યાદ રાખો :
  • આ રીતમાં કોઇ એક સમૂહના બે વર્ષ માટેના સૂચક આંક આપેલા હોય છે.
  • સૌપ્રથમ બંને વર્ષના સામાન્ય સૂચક આંક મેળવવા. (કૌટુંબિક અંદાજપત્રની રીતે)
  • ત્યારબાદ બંને વર્ષના સૂચક આંકનો તફાવત શોધવો.
  • અંતમાં ચાલુ વર્ષના જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકમાં થતો ટકાવારી વધારો શોધવો. (નીચેના સૂત્ર મુજબ)

ઉદાહરણ : 19 એક શહેરમાં કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014 અને 2015નાં વર્ષો માટેના સામાન્ય સૂચક આંક શોધો. જો આ કામદારોના વર્ષ 2015ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે, તો તેમનું જીવનધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે?

સમૂહ

ભાર

વર્ષ 2014નો સમૂહનો સૂચક આંક

વર્ષ 2015ના સમૂહનો સૂચક આંક

ખોરાક

48

210

230

કપડાં

18

220

225

બળતણ અને વીજળી

8

210

220

ઘરભાડું

12

200

200

પરચૂરણ

14

210

235


(જવાબ : વર્ષ 2014નો સૂચક આંક : 210.60, વર્ષ 2015નો સૂચક આંક : 225.40, જીવનનિર્વાહ ખર્ચમાં થયેલો ટકાવારી વધારો : 14.80%, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 7.03%, વેતનવધારામાં થયેલ ટકાવારી ઘટાડો : 2.03%)

97. અમદાવાદ શહેરના વર્ષ 2014 અને 2015ના ઔદ્યોગિક કામદારોના જીવનનિર્વાહની વસ્તુઓના સમૂહોના સૂચક આંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધો અને જો આ કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે, તો વર્ષ 2015ના ભાવવધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે? (સ્વા.–F, પ્રશ્ન નં.–6)

સમૂહ

ભાર

વર્ષ 2014નો સૂચક આંક

વર્ષ 2015નો સૂચક આંક

ખોરાક

31

270

281

બળતણ અને વીજળી

14

168

178

રહેઠાણ

22

205

210

કાપડ

10

174

303

પરચૂરણ

23

303

337


(જવાબ : વર્ષ 2014નો સૂચક આંક : 239.41, વર્ષ 2015નો સૂચક આંક : 253.44, જીવનનિર્વાહ ખર્ચમાં થયેલો ટકાવારી વધારો : 14.03%, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 5.86%, વેતનવધારામાં થયેલ ટકાવારી ઘટાડો : 0.86%)

98. એક શહેરના વર્ષ 2015 અને 2016ના ઔદ્યોગિક કામદારોના સમૂહોના સૂચક આંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધો અને જો આ કામદારના વેતનમાં 10% વધારો કરવામાં આવે, તો વર્ષ 2016ના ભાવવધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે?

સમૂહ

ભાર

વર્ષ 2015નો સૂ.આંક

વર્ષ 2016નો સૂચક આંક

ખોરાક

45

240

280

ભાડું

20

160

175

કપડાં

10

210

230

બળતણ

10

170

175

પરચૂરણ

15

300

320


(જવાબ : વર્ષ 2015નો સૂચક આંક : 223, વર્ષ 2016નો સૂચક આંક : 249.5, જીવનનિર્વાહ ખર્ચમાં થયેલો ટકાવારી વધારો : 26.5%, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 11.88%, વેતનવધારામાં થયેલ ટકાવારી ઘટાડો : 1.88%)

યાદ રાખો :
  • સૌપ્રથમ સમૂહનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધવો. (કૌટુંબિક અંદાજપત્રની રીતે)
  • ત્યારબાદ ચાલુ વર્ષના જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો શોધવો.
  • ચાલુ વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક શોધવી. (નીચેના સૂત્ર મુજબ)

અંતમાં વધારવી પડતી ખર્ચપાત્ર સરેરાશ આવક શોધવી. (નીચેના સૂત્ર મુજબ)
આમ, વધારવી પડતી સરેરાશ ખર્ચપાત્ર આવક મળશે.

ઉદાહરણ : 20 મધ્યમ વર્ગનાં કુટુંબોની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. વર્ષ 2014ના આધારવર્ષની સાપેક્ષમાં વર્ષ 2015ના ચાલુવર્ષના જીવનનિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફારો થાય છે. તે સૂચક આંક મેળવી જણાવો. જો 2014ના વર્ષ દરમિયાન કોઇ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ, 30,000 અને વર્ષ 2015ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક રૂ. 35,000 હોય, તો કુટુંબને આધારવર્ષની સરખામણીમાં જીવનધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચક આંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે ?

