ઉદાહરણ : 24 (6)
જો ચાલુ વર્ષનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક આધારવર્ષના સૂચક આંક 100 થી વધીને 180 થયો હોય અને કામદારની સરેરાશ આવક રૂ. 6000 થી વધીને રૂ. 9000 થઈ હોય, તો શું કામદારની ખરીદશક્તિ વધી છે, કે ઘટી ? કેટલી ?
(જવાબ : સરેરાશ આવક : રૂ. 10,800, આવકમાં ઘટાડો : રૂ. 1800, ખરીદશક્તિ ઘટી)

42. જો ચાલુ વર્ષનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક આધારવર્ષના સૂચક આંક 100 થી વધીને 200 થયો હોય અને કામદારની સરેરાશ આવક રૂ. 2000 થી વધીને રૂ. 3000 થઇ હોય, તો શું કામદારની ખરીદશક્તિ વધી છે, કે ઘટી ? કેટલી ?ત્ર
(જવાબ : સરેરાશ આવક : રૂ. 4000; આવકમાં ઘટાડો : રૂ.1000; ખરીદશક્તિ ઘટી)

43. જો ચાલુ વર્ષનો કામદાર વર્ગનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 100 થી વધીને 125 થયો હોય અને એક કામદારની માસિક આવક રૂ. 3000 થી વધીને રૂ. 5100 થઇ હોય, તો શું કામદારની ખરીદશક્તિ વધી છે, કે ઘટી ? કેટલી ?
(જવાબ : સરેરાશ આવક : રૂ.3750; આવકમાં વધારો : રૂ. 1350; ખરીદશક્તિ વધી)

44. કોઇ એક સમયગાળા દરમિયાન કર્મચારી વર્ગના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 100 થી વધીને 160 થયો અને કર્મચારીનું માસિક વેતન રૂ, 15,000 થી વધીને રૂ. 18,000 થયું. કર્મચારીને કેટલો ફાયદો કે નુકશાન થયો તે શોધો. તેની ખરીદશક્તિ વધી કે ઘટી ?
(જવાબ : સરેરાશ વેતન : રૂ. 24,000; વેતનમાં ઘટાડો : રૂ. 6000; ખરીદશક્તિ ઘટી)

45. કોઇ એક સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 120 થી વધીને 145 થયો. આ સમય દરમિયાન મધ્યમ વર્ગના એક કુટુંબની માસિક આવક રૂ. 6000 થી વધીને રૂ. 7150 થઈ. કુટુંબની ખરીદશક્તિમાં શો ફેરફાર થયો તે શોધો.
(જવાબ : સરેરાશ આવક : રૂ. 7250; આવકમાં ઘટાડો : રૂ. 100, ખરીદશક્તિ ઘટી)

ઉદાહરણ : 24 (7) વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચક આંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા છે. આ બંને વર્ષના સૂચક આંકનો ઉપયોગ કરી ફુગ્ગાનો દર શોધો.
(જવાબ : ફુગાવાનો દર : 10.32%)

46.
વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચક આંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચક આંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો.
(જવાબ : ફુગાવાનો દર : 2.03%)

47. વર્ષ 2016 અને વર્ષ 2017ના જથ્થાબંધ ભાવના સૂચક આંક અનુક્રમે 180.5 અને 184.5 મળ્યા છે. આ બંને વર્ષના સૂચક આંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો.
(જવાબ : ફુગાવાનો દર : 2.22%)

48. વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચક આંક અનુક્રમે 187.5 અને 183.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચક આંક 200 હોય, તો વર્ષ 2017નો સૂચક આંક કેટલો હશે તે જણાવો.
(જવાબ : ફુગાવાનો દર : 2.35%)

49. વર્ષ 2016 અને વર્ષ 2017ના બંને વર્ષના જથ્થાબંધ ભાવના સૂચક આંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર 8% મળેલ છે. જો વર્ષ 2016નો સૂચક આંક 200 હોય, તો વર્ષ 2017નો સૂચક આંક કેટલો હશે તે જણાવો.
(જવાબ : વર્ષ 2017 નો સૂચક આંક : 216)

