યાદ રાખો :
  • સૌપ્રથમ આપેલ સમૂહોમાંથી કોઇ એક સમૂહનો સૂચક આંક શોધવો. (કુલ અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતમાંથી કોઇપણ એક રીતનો ઉપયોગ કરી શકાય.)
  • ત્યારબાદ બાકીના સમૂહનો સૂચક આંક મેળવો. (આપેલ માહિતી મુજબ)
  • ત્યારપછી દરેક સમૂહના ભાર મેળવવા.(ગણતરી દર્શાવવી)
  • અંતમાં કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક મેળવવો.
ઉદાહરણ : 22 કોઇ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ–ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :

વસ્તુ

આધારવર્ષ 2012

વર્ષ 2014

જથ્થો

એકમદીઠ ભાવ (રૂ.)

એકમદીઠ ભાવ (રૂ.)

કોલસો

5 કિલોગ્રામ

25

30

કેરોસીન

20 લિટર

40

45

લાકડું

5 કિલોગ્રામ

22

25

દીવાસળી

10 પેટી

0.90

1


આ માહિતી પરથી બળતણ–ખર્ચના સમૂહનો સૂચક આંક તૈયાર કરો. જો ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચૂરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા હોય અને જો આ સમૂહો પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતા હોય, તો કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક તૈયાર કરો.
(જવાબ : બળતણ ખર્ચનો સૂચક આંક : 113.51, જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક : 271.34, ટકાવારી વધારો : 171.34%)

110. કોઇએક વિસ્તારના સમૂહ માટે બળતણ–ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :

વસ્તુ

આધારવર્ષ 2015

વર્ષ 2016

જથ્થો

એકમદીઠ ભાવ (રૂ.)

એકમદીઠ ભાવ (રૂ.)

કોલસો

75 કિગ્રા

60

80

કેરોસીન

10 લિટર

80

100

લાકડું

40 કિગ્રા

25

38

દીવાસળી

2 ડઝન

20

30


આ માહિતી પરથી બળતણ–ખર્ચના સમૂહનો સૂચક આંક તૈયાર કરો. જો ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચૂરણ ખર્ચમાં વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં અનુક્રમે 40%, 20%, 75% અને 120% નો વધારો થયો હોય અને જો તેમની પાછળ થયેલ કુલ ખર્ચના અનુક્રમે 55%, 10%, 12% અને 13% ખર્ચ થયો હોય, તો કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક તૈયાર કરો.
(જવાબ : બળતણ–ખર્ચનો સૂચક આંક : 135.33, જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક : 152.13, ટકાવારી વધારો : 52.13%)

111. કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક તૈયાર કરવા માટે કાપડના ખર્ચના સમૂહની માહિતી નીચે પ્રમાણે છે :

વસ્તુ

વર્ષ 2015

વર્ષ 2016

જથ્થો

એકમદીઠ ભાવ (રૂ.)

એકમદીઠ ભાવ (રૂ.)

A

6

10

24

B

20

1.80

4.20

C

4

11

21

D

15

1.20

2.80


આ માહિતી પરથી કાપડના ખર્ચનો સૂચક આંક તૈયાર કરો. જો ખોરાકનો સૂચક આંક 150 હોય, બળતણના ભાવમાં 220% વધારો થયો હોય, ભાડાનો ખર્ચ રૂ. 100 થી વધીને રૂ. 220 અને પરચૂરણ સમૂહના ખર્ચનો સૂચક આંક 1.75 ગણો વધ્યો હોય તેમજ તેમની પાછળ થયેલ કુલ ખર્ચના અનુક્રમે 40%, 12%, 20% અને 10% ખર્ચ થપ હોય, તો કામદારોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક તૈયાર કરો.
(જવાબ : કાપડના ખર્ચનો સૂચક આંક : 224.05, જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક : 210.23, ટકાવારી વધારો : 110.23%)

યાદ રાખો :
આ રીતના દાખલામાં સરેરાશ વેતન અને જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક આપેલ હોય છે.
તેમના પરથી વાસ્તવિક વેતન શોધવાનું હોય છે. જેનું સૂત્ર નીચે મુજબ છે :
તેના માટે નીચે મુજબનું કોષ્ટક બનાવવું :

વર્ષ

સરેરાશ માસિક વેતન

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

વાસ્તવિક વેતન


એ ઉપરાંત નાણાંની ખરીશક્તિ શોધવી, જેનું સૂત્ર નીચે મુજબ છે :

ખાસ નોંધ : જે વર્ષ માટે નાણાંની ખરીદશક્તિ શોધવાની હોય તે વર્ષનો જ જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક લેવો.