સમૂહ

ભાર

2015ના વર્ષના સમૂહના ખર્ચની ભાવ સાપેક્ષની ટકાવારી

ખોરાક

45

130

કપડાં

20

150

ભાડું

15

120

બળતણ

10

160

પરચૂરણ

10

120


(જવાબ : ચાલુવર્ષનો સૂચક આંક : 134.50, જીવનનિર્વાહ ખર્ચમાં થયેલો ટકાવારી વધારો : 34.50%, ચાલુ વર્ષની ખર્ચપાત્ર આવક : રૂ.40,350, વધારવી પડતી સરેરાશ આવક : રૂ. 5350)

99. એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવનનિર્વાહની વસ્તુઓના સમૂહોના સૂચક આંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધો. આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર રૂ.6000 હોય, તો હાલનું જીવનધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક કેટલો હોવો જોઇએ ? (સ્વા.–F, પ્રશ્ન નં.–7)

સમૂહ

ભાર

વર્ષ 2014નો ભાવાંક (આધારવર્ષ 2012)

ખોરાક

42

255

બળતણ અને વીજળી

8

174

રહેઠાણ

12

234

કાપડ

18

153

પરચૂરણ

20

274


(જવાબ : ચાલુવર્ષનો સૂચક આંક : 231.44, જીવનનિર્વાહ ખર્ચમાં થયેલો ટકાવારી વધારો : 131.44%, ચાલુ વર્ષનો સરેરાશ માસિક પગાર : રૂ. 13,886.40)

100. મધ્યમ વર્ગનાં કુટુંબોની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. તે પરથી 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં જીવનનિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચક આંક મેળવી જણાવો. જો 2015ના વર્ષ દરમિયાન કોઇ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ.15,000 હોય, તો વર્ષ 2016 માટે જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો.

સમૂહ

ભાર

વર્ષ 2015માં ખર્ચ (રૂ.)

વર્ષ 2016માં ખર્ચ (રૂ.)

ખોરાક

35

5000

7500

ભાડું

15

2500

3000

કપડાં

20

2000

3000

બળતણ

10

1250

1500

પરચૂરણ

20

4250

4250


(જવાબ : ચાલુવર્ષનો સૂચક આંક : 137.50, જીવનનિર્વાહ ખર્ચમાં થયેલો ટકાવારી વધારો : 37.50%, ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક : રૂ.20,625)

જીવનનિર્વાહના ખર્ચનો સૂચક આંકના ઉપયોગો :
  • જે–તે વર્ગની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજુ કરે છે.
  • સરકારને કઇ વસ્તુ પર અંકુશ મૂકવો તેમજ કઇ વસ્તુ મુક્ત રાખવી તે નક્કી કરવા માટે ઉપયોગી બને છે.
  • જે–તે વર્ગના કામદારોના વાસ્તવિક વેતનદર તથા મોંઘવારી ભથ્થા અને બોનસનો દર નક્કી કરી શકાય છે.
  • જે–તે વર્ગનાં લોકો માટે નાણાંની સાચી ખરીદશક્તિનો ક્યાસ મેળવી શકાય છે.
  • નાણાંની ખરીદશક્તિમાં થતાં ફેરફારો માપવા માટે અને કમાનારની વાસ્તવિક આવક જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • વિવિધ વર્ગના લોકોનું જીવનધોરણ છે.
  • વિવિધ વર્ગના લોકોને કઇ વિશિષ્ટ સગવડો આપવી તે નક્કી કરી શકાય છે.
  • કોઇ પણ વસ્તુ પર કર નાંખવાથી જે–તે વર્ગના લોકો ઉપર તેની અસર શી થશે તેનું અનુમાન લગાવી શકાય છે.
જીવનનિર્વાહના ખર્ચનો સૂચક આંકની મર્યાદાઓ :
  • સમાજના બધા જ વર્ગો માટે એક સામાન્ય જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક રચી શકાતો નથી.
  • સમગ્ર વર્ગ માટે સરેરાશ ફેરફાર દર્શાવે છે, તેથી કોઇ વિશિષ્ટ વ્યક્તિ માટે ઉપયોગી નથી.
  • કોઇ એક પ્રદેશના અમુક વર્ગ માટે મેળવાયેલ જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક અન્ય પ્રદેશના તે જ વર્ગના લોકો માટે બિનઉપયોગી છે.
  • જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો મુજબ અલગ અલગ જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચના કરવી પડે છે.
  • એક જ વર્ગના લોકો વસ્તુઓ જુદા જુદા પ્રમાણમાં વાપરે તેથી વસ્તુનો ભાર નક્કી કરવામાં મુશ્કેલી પડે છે.