૭. યોગ્ય જોડકાં જોડો :

ઉત્તર

(૧) ઘરમાં સાપ ઘૂસ્યો.

(અ) ખરાબ થયું.

(૧) – ઇ

(૨) આઇસક્રીમવાળો આવ્યો.

(બ) ખૂબ ખૂબ અભિનંદન!

(૨) – ડ

(૩) કમલ દાદર પરથી પડ્યો.

(ક) છી છી! ગંદો !

(૩) – અ

(૪) રીટાનો પહેલો નંબર આવ્યો.

(ડ) મોંમાં પાણી આવી ગયું.

(૪) – બ

(૫) મોટું બ્રશ કરતો નથી.

(ઇ) બધાં ગભરાઈ ગયો.

(૫) – ક


૮. ચિત્રને નામ સાથે જોડો અને પતંગિયું કેવી રીતે બને તે બાજુનાં ખાનાંમાં લખીને દર્શાવો :


૯. વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવો :

(૧)

(૨)

૩ દ્વિજે ઇયળનું નામ પાડ્યું.

૫ દ્વિજે અને ઈવાએ પિલ્લુને કહ્યું, ‘‘આવજે’.

૨ કોશેટો ચૂપચાપ, કડક થઈને પડી રહેલો.

૩ ઈવાએ તે પાંદડાં કાળજીથી તોડ્યાં.

૧ લીલાં પાંદડાં પર પીળાં ઈંડાં હતાં.

૪ દ્વિજ કહે, “ આપણે આ દોસ્તનું નામ પાડીએ.’’

૫ પિલ્લુ ઊડી ગયો.

૨ દ્વિજ અને ઈવાને હાશ થઈ.

૪ પાંદડાં ખાઈને પિલ્લુ જાડોપાડો થઈ ગયેલો.

૧ બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું.


૧૦. પાઠ્યપુસ્તકમાં આપેલું ‘અમે’ ગીત ગાઓ અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) આ ગીતમાં બાળકો શું શું થાય છે ?
ઉત્તર :
આ ગીતમાં બાળકો વનવનનાં પાન, પંખીનાં ગાન, દરિયામાં વહાણ, દરિયો, આકાશમાં તારલા ઉગાડનાર માળી અને વાદળ થાય છે.

(૨) ગીતમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો :( ઉદાહરણ : ફરકી – મરકી)
ઉત્તર :
પાન – ગાન, મ્હાલી – ઝાલી, પંપાળી – માળી, વરસી – તરસી, ઘૂમી – ઝૂમી.

૧૧. નીચેનાં વાક્યો વાંચો, વિચારો, શોધો અને લખો કે ગીતમાં આવું કોને થાય છે ?

(૧) ગીત ગાવાની અમને મજા પડી.

(પંખીઓને, વાદળોને)

પંખીઓને

(૨) પછી અમારું વજન ઓછું થઈ ગયું.

(વાદળોનું, તારાઓનું)

વાદળોનું

(૩) અમે નાના મોટા તારા ઉછેર્યા.

(ખેડૂતને, માળીને)

માળીને

(૪) પવન આવતાં અમે નાચવા લાગ્યા.

(વાદળોને, ફૂલોને)

ફૂલોને

(૫) અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યાં.

(બાળકો, પ્રાણીઓ)

બાળકો

(૬) તોફાન-મસ્તી માટે તરસી રહ્યાં.

(પવનો, બાળકો)

બાળકો


૧૨. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને પંક્તિઓ પૂરી કરો :
(૧) અમે ધૂળ બનીને ઊડી રહ્યાં.
સૌની આંખમાં જઈને................રહ્યાં. (બળી /બેસી /ભળી /ચોંટી)
જ. ચોંટી

(૨) અમે કાંટા થઈને ચોંટી પડ્યા.
સૌનાં કપડાંમાં...............પડ્યાં.(વળગી/ સળગી/ તરાઈ/ભરાઈ)
જ. ભરાઈ

(૩) અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા.
સૌના હાથમાં...............રહ્યાં. (૨મી/ વાંચી/ ગાઈ /નાચી)
જ. રમી

(૪) અમે ફૂલની માળા લઈ ઊભા રહ્યા. 
સૌના ગળામાં............રહ્યાં. (ભરાવી /પહેરાવી /તોડાવી/ દોડાવી)
જ. પહેરાવી

૧૩. સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના માં ✓ કરો :

(૧) અમે પાન થઈ ફરકી રહ્યાં. અમને ઝાડ પર બેસવાની મજા આવી.
સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડાં છીએ.
અમે જ પાંદડાં બની ગયાં.         
✓ 

(૨) અમે દરિયામાં વહાણ થઈ મ્હાલી રહ્યાં.
અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયાં.  
✓ 
અમે દરિયા કિનારે ટહેલ્યાં.
અમે દરિયામાં ખૂબ રમ્યાં.

