૧. સવારે ૫:oo વાગે ટ્રેન ક્યા જંકશન પર ઊભી રહી ?
(A) અમદાવાદ
(B) નડિયાદ
(C) વડોદરા
(D) સુરત
ઉત્તર :
C

૨. જંકશન પર સવારે ૫:oo વાગે માઇકમાં શું સૂચના આપવામાં આવી રહી હતી ?
ઉત્તર :
વડોદરા જંકશન પર સવારે ૫:oo વાગે માઈકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી, સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો બે કલાક મોડી ચાલશે.

3. રેલવે પ્લેટફોર્મ પર માઇકમાં અપાતી સૂચનાઓ મુસાફરોની સુવિધા માટેની હોય છે. (√ કે ×)
ઉત્તર :


૪. 'ટ્રેન મોડી ઊપડશે'  એવી સૂચના માઇકમાં કેમ આપવામાં આવતી હશે ?
ઉત્તર :
સામાન્ય રીત ટ્રેન તેના સમયપત્રક મુજબ ચાલતી હોય છે. પરંતુ જો કોઈ કારસર ટ્રેન મોડી ઉપડવાની હોય તો માઇકમાં તેની જાહેરાત કરવાથી તે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેકને તે અંગેની માહિતી મળે છે. જેથી મુસાફરોએ ટ્રેન ક્યારે ઉપડશે તેવો પ્રશ્ન કોઈને વારંવાર પૂછવો પડતો નથી. વળી, આ માહિતીના આધારે મુસાફરો તેમના આગળના આયોજનને બદલી પણ શકે છે.

૫. રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે કલાક મોડી કેમ ઊપડી હશે ?
ઉત્તર :
રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે ક્લાક મોડી ઉપડવાનાં સંભવિત કારણો આ મુજબ છે:
(૧) રસ્તામાં આગળ કોઈ કામ ચાલતું હશે.
(૨) આગળ કોઈ અકસ્માત થયો હશે.
(૩) કોઈક કારણોસર આગળ જવાનું સિગ્નલ નહીં મળ્યું હોય.

૬. ટ્રેનમાં સવારની રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરવાની સુવિધા હોય છે. ( √ કે ×)
ઉત્તર :


૭. ટ્રેનમાં બધાંએ શું નાસ્તો કર્યો ?
ઉત્તર :
ટ્રેનમાં બધાંએ થેપલાં, ખાખરા અને બિસ્કિટનો નાસ્તો કર્યો.

૮. રેલવેની લાંબી મુસાફરીમાં તમે કયો - કયો નાસ્તો લઈ જશો ? કેમ ?
ઉત્તર :
રૅલવેની લાંબી મુસાફરીમાં અમે ખાખરા, થેપલાં, અથાણું, બિસ્કિટ, ચવાણું સેવ-મમરા જેવો જલદી બગડી ન જાય તેવો મનપસંદ નાસ્તો લઈ જઈશું.

૯. ચા - નાસ્તો પતાવ્યા પછી રિયા કોની સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઊતરી ?
ઉત્તર :
ચા - નાસ્તો પતાવ્યા પછી રિયા પપ્પા અને ભાઈ સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઊતરી.

૧૦. સ્ટેશન પર રિયાએ કઈ કઈ સુવિધાઓ જોઈ ?
ઉત્તર :
સ્ટેશન પર રિયાએ ટિકિટબારી, ટિકિટચેકરનો રૂમ, પ્રતિક્ષાખંડ, પાર્સલરૂમ, ટોયલેટ-બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા-નાસ્તાની કેન્ટીન, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે સુવિધાઓ જોઈ.

