પ્રશ્ન -૩ (અ) નીચેના પ્રાણીઓનું પશુ, જીવજંતુ અને સરિસૃપમાં વર્ગીકરણ કરો.
(સાપ, કીડી, મંકોડો, ગાય, ભેંસ, અળસિયું)
પશુ - ગાય, ભેંસ
જીવજંતુ - કીડી, મંકોડો
સરીસૃપ - સાપ, અળસિયું

(૨) વૃક્ષ અને છોડમાં વર્ગીકરણ કરો.
(પીપળો, સૂર્યમુખી, જૂઈ, જાસૂદ, લીમડો, ચંપો, મહેંદી, બારમાસી)
વૃક્ષ - પીપળો, જૂઈ, લીમડો, ચંપો
છોડ - સૂર્યમૂખી, જાસૂદ, મહેંદી, બારમાસી

(બ) ટૂંકનોંધ લખો.
(૧) જળ એ જીવન છે.
જવાબ :
 આપણે તરસ છિપાવવા પાણીની જરૂર પડે છે. પાણી રસોઈ બનાવવા, નાહવા, વાસણ ધોવા, કપડા ધોવા જેવા રોજિંદા કામમાં ઉપયોગી છે. પાણીથી જ ખેતરમાં પાક ઉગે છે. મનુષ્યો, પક્ષીઓ અને પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે. માટે કહેવાય છે કે 'જળ એ જીવન છે'.

(૨) કબૂતર વિશે ટૂંક નોંધ લખો.
જવાબ :
 કબૂતર આપણી સાથે આપણા ઘરની આસપાસ રહેતુ પક્ષી છે. કબૂતર સફેદ અને ભૂખરા રંગનું હોય છે. તે ગૂટર ગૂ .... બોલે છે. તે જાર, મકાઈ, મગ વગેરે ખાય છે. કબૂતરના મોંની જગ્યાએ નાની અણીદાર ચાંચ હોય છે. કબૂતર શાંત સ્વભાવવાળુ પક્ષી છે. પહેલાના સમયમાં કબૂતર નો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે ઉપયોગ થતો હતો. કબૂતર ને 'શાંતિદૂત' માનવામાં આવે છે. વિશ્વ શાંતિના દિવસે સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિનો સંદેશો આપવામાં આવે છે.

(૩) ચકલી વિશે ટૂંકનોંધ લખો.
જવાબ :
 ચકલી આપણાં ઘરઆંગણાનું પંખી છે તે દુનિયામાં ઘણા ખરા ભાગમાં જોવા મળે છે. તે આશરે પાંચ-છ ઈંચ લાંબી હોય છે તેની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. નર ચકલીને કાળી ડોક અને માદા ચકલી કરતાં વધારે પીછાં હોય છે તે દરેક જાતનું અનાજ ચણે છે. આ સિવાય નાનાં-નાનાં જંતુઓ, ઈયળો ખાઈ જાય છે આપણા ઘરમાં સામાન્ય રીતે તે માળો બનાવવા આવે છે. ચકલીઓની દુનિયાભરમાં અનેક જાત જોવા મળે છે ચકલી ચીં ચીં અવાજ કરે છે. તે એકીસાથે ત્રણથી ચાર ઈંડા મૂકે છે. ચકલીનું આયુષ્ય આશરે ૪ - ૫ વર્ષનું હોય છે.

(ક) નીચે આપેલાં પર્ણોનો એક - એક ઉપયોગ લખો.
(૧) આસોપાલવ - તોરણ બનાવવા, ઘરની સજાવટમાં
(૨) આંબો - તોરણ બનાવવા, ઘરની સજાવટમાં
(૩) બીલીપત્ર - મહાદેવજીના પૂજન માટે
(૪) તુલસી - પૂજન માટે, દવા માટે
(૫)અરડૂસી - દવા માટે
(૬) કેળ - પૂજન માટે
(૭) લીમડો - ખોરાકમાં, દવા માટે

(ડ) નીચેના પ્રાણીઓ કેવો અવાજ કાઢે છે તે લખો.
(૧) ચકલી- ચીં......ચીં.....
(૨) મોર - ટેંહુક .... ટેંહુક ....
(૩) કૂતરો - ભાઉં .... ભાઉં ....
(૪) દેડકો - ડ્રાઉં .....ડ્રાઉં.....
(૫) બકરી - બેં...... બેં.....
(૬) ગધેડો - હોંચી... હોંચી....
(૭) ભમરો - ગુન... ગુન ....

