૧. રતન રજાઓમાં ___ સાથે ગામડે ગઈ હતી.
ઉત્તર :
દાદા

૨. દાદા કોને નીરણ (ઘાસ) નાખે છે ?
ઉત્તર :
દાદા ગાય, ભેંસ અને બળદને નીરણ નાખે છે.

૩. ઘાસચારાને બીજું શું કહે છે ?
(A) નીંદણ
(B) નીરણ
(C) નીપજ
(D) એક પણ નહિ
ઉત્તર :
B

૪. રતને દાદાની વાડીમાં શું શું જોયું ?
ઉત્તર :
રતને વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા, અનાજ અને કઠોળના છોડ અને ઊંચાં-ઊંચાં વૃક્ષો જોયાં.

૫. વાડીમાં જુદા જુદા રંગના ____ ના ફૂલના છોડ ઉગેલા હતા.
ઉત્તર :
ગુલાબ

૬. કૂંડામાં ઉગેલા ગુલાબ કેવા રંગના ન હતા ?
(A) લાલ
(B) પીળા
(C) વાદળી
(D) સફેદ
ઉત્તર :
C

૭. તમે જોયેલાં ફૂલોનાં નામ લખો.
ઉત્તર :
વિઘાર્થીએ પોતાના અનુભવના આધારે જવાબ લખવો.

૮. તમે કયા કયા રંગનાં ફૂલ જોયાં છે ?
ઉત્તર :
વિદ્યાર્થીએ પોતાના અનુભવના આધારે જવાબ લખવો.

૯. ફૂલોની ભાત ક્યાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર : ફૂલોની ભાત કપડાં, ચાદર, કુંજા અને સુશોભનની વસ્તુઓ પર જોવા મળે છે.

૧o. ચાકળા કોને કહે છે ?
ઉત્તર :
ચાકળા એટલે કચ્છના લોકો દ્વારા ચોરસ કાપડ પર ભરતગૂંથણ વડે તૈયાર કરાયેલ સુશોભનની વસ્તુ.

૧૧. ચાકળામાં શેની ભાત ઝીણવટપૂર્વક ભરવામાં આવે છે ?
ઉત્તર :
ચાકળામાં ફૂલ - પાનની ભાત ઉપરાંત ભૌમિતિક આકારો અને પશુ-પક્ષીની આકૃતિઓ પણ ઝીણવટપૂર્વક ભરવામાં આવે છે.

૧૨. કચ્છના લોકો કઈ કઈ વસ્તુઓ પર ભરતગૂંથણ કરે છે ?
ઉત્તર :
કચ્છના લોકો કપડાં, ચાદર, ઓશિકાનાં કવર, પાકીટ, બગલથેલા, થેલીઓ વગેરે પર ભરતગૂંથણ કરે છે.

૧૩. ચોરસ ઓશિકાના કવર પર કરેલ ભરતગૂંથણને ચાકળો કહે છે. (√ કે ×)
ઉત્તર :
×

૧૪. દરેક ફૂલોની પાંદડી એકસરખી હોય છે. (√ કે ×)
ઉત્તર :
×

૧૫. દરેક ફૂલોના રંગ અલગ અલગ હોય છે. (√ કે ×)
ઉત્તર :


૧૬. નીચેનામાંથી કયું ફૂલ પીળા રંગનું છે ?
(A) બારમાસી
(B) મોગરો
(C) લીલી
(D) ગલગોટો
ઉત્તર :
D

૧૭. લીલીનો રંગ ____ છે.
ઉત્તર :
સફેદ

૧૮. નીચેનામાંથી કયું ફૂલ , છોડ અને વેલા બન્નેપર થાય છે ?
(A) ગુલાબ
(B) ચંપો
(C) મોગરો
(D) જૂઈ
ઉત્તર :
C

૧૯. ___ નું ફૂલ દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય છે.
(A) ગુલાબ
(B) કમળ
(C) ચમેલી
(D) સેવંતી
ઉત્તર :
B

૨o. પોયણાં જમીન પર થતાં ફૂલો છે. (√ કે ×)
ઉત્તર : ×

૨૧. રાતરાણી રાત્રે ખીલે છે અને દિવસે તેનાં ફૂલ ભીડાઈ જાય છે . (√ કે ×)
ઉત્તર :


૨૨. ફૂલોમાં કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે ?
ઉત્તર :
ફૂલોમાં રંગ, પાંદડીની સંખ્યા, આકાર, લંબાઈ, ઊગવાની રીત, ઋતુ, સમય વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે.