૧૧. રેલવે સ્ટેશન પર મળતી સુવિધાનાં સ્થળો વિશે જણાવો .
ઉત્તર : (1) ટિકિટબારી :
અહીંથી મુસાફરો મુસાફરી માટેની અને તેમને લેવા કે મૂકવા આવેલા લોકો માટે પ્લેટફોર્મની ટિકિટ લઈ શકે છે.
(૨) ઇન્કવાયરી ઑફિસ(પૂછપરછ માટેની ઑફિસ ) : અહીં, કોઈ પણ ટ્રેન સંબંધિત પૂછપરછ કરી માહિતી મેળવી શકાય છે. દા.ત., કઈ ટ્રેન ક્યારે આવશે ? ક્યારે ઉપડશે ? કયા પ્લેટફોર્મ પરથી ઊપડશે વગેરે.
(૩) પ્રતિક્ષાખંડ : જો તમે તમારી ટિકિટ અગાઉથી બુકિંગ કરાવી દીધી હોય તો તમે તમારી ટ્રેન આવે ત્યાં સુધી પ્રતિક્ષાખંડમાં તમારા સામાન સાથે બેસી શકો છો.
(૪) ટિકિટચેકરની રૂમ : આ રૂમમાં ટિકિટચેકર બેસે છે. જયારે સ્ટેશન પર કોઈ ટ્રેન આવે ત્યારે ટિકિટચેકર આ રૂમની બહાર નીકળે છે અને સ્ટેશનની બહાર નીકળતાં મુસાફરોની ટિકિટ ચકાસે છે.
(૫) પાર્સલરૂમ : બહારગામથી આવતાં કે બહારગામ મોકલવાનાં પાર્સલ અહીં જમા કરાવવામાં આવે છે. (૬) રેલવે પોલીસચોકી : મોટા સ્ટેશન પર રેલવે પોલીસચોકી પણ હોય છે, જયાં મુસાફરો રેલવેમાં મુસાફરી દરમ્યાન કે રેલવે સ્ટેશન પર કોઈ ગુનો બદલ ફરિયાદ નોંધાવી શકે છે.

૧૨. રેલવે સ્ટેશન પર શૌચાલયની સુવિધા હોતી નથી. (√ કે ×)
ઉત્તર :
×

૧૩. રેલવેના ડબ્બામાં શેના વડે પાણી ભરવામાં આવે છે ?
ઉત્તર :
રેલવેના ડબ્બામાં પાણી ભરવા રેલવે પ્લેટફોર્મ પાસે પાટાની બાજુમાં પાણીની લોખંડની પાઇપ લાઇન હોય છે, જેમાં થોડા થોડા અંતરે પ્લાસ્ટિક / રબરની પાઇપ જોડેલી હોય છે. આ પ્લાસ્ટિક /રબરની પાઇપ વડે ડબ્બામાં પાણી ભરવામાં આવે છે.

૧૪. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ પરથી રિયાએ શું જોયું ?
ઉત્તર :
પુલ પરથી રિયાએ ધણી બધી ટ્રેનો, ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા રેલવેના કર્મચારીઓ ઉપરાંત પાટાની સફાઈ કરતા કર્મચારીઓ પણ જોયા.

૧૫. રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી કોની કોની છે ?
ઉત્તર :
રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી ત્યાં કામ કરતા સફાઈ કામદારો ઉપરાંત અન્ય કર્મચારી અને દરેક મુસાફરની છે.

૧૬. કોઈ પણ સૂચના અપાયા વગર જ રિયાની ટ્રેન ચાલવા લાગી. (√ કે ×)
ઉત્તર :
×

૧૭. વડોદરાથી રિયાની ટ્રેન સવારે ____ વાગે ઉપડી.
ઉત્તર :
૭:oo

૧૮. રિયાએ ફાટક પાસે શું શું જોયું ?
ઉત્તર :
રિયાએ ફાટક પાસે બસ, કાર, રિક્ષા, સાઇકલ, ટ્રક, સ્કૂટર તેમજ કેટલાક લોકોને ઊભેલા જોયો , તેણે જોયું કે કેટલાક લોકો પોતાનાં વાહનો બંધ કર્યા વગર ઊભા હતા, તો કેટલાક લોકો ફાટકના સળિયાની નીચેથી પસાર થઈને પાટાની નજીક આવી ઊભા હતા.

૧૯. ફાટકની આસપાસનું વાતાવરણ કેવું હતું ? શા માટે ?
ઉત્તર : ફાટકની આસપાસનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું. કારેલ કે, કેટલાક લોકો પોતાનાં વાહનો બંધ કર્યા વગર ઊભા હતા. આથી, તે વાહનોમાંથી નીકતો ધુમાડો અને અવાજને લીધે ત્યાંનું વાતાવરણ ખરાબ લાગતું હતું.