પ્રશ્ન - ૪ (અ) નીચેની આદતો સારી આદતો કહેવાય કે ખરાબ તે લખો.
(૧) અમુ નાના ભાઈને રમકડા આપતી નથી.
જવાબ : 
ખરાબ આદત

(૨) શીલા મોટાને માન આપે છે .
જવાબ : 
સારી આદત

(૩) રાહુલ ઘરના સભ્યોને તેમના કાર્યમાં મદદ કરે છે.
જવાબ :
 સારી આદત

(૪) હીના મોટાભાઈ ને ગમે તેમ બોલે છે.
જવાબ :
 ખરાબ આદત

(૫) પ્રિયા રોજ મમ્મીને સ્કૂલબેગ તૈયાર કરવા કહે છે.
જવાબ : 
ખરાબ આદત

(૬) મોનિષ તેની દાદી પાસેથી રોજ કંઈક નવું શીખે છે .
જવાબ :
 સારી આદત

(૭) પ્રીત તેના મિત્રની સાયકલ તેને પૂછ્યા વગર જ લઈ લે છે.
જવાબ : 
ખરાબ આદત

(બ) નીચેના પ્રશ્નોના જવાબ એક - બે વાક્યમાં લખો .
(૧) પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે ?
જવાબ :
 પ્રાણીઓ ચાલીને, પેટે સરકીને, ઊડીને, તરીને તથા કૂદકા મારીને હલનચલન કરે છે.

(૨) કયા પર્ણની કિનારી કરવત જેવી હોય છે?
જવાબ :
 કડવા લીમડાના પર્ણની કિનારી કરવત જેવી હોય છે.

(૩) ખેતીવાડી ઝાડવાંઓને કોણ જીવાડે છે ?
જવાબ : 
ખેતીવાડી અને ઝાડવાંઓને પાણી જ જીવાડે છે.

(૪) મકાન કોને કહેવાય ?
જવાબ :
 જે જગ્યાએ આપણે રહી શકીએ તેવા બાંધકામને મકાન કહેવાય.

(૫) રાજના દાદી કેમ નારાજ થયા ?
જવાબ : 
રાજની માસીની દીકરીએ રાજના ઘરનો નિયમ તોડ્યો હતો, તેથી રાજનાં દાદી નારાજ થયાં.

(૬) જંગલ વિસ્તારના લોકો ખોરાકમાં શું લેવાનું પસંદ કરતા હશે ?
જવાબ :
 જંગલ વિસ્તારના લોકો ખોરાકમાં ફળો , દૂધ , શાકભાજી વધુ લેવાનું પસંદ કરતા હશે .

(૭) આપણી આંખો અને ચહેરા દ્વારા કેવી રીતે વાત કરી શકીએ છીએ ?
જવાબ :
 આપણે આંખો દ્વારા ઇશારાથી અને ચહેરા દ્વારા વિવિધ હાવભાવથી વાતચીત કરી શકીએ છીએ.

(૮) દરજીડો પોતાનું નું ઘર કેવી રીતે બનાવે છે ?
જવાબ :
 દરજીડો પાંદડાં સીવીને પોતાનું ઘર બનાવે છે.

(૯) પાણીની જરૂરિયાત કોને કોને હોય છે ?
જવાબ:
 પાણીની જરૂરિયાત માણસોને, પ્રાણીઓને, પંખીઓને, વનસ્પતિ, જીવજંતુઓને હોય છે .

