૩૧. જાહેર બગીચામાંથી લોકોએ ફૂલ તોડવાં જોઈએ કે નહિ ? કેમ ?
ઉત્તર : 
જાહેર બગીચામાં લોકોએ ફૂલ ન તોડવાં જોઈએ, કારણ કે ફૂલ બગીચાની શોભા વધારવા માટે હોય છે વળી, પતંગિયાં, ભમરા અને મધમાખી આ ફૂલોનો રસ ચૂસે છે. જો બગીચામાંથી બધાં ફૂલ તોડવામાં આવે તો બગીચો સુંદર ન લાગે, માટે જાહેર બગીચામાંથી લોકોએ ફૂલ તોડવાં ન જોઈએ.

૩૨. ફૂલના ભાગો કયા છે ?
ઉત્તર :
 પાંખડી, પરાગરજ, દાંડી વગેરે ફૂલના ભાગો છે.

૩૩. બધાં જ ફૂલોમાં પાંચ જ પાંદડી હોય છે. (√ કે ×)
ઉત્તર :
 ×

૩૪. ફૂલના મધ્ય માગને ____ કહે છે.
ઉત્તર :
 બીજદલ

૩૫. બીજદલમાં રહેલા રજકણ જેવા ભાગને ____ કહે છે .
ઉત્તર :
 પરાગરજ

૩૬. જેની પાંદડીઓ અલગ - અલગ હોય તેવાં ત્રણ ફૂલનાં નામ લખો.
ઉત્તર :
 (૧) ગુલાબ
(૨) કમળ
(૩) જાસૂદ

૩૭. જેની પાંદડીઓ જોડાયેલી હોય તેવાં ત્રણ ફૂલનાં નામ લખો :
ઉત્તર :
 (૧) ધતૂરો
(૨) પીળી કરેણ
(3) સૂર્યમુખી 

૩૮. તેના જેવા જ બીજા છોડના નિર્માણ માટે ફૂલનો કયો ભાગ ઉપયોગી છે ?
ઉત્તર : 
તેના જેવા જ બીજા છોડના નિર્માણ માટે પરાગરજ ઉપયોગી છે.

૩૯. બધાં જ ફૂલોની દાંડી એકસરખી હોય છે . (√ કે ×)
ઉત્તર : 
×

૪૦. ફૂલો શાથી સુંદર દેખાય છે ?
ઉત્તર : 
ફૂલો તેની પાંખડીના રંગ, આકાર અને તેની ગોઠવણીને લીધે સુંદર દેખાય છે.

૪૧. નીચેનામાંથી ક્યા ફૂલની પાંખડી એકબીજા સાથે જોડાયેલી હોય છે ?
(A) જાસૂદ
(B) બારમાસી
(C) ગુલાબ
(D) આપેલ તમામ
ઉત્તર :
 A

૪૨. કયા ફૂલની પાંખડીઓ લાંબી હોય છે ?
(A) સૂરજમુખી
(B) બારમાસી
(C) પારિજાત
(D) મોગરો
ઉત્તર :
 A

૪૩. ઝૂમખામાં ઊગતાં ફૂલોનાં નામ આપો .
ઉત્તર : 
કરેણ, રાતરાણી, ચંપો વગેરે ફૂલો ઝૂમખામાં ઊગે છે.

૪૪. ____ મોટી થતાં ફૂલમાં પરિવર્તન પામે છે.
ઉત્તર :
 કળી

૪૫. કળી કેવી હોય છે ?
ઉત્તર : 
કળી નાની, અણીદાર અને લીલાં પાંદડાંના ભાગથી ઢંકાયેલી હોય છે.

૪૬. કળી અને કૂલમાં શું તફાવત છે ?
ઉત્તર :
 કળી એ અણીદાર અને લીલા ભાગ (વજપત્રો) થી ઢંકાયેલી રચના છે. કળી ૩ થી ૪ દિવસમાં વિકાસ પામી ખીલે છે અને ફૂલમાં ફેરવાય છે. કળી ફૂલનું રક્ષણ કરે છે. ખીલેલી કળીને ફૂલ કહે છે. તે ફેલાયેલી પાંખડી વાળું હોય છે. ફૂલ ૩ થી ૪ દિવસમાં કરમાઈ જાય છે. કળી નાની હોય જયારે ફૂલ મોટું હોય છે.