ઉદાહરણ : 23 એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંક (આધારવર્ષ 2010) અંગેની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. વર્ષ 2010ને આધારવર્ષ ગણી વર્ષ 2015 માટે નાણાંની ખરીદશક્તિ શોધો અને આ પરિણામનું શું મહત્વ છે તે જણાવો.

વર્ષ

સરેરાશ માસિક વેતન (રૂ.)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

2010

15,000

192

2011

15,600

203

2012

16,200

228

2013

17,000

268

2014

18,000

270

2015

20,000

287


(જવાબ : વાસ્તવિક વેતન : રૂ.7812.5, 7684.73, 7105.26, 6343.28, 6666.67, 6968.64, નાણાંની ખરીદશક્તિ : રૂ. 0.35)

112. વર્ષ 2010થી વર્ષ 2013 સુધીના જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. (સ્વા.–C. પ્રશ્ન નં.–8)

વર્ષ

સરેરાશ માસિક વેતન (રૂ.)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

2010

35,000

120

2011

40,000

150

2012

42,000

130

2013

50,000

160


(જવાબ : વાસ્તવિક વેતન : રૂ. 29166.67, 26666.67, 32307.69, 31250)

113. કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. વર્ષ 2008ને આધારવર્ષ ગણી વર્ષ 2015ની નાણાંની ખરીદશક્તિ શોધો. (સ્વા.- F , પ્રશ્ન નં.–7)

વર્ષ

સરેરાશ માસિક વેતન (રૂ.)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

2010

15,000

120

2011

18,000

180

2012

19,000

205

2013

20,000

220

2014

22,000

235

2015

25,000

260


(જવાબ : વાસ્તવિક વેતન : રૂ. 12,500, 10,000, 9268.29, 9090.91, 9361.7, 9615.38, નાણાંની ખરીદશક્તિ : રૂ. 0.38)

114. એક ઔદ્યોગિક પેઢીના મધ્યમ વર્ગીય કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર અને જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક પગારની ગણતરી કરો. (પગાર પૂર્ણાંક રૂપિયામાં દર્શાવવો.) વર્ષ 2010ને આધારવર્ષ ગણી વર્ષ 2017ની નાણાંની ખરીદશક્તિ શોધો.

વર્ષ

સરેરાશ માસિક પગાર (રૂ.)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

2011

3200

205

2012

3500

220

2013

4000

225

2015

4200

240

2016

5000

275

2017

5100

280


(જવાબ : વાસ્તવિક વેતન : રૂ. 1561, 1591, 1778, 1750, 1846, 1818, 1821)



115. ગ્રેડ IV ના સરકારી કર્મચારીના સરેરાશ માસિક પગાર અને જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની વિગત નીચે મુજબ છે. તે પરથી તેમના વાસ્તવિક પગારની ગણતરી કરો. (પગાર પૂર્ણાંક રૂપિયામાં દર્શાવવો.) વર્ષ 2010ને આધારવર્ષ ગણી વર્ષ 2017ની નાણાંની ખરીદશક્તિ શોધો.

વર્ષ

સરેરાશ માસિક પગાર (રૂ.)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

2012

6200

280

2013

6800

285

2014

7200

290

2015

7500

300

2016

8000

310

2017

8400

320


(જવાબ : વાસ્તવિક વેતન : રૂ. 2214, 2386, 2483, 2500, 2581, 2625, નાણાંની ખરીદશક્તિ : રૂ. 0.31)

116. સરેરાશ માસિક વેતન અને જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંક અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે, તે પરથી વાસ્તવિક વેતન શોધો.

વર્ષ

સરેરાશ માસિક વેતન (રૂ.)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

2012

12000

100

2013

13000

110

2014

18000

150

2015

20500

200

2016

25000

250

2017

30000

280


(જવાબ : વાસ્તવિક વેતન : રૂ. 12000, 11818.18, 12000, 10250, 1000, 10714.29)