29. ............. ની પોળોનાં કેટલાંક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા જોવા મળે છે.
ઉત્તર :
 અમદાવાદ

30. હાલમાં પણ નવા ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહની પ્રથા ચાલુ છે.
ઉત્તર :
 ખોટું

31. પહેલાના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગની નદીઓમાં આખું વર્ષ પાણી રહેતું ન હતું, છતાં ત્યાંનાં ગામડાંઓમાં પાણીની અછત ન હતી; શા માટે?
ઉત્તર : 
પહેલાના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગની નદીઓમાં આખું વર્ષ પાણી રહેતું ન હતું. છતાં ત્યાંનાં ગામડાંઓમાં પાણીની અછત નહોતી; કારણ કે આ લોકોને ખબર હતી કે પાણીનું દરેક ટીપું કીમતી છે. આથી, આ વિસ્તારમાં ઘરની છતમાં પડતા વરસાદના પાણીને જમીનની અંદર બનાવેલ ટાંકીમાં પહોંચતું કરીને તેમજ કૂવા, વાવ અને તળાવ દ્વારા પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. આથી, તેમને પાણીની અછત નહોતી.

32. વાવ કોને કહે છે?
ઉત્તર : 
કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય અને પાણી સુધી પહોંચી શકે તેવા બાંધકામને 'વાવ' કહે છે.

33. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના કેટલા પ્રકાર છે?
ઉત્તર : 
ચાર

34. નંદામાં પાંચ પ્રવેશદ્વાર હોય છે.
ઉત્તર : 
ખોટું

35. જમીન કેવી રીતે પાણી શોષે છે?
ઉત્તર : 
જમીનમાં ખૂબ નાનાં છીદ્રો હોય છે, જે દ્રારા જમીન પર આવેલ નદી, તળાવ, દરિયો વગેરેનું પાણી જમીનમાં ઊતરે છે. ઉપરાંત જમીન પર ઢોળાનું પાણી પણ માટીના નાના છીદ્રો દ્રારા જમીનમાં અંદર જાય છે અને આમ જમીન પાણી શોષે છે.

36. જોડકાં જોડો :

વિભાગ અ

વિભાગ બ

ઉત્તર

1. નંદા

1. ચાર પ્રવેશદ્વાર

1. – 3

2. ભદ્રા

2. ત્રણ પ્રવેશદ્વાર

2. – 4

3. જયા

3. એક પ્રવેશદ્વાર

3. – 2

4. વિજયા

4. બે પ્રવેશદ્વાર

4. – 1


37. ફૂવા અને વાવમાં પાણી ક્યાંથી આવે છે?
ઉત્તર : 
જમીનમાં ઊતરેલા પાણી વચ્ચે કોઈ મોટા ખડક જેવું આવરણ આવે ત્યાં પાણી નીચે ઊતરતું અટકી જઈને આસપાસમાં ફેલાઈ જાય છે અને સંગ્રહાય છે. આવી જગ્યાની આસપાસના કૂવા કે વાવમાં આ પાણી પહોંચતાં તેમાંથી સરળતાથી પાણી મળી રહે છે.

38. પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી કેવી રીતે મેળવતા હતા?
ઉત્તર : 
પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી નદી, કૂવા, તળાવ કે વાવમાંથી મેળવતા હતા.

39. પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં મુસાફરોને પાણીની તકલીફ ન પડે તે માટે શી વ્યવસ્થા હોય છે?
ઉત્તર :
 પહેલાંના સમયમાં મુસાફરો, વટેમાર્ગુને પાણી મળી રહે તે માટે વાવ, કૂવા કે પરબો બંધાવવામાં આવતી હતી. અત્યારે મોટા ભાગના લોકો મુસાફરીમાં પોતાની સાથે પાણીની બોટલો રાખે છે તથા સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો પણ બાંધવામાં આવે છે.

40. નદીઓને આપણે ............. નું બિરુદ આપ્યું છે.
ઉત્તર : 
લોકમાતા

41. જળને ક્યારે વધાવવામાં આવે છે?
ઉત્તર : 
જ્યારે વરસાદના પાણીથી તળાવ ભરાઈ જાય ત્યારે જળને વધાવવામાં આવે છે.

42. ગુજરાતના ઘણાં ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે શું વહેંચવામાં આવે છે?
ઉત્તર :
 મેઘલાડુ

43. જળગ્નોતોમાંથી પાણી ભરવા જતાં આપણે ............ બહાર કાઢીને જવું જોઈએ.
ઉત્તર :
 ચંપલ

44. પહેલાંના સમયમાં પાણી ભરવા માટે સ્ટીલનાં વાસણોનો ઉપયોગ થતો હતો.
ઉત્તર : 
ખોટું

45. પહેલાંના સમયમાં પાણી ભરવા માટે કઈ ધાતુનાં વાસણો વપરાતાં હતાં?
ઉત્તર :
 પહેલાંના સમયમાં પાણી ભરવા માટે તાંબા-પિત્તળના ચળકતા કલાત્મક ઘડાઓનો ઉપયોગ થતો હતો.

46. પહેલાંના સમયમાં પાણિયારા અને જળઘરના પથ્થરોમાં સુંદર કોતરણી કરવામાં આવતી હતી.
ઉત્તર :
 પહેલાંના સમયમાં પાણિયારા અને જળઘરના પથ્થરોમાં સુંદર કોતરણી કરવામાં આવતી હતી.

47. અત્યારે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે મળે છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : 
અત્યારે અમારા ઘરમાં પીવાનું પાણી મ્યુનિસિપાલિટીના નળમાંથી આવે છે.