(૩) અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યાં.

વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યાં.
પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો.
અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યાં.   
✓ 

(૪) અમે ધિંગા તોફાન માટે તરસી રહ્યાં.
અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે.
ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું.   
✓ 
તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ.

(૫) અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યાં.
અમે આભને અડવા દરિયાકિનારે કૂદકા માર્યા.   
✓ 

રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા.
અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ.

૧૪. સાંભળો, વાંચો, શોધો, વિચારો :
નીચેના બંને ફકરા શિક્ષક વાંચે ત્યારે સાંભળો, પછી જાતે વાંચો અને શોધો કે બંનેમાં તફાવત ક્યાં છે ? તફાવત દર્શાવનારા શબ્દોની નીચે લીટી દોરો અને વિચારો કે તેના બદલે આ શબ્દો કેમ વાપર્યા હશે.

અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે, ‘‘મને તે કરડી જાય તો ?’’ અનિરુદ્ધ કહે, ‘‘તે તો કેટલાં નાનાં હોય ! એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. તને તે બધાં ગમી જશે.’’

અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ‘‘ભદ્રેશને તે કરડી જાય તો ?’’ અનિરુદ્ધ કહે, “જીવજંતુ તો કેટલાં નાનાં હોય ! જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. ભદ્રેશને તે બધાં ગમી જશે".

૧૫. નીચેનાં એકસરખાં લાગતાં બંને વાક્યો વાંચો અને તફાવત દેખાય તેની નીચે લીટી દોરો
(૧) અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે.
અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે.

(૨) રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી.
રેશમાએ તેની આંગળી ઊંચી કરી.

(૩) ભદ્રા ભદ્રાના મિત્રને મળી. 
ભદ્રા તેના મિત્રને મળી.

(૪) ચકલીએ ચકલીના માળામાં ઈંડાં મૂક્યાં.
ચકલીએ તેના માળામાં ઈંડાં મૂક્યાં.

(૫) બધાં બાળકોએ બધાં બાળકોનાં દફતર ઊંચક્યાં.
બધાં બાળકોએ પોતાનાં દફતર ઊંચક્યાં.

(૬) કિશને કિશનના મિત્રને ભેટ આપી.
કિશને તેના મિત્રને ભેટ આપી.

(૭) રાજવીએ રાજવીની મમ્મીને ઘરકામમાં મદદ કરી.
રાજવીએ તેની મમ્મીને ઘરકામમાં મદદ કરી.

(૮) મોરે મોરનાં પીંછાં ફેલાવીને નાચ કર્યો.
મોરે પોતાનાં પીંછાં ફેલાવીને નાચ કર્યો.

(૯) સિંહ સિંહની ગુફામાંથી બહાર નીકળ્યો. 
સિંહ તેની ગુફામાંથી બહાર નીકળ્યો.

(૧૦) બગીચાનાં બધાં ફૂલોએ ફૂલોની સુવાસ ફેલાવી.
બગીચાનાં બધાં ફૂલોએ પોતાની સુવાસ ફેલાવી.

૧૬. જોડકાં જોડો:
૧.

(અ)

જવાબ

(બ)

(૧)અનિરુદ્ધના

તેના

તેને

(૨) ભદ્રેશને

તેને

તેમને

(૩) ડબ્બીમાં

તેમાં

તેના

(૪) જીવજંતુઓના

તેમને

તેમનો

(૫) જીવજંતુઓનો

તેમનો

તેમાં


૨.

