GRAMNAR
TOPIC:-3

◆Co-ordinating Conjunctions: સંયોજકો (AND , OR ,BUT):
• બે શબ્દોને , બે શબ્દ સમૂહ ને,કે બે વાક્યો ને જોડવા માટે વપરાતા શબ્દને સંયોજકો Conjunctions કહે છે. તેઓને connectors અથવા joining words પણ કહે છે અંગ્રેજી વ્યાકરણમાં ત્રણ પ્રકારના સંયોજકો છે.
1.Co-ordinating Conjunctions. 2.Subordinating Conjunctions 3.Correlative Conjunctions.

• આજે આપણે Co-ordinating Conjunctions નો અભ્યાસ કરવાનો છે.
જેમાં But, Or, So, And, For, Nor, Yet નો સમાવેશ થાય છે.

• શબ્દો અથવા શબ્દસમૂહો કે બે વાક્યો કે જે સામાન્ય રીતે સ્વભાવગત (in nature) સમાન હોય છે, જેમાં રહેલા બન્ને વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય છે. એક બીજા પર આધારિત હોતા નથી. તેવા જૂથોને જોડતા સંયોજકો ને Co-ordinating Conjunctions કહેવામાં આવે છે. સામાન્ય રીતે શબ્દો અથવા શબ્દોના જૂથો કે બે વાક્યોની વચ્ચે આ પ્રકારના સંયોજકોનો ઉપયોગ કરવા આવે છે અને તેથી તે વાક્યની મધ્યમાં જોવા મળે છે, શરૂઆત અથવા અંત તરફ નહીં.

• મિત્રો ધોરણ-8 માટે આજે આપણે and, or but વ્યાકરણ નો વિગતવાર અભ્યાસ કરીશું.

★ AND:- અને
• બે શબ્દો , શબ્દ સમૂહ કે વાક્યો એકબીજાના અર્થમાં વધારો કે ઉમેરો કરે ત્યારે તેઓને and થી જોડવામાં આવે છે.ઉદા.

*Two verbs :- બે ક્રિયાને જોડવું:
1. Kavita Sings well. Kavita dances well.
• Kavita sings and dances well.

2. The audience clapped. The audience shouted.
• The audience clapped and shouted.

3.The machine can wash clothes. The machine can dry clothes, too .
• The machine can wash clothes and dry clothes. 

અહીં too ને કાઢી નાખવામાં આવેલ છે આ જ રીતે also અને even ને પણ કાઢી નાખવું પડે.

*Two adjectives:- બે વિશેષણને જોડવું:

1. Manoj is smart. Manoj is intelligent.
• Manoj is smart and intelligent.

2. English is easy. English is interesting.
• English is easy and interesting.

*Two adverbs:- બે ક્રિયાવિશેષણને જોડવું :
1.Radha sang sweetly. Radha Sang melodiously (મધુર)
• Radha sang sweetly and melodiously.

2. He solved the puzzle easily. He solved the puzzle quickly.
• He solved the puzzle easily and quickly.

*Two nouns:- બે નામને જોડવું

1. Raju is clever. Rakesh also is clever.
• Raju and Rakesh are clever.

2.Chennai is a Big City. Mumbai is a big city.
• Chennai and Mumbai are big cities.

●ખાસ યાદ રાખો:- જો બે કર્તાને and થી જોડવામાં આવે ત્યારે વાક્ય બહુવચન થાય છે. ઉપરના ઉદાહરણમાં ચેન્નાઇ અને મુંબઇ બે કર્તાઓ જોડાઇને એકબીજામાં ઉમેરો કરતા હોવાથી is નું are અને cityનું cities બહુવચન કર્યું છે . વિશેષણ big , clever, વગેરેનું બહુવચન થતું નથી.

3.He bought a pen. He bought a pencil.
• He bought a pen and a pencil.
અહીં pen અને pencil બે કર્તા નથી માટે વાક્ય બહુવચન કર્યું નથી.

*Two sentences:- બે વાક્યો ને જોડવા:
1. We went to the cinema hall. We watched the film.
• We went to the cinema hall and watched the film.

2. The people of Taj Nagar collected 20 lakh rupees. They built a railway station.
• The people of Taj Nagar collected 20 lakh rupees and built a railway station.

●ખાસ નોંધ:- 1.જ્યારે and થી બે વાક્યને જોડવામાં આવે ત્યારે too, even , also શબ્દો કાઢી નાખવું.

2. સમાન કર્તા, ક્રિયાપદ, કર્મ સ્થળ , સમય. બીજી વખત રીપીટ કરવું નહીં એટલે બીજી વખત આવે તો કાઢી નાખવું. ઉપરના ઉદાહરણમાં the people અને they બંને સમાન કરતા હોવાથી theyનું બીજી વખત પુનરાવર્તન કર્યું નથી.