૨૦. ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક ઊભા રહેવું જોખમી છે. (√ કે ×)
ઉત્તર :


૨૧. રિયા અને હિમાક્ષ બાજુમાંથી પસાર થતી ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં , કારણ કે ...
ઉત્તર :
બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી, પરિણામે બધા ડબ્બાઓ ગણી શક્યા નહીં.

૨૨. આપણે બધાંએ રેલવે ફાટકના નિયમોને અનુસરવું જોઈએ. ( √ કે ×)
ઉત્તર :


૨૩. રેલવે ફાટકના નિયમો સમજાવો.
ઉત્તર :
ફાટક બંધ કરનાર ફાટક બંધ કરવાની શરૂઆત કરે અને જો આપણે ફાટકની બહાર હોઈએ તો અંદર જવું ન જોઈએ. જો આપ ફાટકની વચ્ચે હોઈએ તો ઝડપથી ફાટકની બહાર નીકળી જવું જોઈએ. ફાટક બંધ હોય ત્યારે પોતાનું વાહન બંધ રાખવું જોઈએ. બંધ ફાટકના સળિયાની નીચેથી નીકળવું ન જોઈએ.

૨૪. ફાટક બંધ હોય ત્યારે પાટા ઓળંગવા જોઈએ. (√ કે ×)
ઉત્તર :
×

૨૫. રેલવે ફાટક ક્યાં અને કૅમ મૂકવામાં આવે છે ?
ઉત્તર :
રોડ પર ચાલતાં વાહનો અને રેલનો અકરમાત ન થાય તે માટે અને આપણી સલામતી માટે જયાં રોડ અને રેલવેના પાટા એકબીજા પરથી પસાર થતા હોય ત્યાં રેલવે ફાટક મૂકવામાં આવે છે .

૨૬. ફાટક બંધ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ ? 
ઉત્તર : ફાટક બંધ હોય ત્યારે આપણે વાહન પર કે ચાલતાં ગમે તે સ્થિતિમાં હોઈએ તો ફાટકની બહાર ઊભા રહેવું જોઈએ.

૨૭. અચાનક ટ્રેનનો અવાજ શાથી બદલાઈ ગયો ?
(A) ઊભી રહેવાને લીધે
(B) પુલ આવવાને લીધે
(C) બાજુમાંથી ટ્રેન પસાર થવાને લીધે
(D) આપેલ તમામ
ઉત્તર :
B

૨૮. ટ્રેન કઈ નદી પરથી પસાર થઈ રહી હતી ?
(A) સાબરમતી
(B) નર્મદા
(C) તાપી
(D) મહી
ઉત્તર :
B

૨૯. ____ ગુજરાતની સૌથી મોટી નદી છે.
ઉત્તર :
નર્મદા

૩૦. નર્મદા નદી ગુજરાતને કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર :
નર્મદા નદીમાં બારે માસ ભરપૂર પાણી રહે છે. આથી તેમાંથી નહેરો કાઢી દૂર-દૂરના વિસ્તાર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનાથી ખેતરોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ કરી શકાયું છે.

૩૧. નર્મદા નદી પરનો કયો પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે ?
ઉત્તર :
નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે.

૩૨. નર્મદા નદી પર બનાવેલ નવો પુલ ___તરીકે ઓળખાય છે.
ઉત્તર :
કેબલબ્રિજ

૩૩. ભારતનો સૌથી મોટી કેબલબ્રિજ ક્યાં આવેલો છે ? 
ઉત્તર : ભારતનો સૌથી મોટો કેબલબ્રિજ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર આવેલો છે.

૩૪. રિયાએ પુલ પરથી પસાર થતાં બારીમાંથી શું શું જોયું ?
ઉત્તર :
રિયાએ પુલ પરથી પસાર થતાં બારીમાંથી ગોલ્ડનબ્રિજ, કેબલબ્રિજજોયા, તેણે નર્મદા નદીમાં નાવડીમાં કેટલાક માછીમારો માછલાં પકડવાની જાળ પાથરીને બેઠેલા જોયા.

૩૫. રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન કઈ કઈ નદીના પુલ પરથી પસાર થઈ હતી ?
ઉત્તર :
રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી નદીના પુલ પરથી પસાર થઈ હતી.