31. તફાવત લખો : ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ

ખોરાકનું બગડવું

ખોરાકનો બગાડ

1. કુદરતી રીતે જ ખાદ્ય પદાર્થ બગડી જાય તો તેને ખોરાકનું બગડવું કહેવાય.

1. માનવીય ભૂલને લીધે ખોરાકને એંઠવાડ કે કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. તેને ખોરાકનો બગાડ કહેવાય.

2. કેળું વધુ દીવસો એમ ને એમ રહેતા પોચું થઇ જાય તે ખોરાકનું બગડવું કહેવાય.

2. આખું કેળું ખાધા વગર થોડું ખાઇને બાકીનું કેળું ફેંકી દઇએ તે ખોરાકનો બગાડ કહેવાય.

3. ખોરાકનું બગડવું કુદરતી છે.

3. ખોરાકને બગાડ એ માનવીય પ્રવૃત્તિઓને લીધે થાય છે.


32. ટામેટાંના સોસને સાચવી રાખવા તેમાં ........... નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તર : 
વિનેગાર

33. નીચેનામાંથી કઈ વસ્તુ સૂકવણી કરીને બારેમાસ રાખી શકાય છે?
ઉત્તર :
 ગવાર, કેરી, કારેલાં.

34. બટાકામાંથી કઈ કઈ વસ્તુઓ સૂકવણી કરીને બનાવવામાં આવે છે?
ઉત્તર :
 બટાકામાંથી કાતરી, વેફર, પાપડ, છીણ, ફ્રાયમ્સ વગેરે બનાવીને સૂકવણી કરીને રાખવામાં આવે છે.

35. .............. ફળનો રાજા છે.
ઉત્તર :
 કેરી

36. કેરી કઈ ઋતુમાં થતું ફળ છે?
ઉત્તર : 
ઉનાળો

37. કેરીના પાપડ બનાવવા માટે શું તૈયારી કરવી પડે છે?
ઉત્તર : 
કેરીના પાપડ બનાવવા માટે બજારમાંથી તાડના ઝાડનાં પાંદડાંથી વણેલી ચટ્ટાઈ, નીલગિરિના ઝાડના થાંભલા, કાથી, પાકી કેરીઓ, ગોળ અને ખાંડ લાવવાં પડે છે. ચટાઈ, થાભલા અને કાથીનો ઉપયોગ કરી ઊંચો માંચડો બનાવવો પડે છે.

38. કેરીના પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તર :
 કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીનો રસ કાઢીને તેને પાતળા સુતરાઉ કાપડથી ગાળવામાં આવે છે. જેથી તેમાં ગાંઠો કે રેસા રહી ન જાય. ત્યાર બાદ તેમાં ગોળ અને ખાંડ યોગ્ય પ્રમાણમાં મેળવીને ખૂબ હલાવી એકરસ કરવામાં આવે છે. આ મિશ્રણને તાડની ચટાઈના માંચડા પર એકદમ પાતળું થર પાથરીને સૂર્ય પ્રકાશમાં સૂકાવા દેવામાં આવે છે. આવી રીતે રોજ ચાર અઠવાડિયા સુધી ચટાઈ પર કેરીના રસના થર કરવામાં આવે છે. તે સમયે સૂર્યપ્રકાશ પાપડ પર યોગ્ય રીતે મળતો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેની પર ધૂળ ન ઊડે માટે રાત્રે બારીક સાડીથી તેને ઢાંકી દેવામાં આવે છે. 4 સેમી જેટલું જાડું થર તૈયાર થઈ જાય એટલે તેને બરોબર સુકાવા દઈને તેનાં ચોસલાં પાડીને કાચની કોરી કરેલી બરણીમાં ભરી લેવામાં આવે છે. પછી આખું વર્ષ કેરીના પાપડની મદદથી કેરીનો સ્વાદ માણી શકાય છે.

39. નાળિયેરની છાલમાંથી બનેલી દોરીને ............ કહે છે.
ઉત્તર :
 કાથી

40. કેરીના પાપડ બનાવવા સૂર્યપ્રકાશ જરૂરી નથી.
ઉત્તર : 
ખોટું

41. કેરીનો પાપડ તૈયાર થવામાં લગભગ કેટલો સમય લાગે છે?
ઉત્તર :
 ચાર અઠવાડિયાં

42. કેરીનો પાપડ ............. જેવો લાગે છે.
ઉત્તર : 
સોનેરી કેક

43. કેરીના પાપડ બનાવવા સારી પાકી કેરીઓ કેમ પસંદ કરવામાં આવે છે?
ઉત્તર : 
સારી પાકી કેરીઓમાં રસ સારો અને મીઠો નીકળે છે, ઉપરાંત તેમાં રેસા પણ ઓછા હોય છે. માટે પાપડ બનાવવા પાકી કેરીઓ વપરાય છે.

44. આપણે કેરીનો બારેમાસ આનંદ લેવો હોય તો શું કરવું પડે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 આપણે કેરીનો બારેમાસ આનંદ લેવો હોય તો તેના રસને ક્રોજન કરવો પડે. તેમાંથી આમપાક કે છૂંદો, શરબત વગેરે બનાવીને રાખવું પડે.

45. કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવીને તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે?
ઉત્તર : 
કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવતાં તે ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં આવે છે. તેમાં પાણીનો ભાગ પણ હોય છે. જો આ પાણી ઊડી ન જાય તો કેરીનો માવો બગડી જાય. આથી તેમાં રહેલો પાણીનો ભાગ દૂર કરી તેનું આખુ વર્ષ સારી રીતે સાચવી શકાય તે માટે તડકામાં સૂકવામાં આવે છે.

46. અથાણું ........... કેરીમાંથી બને છે.
ઉત્તર :
 કાચી

47. કાચી કેરીનો ઉપયોગ શું શું બનાવવા માટે થાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 કાચી કેરીનો ઉપયોગ આંબોળિયાં, ચટણી, શરબત, અથાણું, કચુંબર, શાક, બાફલો વગેરે બનાવવામાં થાય છે.

48. કાચી કેરીમાંથી બનાવેલ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે.
ઉત્તર : 
બાફલો

49. કેરીનો બાફલો પાકી કેરી બાફીને બનાવવામાં આવે છે.
ઉત્તર : 
ખોટું

50. અથાણું બનાવવા કેરી ઉપરાંત બીજા કયા મસાલાનો ઉપયોગ થાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 અથાણું બનાવવા કેરી ઉપરાંત મીઠું, લાલ મરચું, હળદર, હીંગ, રાઈના કૂરિયા (ભરડો), મેથીના કૂરિયા, ધાણાના કૂરિયા, વરિયાળી, તેલ વગેરેનો ઉપયોગ થાય છે.

51. આંબળાંનું અથાણું પણ બનાવી શકાય છે.
ઉત્તર :
 ખોટું

52. પાકી કેરીનો ઉપયોગ શું શું બનાવવા થાય છે?
ઉત્તર :
 પાકી કેરીનો ઉપયોગ રસ, મઠો, મીઠાઈ, આમપાક, આમપાપડ, જામ, જેલી, શરબત વગેરે બનાવવા થાય છે.

53. કેરી અને અન્ય ચીજોમાંથી બનાવવામાં આવતાં અથાણાંનાં નામ જણાવો. (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 કેરીમાંથી ગળ્યું અથાણું, ખાટું અથાણું, લસણિયું, છૂંદો, કટકી, પંજાબી મિક્સ અથાણું, ડાબલા વગેરે ઉપરાંત મરચાં, આંબળાં, કેયડાં, લીંબું, લીલી હળદર વગેરેનું પણ અથાણું બનાવવાય છે.

54. અથાણાં ભરવાની બરણી બરોબર કોરી ન હોય તો શું થાય?
ઉત્તર :
 અથાણાં ભરવાની બરણી બરોબર કોરી ન હોય એટલે કે ભેજવાળી હોય તો અથાણાંમાં ફૂગ લાગવાની અને અથાણું બગડી જવાની સંભાવના રહે છે.

55. તમારા ઘરમાં કઈ-કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : 
અમારા ઘરમાં કાચી કેરીમાંથી બાફલો, શરબત, આંબોળિયાં, ચટણી, અથાણાં, છૂંદો વગેરે બનાવાય છે, જ્યારે પાકી કેરીમાંથી રસ, આમપાક, મેંગો લસ્સી, મેંગો મઠો, આઇસક્રીમ વગેરે બનાવવામાં આવે છે.

56. પાપડ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે?
ઉત્તર : જેના પાપડ બનાવવાના હોય તે લોટ, જેમ કે અડદ કે મગદાળનો લોટ, મરિયાંનો ભૂકો, જીરું, મીઠું, ખારો અને પાણી વગેરે સામગ્રી જોઈશે.

57. કઈ કઈ ચીજવસ્તુઓ સુકવણી કરીને બારેમાસ રાખવામાં આવે છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : 
ચોખાના પાપડ, વડી, ચકરી, બટાકાની કાતરી, વેફર, પાપડ, ફ્રાયમ્સ, મગ અને ચોખાની વડીઓ વગેરે ઉનાળાની ઋતુમાં સુકવણી કરીને બારેમાસ રાખવામાં આવે છે.

58. કારણ આપો : બારેમાસ ભરીને રાખવાના ઘણાં ખાદ્ય પદાર્થો સૂર્યપ્રકાશમાં રાખીને સૂકવવામાં આવે છે.
ઉત્તર : 
ખાદયપદાર્થોમાં પાણી રહેલું હોય છે, જેથી તે લાંબા સમય સુધી વાપરવા યોગ્ય રહેતા નથી. જો ખાદ્ય પદાર્થોને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે તો તેની અંદર રહેલું પાણી (ભેજ) સૂકાઈ જાય છે. જેથી, ખાદ્યપદાર્થ લાંબા સમય સુધી વાપરવા યોગ્ય બને છે.

59. સુકવણી કર્યા વગર બીજી કઈ વસ્તુઓ છે, જે બારેમાસ રાખવા માટે બનાવવામાં આવે છે?
ઉત્તર :
 ટામેટાંનો સોસ, ફળોના જામ, અથાણાં વગેરે સુકવણી કર્યા વગર ગોળ અને ખાંડ નાખીને બનાવવામાં આવે છે.