૨૮. નંદુ કોની પાસે ઊભો રહ્યો ?
(A) ભાઈઓ પાસે
(B) નાની પાસે
(C) માતા પાસે
(D) બહેનો પાસે
ઉત્તર : 
C

૨૯._______એ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો.
ઉત્તર : 
મા

૩૦. નંદુને ક્યાં રમવું ખૂબ ગમે છે ?
(A) કાદવમાં
(B) ધાસમાં
(C) મેદાનમાં
(D) પાણીમાં
ઉત્તર :
 D

૩૧. નંદુને કાણે પાણી તરફ ધકેલ્યો ? કેમ ?
ઉત્તર : નંદુને તેની માતાએ પાણી તરફ ધકેલ્યો. કારણ કે નંદુનાં ભાઈઓ અને બહેનો પાણીમાં રમતાં હતો. નંદુને પાણીમાં રમવું તો ગમતું હતું, પરંતુ તેને બીક લાગતી કે 'મને વાગી જશે તો' આ ભયના કારણે તે પાણીમાં જતો ન હતો. આથી, નંદુની માતાએ નંદુને પાણી તરફ ધકેલો.

૩૩. પાણીનો ફુવારો નંદુની પીઠ પર પડ્યો. ( √ કે ×)
ઉત્તર : 
×

૩૩. હાથીઓને પાણીમાં રમવું કેમ ગમતું હશે ?
ઉત્તર : 
હાથીઓનું શરીર કદાવર હોય છે તેમજ તેમની ચામડી પણ જાડી હોય છે. આથી, તેમને ગરમી વધુ લાગતી હોય છે. આપણે જાણીએ છીએ કે પાણીમાં રમતાં ગરમી ઓછી લાગે છે. આમ, પાણીમાં રમવાથી હાથીઓને ઠંડક મળે છે, તેથી તેઓને પાણીમાં રમવું ગમતું હશે.

૩૪._______પછી ટોળું રહેઠાણ તરફ ચાલ્યું.
ઉત્તર : 
સૂર્યાસ્ત

૩૫. નંદુ ખૂબ થાકી ગયો હતો. (√ કે X)
ઉત્તર : 


૩૬. નંદુ ઘેર જતાં ક્યાં ગોઠવાઈ ગયો?
(A) માતાની પાછળ 
(B) ભાઈઓની સાથે
(C) માતાના આગળના પગ વચ્ચે
(D) માતાના પાછળના પગ વચ્ચે
ઉત્તર :
 C

૩૭. હાથીના ટોળામાં કેટલી હાથણીઓ હોય છે.
(A) ૫ થી ૭
(B) ૮ થી ૧૦
(C) ૧૦ થી ૧૨
(D)૧૦ થી ૧૫
ઉત્તર :
 C

૩૮. હાથીના ટોળામાં કોણ - કોણ હોય છે ?
ઉત્તર : સામાન્ય રીતે હાથીના ટોળામાં દસથી બાર હાથણીઓ અને બચ્ચાં હોય છે .

૩૯. _____ હાથણી ટોળાની પ્રમુખ હોય છે.
ઉત્તર :
 સૌથી ઘરડી

૪૦. નંદુના ટોળામાં પ્રમુખ કોણ છે ?
ઉત્તર : 
નંદુની નાની નંદુના ટોળામાં પ્રમુખ છે.

૪૧. હાથી કેટલાં વર્ષનો થાય ત્યાં સુધી તે ટોળામાં રહે છે.
(A) ૧૪ થી ૧૬ 
(B) ૧૨ થી ૧૫ 
(C) ૧૪ થી ૧૫ 
(D) ૧૫ થી ૨૦
ઉત્તર :
 C

૪૨. શું નંદુ હંમેશાં આ ટોળામાં જ રહેશે ? કેમ ?
ઉત્તર :
 નંદુ હંમેશાં આ ટોળામાં નહીં રહે. કારણ કે, હાથીના ટોળામાં માત્ર હાથણીઓ અને બચ્ચાં જ રહે છે. આ બચ્ચાં ચૌદ-પંદર વર્ષનાં થાય ત્યાં સુધી જ ટોળામાં રહે છે. આમ, નંદુ પણ ચૌદ-પંદર વર્ષનો થતાં ટોળું છોડી એક્લો રહેશે.

૪૩. પ્રાણીઓના સમૂહને _______કહે છે.
ઉત્તર :
 ટોળું

૪૪. ટોળામાં રહેતાં પ્રાણીઓ શા માટે સાથે ફરે છે ? 
(A) રમવા માટે 
(B)આનંદ કરવા 
(C) ડરથી બચવા
(D) ખોરાક શોધવા
ઉત્તર : 
D

૪૫. હાથી સિવાય બીજાં કયાં પ્રાણીઓ ટોળામાં રહે છે ? 
ઉત્તર : ગાય, ભેંસ, બકરી, ઘેટાં, હરણ, શિયાળ, ઝિબ્રા, કબૂતર, ચકલી વગેરે ટોળામાં રહે છે.

