કણોના અવકાશ વચ્ચે રહેલી હવામાંથી ઓક્સિજન મેળવે છે. જેને મૂળરોમ કહે છે. મૂળના કોષો પણ ગ્લુકોઝના દહન માટે ઓક્સિજનનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે. આમ, વનસ્પતિના દરેક કોષો સ્વતંત્રપણે શ્વસન કરે છે.
1.
અ |
બ |
ઉત્તર |
1. માનવી |
1. ઝાલર |
1. – 2 |
2. વનસ્પતિ |
2. ફેફસાં |
2. – 4 |
3. પતંગિયું |
3. શ્વસનછિદ્ર |
3. – 3 |
|
4. પર્ણ અને
મૂળ |
|
અ |
બ |
ઉત્તર |
1. શ્વસનક્રિયા |
1. મૂળરોમ |
1. – 3 |
2. મૂળ |
2. પ્રલંબિત
ત્વચા |
2. – 1 |
3. ઝાલર |
3. શ્વાસનળી |
3. – 2 |
અ |
બ |
ઉત્તર |
1. ઉરોદરપટલ |
1. અળસિયું |
1. – 5 |
2. ત્વચા |
2. ઝાલરો |
2. – 1 |
3. યીસ્ટ |
3. આલ્કોહોલ |
3. – 3 |
4. પર્ણ |
4. પર્ણરંધ્ર |
4. – 4 |
5. માછલી |
5. ઉરસગુહા |
5. – 2 |
6. દેડકો |
6. ફેફસાં અને
ત્વચા |
6. – 6 |
|
7. શ્વાસનળી |
|
81. દરેક સજીવ કોઇપણ કાર્ય માટે જરૂરી ઊર્જા કેવી રીતે મેળવે છે?
ઉત્તર : સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. જેમ કે, પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન વગેરે. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખોરાકમાં સંગ્રહિત ઊર્જા હોય છે. સજીવોમાં ખોરાકમાં રહેલ આ ઊર્જા શ્વસન દરમિયાન છુટી પડે છે. આમ, બધા સજીવો શ્વસન કરી ખોરાકમાંથી શક્તિ મેળવે છે.
82. આપણા સ્નાયુ અજારક શ્વસન ક્યારે કરે છે?
ઉત્તર : આકરી કસરત, દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું, ભારે વજન ઊંચકવું, આ બધી ક્રિયામાં શક્તિની જરૂર વધારે પડે છે. શરીરમાં ઓક્સિજનનો પુરવડો મર્યાદિત હોય છે, ત્યારે સ્નાયકોષો અજારક શ્વસન કરે છે.
83. તફાવત આપો : જારક શ્વસન અને અજારક શ્વસન
જારક શ્વસન |
અજારક શ્વસન |
1. ઓક્સિજનની
હાજરીમાં થતી શ્વસનક્રિયા છે. |
1. ઓક્સિજનની ગેરહાજરીમાં
થતી શ્વસનક્રિયા છે. |
2. ગ્લુકોઝનું
સંપૂર્ણ દહન થઇ વધુ ઊર્જા મુક્ત થાય છે. |
2. ગ્લુકોઝનું
અપૂર્ણ દહન થઇ ઓછી ઊર્જા મુક્ત થાય છે. |
3. ક્રિયાના
અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને છે. |
3.
પ્રાણીકોષમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિકોષમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ
ઉત્પન્ન થાય છે. |
ઉત્તર : ભારે કસરત દરમ્યાન ઓક્સિજનના વધુ પુરવઠાની જરૂર પડે છે તેથી ઊંડા અને ઝડપી શ્વાસ લેવા જરૂરી બને છે. આમ, એક મિનિટમાં 15-18ની જગ્યાએ 25 થી 30 વાર શ્વાસોચ્છવાસ થવાથી શ્વસનદર વધે છે.
85. ત્રણ કસનળીમાં ¾ ભાગ પાણી ભરી કસનળી એ માં ગોકળગાય, કસનળી બી માં વનસ્પતિ અને કસનળી સી માં બંને મૂકો. કઇ કસનળીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ જોવા મળશે ? શા માટે ?
ઉત્તર : કસનળી એ માં ગોકળગાય છે. જે શ્વસનક્રિયા દરમ્યાન ઓક્સિજન વાપરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. તેથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધ્યા જ કરશે. કસનળી બી માં વનસ્પતિ છે. જે શ્વસન ક્રિયામાં ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાપરી, ઓક્સિજન મુક્ત કરશે. તેથી કાર્બન ડાયોક્સાઇડ વધશે નહીં.
કસનળી સી માં ગોકળગાય દ્વારા મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણમાં વપરાશે. આમ, કસનળી એ માં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ, કસનળી સીમાં તેનાથી ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કસનળી બી માં નહીવત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હશે.
0 Comments