(૧૦) વાસણો સ્ટીલ સિવાય શેમાંથી બનાવવામાં આવે છે ?
જવાબ:
 સ્ટીલ સિવાય માટી, તાંબુ, પિત્તળ વગેરેમાંથી વાસણો બનાવવામાં આવે છે.

(૧૧) ઈમરજન્સી માટે કયા વાહનો ઉપયોગી છે ?
જવાબ:
 એમ્બ્યુલન્સ, ફાયર બિગ્રેડ (લાયબંબો), પોલીસવાન જેવા વાહનો ઈમરજન્સી માટે ઉપયોગી છે.

(૧૨) મોલમાં આપણે શા માટે જઈએ છીએ?
જવાબ: 
મોલમાં એકસાથે ઘણી બધી દુકાનો હોય છે એક સાથે જુદીજુદી દુકાનેથી ખરીદી કરવા મોલમાં જઈએ છીએ.

(૧૩) લુઈસ બ્રેઈલે ખાસ લિપિ ક્યારે શોધી ?
જવાબ: 
લુઈસ બ્રેઈલે પોતાની આંખ ગુમાવી ત્યાર પછી તેમણે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય તેની બ્રેઇલ લિપિની શોધ કરી.

(ક) નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો.
(૧) સબમરીન વિશે માહિતી આપો ?
જવાબ: 
સબમરીન દરિયાની અંદર ચાલે છે . તે યુદ્ધમાં વપરાય છે. સબમરીનમાં માણસો બેસી શકે છે , તેમાં મોટી નળી હોય છે કે જેનાથી સમુદ્રની ઉપરની સપાટી પર જોઈ શકાય છે . દરિયાની અંદર ચાલતી હોવાથી સબમરીનને જોઈ શકતું નથી.

(૨) કૂકરમાં રસોઈ બનાવવાની શું ફાયદા થાય છે ?
જવાબ:
 કૂકરમાં રસોઈ ઝડપથી બની જાય છે ઉપરાંત બફાયેલી રસોઈ હોવાના કારણે તેના પોષકતત્વો જળવાઇ રહે છે ગેસની અને સમયની બચત થાય છે.

(૩) લાંબા સમયથી વૃક્ષોને પાણી ન મળ્યું હોય તો શું થાય ?
જવાબ: 
લાંબા સમયથી વૃક્ષોને પાણી ન મળ્યું હોય તો પહેલા તેના પાંદડાં કરમાઈ જાય છે .ધીરે ધીરે તેની ડાળીઓ પણ કરમાઇ જાય છે.

(૪) ખુલ્લો ખોરાક ખાવાથી શું થાય ?
જવાબ:
 ખુલ્લો ખોરાક ખાવાથી બીમાર પડી જવાય કેમ કે તેની પર માખી, મચ્છર જેવા જીવજંતુઓ બેઠેલા હોય છે. આ જીવજંતુઓ તેમની સાથે ઘણી બીમારી ના જીવાણુઓ ખોરાક પર છોડી દે છે જેથી બીમારી ફેલાય છે.

(૫) પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે ?
જવાબ:
 (૧)પાણી પીવા માટે ઉપયોગી છે. 
(૨)રસોઈ બનાવવા, કપડાં ધોવા, નાહવા જેવા રોજિંદા કાર્યોમાં ઉપયોગી છે.
(૩) વૃક્ષો ઉગાડવા જરૂરી છે. 
(૪) જળમાર્ગે વાહન વ્યવહાર માટે ઉપયોગી છે. 
(૫) આગ ઓલવવા ઉપયોગી છે. 
(૬) વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. 
(૭) નાનાંમોટાં કારખાના માં ઉપયોગી છે.

(૬) પર્ણો શું કરે કાર્ય છે ?
જવાબ :
 પર્ણો વૃક્ષો નું રસોડું છે. પર્ણો વનસ્પતિ માટે સૂર્યની હાજરીમાં ખોરાક બનાવે છે. જેનાથી વનસ્પતિના વિકાસ થાય છે.