૨૯. ક્રિકેટમાં દાવ લેનાર ખેલાડી શું કરે છે ?
ઉત્તર :
 ક્રિકેટમાં દાવ લેનાર ખેલાડી પોતાના બેટ વડે બોલને ફટકારે છે અને રન બનાવે છે.

૩o. કઈ રમતોમાં પાસાની જરૂર પડે છે ?
ઉત્તર : 
લૂડો, સાપસીડી, સોગઠાબાજી વગેરે રમતોમાં પાસાની જરૂર પડે છે.

૩૧. કરણમ્ મલ્લેશ્વરીએ _____ રમતમાં પોતાનું નામ બનાવ્યું છે.
ઉત્તર : 
વેઇટ લિફિંટગ

૩૨. કરણમ મલ્લેશ્વરી ક્યાંનાં વતની છે ?
(A) ગુજરાત
(B) તમિલનાડુ
(C) આંધ પ્રદેશ
(D) ઉત્તર પ્રદેશ
ઉત્તર : 
C

૩૩. વેઇટ લિફિંટગની રમત વિશે જણાવો.
ઉત્તર : 
વેઈટ લિકિંટગ એ એક એવી રમત છે, જેમાં ખેલાડીઓએ વારાફરતી વજન ઊંચકવાનું હોય છે. જે વધુ વજન ઊંચકે તે વિજેતા ગણાય છે.

૩૪. કરણમ્ મલ્લેશ્વરીએ કેટલાં વર્ષે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી ?
(A) ૧o
(B) ૨o
(C) ૧પ
(D) ૧૨
ઉત્તર : 
D

૩૫. કરણમ મલ્લેશ્વરી ____ કિગ્રા વજન ઉપાડી શકે છે.
ઉત્તર : 
૧૩o

૩૬. કરણમ્ મલ્લેશ્વરીએ કેટલા આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા છે ?
(A) ૫o
(B) ૪૯
(C) ૩૯
(D) ૨૯
ઉત્તર :
 D

૩૭. કરણમ્ મલ્લેશ્વરીની ચાર બહેનો પણ વેઈટ લિફટર બનવાના પ્રયત્નો કરે છે. (√ કે ×)
ઉત્તર : 


૩૮. સરિતા ગાયકવાડનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
ઉત્તર : 
સરિતા ગાયકવાડનો જન્મ ૧ જૂન, ૧૯૯૪ માં ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે થયો હતો.

૩૯. _____ ગુજરાતની દોડવીર છે.
(A) સાનિયા નહેવાલ
(B) ગીતા ફોગટ
(C) સરિતા ગાયકવાડ
(D) આપેલ તમામ
ઉત્તર : 
C

૪o. સરિતાનાં માતા - પિતા ____ કામ સાથે જોડાયેલાં છે.
ઉત્તર :
 ખેતી

૪૧. સરિતા શેમાં નિષ્ણાત છે ?
ઉત્તર :
 સરિતા ૪oo મીટર દોડ, ૪oo મીટર વિઘ્નદોડ અને ૪×૪oo મીટરની રીલે દોડમાં નિષ્ણાત છે.

૪૨. સરિતાને એશિયન ગેમ્સમાં કયા વર્ષમાં સુવર્ણ ચંદ્રક મળેલ છે ?
(A) ૨ooo
(B) ૨o૧o
(C) ૨૦૧૪
(D) ૨o૧૮
ઉત્તર :
 D

૪૩. સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં કઈ રમતમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે ?
ઉત્તર : 
સરિતા ગાયકવાડે એશિયમ ગેમ્સમાં ૪ x ૪oo મીટરની રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલો છે.

