સોરઠી બોલીનો કોશ

[શબ્દો અને રૂઢિપ્રયોગો]
શબ્દો :

અખાજ       : અખાદ્ય

અખિયાત    : આખું, સુવાંગ

અટવાવું      : ગૂંચવાઈ જવું

અડવું (અંગ) : ખાલી, અલંકાર વગરનું

અડાબીડ     : સંખ્યાબંધ, ભરપૂર

અણખંડી     : અખંડિત

અધગાળે      : વચ્ચે

અનરાધાર, અંદ્વાધાર, ઇંદ્રાધાર     
: મોટી ધારે વરસતો વરસાદ. (ઈંદ્ર મહારાજ વરસાવે સામાન છે એવી લોકકલ્પના છે.)

અનિયા      : અન્યાય

અમલ        : અફીણનો કૅફ

અરઘવું       : ઓપવું, શોભવું

અસમદનાં પગલાં, અસમેરનાં પગલાં, અસમાનનાં પગલાં    : આસમાનમાં પગલાં, મૃત્યુકાળે પગે ચાલીને સ્મશાનમાં જઈ ચિતા પર ચડવાની વિધિ.

અસરાણપત   : અસુરો (યવનો)નો પતિ

અંજળ          : અન્નજળ, પરસ્પરની લેણાદેણી

અંતરિયાળ     : નિર્જન પ્રદેશમાં, મુકામથી દૂર, નિરાધાર સ્થળે

અંબોડાળી (ભેંસ)    : જેનાં શીંગડાં આંટા લઈ ગયેલાં હોય છે તે. (સ્ત્રીના માથાના અંબોડાની કલ્પના છે)

આઈ            : કાઠી કોમમાં સ્ત્રીઓને બે જ સંબોધન કરાય છે: વડપણના સ્થાને બેઠેલી સ્ત્રીને ‘આઈ', અને યુવાન સ્ત્રી અને સાસુ વગેરેને ‘ફૂઈ’.

આઉ         : પશુઓને સ્તનપ્રદેશ

આકોટો      : કાનની બૂટમાં પહેરવાનું ઘરેણું

આખાબોલો  : ઉદ્ધત

આગેવાળ     : ઘોડાના આગળના ભાગનો સામાન

આગોણ       : ચૂલાનો આગળનો ભાગ

આછટવું       : પ્રહાર કરવો

આછો ડાબો  : ધીરાં પગલાં (ઘોડાનાં)

આડસર       : મકાનના છાપરાની વચ્ચોવચનું મોટું લાકડું

આડહથિયાર : દુરથી ફેંકીને નહિ, પણ હાથમાં રાખીને જ જેનો ઉપયોગ થાય તેવાં, તરવાર જેવાં. હથિયાર

આડું ભાંગવું    : પ્રસવ થઈ જવો

આણાત         : આણું વાળીને સાસરે ગયેલી સ્ત્રી.

આણું            : લગ્ન પછી પહેલીવાર પિયર આવેલી કન્યાને વિધિપૂર્વક સાસરે વળાવાય પ્રસંગ,ઓંજણું.

આતો            : કણબી અને ખાંટ કોમમાં વડીલને ‘આતો’ કહેવાય (મૂળ અર્થઃ પિતા)

આથમણું        : સુર્યાસ્તની દિશામાં પશ્ચિમે

આથેય           : ગમે તે

આદો            : આવ્યો (ચારણી શબ્દ)

આફળવું         : અફળાવવું, લડવું

આભલાં          : (1) અરીસા, (2) અરીસાના કાચનાં નાનાં ચગદાં (અસલ સ્ત્રીઓના ભરતકામમાં હતાં.)

આરદા           : પ્રાર્થના

આરો            : બચાવ (મૂળ અર્થ : કિનારો)

આવડ          : એ નામની દેવી

આસેં            : અહીં

આંબવું          : પહોંચવું, પકડી પાડવું

ઉગમણું         : સૂર્ય ઊગવાની દિશા

ઉચાળા          : ઘરવખરી

ઉતાર (અફીણનો) : અફીણ વખતસર ન ખાવાથી અંગમાં આવેલું નિશ્ચૈતન્ય

ઉનત્ય            : ઊલટી, વમન

ઉપરવાસ        : નદીનું વહેણ આવતું હોય તે દિશા

ઊગટો           : (ઘોડાનો) તંગખેંચવાની વાધરી

ઊજળે મોઢે     : આબરૂભેર

ઊભા મોલ      : તૈયાર પાક ઉભે ગળે : સારી પેઠે

ઊંડવઢ          : ઊંડો રસ્તો

એકલોયા        : એક જ લોહીના, દિલોજાન

એન              : સારી પેઠે

ઓઘો            : કડબનો ઢગલો

ઓડા            : અંતરાય, આડશ

ઓણ સાલ      : આ વરસ, આ સાલ.

