નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
૧. રૂપેશ કાકા ને કેમ ક્યાંય ગમતું ન હતું?
જવાબ:
રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા હતા તેથી તેમને ક્યાંય ગમતું ન હતું.

૨. રૂપેશ કાકાએ પોતાના ઘરને ટૉયહાઉસ નામ શા માટે આપ્યું?
જવાબ:
રૂપેશ કાકા એ આસપાસના બાળકોને ઘરે બોલાવવા એક રૂમમાં રમકડાં ગોઠવ્યા અને પોતાના ઘરને ટૉયહાઉસ નામ આપ્યું.

૩. રૂપેશ કાકાએ પાટીયા પર શું લખ્યું?
જવાબ:
એક રમકડું આપી જાઓ અને બે રમકડાં લઈ જાઓ.

૪. શ્રીકાંત આખો દિવસ શું રમ્યા કરતો?
જવાબ:
શ્રીકાંત આખો દિવસ મોબાઈલ રમ્યા કરતો હતો.

૫. અક્ષયે બોલતું વાંદરું કોને રમવા આપ્યું?
જવાબ:
અક્ષયે બોલ તું વાંદરું શ્રીકાંત ને રમવા આપ્યું.

૬. બોલ તું વાંદરું શ્રીકાંત ની કઈ કઈ નકલ કરતું હતું?
જવાબ:
બોલ તું વાંદરું શ્રીકાંત ની જેવું જ બોલ તું, ગુસ્સો કરતું, અને દાતં કાઢતું હતું.

૭. એક રવિવારે કોણ કોણ રૂપેશ કાકાના ટૉયહાઉસમા ગયા?
જવાબ:
એક રવિવારે શ્રીકાંત અક્ષય અને રુચા રૂપેશ કાકાના ટોય હાઉસમાં ગયા.

૮. ટોય હાઉસમાં કયાં કયાં રમકડાં હતાં?
જવાબ:
ટોય હાઉસમાં ચાવી વાળા રિમોટ વાળા તાળી પાડતાંઓ આંખો પટપટાવતા કુદકા મારતા હવામાં ઉડતા માથું હલાવતા રમકડાં હતા.

૯. રુચાએ કોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું?
જવાબ:
રુચાએ બોલતા વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું.

10. રુચા કેમ હસી પડી?
જવાબ:
રુચા કબૂતરને લેવા દોડી પણ તે ઉડી ગયું તેથી રુચા હસી પડી.

૧૧. સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ કોણ ખાય?
જવાબ:
સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય.

૧૨. શિયાળને શાથી મજા આવી ગઈ?
જવાબ:
કશી મહેનત કર્યા વગર જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવી ગઈ.

૧૩. શિયાળને ભૂખ કેમ લાગી?
જવાબ: સિંહ શિકાર કરી શકતો નહોતો તેથી શિયાળ નેપણ ખાવાનું મળતું નહોતું માટે શિયાળ ને ભૂખ લાગી.

૧૪. શિયાળને રોતું જોઈ સસલાએ શું પૂછ્યું?
જવાબ: શિયાળને રોતું જોઈ સસલાએ પૂછ્યું કે આ શું કરો છો શિયાળ ભાઈ.

૧૫. શિયાળ ભાઈ ને દુઃખી જોઈને સસલાને મનમાં શું થયું?
જવાબ:
સસલાને મનમાં થયું કે સિંહ માટે શિયાળ ભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગડબડ છે.

૧૬. સસલાએ કઈ યુક્તિ કરી?
જવાબ:
સસલાએ ચતુરાઇથી મરવાનો ઢોંગ કરતા સિંહની પુછડી હલાવી અને જાણી લીધું કે સિંહ જીવે છે.

૧૭. સિંહ અને શિયાળ શાની રાહ જોતા બેસી રહ્યા?
જવાબ:
સિંહ અને શિયાળ શિકારને ફસાવવાની રાહ જોતા બેસી રહ્યા.

૧૮. કોણે કોણે દરનાં મજાનાં નગર બનાવ્યાં?
જવાબ :
કીડી અને મંકોડા અે દરનાં મજાના નગર બનાવ્યાં.

૧૯. ચકલીબાઈ એ કેવો માળો બાંધ્યો?
જવાબ:
ચકલીબાઈ એ ઢંગ વગરનો માળો બાંધ્યો.

૨૦. ઝાડ પર કોણે કોણે પોતાના રહેઠાણ બનાવ્યાં?
જવાબ:
ઝાડ પર ખિસકોલી કાબર ,કબૂતર , ઘુવડ, કાગડા અને કોયલ પોતાના રહેઠાણ બનાવ્યાં છે.