પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ખરું √ કરો.
(૧) આનંદ મેળો ક્યાં શરૂ થઈ ગયો હતો?

[ √ ] વાત્રક નગર
[    ] મોહન નગર
[    ] મણીનગર
[    ] રામનગર

(૨) વાત્રક નગરમાં કઈ સોસાયટી છે?
[    ] જયેશ સોસાયટી
[    ] શીતલ સોસાયટી
[    ] આનંદ સોસાયટી
[ √ ] આશિષ સોસાયટી.

(૩) યજ્ઞેશ શું ખાવાની જીદ કરી?
[    ] કુલફી
[ √ ] આઈસક્રીમ 
[    ] પેંડા 
[    ] જલેબી

(૪) યજ્ઞ કોની સાથે મેળામાં ગયો હતો?
[    ] મમ્મી સાથે
[    ] પપ્પા સાથે
[    ]દાદા સાથે
[    ] મામા સાથે

(૫) 'દાદા જ જોઈએ'વાર્તા માં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે?
[    ] આઇસક્રીમ
[    ] ચણાજોર ગરમ
[    ] ભેળ
[    ] પિઝા

(૬) યજ્ઞને કોણે રમકડું અપાવવાનું કહ્યું?
[    ] પોલીસ અંકલે
[    ] દાદાજીએ
[    ] દુકાનવાળાએ
[    ] મમ્મીએ

પ્રશ્ન-૨ આપેલા વાક્ય ચકાસીને √ કે ×ની નિશાની કરો:
(૧) યજ્ઞના દાદાજી નું નામ ત્રિકમદાસ હતું. 
ઉત્તર : √ 

(૨) યજ્ઞને પોલીસ અંકલે રડતો જોયો. 
ઉત્તર : √ 

(૩) પોલીસ અંકલ યજ્ઞના દાદા ને ઓળખતા ન હતા.
ઉત્તર : × 

(૪) દાદાજીએ યજ્ઞની આઈસ્ક્રીમ ખવડાવ્યો. 
ઉત્તર : ×

(૫) યજ્ઞ દાદાજી થી રિસાઈ ગયો.
ઉત્તર :

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો: 
(૧) યજ્ઞ કયાં રહે છે?
જવાબ :
યજ્ઞ વા્ત્રનગરમાં આશિષ સોસાયટીમાં બંગલા નંબર ત્રણ માં રહે છે.

(૨) "દાદા, મને આ રમકડુ લઈ આપો!" આ વાકય કોણ બોલે છે?
જવાબ :
આ વાકય યજ્ઞ બોલે છે.

(૩) યજ્ઞ શાથી રિસાઈ ગયો?
જવાબ :
દાદા એ યજ્ઞને રમકડું અને આઈસક્રીમ ન લઇ આપ્યો તેથી તે રિસાઈ ગયો?

(૪) "બેટા ! પહેલા મેળો જોઈ લે !"આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય યજ્ઞના દાદા ત્રીકમભાઈ બોલે છે.

(૫) યજ્ઞ દાદાજી થી કેવી રીતે છૂટો પડી ગયો?
જવાબ :
દાદાજી ચગડોળ ની ટિકિટ લેવા ગયા ત્યારે મેળાની દોડા દોડમાં યજ્ઞ છૂટો પડી ગયો.

(૬)  અહીં ઊભો રહે "કોની જોડે આવ્યો છે? તને અહીં કોણ લાવ્યું છે….?" આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય પોલીસ અંકલ બોલે છે.

(૭) યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો?
જવાબ :
યજ્ઞ રડતા રડતા બોલતો હતો," મારે દાદા જ જોઈએ બીજું કંઈ જ જોઈતું નથી.!"

(૮) યજ્ઞને કોની જોડે જવું હતું?
જવાબ :
યજ્ઞને દાદા જોડે જવું હતું.

(૯) "મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી." આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય યજ્ઞ બોલે છે.

પ્રશ્ન-૪ નીચેના વાક્ય કોણ બોલે છે કોને કહે છે તે લખો:
(૧) "કોઈ રમકડું લેવાનું નથી."
જવાબ :
દાદા બોલે છે, યજ્ઞને કહે છે.

(૨) "હું તારા દાદા શોધી આપીશ"
જવાબ :
પોલીસ અંકલ બોલે છે, યજ્ઞ ને કહે છે.

(૩) "મારે પેલા મો…..ટા ચકડોળમાં બેસવું છે."
જવાબ :
યજ્ઞ બોલે છે, દાદા ને કહે છે.

(૪) "મારા દાદા ખોવાઈ ગયા છે."
જવાબ :
યજ્ઞ બોલે છે, પોલીસ અંકલ ને કહે છે.

(૫) "તું અહીં ઊભો રહે! હું ટિકિટ લઈને આવું."
જવાબ :
દાદા બોલે છે, યજ્ઞને કહે છે.

(૬) "તું કયા રહે છે?"
જવાબ :
પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે.

પ્રશ્ન-૫ નીચેના વાક્યો વાંચો અને ફરીથી સુંદર અક્ષરે લખો:
(૧) મને પીઝા ભાવે છે.
(૨) મને ભણવાનું ગમે છે.
(૩) મને મીઠાઈ ભાવે છે.
(૪) મને ક્રિકેટ ગમે છે.
(૫) રેયાંશ ને બુમો પાડવી ગમે છે.
(૬) ધમાલ કરવી ગમે છે.
(૭) મનનને ફુટબોલ રમવું ગમે છે.
(૮) લલિતને લાડુ ભાવે છે.
(૯) કેયૂર ને કબડ્ડી રમવી ગમે છે.
(૧૦) આરવને કાર્ટુન જોવા ગમે છે.