48. અત્યારે લોકો પાણી મેળવવા કયા સ્રોતોનો ઉપયોગ કરે છે?
ઉત્તર :
 આજે લોકો પાણી મેળવવા માટે પાણીપુરવઠા સંસ્થા દ્વારા આવતા પાણીના પૂરવઠાનો, હૅન્ડપંપ, બોરવેલ, કૂવા કે નદી જેવા સ્ત્રોત પાણીનો ઉપયોગ કરે છે.

49. આજે ઘણા લોકોને પૂરતું પાણી મળતું નથી? શા માટે?
ઉત્તર : 
આજે ઘણા લોકોને પૂરતું પાણી મળતું નથી, તે માટે નીચેનાં કારણો જવાબદાર છે :
(1) દરેક જગ્યાએ પાણીપૂરવઠા નિગમ દ્વારા પાઇપ લાઇનનું જોડાણ પહોંચ્યું નથી.
(2) કેટલાંક લોકો પાણીની પાઇપ લાઇનમાંથી વધુ અને ઝડપી પાણી મેળવવા તેની સાથે પાણી ખેંચવાના પંપ જોડી દે છે, તેથી તેમની આસપાસના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.
(3) ધનિક લોકો એકથી વધારે પાઇપના કનેક્શનો દ્વારા વધુ પાણી મેળવી લે છે.
(4) કેટલાંક લોકો કૂવામાંનું પાણી બોરલેવ દ્વારા ખેંચી લે છે.
(5) કેટલાંક લોકો પાણીની કેનાલમાં ગાબડાં કરી પાણીને પોતાની તરફ ખેંચી લે છે.

50. દરેક નાગરિકને પાણી મળી રહે તે જોવાની જવાબદારી ........... ની છે.
ઉત્તર :
 સરકાર

51. ઈ.સ. 1986માં ........ શહેરના લોકોએ જૂની વાવ સાફ કરીને પાણી મેળવ્યું હતું.
ઉત્તર :
 જોધપુર

52. જોધપુરની જૂની વાવમાંથી ટ્રકથી પણ વધુ કચરો નીકળ્યો હતો.
ઉત્તર : 
200

53. આપણા પૂર્વજોએ જળસંચય માટેના કયા કયા ઉપાયો યોજ્યા હતા?
ઉત્તર :
 આપણા પૂર્વજોએ વરસાદી પાણીનો બારેમાસ ઉપયોગ કરી શકાય તે માટે વરસાદની ત્ર્છતુમાં પાણી વેડફાઈ ન જાય અને સંગ્રહ કરી શકાય તે માટે વાવ, કૂવા, તળાવ, ભૂગર્ભ ટાંકા વગેરે બનાવ્યાં હતાં.

54. હાલમાં સરકાર દ્વારા જળસંચય માટે કયા ઉપાયો યોજવામાં આવ્યા છે?
ઉત્તર : 
હાલમાં સરકાર દ્વારા જળસંચય માટે નદીઓ પર આડબંધ અને બંધ બાંધીને વરસાદી પાણીને વહી જતાં રોકવામાં આવે છે. ખેડૂતોને ખેત તલાવડી અંગેની માહિતી આપીને તેમને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પાણીનો બગાડ અટકાવવા કેટલાંક શહેરોમાં પાણીનાં મીટર મૂકવામાં આવ્યાં છે.

55. દેડકી માઈએ અલવરના લોકોને સ્થળાંતર કરવામાંથી કેવી રીતે બચાવ્યા?
ઉત્તર : 
દેડકી માઈએ ‘તરુણ ભારત સંઘ' નામના સમૂહનું નામ સાંભળ્યું હતું. તેઓ આ સમૂહના સભ્યોને મળ્યા અને પોતાના ગામની પાણીની સમસ્યાની વાત કરી એટલે તરુણ ભારત સંઘના સભ્યો ગામમાં આવ્યા અને ગામના લોકોને સાથે રાખી તેમણે તળાવ બનાવ્યું. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો. જેથી કૂવામાં પાણીનું સ્તર આખા વર્ષ દરમિયાન જળવાઈ રહેવા લાગ્યું. તેથી ગામના લોકો પાણી ન મળવાને કારણે સ્થળાંતર કરતા હતા તે ગામમાં સ્થાયી વસવાટ કરવા લાગ્યા.

56. જળસંચય માટે આપણે કયા કયા ઉપાયો યોજી શકીએ?
ઉત્તર :
 જળસંચય માટે આપણે નીચે મુજબનાં ઉપાયો યોજી શકીએ :
(1) ઈમારતની છત પરથી વરસાદની ત્તુ દરમિયાન વહી જતાં પાણીનો ઈમારતની પરસાળ કે ચોકમાં ટાંકા બનાવી સંગ્રહ કરવો જોઈએ.
(2) જો કોલોની કે સોસાયટીનાં બધાં ઘરોના લોકો તૈયાર થાય તો સોસાયટીના કોમન પ્લોટમાં મોટો ટાંકો બનાવી દરેક ઘરની છતનું વરસાદી પાણી એકઠું કરીને આખું વર્ષ અથવા તો આ પાણીને ભૂગર્ભમાં મોકલી શકાય અને વાપરી શકાય.
(3) ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ ભેગા મળી પોતાના ખેતરની પાસે કૃત્રિમ સરોવર બનાવવું જોઈએ. જેનું પાણી ચોમાસા સિવાયની ઋતુમાં પાકને પાવામાં કામ લાગે.
(4) વધુ વૃક્ષો વાવી પાણી વહી જતું અટકાવી શકાય. આવા ઘણા બધા ઉપાયો આપણે યોજી શકીએ તેમ છીએ.