ઓતરાદું         : ઉત્તર દિશાનું

ઓથ             : આશરો

ઓર              : જન્મેલા બચ્ચાને શરીરે બાઝેલું ચામડીનું પડ

ઓરમાયો        : સાવકો

ઓરવું            : નાખવું

ઓરિયો          : માટી

ઓલ્યા           : પેલા

ઓસાણ (ઓહાણ) : સ્મરણ

ઓળઘોળ       : ન્યોચ્છાવર

ઓળીપો         : ગારગોરમટી, લીંપણ

ઓંજણ           : પિયરથી સાસરે આવતી ગરાસણીનું વેલડું

કગરુ             : હલકા દૂધ (વર્ણ)ના ગુરુ

કટક              : સૈન્ય

કટાબ            : કોરેલ (કાપડું) જેના ઉપર ઝીકસતારાનું ભરતકામ થાય છે તે કપડું

કડાકા            : લાંઘણ, ઉપવાસ

કડે કરવું          : અકુંશમાં લાવવું

કઢીચટ્ટા          : એંઠ ખાનાર, ઓશિયાળા, દાસ

કણરો            : કોનો (મારુ શબ્દ)

કણસવું          : ખટકવું

કનેરીબંધ નવધરું : લાલ મધરાશિયાને લાંબુ સંકેલીને વચ્ચે વચ્ચે કનેરી મોળિયું વીંટીને પાઘડી બંધાય છે; રાજા કે વરરાજા બાંધે રાજા પાઘડી ઉપર નવ ગ્રહથી ખચિત શિરપેચ ગુચ્છો લગાવે છે. આવી કનેરીબંધ (નવગ્રહના ગુચ્છપેચવાળી) પાઘડી

કબંધ         : ધડ

કમણ (ચારણી શબ્દ) : કોણ

કમૉત         : ખરાબ રીતે થયેલું મોત

કરડાકી       : કડકપણું, સખતાઈ

કરમાળ       : તરવાર

કરલ          : કરચલી

કરાફાત      : અજબ બલવાન

કરિયાવ૨    : દીકરીને પહેરામણી.

કરો          : ઘરની બાજુનો ભાગ(પાછલી પછીત અને બાજુના કરા કહેવાય)

કવાળસ     : કૈલાસ

ક’વાય       : કહેવાય

કસટાવું      : કષ્ટ પામવું, ‘અરરર! અરરર!’ કરવું

કસાયેલ      : કસેલું, જોરાવર

કસુંબલ, કડિયા ભાત : કાળા પોતમાં ગોળ ઝીણી ઝીણી, ભાત, બોરિયું

કસુંબો        : અફીણના ગોટાને ખરલમાં ઘૂંટીને, તેમાં પાણી નાખી પાતળું પ્રવાહી બનાવીને બંધાણીઓ પીએ છે. તેનો રંગ ઘેરો લાલ હોવાથી ‘કસુંબલ’ પરથી ‘કસુંબો’ કહેવાય છે.

કળવળથી     : યુક્તિથી

કળશિયો      :
લોટો

કળશી         : 20 મણ (અનાજનું વજન); કોઈક 16 મણ પણ ગણે છે.

કળાયું (સ્ત્રીના હાથની) : કોણીથી કાંડા સુધીનો ભાગ

કાટકવું         : હલ્લો કરવો

કાટલ           : કટાયેલ

કાઠાની કદાવર : શરીરે પડછંદ

કાઠું             : અસલના વખતમાં ઘોડા ઉપર માંડવાની લાકડાની બેઠક

કાતરા (દાઢીના) : દાઢીની બેઉ બાજુએ વધારેલ લાંબા વાળ

કામવું           : રળવું

કામળો (ગાયનો) : કંઠે ઝૂલતું ચામડીનું પડ

કારસો          : કળા, ઇલાજ

કાલી            : ગાંડી

કાળકમો        : કાળાં કામ કરનાર

કાળજ           :
કલેજું

કાળમીંઢ        : કાળા કઠણ પથ્થરની જાત

કાળમુખી       : અમંગળ

કાળો કામો     : ખરાબ કૃત્ય, હલકું કામ

કાંકરી           : સોગઠી (ચોપાટની)

કાંટ્ય            : ઝાડી

કીડીઓનું કટક : હારબંધ એકી સાથે કીડીઓની જેમ ચાલવું તે

કીરત            : કીર્તિ

કિસેથી          : ક્યાંથી (ચારણી શબ્દ)

કુડલો            : (1) ઘાડવો, (2) તેલ રાખવાનું ચામડાનું વાસણ

કુંખ              : ગર્ભ, પેટ

કુંડળ્ય           : કુંડળી, લાકડી, જડવાની ભૂંગળી

કુંભીપાક        : નરક

કુંવરપછેડો      : રાજાઓના પુત્રના જન્મ વખતે થતી પહેરામણી

કૂડી કૂડી         : વીસની સંખ્યાબંધ, અનેક

કૂબા             
(1) ઢાલ પરનાં ચાર ટોપકાં, (2) માટીનાં નાનાં ઘર