(૧) જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે?
ઉત્તર:
પશુ -પંખીના

(૨) નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર શું બાંધવામાં આવે છે?
ઉત્તર:
પુલ

(૩) સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર માટે શેનો ઉપયોગ થાય છે ?
ઉત્તર:
સ્ટીમર

(૪) કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે?
ઉત્તર:
હરણ

(૫) પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી કયું છે?
ઉત્તર:
સસલુ

(૬) આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
ઉત્તર:
વાઘ

(૭) હાથી કયા અંગ વડે પાણી પીએ છે ?
ઉત્તર:
સૂંઢ

(૮) રણપ્રદેશમાં સવારી માટે કયું પ્રાણી ખૂબ જ ઉપયોગી છે?
ઉત્તર :
ઊંટ

(૯) અમૃતા સવારે વહેલા ઊઠીને કોને મળતી હતી ?
ઉત્તર:
વૃક્ષોને

(૧૦) વૃક્ષો કાપવા કયું હથિયાર વપરાય છે?
ઉત્તર:
કુહાડી

(૧૧) અનીતાના વિસ્તારમાં શાના વૃક્ષો વધુ થતાં હતા?
ઉત્તર:
લીચીનાં

(૧૨) મધમાખી સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે ?
ઉત્તર:
પતંગિયા

(૧૩) કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે ?
ઉત્તર:
ભુજ

(૧૪) કયા પુલ ને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે ?
ઉત્તર:
સૂરજબારી પુલને

(૧૫) મીઠું પકવે તેને શું કહેવાય?
ઉત્તર:
અગરિયા

(૧૬) કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે?
ઉત્તર: નર્મદા

(૧૭) સુરતની બાજુમાં થઈને કઈ નદી વહે છે ?
ઉત્તર:
તાપી

(૧૮) સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
ઉત્તર:
હીરા ઉદ્યોગ

(૧૯) દરિયા કિનારાનું સાંજનું આકાશ કેવું દેખાતું હતું?
ઉત્તર:
રંગબેરંગી

(૨૦) રિયાએ દરિયાની મુસાફરી શામાં કરી?
ઉત્તર:
હોડીમાં

(૨૧) રિયાના મામા કયાં રહેતા હતા?
ઉત્તર:
વાપી

(૨૨) બાળકો દરિયાકિનારે શેના ઘર બનાવતા હતાં?
ઉત્તર:
રેતીના

(૨૩) મામાના ઘરેથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા ગયું?
ઉત્તર:
દમણ

(૨૪) ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે ?
ઉત્તર:
અમદાવાદ

(૨૫) નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલ નું નામ શું છે ?
ઉત્તર:
ગોલ્ડન બ્રિજ

(૨૬) કઈ નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
નર્મદા

(૨૭) રેલ્વે કર્મચારીઓ શેના વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા હતા ?
ઉત્તર:
પાઇપ

(૨૮) ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે ?
ઉત્તર: ટિકિટ ચેકર

(૨૯) ઈંડા આપવાનું કાર્ય કઇ કીડી કરે છે ?
ઉત્તર: રાણી કીડી

(૩૦) મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે?
ઉત્તર:
કીડીઓ

(૩૧) નંદુ ના ટોળામાં પ્રમુખ કોણ છે?
ઉત્તર:
નંદુની નાની

(૩૨) અમૃતા કોને વહાલ કરતી હતી ?
ઉત્તર:
વૃક્ષોને

(૩૩) જોધપુર શહેર કયા રાજ્યમાં આવેલું છે ?
ઉત્તર:
રાજસ્થાન

(૩૪) પંચમહાલ નું કયું નૃત્ય જાણીતું છે ?
ઉત્તર:
ટિમલી નૃત્ય

(૩૫) ત્રણેય બહેનોના મામા કઈ રમતો રમતા હતા?
ઉત્તર:
કબડ્ડી, ખો-ખો