૧. છોકરીઓ ___ ની રમત રમી રહી હતી.
ઉત્તર :
કબડ્ડી

૨. કબડ્ડીની રમતને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર :
કબડીની રમતને ચેડ્ડગડ્ડ, હુ તુ તુ, ચૂ કીટ કીટ, હા-ડુ-ડુ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.

૩. છોકરીઓ કોને ઘેરી વળી હતી ?
(A) રેખાને
(B) વસુધાને
(C) શ્યામલાને
(D) સુશીલાને
ઉત્તર :
C

૪.શ્યામલાને બધાએ કેવી રીતે પકડી હતી ?
ઉત્તર :
કોઈકે શ્યામલાના પગ પકડ્યા, તો કોઈએ તેના હાથ પકડ્યા. એક છોકરીએ તેને કમરથી પકડી. આમ, છોકરીઓએ ચારેબાજુથી શ્યામલાને ઘેરી વળી હતી.

૫. શ્યામલાએ જીત મેળવવા શું કર્યું ?
ઉત્તર :
શ્યામલાને બધી છોકરીઓએ પકડી લીધી છતાં તેણે હાર ન માની. તેણે વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી, મેદાનના મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી અને આખરે તેણે જીત મેળવી.

૬. શ્યામલાની સામેની ટુકડીની બધી છોકરીઓ શાથી 'આઉટ 'થઈ ગઈ ?
ઉત્તર :
શ્યામલાએ જયારે મધ્યમાં દોરેલી રેખાને સ્પર્શ કર્યો ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી. તેથી કબડ્ડીના નિયમ મુજબ તેઓ બધી 'આઉટ' થઈ ગઈ હતી.

૭. કોણે દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો હતો ?
(A) રેખાએ
(B) રોઝીએ
(C) સુશીલાએ
(D) વસુધાએ
ઉત્તર :
B

૮. શ્યામલાએ પોતાના બચાવમાં કઈ દલીલ કરી ? 
ઉત્તર : શ્યામલાએ દલીલ કરી કે જો તેણે શ્વાસ લીધો હતો તો સામેની ટુકડીની છોકરીઓએ તેને પકડી શા માટે રાખી હતી.

૯. છેવટે શ્યામલાને 'આઉટ' જાહેર કરવામાં આવી. (√ કે ×)
ઉત્તર :
×

૧૦. છેવટે બધાંએ શ્યામલાની વાત માની.
(√ કે ×) 
ઉત્તર :

૧૧. કબડ્ડીની એક ટીમમાં ___ ખેલાડીઓ હોય છે. જયારે મેદાનમાં ___ ખેલાડી ઉતરે છે.
(A) ૭, ૧૧
(B) ૯, ૧૨
(C) 10, ૮
(D) ૧૨, ૭
ઉત્તર : D

૧૨. શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે __ ખેલાડીઓ આઉટ થયા.
ઉત્તર :


૧૩. રમતી વખતે કોઈ વિવાદ થાય તો શું કરવું જોઈએ ? 
ઉત્તર : રમત રમતા હોઈએ તે વખતે કોઈ બાબતે વિવાદ થાય તો આસપાસ બેઠેલા પ્રેક્ષક કે વડીલોની સલાહ દ્વારા અથવા બંને ટુકડીના ખેલાડીઓ દ્વારા સંપીને વિવાદનું નિરાકરણ કરવું જોઈએ અને એકબીજાની દલીલ ખેલદિલીપૂર્વક સાંભળવી જોઈએ.

૧૪. 'કબડ્ડી' એ બહાદુરીની ૨મત છે. 
(√ કે ×)
ઉત્તર :

૧૫. કબડ્ડીની રમતમાં સામેની ટુકડી પર છાપો મારવા જતા ખેલાડીએ સતત ______ બોલવાનું હોય છે.
ઉત્તર :
કબડ્ડી.....કબડ્ડી.......

૧૬. 'કબડ્ડી' માં દાવ લેનાર શું કરે છે ?
ઉત્તર :
'કબડ્ડી' માં દાવ લેનાર 'કબડ્ડી ... કબડ્ડી ...' એમ સતત બોલ્યા કરે છે. સામેના ભાગમાં જઈ અંતિમ રેખાને અડીને કે સામેની ટીમના કોઈ ખેલાડીને અડીને વળતાં પોતાના ભાગમાં આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે.

