૩૬. સુરત કઈ નદીના કિનારે આવેલું છે ?
(A) તાપી
(B) મહી
(C) વાત્રક
(D) શેઢી
ઉત્તર : 
A

૩૭. તમે પુલ જોયા છે ? કયા કયા ?
ઉત્તર : 
(નમૂનારૂપ ઉત્તર ) અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પર અનેક પુલ બાંધવામાં આવ્યા છે. તેમાંથી ગાંધીબ્રિજ, નહેરૂબ્રિજ, એલિસબ્રિજ વગેરે પુલ મેં જોયા છે .

૩૮. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે ? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે, તે લખો. 
ઉત્તર : ( નમુનારૂપ ઉત્તર ) અમદાવાદ વિસ્તારમાં સાબરમતી નદી આવેલી છે. તેના પર ટાઉનહોલ પાસે એલિસબ્રિજ, ઇન્કમટેક્સ પાસે ગાંધીબ્રિજ આવેલાં છે. આ સિવાય સરદારબ્રિજ, આંબેડકર બિજ, દધીચિબ્રિજ, વિવેકાનંદ બ્રિજ, નહેરુબ્રિજ, સુભાષબ્રિજ, શાસ્ત્રી બ્રિજ, ઇન્દિરાબ્રિજ આવેલા છે.

૩૯. નદી પર પુલ કેમ બનાવવા પડે છે ?
ઉત્તર :
 નદીના એક છેડેથી બીજા છેડે વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ બનાવવા પડે છે.

૪o. રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી ?
ઉત્તર :
 રિયાની ટ્રેન સાબરમતી, મહી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી વગેરે નદી પરના પુલ પરથી પસાર થઈ હતી.

૪૧. રેલવેના પુલ ક્યાં ક્યાં બનાવવામાં આવે છે ?
ઉત્તર : 
રેલવેના પુલ તેના માર્ગમાં આવતી નદીઓ પ૨ કે સમુદ્રની ખાડી પર બનાવવામાં આવે છે. વળી, શહેરમાં ઘણી જગ્યાએ રોડની ઉપર પણ પુલ બનાવવામાં આવે છે.

૪૨. નદી પર રેલવેનો પુલ શા માટે બનાવવામાં આવે છે ?
ઉત્તર : પાણીમાં ડૂબેલા પાટા પર રેલવે ચલાવવામાં અકસ્માત થઈ શકે છે. આથી, રેલવે માર્ગમાં જ્યાં નદી આવે ત્યાં નદી પાર કરવા પુલ બનાવવામાં આવે છે.

૪૩. રેલવેના પુલ પરથી પસાર થતાં કેમ અલગ અવાજ આવે છે ?
ઉત્તર : 
રેલવેના પુલ પરના પાટા જમીનને અડકેલા હોતા નથી. તે પુલના આધારે હોય છે. નીચે પોલાણ કે ગરનાળું હોય છે. આથી જયારે ટ્રેન પુલ પરથી પસાર થાય છે, ત્યારે અલગ અવાજ આવે છે.

૪૪. સડકમાર્ગ અને રેલમાર્ગ બંનેમાં પુલ મહત્વના હોય છે, કારણ કે ...
ઉત્તર :
 પુલના કારણે નદી કે દરિયાઈ ખાડીને વાહનો સરળતાથી પસાર કરી શકે છે, આથી, સમય અને ઈંધણ બંનેની બચત થાય છે. વળી, જે જગ્યાએ સડકમાર્ગ અને રેલમાર્ગ ભેગા થતા હોય ત્યાં પુલ બાંધવાથી સડકમાર્ગ પરનાં વાહનો અને ટ્રેન સરળતાથી પસાર થાય છે.

૪૫. નદીઓના પાણીના સંગ્રહ માટે પુલ બાંધવામાં આવે છે. (√ કે ×)
ઉત્તર :
 ×

૪૬. ટ્રેનમાંથી પસાર થતાં કયાં કયાં દૃશ્યો જોવાની બાળકોને ખૂબ મજા આવી ?
ઉત્તર :
 ટ્રેનમાંથી પસાર થતાં નદીકિનારાના વિસ્તારમાં લીલા પાકવાળાં ખેતરો, કેળાંની ખેતી, ચારેબાજુ લીલાંછમ વૃક્ષો વગેરે જોવાની બાળકોને ખૂબ મજા પડી.

૪૭. બાળકોએ ગાંધીધામમાં ઠંડી હવાનો અનુભવ કર્યો ન હતો. (√ કે ×)
ઉત્તર :
 √

૪૮. ટ્રેન __કલાક મોડી હતી.
ઉત્તર : 
બે

૪૯. ટ્રેન પહેલાં ___સમયે વાપી પહોંચવાની હતી.
(A) ૭ : ૨૫
(B) ૮ : ૨૫
(C) ૯ : ૨૫
(D) ૧o : ૨૫
ઉત્તર :
 B

પo. ટ્રેન ___ વાગે વાપી પહોંચશે
ઉત્તર :
 ૧o : ૨૫

૫૧. બોગદું (ટનલ ) એટલે શું ?
ઉત્તર : 
રેલમાર્ગમાં આવતા પર્વતને નીચેથી કોતરીને તેમાંથી રેલમાર્ગ પસાર કરવામાં આવે છે, તેને બોગદું (ટનલ) કહે છે.

૫૨. બોગદું ( ટનલ ) કેમ જરૂરી છે ?
ઉત્તર : રેલમાર્ગના રસ્તામાં કોઈ પર્વત આવતો હોય અને આ પર્વતની ફરતે રેલમાર્ગ લઈ જતાં રેલમાર્ગની લંબાઈ વધી જતી હોય તો પર્વતમાંથી ટનલ બનાવવામાં આવે છે. જેથી રેલમાર્ગની લંબાઈ વધતી નથી અને ઝડપથી ત્યાંથી પસાર થઈ શકાય છે.

