૨૩. દીકરી સાસરે જાય, ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે ?
ઉત્તર :
 દીકરી સાસરે જાય, ત્યારે તેના પિતાના ઘરે રહેતા સભ્યોની સંખ્યામાં એક સભ્યનો ઘટાડો થાય છે. દીકરી ઘરે જે કામ કરતી હોય તે હવે બીજાં એ કરવાં પડશે. દીકરી જો કમાતી હોય તો હવે આ ધરની આવક પણ ઓછી થશે.

૨૪. લગ્નમાં કેવાં ગીતો ગાવામાં આવે છે અને નૃત્યો કરવામાં આવે છે ?
ઉત્તર : 
લગ્નમાં જે-તે સમાજના રીત-રિવાજ મુજબના ગીતો અને નૃત્ય કરવામાં આવે છે. હવે તો આધુનિક જમાના મુજબનાં ગીતો અને નૃત્યો તથા ફિલ્મી ગીતોનાં નૃત્યો પણ કરવામાં આવે છે.

૨૫. ગુજરાતમાં લગ્નપ્રસંગે કયાં કયાં નૃત્યો કરવામાં આવે છે ?
ઉત્તર :
 ગુજરાતમાં લગ્નપ્રસંગે મુખ્યત્વે રાસ-ગરબા થાય છે. આ ઉપરાંત હૂડો, સરજુ, ટિમલી નૃત્ય, ડોસલો નૃત્ય, મોરિયો નૃત્ય, બંકિમ નૃત્ય પણ જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં આવે છે.

૨૬. ‘ડોસલો નૃત્ય' ઉત્તર ગુજરાતનું નૃત્ય છે. (√ કે ×)
ઉત્તર : 


૨૭. અરવલ્લી વિસ્તારમાં લગ્ન પ્રસંગે કરાતું ___ નૃત્ય જાણીતું છે.
ઉત્તર : 
મોરિયો

૨૮. પંચમહાલનું કર્યું નૃત્ય જાણીતું છે ?
ઉત્તર : પંચમહાલનું ટિમલી નૃત્ય જાણીતું છે.

૨૯. ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના ___ થી જાણીતું બન્યું છે.
ઉત્તર :
 ચોરવાડ

૩૦. જોડકાં જોડો.

વિભાગ – અ

વિભાગ – બ

(૧) ડોસલો નૃત્ય

(અ) પંચમહાલ

(૨) મોરિયો નૃત્ય

(બ) ઉત્તર ગુજરાત

(૩) ટિમલી નૃત્ય

(ક) ચોરવાડ

(૪) ટિપ્પણી નૃત્ય

(ડ)અરવલ્લી


જવાબ

(૧) ~ [બ]

(૨) ~ [ડ] 

(૩) ~[અ]

(૪) ~ [ક]


૩૧. કિરણના કુટુંબમાં બદલાવ શાને કારણે આવ્યો ?
ઉત્તર : કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થતાં એક નવા સભ્યનો ઉમેરો થવાથી બદલાવ આવ્યો.

૩૨. સુમીના કુટુંબમાં બદલાવ શાથી આવ્યો ?
ઉત્તર :
 સુમીના પિતાની બદલી બીજા શહેરમાં થતાં તેમના કુટુંબમાં બદલાવ આવ્યો.

૩૩. દિપાલીના કુટુંબમાં બદલાવ શાથી આવ્યો ?
ઉત્તર :
 દિપાલીના કાકાના દીકરાનાં લગ્ન થતાં તેના કુટુંબમાં એક નવો સભ્ય ઉમેરાતાં બદલાવ આવ્યો.

૩૪. કુટુંબોમાં ફેરફારનાં કયાં કારણો હોઈ શકે ?
ઉત્તર : 
કુટુંબોમાં ફેરફારનાં કારણો આ મુજબના હોઈ શકે :
(૧) જો કોઈ સભ્યની નોકરી બીજા શહેરમાં લાગે ત્યારે.
(૨) પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય કે કોઈનો જન્મ થાય ત્યારે.
(૩) પરિવારના કોઈ સભ્ય બીજે ભણવા માટે જાય ત્યારે.
(૪) પરિવારમાં કોઈ સભ્યનાં લગ્ન થાય ત્યારે.

૩૫. તમારું કુટુંબ અત્યારે જ્યાં રહે છે ત્યાં કેટલાં વર્ષોથી રહે છે ?
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૩૬. તમારું કુટુંબ આ પહેલાં ક્યાં રહેતું હતું ?
ઉત્તર : 
(વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૩૭. તમારા કુટુંબમાં દસ વર્ષ પહેલા કેટલાં સભ્યો હતા અને અત્યારે કેટલા સભ્યો છે ? આ ફેરફાર કેમ થયો. 
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૩૮. તમારા હાલના કુટુંબનું વૃક્ષ (Family Tree) અને તમારા દાદા બાળક હતા ત્યારનું કુટુંબ-વૃક્ષ (Family Tree) અલગ અલગ કાગળ પર દોરો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૧) કુટુંબના હાલના સભ્યોની સંખ્યા :
(૨) હાલની સૌથી વધુ ઉંમરવાળી વ્યક્તિનું નામ :
(૩) તમારા દાદા બાળક હતા ત્યારના સભ્યોની સંખ્યા : 
(૪) તમારા દાદા બાળક હતા ત્યારે સૌથી વધુ ઉંમરવાળી વ્યક્તિનું નામ :

૩૯. તમે ભણી - ગણીને શું બનવા માંગો છો ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૪૦. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે ? કેટલું ?
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૪૧. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભર્યું છે ? કેટલું ? 
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૪૨. લગ્ન કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ ઉંમર નક્કી કરવામાં આવી છે. (√ કે ×)
ઉત્તર :
 √

૪૩. છોકરા માટે લગ્ન કરવાની ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ રાખવામાં આવી.
ઉત્તર : 
૨૧

૪૪. છોકરીઓનાં કેટલાં વર્ષ થતાં બાળલગ્ન નથી ગણાતાં ?
(A) ૧૨ વર્ષ કે તે પછી
(B) ૧૪ વર્ષ કે તે પછી
(C) ૧૮ વર્ષ કે તે પછી
(D) ૧o વર્ષ કે તે પછી
ઉત્તર :
 C

૪૫. કેટલાંક બાળકો શાળામાં જઈ શકતાં નથી તેનાં કારણો જણાવો .
ઉત્તર :
 કેટલાંક બાળકો શાળામાં જઈ શકતાં નથી તેનાં કારણો આ મુજબ છે :
(૧) બાળકોનાં માતા - પિતા શાળાની ફી ભરી શકે તેમ ન હોય.
(૨) બાળકોની નજીકમાં કોઈ શાળા ન હોય.
(૩) બાળકોને બણવામાં રસ ન હોય.
(૪) માતા-પિતા નિરક્ષર હોય અને ઘરમાં નાનું બાળક હોય તેની જવાબદારી મોટા બાળકને સોંપીને તેઓ કામ પર જતાં હોય.