(અ)

જવાબ

(બ)

(૧) અનિશભાઈના

તેમના

તેનો

(૨) નાના ભાઈનો

તેનો

તેની

(૩) રેશમાની

તેની

તેમને

(૪) બગીચામાં

તેમાં

તેમનો

(૫) બાળકોને

તેમને

તેમના

(૬) બાળકોનો

તેમનો

તેની


૧૭. બિનજરૂરી શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
(૧) "બાળકો, તમે કીડી જોઈ છે? કીડીને / તેને કેટલા પગ હોય છે? તમને /બાળકોને  ખબર છે?"
ઉત્તર :
" બાળકો, તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે ?"

(૨) મંકોડો પૂછે, “ભાઈઓ-બહેનો, ઓળખો છો મને / મંકોડાને? મંકોડાનો/ મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો, મારે / મંકોડાને કેટલા પગ હોય છે?"
ઉત્તર :
મંકોડો પૂછે," ભાઈઓ - બહેનો,મને ઓળખો છો મને ? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો , મારે કેટલા પગ હોય છે?"

(૩) “બાળકો, દેડકાને તો બાળકોએ / તમે જોયો હશે. કહો, કેટલા પગ હોય તેને / દેડકાને? તેની / દેડકાની જીભ જોઈ? દેડકો/ તે શ્વાસ લે ત્યારે દેડકાનું/ તેનું પેટ કેવું હલે છે, નહીં !"
ઉત્તર :
" બાળકો,દેડકાને તો તમે જોયો હશે. કહો, કેટલા પગ હોય તેને ? તેની જીભ જોઈ ? તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે, નહીં !"

(૪) ‘‘ઇયળો બોલી, અમને / ઇયળોને ઓળખો છો? ઇયળો / અમે તો બધે જ હોઈએ. અનાજમાં અને વૃક્ષ પર; શાક, ફળ અને ફૂલમાં. તમને/માણસોને ભાવે એ બધું / અનાજ, શાક, ફળ, ફૂલ,વનસ્પતિ ઇયળોને/ અમને ભાવે."
ઉત્તર :
" ઈયળો બોલી , અમને ઓળખો છો ? અમે તો બધે જ હોઈએ .અનાજમાં અને વૃક્ષ પર ; શાક, ફળ અને ફૂલમાં. તમને ભાવે એ બધું અમને ભાવે ".

(૫) ધોરણ ૩ માં ભણતા પવને પૂછ્યું, ‘મિત્રો તમે મને / પવનને ઓળખ્યો ? હું /પવન ત્રીજા ધોરણમાં ભણું છું. મારાં / પવનનાં મમ્મી પપ્પા શિક્ષક-શિક્ષિકા છે. મમ્મી - પપ્પા / તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે.
ઉત્તર :
ધોરણ ૩ માં ભણતા પવને પૂછયું , ' મિત્રો તમે મને ઓળખ્યો ? હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારાં મમ્મી - પપ્પા શિક્ષક- શિક્ષિતા છે. તેઓ અમદાવાદની એક શાળામાં. ભણાવે છે.

(૬) બાળમિત્રો, તમે આકાશમાં ઊડતાં પંખીઓ જોયાં હશે. ઘણીવાર આ પંખીઓ / તેઓ દૂર દૂરથી આવે છે. પંખીઓ / તેઓ પંખીઓના / પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. પંખીઓને / તેમને કદી હેરાન કરશો નહીં.
ઉત્તર :
બાળમિત્રો , તમે આકાશમાં ઊડતાં પંખીઓ જોયાં હશે . ઘણીવાર આ તેઓ દૂર - દૂરથી આવે છે. તેઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે.તેમને કદી હેરાન કરશો નહીં .

૧૮. નીચેના ફકરામાં લીટી દોરેલા શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દપસંદ કરી ફકરો ફરીથી લખોઃ
(તેની, તેણે, તેમાં, આપણે, તેને, તારા, મારી, તેઓ)
અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રંશે ડરતાં ડરતાં ડબ્બીમાં જોયું. ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. ફૂદાની પાંખ પર ઝીણાં ઝીણાં ટપકાં હતાં. ભદ્રેશની બીક જતી રહી. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું, “અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી. હવે ભદ્રેશ - અનિરુદ્ધ પાક્કા દોસ્ત !
ઉત્તર : અનિરુદ્ધ એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બામાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતાં ડરતાં તેમાં જોયું, તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણાં ઝીણાં ટપકાં હતાં. તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું, “તારા કારણે મારી બીક જતી રહી. હવે આપણે પાક્કા દોસ્ત."