૧૭. કબડ્ડીની રમતમાં દાવ લેનારે શું ધ્યાન રાખવાનું હોય છે ?
ઉત્તર :
'કબડ્ડી' ની રમતમાં દાવ લેનારે મગજ અને શરીર બંનેનો ઉપયોગ કરવાનો હોય છે. ચારે બાજુ ધ્યાન આપવાનું, સામેની ટીમની રેખાને અડવાનું, સામેના ખેલાડીને અડકવું અને એ વખતે તેમને કોઈ પકડી ન લે એનું ધ્યાન રાખવાનું હોય છે.

૧૮. કબડ્ડીની રમતમાં આપણાં બધાં અંગો સાથે કામ કરે છે. (√ કે ×)
ઉત્તર :


૧૯. કબડ્ડીની રમતમાં ‘આઉટ’ થવું એટલે શું ?
ઉત્તર :
કબડ્ડીની રમતમાં દાવ લેનારને સામેની ટીમના ખેલાડીઓ દ્વારા પકડી લેવામાં આવે અને મધ્ય રેખા સુધી પહોચવા ન દેવાય ત્યારે તે ''આઉટ" થાય છે, જયારે દાવ લેનાર વ્યક્તિ સામેની ટીમના કોઈ ખેલાડીને અડીને મધ્ય રેખા પાર કરી પોતાની ટીમમાં પાછો ફરે કે મધ્ય રેખાને અડે તો સામેની ટીમનો ખેલાડી આઉટ ગણાય.

૨૦. કબડ્ડીની રમતના કોઈ પણ બે નિયમો લખો .
ઉત્તર :
કબડ્ડીની રમતના નિયમો :
(૧)દાવ લેનાર સામેના ભાગમાં જાય અને ' કબડ્ડી.... કબડ્ડી..... ' બોલતાં શ્વાસ લે તો તે આઉટ ગણાય .
(૨) દાવ લેનાર સામેની ટીમના કોઈ પણ ખેલાડીને અડીને મધ્ય રેખાને અડે તો સામેની ટીમનો જે તે ખેલાડી આઉટ ગણાય.

૨૧. દરેક રમતના ચોક્કસ નિયમો હોય છે. (√ કે ×)
ઉત્તર :


૨૨. રમતમાં નિયમો કેમ જરૂરી છે ?
ઉત્તર :
રમતમાં ચોક્કસ નિયમો હોય તો જ કયો ખેલાડી આઉટ થયો કે કોને કેટલા પોઇન્ટ્સ મળ્યા તે નક્કી કરી શકાય. જેને આધારે કોણ હાર્યું અને કોણ જીત્યું તે નક્કી થાય છે. આથી, રમતમાં નિયમો જરૂરી છે.

૨૩. રમતોથી શારીરિક કસરતની સાથે માનસિક કસરત પણ થાય છે તે ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર :
કબડ્ડીની રમતમાં દાવ લેનારે પોતાના હાથ, પગ અને આંખોનો સતત ઉપયોગ કરવો પડે છે. જેનાથી તેમની શારીરિક કસરત થાય છે. વળી તેમણે ક્યાંથી છટકવું, કોને અડકવું તેવા નિર્ણયો ખૂબ જ ઝડપથી લેવાના હોય છે. તે મુજબ તેમની માનસિક કસરત પણ થાય છે.

૨૪. રમત રમતી વખતે અંચાઈ કરવી ન જોઈએ, કારણ કે ...
ઉત્તર : ૨મત આપણામાં ખેલદિલીની ભાવના વિક્સાવે છે. જો રમત રમતી વખતે અંચાઈ કરીએ તો ખેલદિલીની ભાવના વિકસતી નથી. વળી, ઘણી વખત મિત્રો સાથે જ આ બાબતને લઈને ઝઘડા થાય છે. આથી, રમત રમતી વખતે અંચાઈ કરવી ન જોઈએ.

૨૫. ગમે તે આઠ રમતોનાં નામ લખો.
ઉત્તર :
લંગડી, ફૂટબોલ, બેડમિન્ટન, પગથિયાં, સાપસીડી, કેરમ, લૂડો, ક્રિકેટ.

૨૬. લંગડીમાં દાવ લેનાર શું કરે છે ?
ઉત્તર :
લંગડીમાં દાવ લેનાર એક પગે લંગડી લઈને બીજા ખેલાડીને પકડવા જાય છે.

૨૭. લૂડોમાં બધા ખેલાડીઓનો દાવ વારાફરતી આવે છે. (√ કે ×)
ઉત્તર :


૨૮. લૂડોની રમતમાં દાવ લેનાર ખેલાડી શું કરે છે ? 
ઉત્તર : લૂડોની રમતમાં દાવ લેનાર ખેલાડી પાસો ફેંકે છે અને તે મુજબ પોતાની કૂકરી ચલાવે છે.