36. સામાન્ય રીતે હીમોગ્લોબિનનું પ્રમાણ વધતાં ઓછામાં ઓછા બેથી ત્રણ માસ લાગે છે.
ઉત્તર :
 સાચું

37. શાળામાં વર્ષમાં એકવાર તબીબી તપાસ થવી જોઈએ.
ઉત્તર : 
સાચું

38. બાળમચ્છરને ............ કહે છે.
ઉત્તર : 
પોરા

39. પોરા અને મચ્છર બન્નેના દેખાવમાં સમાનતા હોય છે.
ઉત્તર :
 ખોટું

40. પોરા કેવા રંગના હોય છે?
ઉત્તર : 
ભૂખરા

41. પોરા ............ જેવા દેખાય છે.
ઉત્તર : 
નાના દોરા

42. પોરા ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : 
વધુ સમયથી એકની એક જગ્યાએ ભરાઈ રહેતા પાણીમાં, એરકૂલરમાં ભરાઈ રહેલ પાણીમાં, કાદવ-કીચડવાળી જગ્યાઓમાં, બંધિયાર તળાવોમાં, શોષખાડાઓમાં વગેરે જગ્યાએ પોરા જોવા મળે છે.

43. ચોમાસામાં સરકાર દ્વારા કેવાં પોસ્ટરો લગાડવામાં આવે છે?
ઉત્તર :
 ચોમાસામાં સરકાર દ્વારા સ્વચ્છતા જાળવવાનાં, રોગથી બચવાનાં, મચ્છરોથી બચવાનાં વગેરે જેવાં પોસ્ટરો લગાડવામાં આવે છે.

44. સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન શા માટે પોસ્ટરો લગાડવામાં આવે છે?
ઉત્તર : 
જાહેર જનતાનું હિત જળવાય અને મેલેરિયા કે અન્ય રોગનો ફેલાવો ન થાય તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા પ્રજા જાગૃત થાય અને પ્રજા તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન પોસ્ટરો લગાડવામાં આવે છે.

45. મચ્છરની ઉત્પતિ ઘટાડવા શું કરવું જોઈએ?
ઉત્તર :
 મચ્છરની ઉત્પતિ અટકાવવા આ પગલા લેવા જોઈએ :
(1) ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો.
(2) ખાડાઓ પૂરી દો.
(3) પાણીની ટાંકી, કૂલરનું પાણી વારંવાર બદલવાં જોઈએ.
(4) પાણી ભરવાનાં વાસણો ચોખ્ખાં રાખો તથા દર અઠવાડિયે સૂકવી દો.
(5) કાદવ-કીચડવાળી જગ્યા તથા ખાબોચિયાંમાં કેરોસીન તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.

46. ટાંકીના પાણીમાં માછલીઓ શા માટે મૂકવાનું કહેવામાં આવે છે?
ઉત્તર :
 ટાંકીના પાણીમાં માછલીઓ મૂકવાથી પાણીમાં મૂકેલાં મચ્છરનાં ઈંડાનો નાશ થાય છે, કેમ કે માછલી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. આમ, મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

47. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે શું થાય છે?
ઉત્તર :
 જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે પાણીની ઉપરની સપાટી પર ખેંચાણ ઊભું થાય છે, જેનાથી મચ્છરનાં ઈંડાં પાણીમાં ડૂબી જઈને નાશ પામે છે, તેથી મચ્છર ઓછા થઈ જાય છે.

48. મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી, ફૂલર, જૂનાં ટાયર, ફૂંડાં અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે?
ઉત્તર :
 મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી, કૂલર, જૂનાં ટાયર, ફૂંડાં અને ઘડા બતાવવાનો અર્થ એ છે કે આ બધી જગ્યાએ પાણી એકઠું થાય છે અને તેમાં મચ્છર ઈંડાં મૂકે છે, તેથી આ બધી ચીજોને સાફ રાખવી જોઈએ.

49. સરકાર દ્વારા ક્યાં ક્યાં પોસ્ટરો મૂકવામાં આવે છે?
ઉત્તર : 
સરકાર દ્વારા સાવચેતીનાં પોસ્ટરો દવાખાનાંઓ, જાહેર સ્થળો, શાળાઓ, સરકારી કચેરીઓ, ચાર રસ્તાઓ વગેરે જગ્યાએ મૂકવામાં આવે છે.

50. તમારી અગાસી પર જૂનાં માટલાંમાં કેટલા વખતથી એક માટલું પડ્યું છે. તેમાં પાણી ભરાયેલું છે. તેમાં શું જોવા મળશે? તેનું તમે શું કરશો?
ઉત્તર : 
અગાસી પર પડેલા પાણી ભરાયેલ જૂના માટલાંમાં મચ્છરના પોરા દેખાય છે તથા ક્યાંક લીલ પણ બાજેલી જોવા મળે છે. તે પાણીને ઢોળી દઈને માટલું ઊંધું પાડીને તડકામાં મૂકી દઈશું, જેથી તેમાં રહેલા જીવાણુ નાશ પામે.