૨૩. નીચેનામાંથી ક્યું ફૂલ ફક્ત વેલા પર જ થાય છે ?
(A) જાસૂદ
(B) મધુમાલતી
(C) કરેણ
(D)શિરીષ
ઉત્તર :
B

૨૪. ____ છોડ પર ક્યારેય ફૂલ આવતાં જ નથી .
(A) બોરસલ્લી
(B) લીમડો
(C) મનીપ્લાન્ટ
(D) આંબો
ઉત્તર :
C

૨૫. ગુલાબ ____ પર ઊગતું ફૂલ છે .
(A) વેલા
(B) છોડ
(C) પાણી
(D) વૃક્ષ
ઉત્તર :
B

૨૬. ફૂલની સુગંધને આંખ બંધ કરીને પણ ઓળખી શકાય છે. (√ કે ×)
ઉત્તર :


૨૭. લક્ષણોને આધારે ફૂલોનાં નામ લખો :
(૧) લાલ રંગનાં ફૂલ : - ગુલાબ, જાસૂદ.
(૨) સફેદ રંગનાં ફૂલ :- ચંપો, મોગરો.
(૩) પીળા રંગનાં ફૂલ : સૂર્યમુખી, ગલગોટો.
(૪) ગુલાબી રંગનાં ફૂલ : - બારમાસી, ગુલાબ.
(૫) પાણીમાં થતાં ફૂલ: - કમળ, પોયણું.
(૬) છોડ પર થતાં ફૂલ: - બારમાસી, ગુલાબ.
(૭) વેલા પર થતાં ફૂલ: - મોગરો, બોગનવેલ.
(૮) વૃક્ષ પર થતાં ફૂલ: - ગુલમહોર, ચંપો.
(૯) માત્ર દિવસે જ ખીલતાં ફૂલ:- જાસૂદ, ઓફિસ - ટાઇમ.
(૧o) રાત્રે જ ખીલતા ફૂલ : - રાતરાણી
(૧૧) દિવસે ખીલતાં અને રાત્રે બંધ થઈ જતાં ફૂલ: - કમળ, ઓફિસ -ટાઈમ
(૧૨) સુગંધ માત્રથી ઓળખી શકાય તેવાં ફૂલ :- ગુલાબ, મોગરો.
(૧૩) વિશિષ્ટ ઋતુમાં જ થતાં ફૂલ: - ગરમાળો, ગુલમહોર
(૧૪) બારેમાસ ખીલતાં ફૂલ : -બારમાસી, મધુમાલતી, ચંપો.

૨૮. ફૂલોની માવજત માટે ઘણી જગ્યાએ કર્યું બોર્ડ મારેલું હોય છે ?
ઉત્તર :
ફૂલોની માવજત માટે ઘણી જગ્યાએ "ફૂલો તોડવાં નહિ" નું બોર્ડ મારેલું હોય છે .

૨૯. ફૂલો તોડી લેવાથી કોની શોભા ઘટે છે ?
ઉત્તર :
ફૂલ તોડી લેવાથી જે-તે છોડ, વૃક્ષ કે વેલા ઉપરાંત તેની આસપાસની શોભા ઘટે છે.

૩૦. 'ફૂલો તોડવાં નહિ' આવું લખાણ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર :
"ફૂલો તોડવાં નહિ" આવું લખાણ બગીચામાં લખેલું હોય છે.