૧. કોણ ઘરડું થઈ ગયું હતું.?
જવાબ: સિંહ
૨. કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી?
જવાબ: સિંહ
૩. શિયાળ સિંહ પર શું નાખતો હતો?
જવાબ: સૂકા પાંદડા
૪. સિંહની હાલતી પૂંછડી કોણે જોઈ?
જવાબ: સસલાએ
પ. સાચી વાતની ખબર કોને પડી ગઈ?
જવાબ: સસલાને
૬. કોની વાત સાંભળી સિંહે પુંછડી હલાવી?
જવાબ: સસલાની
૭. નાટક કરવાનું કોણે કહ્યું?
જવાબ: શિયાળે
૮. સિંહ મર્યો નથી તેની ખબર હોત તો કોને હતી?
જવાબ: શિયાળને
* નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
૧. સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ પણ ખાય?
જવાબ: સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય.
૨. શિયાળને શાથી મજા આવી ગઈ?
જવાબ: કશી મહેનત કર્યા વગર જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવી ગઈ.
૩. શિયાળ ને ભૂખ કેમ લાગી?
જવાબ: સિંહ શિકાર કરી શકતો ન હતો તેથી શિયાળ ને પણ ખાવાનું મળતું નહોતું માટે શિયાળને ભૂખ લાગી.
૪. શિયાળને રોતુ જોઈ સસલાએ શું પૂછ્યું?
જવાબ: શિયાળને રોતુ જોઈ સસલાએ પૂછ્યું કે આ શું કરો છો શિયાળ ભાઈ.
૫. શિયાળ ભાઈ ને દુઃખી જોઈને સસલા ને મનમાં શું થયું?
જવાબ: સસલા ને મનમાં થયું કે સિંહ માટે શિયાળ ભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગડબડ છે.
૬. સસલાએ કઈ યુક્તિ કરી?
જવાબ: સસલાએ ચતુરાઇથી મરવાનો ઢોંગ કરતા સિંહની પૂંછડી હલાવી અને જાણી લીધુ કે સિંહ જીવે છે.
૭. સિંહ અને શિયાળ શાની રાહ જોતા બેસી રહ્યા?
જવાબ: સિંહ અને શિયાળ શિકારને ફસાવવાની રાહ જોતા બેસી રહ્યા.
૮. ઝાડ પર કોણે કોણે પોતાના રહેઠાણ બનાવ્યા?
જવાબ: ઝાડ પર ખિસકોલી કાબર કબૂતર ઘુવડ કાગડા અને કોયલ પોતાના રહેઠાણ બનાવ્યા છે.
૯. કોણે કોણે દરનાં મજાના નગર બનાવ્યા?
જવાબ: કીડી અને મંકોડા એ દરનાં મજાના નગર બનાવ્યા.
૧૦. ચકલી બાઈ એ કેવો માળો બાંધ્યો?
જવાબ: ચકલી બાઈ એ ઢંગ વગરના માળો બાંધ્યો.
0 Comments