યાદ રાખો :
  • સૌપ્રથમ આપેલ માહિતીમાંથી સૂચક આંક અને ભાર વિશેની માહિતી દર્શાવતું કોષ્ટક બનાવવું.
 

વસ્તુ

ટકાવારી વધારો/ઘટાડો

સૂચક આંક (I)

ભાર (W)

IW


  • શરૂઆતમાં દાખલાની રકમ ધ્યાનથી વાંચીને તેમાં કઇ કઇ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે તે વસ્તુઓ દર્શાવો.
  • જે વસ્તુના ભાવમાં જેટલા ટકા વધારો થાય તેટલા 100માં ઉમેરવા અને જેટલા ટકા ઘટાડો થાય તેટલા 100 માંથી બાદ કરવા. આ રીતે દરેક વસ્તુનો સૂચક આંક મળશે.
  • આ કોષ્ટક પૈકી ભાર નક્કી કરવામાં ધ્યાનમાં રાખવાની ખાસ બાબત : દરેક વસ્તુમાંથી જેના ‘કરતાં’ મહત્વનું હોય તે વસ્તુની કિંમત 1 ધારવી.
  • ધારો કે, વસ્તુ A કરતાં વસ્તુ B ચાર ગણી મહત્વની છે.
  • અહીંયા, વસ્તુ A કરતાં Bનું મહત્વ ચાર ગણું છે. તેથી વસ્તુ A ની કિંમત 1 લેવી. અને વસ્તુ B ની કિંમત 4 લેવી.
  • ત્યારબાદ કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક શોધો.
  • અંતમાં જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકમાં થતો ટકાવારી વધારો શોધવો.
: ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

ઉદાહરણ : 21 પાંચ વસ્તુઓમાંથી ત્રણ વસ્તુઓ A, B, અને Cના ભાવ વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો થયો છે. જ્યારે બે વસ્તુઓ D અને Eના ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થયો છે. વસ્તુ A, વસ્તુ B કરતા ચાર ગણી મહત્વની છે. અને વસ્તુ C, વસ્તુ A કરતાં છ ગણી મહત્વની છે. વસ્તુઓ D અને E નું મહત્વ વસ્તુ Bના મહત્વથી અઢી ગણું છે તો પાંચેય વસ્તુઓ 2015ના વર્ષ માટેનો ભાવનો સામાન્ય સૂચક આંક ગણો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 163.01, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 63.01)

101. પાંચ વસ્તુઓમાંથી ત્રણ વસ્તુઓ A, B અને C ના ભાવમાં વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2017માં અનુક્રમે 90%, 120% અને 75% જેટલો વધારો થયો છે. જ્યારે બે વસ્તુઓ D અને Eના ભાવમાં અનુક્રમે 10% અને 15% જેટલો ઘટાડો થતો છે. વસ્તુ A, વસ્તુ B કરતા બમણી મહત્વની છે અને વસ્તુ Cનું મહત્વ વસ્તુ Aના મહત્વથી ત્રણ ગણું છે. વસ્તુઓ D અને Eનું મહત્વ વસ્તુ C ના મહત્વથી દોઢ ગણું છે, તો 2017માં ભાવના સામાન્ય સૂચક આંકની રચના કરો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 119.44, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 19.44%)

102. ત્રણ વસ્તુઓમાંથી બે વસ્તુઓ A અને Bના ભાવમાં વર્ષ 2016ના સાપેક્ષમાં વર્ષ 2017માં અનુક્રમે 90% અને 120% જેટલો વધારો થયો છે. જ્યારે Cનું મહત્વ વસ્તુ A ના મહત્વથી ત્રણ ગણું છે, તો વર્ષ 2017માં ભાવના સામાન્ય સૂચક આંકની રચના કરો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 123.33, કુલ ખર્ચમાં ખરેખર ટકવારી વધારો : 23.33%)

103. ચાલુ વર્ષમાં ત્રણ વસ્તુઓ A, B અને Cના ભાવમાં અનુક્રમે 80%, 100% અને 120% નો વધારો થાય છે. જ્યારે બે વસ્તુઓ D અને Eના ભાવમાં અનુક્રમે 15% અને 10% નો ઘટાડો થાય છે. જો A અને Bનું મહત્વ C કરતાં બમણું અને D તેમજ Eનું મહત્વ C કરતાં અડધું હોય, તો પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક મેળવો.
(જવાબ : સૂચક આંક : 177.92; કુલ ખર્ચમાં ખરેખર ટકવારી વધારો : 77.92%)

104. વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015ના ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવ 40% વધે છે. બાજરીના ભાવ 25% ઘટે છે. જ્યારે તેલના ભાવ 40% વધે છેઅને ધીના ભાવ 5% ઘટે છે. જો ઘી કરતાં તેલનું મહત્વ ત્રણ ગણું તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય, તો ખોરાકની આ પાંચેય વસ્તુઓના સમૂહના ભાવનો સૂચક આંક શોધો અને તેનું અર્થધટન કરો.
(જવાબ : સૂચક આંક : 117.92, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 77.92%)

105. વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2017માં ઘઉંના ભાવ 60% વધે છે. અને ચોખાના ભાવ 30% વધે છે. બાજરીના ભાવ 15% ઘટે છે. જ્યારે તેલના ભાવ 40% વધે છે. અને ઘીના ભાવ 5% ઘટે છે. જો ઘી કરતાં તેલનું મહત્વ ત્રણ ગણું તથા ચોખાનું મહત્વ બમણું હોય અને ઘઉ તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય, તો ખોરાકની આ પાંચેય વસ્તુઓના સમૂહના ભાવનો સૂચક આંક શોધો અને તેનું અર્થઘટન કરો.
(જવાબ :  સુૂચક આંક : 125.36; કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 25.36%)

106. ચાલુ વર્ષ માટે ઘઉંના ભાવમાં 150% નો વધારો થયો, બાજરીના ભાવમાં 10% નો ઘટાડો થયો, શાકભાજીના ભાવ રૂ.8 થી વધીને રૂ. 12 થયા, તેલના ભાવનો સૂચક આંક 180 થયો તેમજ કઠોળના ભાવ ત્રણ ગણા થયા. જો બાજરી કરતાં તેલનું મહત્વ બમણું અને ઘઉંનું મહત્વ ત્રણ ગણું હોય તથા શાકભાજી અને કઠોળનું મહત્વ ઘઉં કરતાં બમણું હોય, તો ખોરાકી વસ્તુઓના ભાવનો સૂચક આંક શોધો.
(જવાબ : સૂચક આંક : 216.67, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 116.67%)

107. વર્ષ 2015માં જીવનનિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચક આંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% વધારો થયો છે. ભાડાનો ખર્ચ રૂ. 4000 થી વધીને રૂ. 6000 અને પરચૂરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. પ્રથમ ચાર સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય, તો વર્ષ 2015નો જીવનનિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો.
(જવાબ : જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક : 125.36, કુલ ખર્ચમાં ટકાવારી વધારો : 25.36%)

108.
વર્ષ 2015માં જીવનનિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી કપડાંનાં ખર્ચનો સૂચક આંક 224.1, ખોરાકના સમૂહનો ખર્ચનો સૂચક આંક આધારવર્ષની સરખામણીએ 3/2 ગણો થયો હોય, બળતણના ભાવમાં 220% નો વધારો થયો હોય, ભાડાનો ખર્ચ રૂ. 1000 થી વધીને રૂ. 2200 અને પરચૂરણ સમૂહના ખર્ચનો આંક 1.75 ગણો વધ્યો હોય અને આ સમૂહો પાછળ કુલ ખર્ચ અનુક્રમે 18%, 40%, 12%, 20% અને 10% હોય, તો વર્ષ 2015નો જીવનનિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો.
(જવાબ : જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક : 210.34, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 110.24%)

109.
ત્રણ વસ્તુઓના ભાવમાં વર્ષ 2016ના સાપેક્ષમાં વર્ષ 2017માં અનુક્રમે 240%, 350% અને 160% નો વધારો થયો છે. અને બે વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 10% નો ઘટાડો થયો છે. જો પાંચેય વસ્તુઓ પાછળ થતા ખર્ચની ટકાવારી અનુક્રમે 16, 12, 28, 36 અને 8 હોય, તો વર્ષ 2017માં ભાવનો સૂચક આંક મેળવો.
(જવાબ : સૂચક આંક : 222.6, કુલ ખર્ચમાં ખરેખર ટકાવારી વધારો : 122.6%)