ટૂંકા દાખલા

ઉદાહરણ : 24 (1) વર્ષ 2014માં ઘઉંના ભાવ દર કિવન્ટલના રૂ. 1600 અને વર્ષ 2015માં ભાવ દર ક્વિન્ટલના રૂ.1800 હતા. 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ઘઉંના ભાવનો સૂચક આંક શોધો અને તેનું અર્થઘટન કરો.
(જવાબ : ઘઉંના ભાવનો સૂચક આંક : 112.5, ટકાવારી વધારો : 12.5%)

1. એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક રૂ. 16,000 હતી અને વર્ષ 2016માં વધીને રૂ. 20,000 થઈ. વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચક આંક શોધો.
(જવાબ : આવકનો સૂચક આંક : 125)

2. એક કર્મચારીની વર્ષ 2016માં માસિક સરેરાશ આવક રૂ. 24,000 હતી અને વર્ષ 2017માં વધીને રૂ.28,320 થઈ. વર્ષ 2016ની સરખામણીમાં વર્ષ 2017 માટે આવકનો સૂચક આંક શોધો.
(જવાબ : આવક સૂચક આંક : 118)

3. એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક રૂ. 8000 હતી અને વર્ષ 2016માં વધીને રૂ. 11,200 થઈ. વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચક આંક શોધો.
(જવાબ : આવક સૂચક આંક : 140)

4. એક કામદારની વર્ષ 2016માં માસિક સરેરાશ આવક રૂ. 6,000 હતી અને વર્ષ 2018માં વધીને રૂ. 8250 થઇ. વર્ષ 2016ની સરખમાણીમાં વર્ષ 2018 માટે આવકનો સૂચક આંક શોધો.
(જવાબ : આવક સૂચક આંક : 137.5)

5. આધારવર્ષ 2015ના આધારે ચાલુ વર્ષ 2016નું કુલ ખર્ચ રૂ.20,250 અને આધારવર્ષ 2015નું કુલ ખર્ચ રૂ. 13,500 હોય, તો ચાલુ વર્ષ 2016 માટે ખર્ચનો સૂચક આંક શોધો.
(જવાબ : ખર્ચનો સૂચક આંક : 150)

ઉદાહરણ : 24 (2) લાસ્પેયરનો સૂચક આંક ફિશરના સૂચક આંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચક આંક 180 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 202.5)

6. લાસ્પેયરનો સૂચક આંક ફિશરના સૂચક આંકથી 4/5 ગણો છે. જો ફિશરનો સૂચક આંક 120 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 150)

7. લાસ્પેયરનો સૂચક આંક ફિશરના સૂચક આંકથી 4/5 ગણો છે. જો ફિશરનો સૂચક આંક 150 હોય, તો પાશેનો સૂચક આંક શોધો. 
(જવાબ : પાશેનો સૂચક આંક : 187.5)

8. જો લાસ્પેયરનો સૂચક આંક 221.5 અને ફિશરનો સૂચક આંક 222 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 222.5)

9. જો લાસ્પેયરનો સૂચક આંક 80 અને ફિશરનો સૂચક આંક 100 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 125)

10. જો લાસ્પેયરનો સૂચક આંક 125 અને ફિશરનો સૂચક આંક 150 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક :180)

11. જો ફિશરનો સૂચક આંક 130 અને પાશેનો સૂચક આંક 125 હોય, તો લાસ્પેયરનો સૂચક આંક શોધો.
(જવાબ : લાસ્પેયરનો સૂચક આંક : 135.2)

12. જો લાસ્પેયરનો સૂચક આંક 121.5 અને પાશેનો સૂચક આંક 122.5 હોય, તો પાશેનો સૂચક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 121.99)

13. જો પાશેનો સૂચક આંક 220 અને ફિશરનો સૂચક આંક 225 હોય, તો ફિશરનો સૂચક આંક શોધો.
(જવાબ : લાસ્પેયરનો સૂચક આંક : 230.11)

14. જો લાસ્પેયર અને પાશેનો સૂચક આંકનો ગુણોત્તર 4:5 હોય અને ફિશરનો સૂચક આંક 150 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 167.71)

15. જો લાસ્પેયરનો અને પાશેનો સૂચક આંકનો ગુણોત્તર 4:5 હોય અને ફિશરનો સૂચક આંક 120 હોય, તો પાશે અને લાસ્પેયરનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 134.2, લાસ્પેયરનો સૂચક આંક : 107.4)

16. જો લાસ્પેયર અને પાશેના સૂચક આંકનો ગુણોત્તર 12:13 હોય અને પાશેનો સૂચક આંક 169 હોય, તો ફિશરનો સૂચક આંક શોધો.
(જવાબ : લાસ્પેયરનો સૂચક આંક : 156, ફિશરનો સૂચક આંક : 162.37)

17. જો લાસ્પેયર અને પાશેનો સૂચક આંકનો ગુણોત્તર 15:14 હોય અને પાશેનો સૂચક આંક 140 હોય, તો ફિશરનો સૂચક આંક શોધો.
(જવાબ : ફિશરનો સૂચક આંક : 144.91)

18. જો લાસ્પેયરનો અને ફિશરનો સૂચક આંકનો ગુણોત્તર 25:24 હોય અને પાશેનો સૂચક આંક 115.2 હોય, તો લાસ્પેયર અને ફિશરનો સૂચક આંક શોધો.
(જવાબ : લાસ્પેયરનો સૂચક આંક : 125, ફિશરનો સૂચક આંક : 120)

19. કોઇ માહિતી માટે ફિશરનો સૂચક આંક 225 અને પાશેનો સૂચક આંક = 8/9ફિશરનો સૂચક આંક હોય, તો લાસ્પેયરનો સૂચક આંક શોધો.
(જવાબ : 253.125)

20. જો ફિશરનો સૂચક આંક = 1.5 લાસ્પેયરનો સૂચક આંક અને લાસ્પેયરનો સૂચક આંક = 100 હોય, તો પાશેનો સૂચક આંક શોધો.
(જવાબ : ફિશરનો સૂચક આંક : 225)

21. જો પાશેનો સૂચક આંક = 2.25 લાસ્પેયરનો સૂચક આંક અને પાશેનો સૂચક આંક : 120 હોય, તો ફિશરનો સૂચક આંક શોધો.
(જવાબ : પાશેનો સૂચક આંક : 180)