૫૩. રેલમાર્ગમાં વચ્ચે ખીણ આવે તો શું બનાવવામાં આવે છે ?
ઉત્તર : રેલમાર્ગમાં વચ્ચે ખીલ આવે તો ત્યાં પુલ બનાવવામાં આવે છે.

૫૪. સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતાં રિયાએ શું જોયું?
ઉત્તર :
 સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતાં રિયાએ મોટા મોટા સડકમાર્ગના પુલો, રેલમાર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો, બજારો વગેરે જોયાં.

૫૫. સુરત કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે ? 
ઉત્તર : સુરત હીરાઉદ્યોગ અને કાપડઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે.

પ૬. અમદાવાદ પછી ગુજરાતનું બીજા ક્રમનું મોટું શહેર ક્યું છે ?
(A) વડોદરા
(B) ભરૂચ
(C) સુરત
(D) વલસાડ
ઉત્તર : C

૫૭. સુરત સ્ટેશન પર રિયાએ શું જોયું ?
ઉત્તર :
 રિયાએ સુરત સ્ટેશન પર મુસાફરોની ખૂબ અવર-જવર જોઈ. તેને ત્યાં અલગ-અલગ પહેરવેશવાળા લોકો જોયા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટાળી હતી. લોકોની બોલી પણ અલગ અલગ હતી.

૫૮. સુરતમાં જુદાજુદા પહેરવેશ અને બોલીવાળા લોકો શા માટે જોવા મળે છે ?
ઉત્તર :
 સુરત આપણા દેશનું મોટું ઔદ્યોગિક શહેર છે. આથી અહીં રોજગારી સારી મળે રહે છે. તેથી સુરતમાં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી-ધંધા માટે સ્થાયી થયેલા છે. પરિણામે અહીંયાં વિવિધ પહેરવેશ અને બોલીવાળા લોકો જોવા મળી છે.

પ૯. સુરતની ___ અને ____ વખણાય છે.
ઉત્તર :
 ઘારી, સૂતરફેણી

૬o. સુરત પછી કર્યું સ્ટેશન આવે છે
(A) વલસાડ
(B) વાપી
(C) મુંબઈ
(D) નવસારી
ઉત્તર :
 D

૬૧. વાપી પહેલાં ક્યું સ્ટેશન આવે છે ?
(A) મુંબઈ
(B) સુરત
(C) ધારાવી
(D) વલસાડ
ઉત્તર :
 D

૬૨. બાળકોએ મુસાફરી લાંબી હોવા છતાં તેનો આનંદ માણ્યો . (√ કે ×)
ઉત્તર : 


૬૩. સ્ટેશન પર રિયાને લેવા તેના ___ આવ્યા હતા.
ઉત્તર : 
મામા

૬૪. જોડકાં જોડૉ:
(૧)

વિભાગ અ

વિભાગ બ

જવાબ

(૧) લુંગી શર્ટ

(અ) પંજાબના પુરુષ

(૧) - 

(૨) ચણિયાચોળી

(બ) મહારાષ્ટ્રની સ્ત્રીઓ

(૨) - 

(૩) નવવારી સાડી

(ક) ગુજરાતી સ્ત્રીઓ

(૩) - 

(૪) કુરતો- પાયજમો, માથે પાઘડી

(ડ) કેરલના પુરુષો

(૪) - 


(૨)

અ રાજય

બ ભાષા

જવાબ

(૧) ગુજરાત

(અ) પંજાબી

(૧) – 

(૨) પંજાબ

(બ) મરાઠી

(૨) -અ

(3) ગોવા

(ક) ગુજરાતી

(3) - 

(૪) મહારાષ્ટ્ર

(ડ) કોંકણી

(૪) - 


૬૫. મારવાડી બોલી ક્યા રાજયમાં વધુ બોલાય છે ?
(A) રાજસ્થાન
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) મણિપુર
ઉત્તર :
A

૬૬. રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી ?
ઉત્તર : 
રિયાની ટ્રેન સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન પરથી પસાર થઈ હતી.

૬૭. મને ઓળખો :
(૧) હું મુસાફરોનો સમાન ઊંચકીને તેઓ કહે ત્યાં પહોંચાડું છું.
ઉત્તર : કુલી

(૨) હું ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેસી ડ્રાઇવરને લીલી લાઇટ | લીલા ઝંડાથી ટ્રેન ચલાવવાનો સંકેત આપું છું.
ઉત્તર : રેલવે ગાર્ડ

(૩) હું ટ્રેન ચલાવું છું. 
ઉત્તર : ટ્રેન ડ્રાઇવર

(૪) હું મુસાફરોની ટિકિટ ચકાસું છું.
ઉત્તર : ટિકિટ ચેકર 

(૫) હું રેલવે અને મુસાફરોની સલામતીનું ધ્યાન રાખું છું. 
ઉત્તર : રેલવે પોલીસ

(૬) હું રેલવે સ્ટેશન , પ્લેટફોર્મ અને રેલવેની સફાઈ કરું છું.
ઉત્તર : રેલવે સફાઇ કામદાર

(૭) હું મુસાફરોને ટિકિટ આપું છું.
ઉત્તર : ટિકિટ ક્લાર્ક

(૮) હું ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષા છું.
ઉત્તર : ગુજરાતી

(૯) હું મહારાષ્ટ્રમાં સૌથી વધુ બોલાતી ભાષા છું. 
ઉત્તર : મરાઠી

(૧o) હું પંજાબમાં સૌથી વધુ બોલાતી ભાષા છું.
ઉત્તર : પંજાબી