૪૬. જૂથમાં રહેવાના ફાયદા અને ગેરફાયદા જણાવો. 
ઉત્તર : 
● જૂથમાં રહેવાના ફાયદા આ મુજબ છે :
(૧) જૂથમાં રહેવાથી રક્ષણ મળે છે.
(૨) જૂથમાં રહેવાથી તાકાત વધે છે.
(૩)જૂથમાં સાથે મળીને વધુ મજા કરી શકાય છે.
(૪) જૂથમાં આપણને એકબીજાની મદદ મળી રહે છે.
● જૂથમાં રહેવાના ગેરફાયદા આ મુજબ છે :
(૧) જૂથમાં અંદરોઅંદર ઝઘડા થવાની શક્યતાઓ વધારે રહે છે.
(૨) જૂથથી આડી -અવડી વાતો અને ચર્ચા થવાની શક્યતાઓ વધી જાય છે.
(૩) જૂથમાં હંમેશાં આપણી ઇચ્છા અનુસાર ન પણ થાય; કારણ કે, જે શક્તિશાળી હોય તેનું વર્ચસ્વ વધારે હોય છે.

૪૭. કયાં કયાં પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે ?
ઉત્તર : 
હાથી, ઘોડો અને ઊંટ સવારી માટે ઉપયોગી છે. પહાડી વિસ્તારોમાં યાક અને ખચ્ચર સવારી માટે ઉપયોગી છે.

૪૮. જો તમને હાથી પર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે ?
ઉત્તર : 
મને હાથી પર બેસાડવામાં આવે તો ખૂબ મજા પડે.

૪૯. જૂથમાં રહેતો હોય તેવા કોઈ પણ એક પ્રાણી વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર: 
ઘેટું : ઘેટું ખૂબ ડરપોક અને ભોળું પશુ છે. એનું શરીર ભારે અને પગ ટૂંકા હોય છે. એનું આખું શરીર ઊનથી ભરેલું હોય છે. ઘેટાંનું ટોળું ભરવાડોના નેસ કે વાડામાં રહે છે. ઘેટાંનાં બચ્ચાને 'ગાડરું" કહેવામાં આવે છે.

૫૦. બગલો ભેંસ ઉપર શા માટે બેસે છે ?
ઉત્તર :
 ભેંસને પાણી અને કાદવમાં પડ્યા રહેવું ગમતું હોય છે. વળી, સ્વચ્છતાના અભાવે તેના પર ઘણીવાર જીવડાં ચોંટી જાય છે. બગલો ભેંસ ઉપર બેસીને આ જીવડાં ને ખાઈ જાય છે .તેથી બગલો ભેંસ પર બેસે છે.

૫૧. બગલાને ભેંસનો મિત્ર કહેવાય છે. કારણ કે..
ઉત્તર :
 ભેંસને પાણી અને કાદવમાં પડ્યા રહેવું ગમતું હોય છે. આથી ઘણી વખત તેના શરીર પર જીવડાં ચોંટેલાં રહે છે, જેના કારણે ભેંસને તકલીફ થતી હોય છે. બગલો ખોરાકમાં માછલાં ઉપરાંત નાનાં જીવડાં પણ ખાય છે. બગલો ભેંસ પર બેસીને આ જીવડાં ખાય છે.જેથી ભેંસની તકલીફ ઓછી થાય છે. આમ, બગલાને ભેંસનો મિત્ર કહેવાય છે.

૫૨. બીજાં કયાં પ્રાણીઓ અન્ય પ્રાણી પર સવારી કરે છે ?
ઉત્તર :
 બિલાડી - બકરી પર, બકરી - હાથી પર, વાંદરો - કૂતરા પર અને હાથી પર સવારી કરતો જોવા મળે છે.

૫૩. કયાં પ્રાણીઓનો આપણે સવારી તરીકે ઉપયોગ કરીએ છીએ ?
ઉત્તર :
 ઘોડા, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓનો આપણે સવારી તરીકે ઉપયોગ કરીએ છીએ.

૫૪. કયાં પ્રાણીઓ ભારવાહક તરીકે ઉપયોગી છે ?
ઉત્તર :
 ગધેડો, ઘોડો, હાથી અને બળદ ભારવાહક તરીકે ઉપયોગી છે. પર્વતીય વિસ્તારોમાં યાક અને ખચ્ચરનો ઉપયોગ ભારવાહક તરીકે થાય છે.