૪૪. ગુજરાત સરકારના બેટી બચાવો ” અભિયાનનાં બ્રાન્ડ ઍમ્બેસેડર કોણ છે ?
(A) કમલા મહેશ્વરી
(B) સરિતા ગાયકવાડ
(C) પ્રિયા ચોપરા
(D) પી.ટી. ઉષા
ઉત્તર :
 B

૪૫. જ્વાલા, લીલા અને હીરા કઈ રમત રમ્યાં હતાં.
(A) ફૂટબૉલ
(B) કબડ્ડી
(C) બેડમિન્ટન
(D) ક્રિકેટ
ઉત્તર :
 B

૪૬. જવાલા, લીલા અને હીરા ત્રણેય કઈ રમત રમતાં અને શીખવતાં હતાં ?
ઉત્તર : 
જવાલા, લીલા અને હીરા ત્રણેય કબડ્ડી રમતાં અને કબડ્ડી શીખવતાં હતાં.

૪૭. જ્વાલા જયારે યુવાન થયો ત્યારે તેમના સમાજમાં છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ ન હતી. (√ કે ×)
ઉતર :
 √

૪૮. પહેલાંના સમયમાં છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ શા માટે ન હતી ?
ઉત્તર : 
પહેલાંના સમયમાં કબડ્ડી જેવી રમત માત્ર પુરુષોની રમત મનાતી. વળી, લોકો વિચારતાં કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. વળી, કબડ્ડી રમવા છોકરીઓએ છોકરાઓનાં કપડાં પહેરવાં પડતાં હતાં. આથી, છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ ન હતી.

૪૯. લીલાને કબડ્ડી રમવા માટે _____ કપડાં પહેરવાં પડતાં હતાં.
ઉત્તર : 
છોકરાનાં

પo. જવાલા, લીલા અને હીરા નાનાં હતાં ત્યારે તેમના __ મરણ પામ્યા હતા.
ઉત્તર : 
પિતા

૫૧. ત્રણેય બહેનોનો ઉછેર કોણે કર્યો હતો ?
ઉત્તર : 
ત્રણેય બહેનોનો ઉછેર તેમનાં માતા અને મામાએ કર્યો હતો.

પ૨. ત્રણેય બહેનોના મામા કઈ રમતો રમતા હતા ?
ઉત્તર : ત્રણેય બહેનોના મામા કબડી અને ખો - ખો રમતા હતા.

૫૩. ત્રણેય છોકરીઓને કબડી રમવાની પ્રેરણા કોણે આપી હતી ?
(A) પિતાએ
(B) મામાએ
(C) શિક્ષકે
(D)બધાએ
ઉત્તર :
 B

૫૪. આજથી પચાસ વર્ષ પહેલાં જવાલા, હીરા અને લીલા કબડ્ડી રમી શકતાં હતાં, કારણ કે ...
ઉત્તર :
 આ ત્રલેય બહેનોને તેમનાં માતા અને મામાએ સહકાર આપ્યો હતો અને આ રમત શીખવી હતી.

૫૫. ત્રણેય બહેનોએ કઈ કલબની શરૂઆત કરી જે આજે પણ ચાલુ છે ?
ઉત્તર : 
ત્રણેય બહેનોએ છોકરીઓ માટેના કબડ્ડી કલબની શરૂઆત કરી, જે આજે પણ ચાલુ છે.

૫૬. હારી જવાની અણી પર હોય તો પણ ત્રણેય બહેનો મેચ જીત્યાં હોય એવું પણ બન્યું છે. (√ કે ×)
ઉત્તર :
 √

પ૭. પહેલાંના સમયમાં છોકરીઓને બધી જ રમત રમવાની છૂટ હતી. (√ કે ×)
ઉત્તર :
 ×

૫૮. જોડકાં જોડો :

વિભાગ – અ

વિભાગ – બ

(૧) કરલમ્ મલ્લેશ્વરી

(અ) કબડ્ડી

(૨) સરિતા ગાયકવાડ

(બ) વેઇટ લિફ્ટિંગ

(3) જવાલા

(ક) દોડે


જવાબ

(૧)~

(૨)~

(3) ~