★BUT:- પરંતુ , પણ
જ્યારે બે વાક્યોમાં વિરોધી ભાવ વ્યક્ત થતો હોય ત્યારે but નો ઉપયોગ કરવો.
ઉદાહરણ તરીકે
1. Nikunj worked hard.નિકુંજે સખત મહેનત કરી.
• He failed in exam. તે પરીક્ષામાં નાપાસ થયો.
• ઉપરના બંને વાક્યોમાં નિકુંજે સખત મહેનત કરી એટલે તે પાસ થવો જોઈએ. પરંતુ તેને બદલે તે નાપાસ થાય છે તેથી અહીં બન્ને વાક્યોમાં પરસ્પર વિરોધી ભાવ હોવાથી , આ બંને વાક્યોને but થી જોડવું પડશે
• Nikunj work hard, but (he) failed in exam. નિકુંજે સખત મહેનત કરી પરંતુ તે પરીક્ષામાં નાપાસ થયો.

Example:
1. I like living in the city. My brother prefers living in the country.
• I like living in the city but my brother prefers living in the country.

2. Manoj is poor. He is an honest man.
• Manoj is poor, but he is an honest man.

3. I like coffee. My friend does not like coffee.
• I like coffee, but my friend does not like coffee.

4. Gandhiji was old. He could walk fast .
• Gandhiji was old, but he could walk fast.

★ OR:-અથવા, કે
• જ્યારે આપેલા બે વાક્યમાં વિકલ્પ દર્શાવેલ હોય એટલે કે આપેલા બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે OR નો ઉપયોગ થાય છે.
ઉદાહરણ:-
1. Keep quiet. Get out of the class.
• Keep quiet or get out of the class.

શાંતિ જાળવો અથવા વર્ગખંડની બહાર જાઓ.
• "અહીં ઉપરના વાક્યમાં શાંતિ જાળવવાનું અથવા વર્ગખંડની બહાર જવાનું આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે તેથી આ બે વાક્યોને આપણે OR થી જોડવું પડે."

●ખાસ નોંધ :- સમાન કર્તા, ક્રિયાપદ ,કર્મ ,સ્થળ બીજી વખત રીપીટ કરવું નહીં.

2. I will take tea. I will take coffee.
• I will take tea or coffee.

3. Come regularly. Leave to study.
• Come regularly or leave to study.

4. Would you take tea? Would you take coffee?
• Would you take tea or coffee?

5. The book is on the table. The book is in the cupboard.
• The book is on the table or in the cupboard.

◆નિયમ:-
• co-ordinating conjunction AND, OR, BUT પહેલાં અલ્પવિરામનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે તે બે સ્વતંત્ર ઉપવાક્યો ને જોડે છે. 
ઉદાહરણ: I wanted to see the movies, but Ravi preferred to stay at home.
હું મૂવીઝ જોવા માંગતો હતો, પરંતુ રવિએ ઘરે બેસાવાનું પસંદ કર્યું.

• જ્યારે આ સંયોજનનો ઉપયોગ બે શબ્દો / શબ્દસમૂહોને જોડાવા માટે થાય છે, ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થતો નથી.
ઉદાહરણ: I love to eat Italian and Chinese
હું ઇટાલિયન અને ચાઇનીઝ ખાવાનું પસંદ કરું છું .

• જ્યારે બે કરતા વધારે વસ્તુઓ સાથે And ,or, but નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આ સંયોજકો પહેલાં અલ્પવિરામ મૂકવું. અલ્પવિરામ સાથેનું 
ઉદાહરણ: Heenaben teaches English, Hindi, Gujarati and Sanskrit in our school.
હીનાબેન અમારી શાળામાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભણાવે છે.

EXERCISE:-1

Choose the correct answer(and ,or , but) And, or ,but માથી સાચો જવાબ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
1. It was a difficult exam, ____________I passed it.
2. She worked hard ____________made a lot of money.
3. I was against the new project,____________I accepted to help.
4. He was late ____________wasn't allowed to get in.
5. We went Rajkot by a bus ____________a car.
6. The car was very expensive, ____________cheap (સસ્તી)
7. The car was very expensive, ____________I could bought it.
8. She was very poor, ____________she never asked for help.
9. He wanted to eat for dinner, ____________he couldn't find a restaurant.
10. He stopped talking____________ lit a cigarette. (સિગારેટ સળગાવી)
11. I wanted to attend the meeting,_________I couldn't because I was very ill.
12. He was the best candidate,___________he didn't win the elections.
13. He was very ill, ____________he didn't take any medicine.
14. Keep quiet ____________go out. Is it Thursday ____________Friday today?
15. We were very tired ____________happy after our flight to Sydney.
16. My brother____________my sister can solve this sum.
17. Would you like meat(માંસ)____________vegetables for lunch?
18. My father likes football ,____________he doesn't like basketball.
19. Show me your license____________your bike will be detained.
20. Pay the bill by cash ____________by Paytm.

Ans:- 1. but 
2. and 
3. but 
4. and 
5. or 
6. or 
7. but 
8. but 
9. but 
10. and 
11. but 
12. but 
13. but 
14. or 
15. but 
16. or 
17. or 
18. but 
19. or 
20. or