૧૯ . આપેલાં વાક્યો માટે યોગ્ય વિકલ્પ ✓કરોઃ

(૧) ‘ઑક્ટોપસ’ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે ?
તેને પગ છે તે પરથી
કોઈ વકીલ કે શિક્ષકને પૂછવાથી
ઉપરની બંને રીતે        
✓ 
ઑક્ટોપસ સજીવ નથી.

(૨) “ફૂલદાની તૂટી ગઈ એટલે બધાં ફૂલ વેરાઈ ગયાં.’’ આ વાક્યમાંથી કહો કે ‘ફૂલદાની’ એટલે ?
ફૂલનો ઢગલો
ફૂલનો હાર
ફૂલ મૂકવાનું સાધન    
✓ 

(૩) ‘ફૂલદાનીની હાર' એટલે ?
ફૂલહારનું દાન
ફૂલદાનીની લાઈન (કતાર)  
✓ 
ફૂલ મૂકવાનું સાધન
હારી ગયેલી ફૂલદાની

(૪) કાપડના એક ટુકડામાં કેરીની ડિઝાઇન છે. અહીં ‘કેરી’ એટલે ?
આંબા પર થાય છે તે કેરી
કેરીનું ચિત્ર
કેરીની છાપ     
✓ 

૨૦. ફકરો વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ ✓ પર કરોઃ
પંખીઓની ચાલવાની અને ઊડવાની રીત અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગઅલગ હોય છે. મેના તેની ડોક આગળ-પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓનાં પીંછાં જુદા જુદા રંગ, આકાર અને કદનાં હોય છે. તેમનાં પીંછાં તેમને ઊડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂનાં પીંછાં ખેરવી નાખે છે. તેમની જગ્યાએ નવાં પીંછાં આવે છે.

(૧) 'હૂંફ' એટલે શું?
ગરમાવો  
✓ 

ઊકળાટ
બાફ
તડકો

(૨) ‘પંખી’ એટલે?
પાંખ
જેને પાંખ હોય તે  
✓ 
જેને પગ હોય તે

(૩) ‘કદ’ એટલે ?
વજન
દેખાવ
નાનું-મોટું   
✓ 
ઊંચું-નીચું  ✓ 

(૪) પક્ષીઓ કઈ કઈ રીતે જુદાં પડે છે ?
ઊડ  
✓ 
કદ   
✓ 

ચાલ
ડોકનું હલનચલન
પગનીસંખ્યા
અવાજ  
  
રંગ    ✓ 
આંખ  
✓ 
આકાર  
✓ 


(પ)પક્ષીને શું શું ફરી મળી શકે છે?

પગ
ચાંચ
પીંછાં  
✓ 
આંખ

(૬) ઘુવડશું શું કરી શકે છે ?
દિવસે ખોરાક શોધી શકે.
બેઠાં બેઠાં પાછળની વસ્તુ જોઈ શકે  
✓ 
અંધારામાં જોઈ શકે.

(૭) પીંછાં ન હોયનો પક્ષીને શી શી મશ્કેલી પડે

ઊડવાની
વરસાદથી બચવાની  
✓  
ઠંડીથી બચવાની  
✓ 

પતંગ દોરીથી બચવાની
ખોરાક શોધવાની

(૮) મેના તેની ડોક (✓ કરીને વાક્ય પૂર્ણ કરો)
ઉપર-નીચે હલાવે છે.
હલાવતી નથી.
આગળ-પાછળ આંચકાથી હલાવે છે.  
✓ 
ખૂબ ઝડપથી હલાવે છે.

(૯) કેટલાક સમય પછી પંખીઓ ✓ કરી વાક્ય પૂર્ણ કરો.
જૂનાં પીછાં ખેરવી નાખે છે  
✓ 

જૂની આંખોને ધોઈ નાખે છે.
જૂની ચાંચ ઘસે છે.
પાણીમાં ન્હાય છે.

(૧૦) ‘પંખી’ નું બીજું નામ કયું નથી ?
પક્ષી
વિહગ
ખગ
પાંખ   
✓