50. વર્ષ 2016 અને વર્ષ 2017ના બંને વર્ષના જથ્થાબંધ ભાવના સૂચક આંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર 5% મળેલ છે. જો વર્ષ 2017નો સૂચક આંક 157.5 હોય, તો વર્ષ 2016નો સૂચક આંક કેટલો હશે તે જણાવો.
(જવાબ : વર્ષ 2016નો સૂચક આંક : 150)

ઉદાહરણ : 24 (8) જો ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો અનુક્રમે 250%, 265% અને 300% છે. અને જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 8:7:5 હોય, તો ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 367.75, ભાવમાં થયેલ ટકાવારી વધારો : 267.75%)

51. જો ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય, તો ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 449.55; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 349.55%)

52. ત્રણ વસ્તઓના સાપેક્ષ ભાવની ટકાવારી 215, 228 અને 290 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 8:7:5 હોય, તો ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 238.3; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 138.3%)

53. ત્રણ વસ્તુઓના ભાવમાં અનુક્રમે 150%, 165% અને 100% નો વધારો થયો છે. જો તેમનું સાપેક્ષ મહત્વ 3:4:8 હોય, તો વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 227.33; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 127.33%)

54. ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકવારી વધારો અનુક્રમે 160, 175 અને 190 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 3:2:5 હોય, તો ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 278; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 178%)

55. પાંચ વસ્તુઓના ભાવમાં અનુક્રમે 50%, 80%, 110%, 160% અને 220% નો વધારો થયો છે. જો તેમનું મહત્વ અનુક્રમે 10 : 6 : 4 : 3 : 2 હોય, તો ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 193.6; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 93.6%)

56. છ વસ્તુઓના ભાવમાં અનુક્રમે 4%, 40%, 140%, 50%, 100% અને 200% નો વધારો થયો છે. જો તેમનું મહત્વ અનુક્રમે 30%, 25% અને 45% હોય, તો વેચાણનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 210, ભાવમાં થયેલ ટકાવારી વધારો : 110%)

57. ત્રણ વસ્તુઓના વેચાણ વર્ષ 2014ની તુલના વર્ષ 2017માં અનુક્રમે 60%, 110%, 120% વધ્યા છે. કુલ વેચાણના સંદર્ભમાં આ ત્રણેય વસ્તુના વેચાણ અનુક્રમે 30%, 25% અને 45% હોય, તો વેચાણનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 199.5, ભાવમાં થયેલ ટકાવારી વધારો : 99.5%)

58. વર્ષ 2015ની સાપેક્ષમાં વર્ષ 2016માં ત્રણ વસ્તુના ભાવ અનુક્રમે 1.5 ગણા, 3 ગણા, 3.2 ગણા થયા છે. જો તેમનું સાપેક્ષ મહત્વ 2 : 3 : 5 હોય, તો ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 280; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 180%)

59. વર્ષ 2016ની સાપેક્ષમાં વર્ષ 2017માં ત્રણ વર્ષ 1.5 ગણા, 2 ગણા, 1.75 ગણા થયા છે. જો તેમનું સાપેક્ષ મહત્વ 2 : 3 : 5 હોય, તો ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 177.5; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 77.5%)

60. ત્રણ વસ્તુના ભાવ અનુક્રમે 2.75 ગણા, 3.75 ગણા અને 1.5 ગણા થયા છે. જો તેમનું સાપેક્ષ મહત્વ સરખું હોય, તો ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 250; ભાવમાં થયેલ ટકાવારી વધારો : 150%)

61. ત્રણ વસ્તુઓનું ઉત્પાદન આધારવર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષમાં અનુક્રમે 2 ગણું, 2.5 ગણું અને 1.25 ગણું થયું છે. જો ત્રણેય વસ્તુઓનું સાપેક્ષ મહત્વ સામાન હોય, તો ઉત્પાદનનો સૂચક આંક શોધો.
(જવાબ : સામાન્ય સૂચક આંક : 191.67, ભાવમાં થયેલ ટકાવારી વધારો : 91.67%)