૪૭. કળીમાં રહેલી પાંખડીઓ બિડાયેલી હોય છે .(√ કે ×)
ઉત્તર :
 √

૪૮. દરેક ફૂલની કળીને ખીલવા માટે એકસરખો સમય લાગે છે . ( √ કે × )
ઉત્તર : 
×

૪૯. ફૂલના ઉપયોગો જણાવો.
ઉત્તર :

(૧) ફૂલ ગજરા, હાર, વેણી, ગુલછડી, ગુલદરતા વગેરે બનાવવા વપરાય છે. વિવિધ તહેવારો કે પ્રસંગોમાં ફૂલોમાંથી બનેલી આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે.
(૨) ફૂલનો ઉપયોગ રંગોળી પૂરવામાં તથા ભગવાનને ચડાવવા થાય છે.
(3) કેટલાંક ફૂલો અંતર (સુગંધી) બનાવવાના કામમાં પણ આવે છે.
(૪) કેટલાંક ફૂલો રંગ બનાવવા માટે વપરાય છે.
(૫) કેટલાંક ફૂલ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે.

૫૦. ગજરા, હાર, વેણી બનાવવા કયાં કયાં ફૂલોનો ઉપયોગ થાય છે ?
ઉત્તર : 
ગજરા, હાર, વલી બનાવવા મોગરો, ગુલાબ, ટગર, સેવંતી, લીલી, ગલગોટો વગેરે ફૂલોનો ઉપયોગ થાય છે.

૫૧. કયાં કયાં ફૂલોનો ખાવામાં ઉપયોગ થાય છે ?
ઉત્તર : 
ફુલાવર, કાંચનારનાં ફૂલ, કેળનાં ફૂલ, ગુલાબ, ગુલમહોરનાં ફૂલ વગેરે ફૂલોનો ખાવામાં ઉપયોગ થાય છે.

પર. નીચેનામાંથી કયા ફૂલનો દવા તરીકે ઉપયોગ થાય છે?
(A) ચંપો
(B) મોગરો
(C) જાસૂદ
(D) જૂઈ
ઉત્તર :
 C

૫૩. કેરળના લોકો ___ નાં ફૂલોનો ખાવામાં ઉપયોગ કરે છે .
ઉત્તર : 
કેળ

૫૪. ગુલાબના ફૂલમાંથી બનાવેલ ____ નો ખોરાકમાં ઉપયોગ થાય છે .
ઉત્તર :
 ગુલકંદ

૫૫. દવા તરીકે ઉપયોગી ફૂલોનાં નામ આપો .
ઉત્તર :
 ગુલાબ, જાસૂદ, લીમડો, લવિંગ, કેસર વગેરે વનસ્પતિનાં ફૂલો દવા તરીકે ઉપયોગી છે.

પ૬. ગુલાબજળનો ઉપયોગ શેમાં શેમાં થાય છે ?
ઉત્તર :
 ગુલાબજળનો ઉપયોગ મીઠાઈ બનાવવા, લસ્સી કે દૂધ - કોલડ્રિન્ક બનાવવા, દવા તરીકે તેમજ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.

૫૭.  નીચેનામાંથી કયા ફૂલનો રંગ બનાવવા ઉપયોગ થાય છે ?
(A) ચંપો
(B) મોગરો
(C) જાસૂદ
(D) જૂઈ
ઉત્તર : 
C

પ૮. કેસૂડાનો ઉપયોગ રંગ બનાવવામાં થાય છે. (√ કે ×)
ઉત્તર :
 √

પ૯. રંગ બનાવવા કયાં કયાં ફૂલોનો ઉપયોગ થાય છે ? 
ઉત્તર : રંગ બનાવવા કેસૂડો, જાસૂદ, હજારીગોટો વગેરે ફૂલોનો ઉપયોગ થાય છે.

૬૦. કયાં કયાં ફૂલોમાંથી અત્તર બને છે ?
ઉત્તર : 
ગુલાબ, મોગરો, કેવડો વગેરે ફૂલો અત્તર બનાવવા ઉપયોગી છે.