51. માખીઓ કયા કયા રોગ ફેલાવે છે? કેવી રીતે?
ઉત્તર :
 માખીઓ ઝાડા-ઊલટી, ટાઇફોઇડ, કમળો વગેરે જેવા રોગ ફેલાવે છે. માખીઓ ગંદાં નાળાંઓ, કચરાના ઢગલા, ખુલ્લા ઝાડા-પેશાબ-ઊલટી વગરે પર બેસે છે ત્યારે તેના પગમાં રહેલાં જંતુઓને ત્યાં ચોંટાડે છે. ખુલ્લા ખોરાક તથા વસ્તુઓ પર માખી બેસતાં આવા જીવાણુ ખોરાકમાં ભળે છે. જેનો ઉપયોગ કરવાથી આવા હાનિકારક જીવાણુ આપણા શરીરમાં પહોંચે છે, જે રોગનું કારણ બને છે.

52. જાહેર જગ્યાઓને ચોખ્ખી રાખવાનું કામ કોણ કરે છે?
ઉત્તર : 
સફાઈ કામદારો

53. ગટરો અને નાળાના સમારકામની જવાબદારી ............. ની છે.
ઉત્તર : 
સરકાર

54. બંધીયાર પાણીમાં શું શું જોવા મળે છે?
ઉત્તર : 
બંધીયાર પાણીમાં દેડકાના ટેડપોલ, માછલીનાં ઈંડાં કે બચ્ચાં, મચ્છરના પોરા, મચ્છર, કચરો, લીલ વગેરે જોવા મળે છે.

55. જ્યાં લીલ થાય તે જમીન ......... થઈ જાય છે.
ઉત્તર :
 લપસણી

56. લીલ એક જાતની વનસ્પતિ છે.
ઉત્તર :
 સાચું

57. કઈ ક્છતુમાં લીલ વધુ થાય છે?
ઉત્તર : ચોમાસું

58. મેદાનોમાં પણ ક્યાંક લીલ થયેલી જોવા મળે છે.
ઉત્તર : સાચું

59. લીલ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર :
 ઘણી વખતથી નહીં વપરાતાં તળાવોમાં, ભેજવાળી દીવાલો પર, કપડાં-વાસણ કરવાની ચોકડીમાં, ક્યારાઓમાં... વગેરે જગ્યાએ લીલ જોવા મળે છે.

60. તમારી આસપાસમાં ગંદકી દેખાય તો તે સાફ કરાવવા તમે કોને પત્ર લખશો?
ઉત્તર :
 આસપાસના વિસ્તારની ગંદકી સાફ કરવા માટે લાગુ પડતાં જે-તે નગરનિગમ કે ગ્રામપંચાયતના અધિકારીને પત્ર લખીને જાણ કરીશું.

61. મેલેરિયા મચ્છરથી થાય છે, તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા?
ઉત્તર :
 મેલેરિયા મચ્છરથી થાય છે, તે શોધનાર વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ હતા.

62. રોનાલ્ડ રોસ કયો અભ્યાસ કરતા હતા?
ઉત્તર : 
તબીબી વિજ્ઞાન

63. પહેલાના સમયમાં માનવામાં આવતું કે મેલેરિયા એટલે ગંદી હવા.
ઉત્તર : 
સાચું

64. ‘મેલેરિયા’ નામ કેવી રીતે પડ્યું?
ઉત્તર : 
પહેલાંના લોકો માનતા કે કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે. આથી એનું નામ “મેલેરિયા” પડ્યું.

65. રોનાલ્ડે પોતાની શોધ કરવા કેવા પ્રયત્નો કર્યા હતા?
ઉત્તર : રોનાલ્ડ પોતાની શોધ માટે આખો દિવસ મચ્છર પકડવા અને અવલોકન કરવામાં પસાર કરતા. તેઓ આ પકડેલા મચ્છરને તંદુરસ્ત માણસને કરડાવતા. આ કામ માટે જે તે માણસને તેઓ આનો (પૈસા) આપતા હતા.

66. મેલેરિયા ફેલાવનાર મચ્છર કેવા હતા?
ઉત્તર :
 મેલેરિયા ફેલાવતા મચ્છર બદામી રંગના હતા. તેના પેટમાં કંઈક કાળું કાળું હતું.

67. યોગ્ય જોડકાં જોડો :

ઉત્તર

1. મેલેરિયા

1. પરોપજીવી

1. – 3

2. એનિમીયા

2. બાળમચ્છર

2. – 4

3. પ્લાઝ્મોડિયમ

3. માદા એનોફિલિસ

3. – 1

4. પોરા

4. પાડુંરોગ

4. – 2