સોરઠી બોલીનો કોશ
[શબ્દો અને રૂઢિપ્રયોગો]
કૂમચી : ચાબુક
કેની કોર : કઈ બાજુ
કોકરવાં : કાનની વચ્ચે પુરુષને પહેરવાનાં
કોટિયું : મુખ્યત્વે પુરુષને પહેરવાનું ઘરેણું, ચોરસી, કાંઠલી
કોઠો : (1) કિલ્લાનો કોઠો, (2) હૃદય
કોલું : શેરડીનો રસ કાઢવાનો સંચો
કોળી : હાથના પંજામાં પકડી શકાય તેટલું માપ
ક્યડી : જે ઘોડીની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો ને શરીર રાતું હોય, તેને ક્યડી કહેવાય.
ક્યડી : જે ઘોડીની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો ને શરીર રાતું હોય, તેને ક્યડી કહેવાય.
ખડકીના ઠેલ : બારસાખની અંદરના ભાગે બારણું ટેકવવાનું લાકડું
ખડાં છોગાં : મોટાં, ઊભાં છોગાં
ખપેડા : દેશી ઘરના છાપરામાં નળિયા નીચે વળીઓ ઉપર વાંસની ચીપોને સીંદરીથી બાંધી નળિયાં રહી શકે તેવો માળખો તૈયાર થાય તે
ખમૈયા : ક્ષમા
ખરચી : પૈસો
ખવીસ : ભૂતપ્રેત
ખળાવા (જમીન) : પંદરેક ફૂટ ત્રિજ્યાની જમીન (જેના પર ખળું થઈ શકે)
ખળું : સીમમાં પાકેલાં ડૂડાં લણીને ગામને પાદર લાવી ગાર લીંપી તેમાં ઢગલો કરી, તે પછી બળદનું હાલરું કરી ડૂંડાંમાંથી દાણા છૂટા પાડવાની જગ્યા
ખળું થઈ જવું : ઢગલો થઈ જવો.
ખળેળવું : મૂત્ર કરવું
ખંડાવું : ખંડિત થવું
ખંપાળી : ખેડૂતોનું લાકડાનું દાંતાવાળું પાવડાના આકારનું ઓજાર
ખાજલી, લેરિયું અને સાંકળી ભાત : ગોળગોળ જલેબીના ગૂંચળા જેવી ભાત, દરિયાનાં મોજાં જેવી તરંગિત લીટીની ભાત, સાંકળ જેવી ભાત (રોટલા ઘડનારના હાથનાં ઘરેણાથી રોટલામાં પડતી ભાત)
ખાડું : ભેંસોનું ટોળું
ખાબકવું : ઝંપલાવવું
ખાલ : ચામડી
ખાસદાર : ઘોડાનો રખેવાળ
ખાંપણ : કફન
ખુટામણ : વિશ્વાસઘાત
ખૂટલ : વિશ્વાસઘાતી
ખૂંટ : જમીનની સીમા દર્શાવતું નિશાન
ખૂંદણ : (ઘોડાં) પગ પછાડે તે
ખેપટ : ધૂળ
ખોઈ : પછેડીના છેડા સામસામે બાંધી બનાવેલી ઝોળી
ખોખરધજ : ઘરડું, જબ્બર શરીરવાળો પુરુષ (‘કુક્કુટધ્વજ’ પરથી ખોખડધજ)
ખોટીલાં (ઘોડાં) : ખામીવાળાં(આંખ નીચે, દાઢી ઉપર, હૃદય ઉપર, ડોકના મૂળમાં, કાન પાસે, ઢીંચણ ઉપર, જમણે પગે વગેરે સ્થાને ભમરી હોય એ ઘોડાં ખોટીલાં ગણાય)
ખોભળ : કુંડલી, ભૂંગળી
ખોભળા : વઢિયારા બળદનાં શીંગડાંને પહેરાવવાનો ભરત ભરેલો શણગાર
ખોળાધરી : બાંયધરી, જામીન
ખોળો ભરવો : સ્ત્રીનું સીમંત ઊજવવું
ગજાદાર : ઊંચા કદનો
ગજાસંપત : યથાશક્તિ
ગડેડવું : ગર્જના કરવી.
ગઢવો : ચારણ (અસલ ચારણને ગઢની ચાવીઓ સોંપાતી તે પરથી)
ગણ : ગુણ, ઉપકાર
ગદરવું : ગુજારો કરવો
ગબારો : આકાશ સુધી ઉછાળો
ગભરુડાં : ગરીબડાં
ગભૂરડા : નાના નિર્દોષ બાળકો
ગરજાં : ગીધ
ગલઢેરો : કાઠી દરબાર
ગલઢો : ઘરડો
ગસત : ગિસ્ત, ફોજ
ગહેકાટ : ટૌકાર
ગળ : ગોળ
ગળથુથી : જન્મેલા બાળકને ગોળનું પાણી પાવાની વિધિ
ગળહાથ, ગળાત : ગળાના સોગંદ, ગળાથ, ગળે હાથ, સોગંદ (જે માણસના સોગંદ ખાવાના હોય તેની ગરદને હાથ મુકાય છે.)
ગળામણ : મિષ્ટાન્ન
ગળા સુધી : ઠાંસી ઠાંસીને
ગળ્યું : મીઠું
ગંગા-જમની તાર : હોકામાં મઢેલા, સોના-રૂપાના તાર
ગાડાખેડુ : ગાડું હાંકનાર
ગાડાના ગૂડિયા : પૈડાં પાછળ રહીને, નીચે રહીને
ગાડાંની હેડ્ય : ગાડાંની હાર
ગાભા જેવી : ઢીલી
ગાભો : લૂગડાંનો ડૂચો
ગામડી : ગામડું
ગામતરું : પ્રવાસ
ગામતરુ થવું : મૃત્યુ થયું
ગામોટ : ગામનો બ્રાહાણ, જે સંદેશો લઈ જવા વગેરેનું કામ કરે છે.
ગાળ બેસવી : કલંક લાગવું
ગાળી : ખીણ, નળ્ય
ગાંદળું : પિંડો
ગિસ્ત : ફોજ
ગીગી : દીકરી
ગૂડી : ભેંશના ગોઠણ
ગૂઢાં : ઘેરાં, કાળા ભૂખરા રંગના
ગોકીરો : બૂમાબૂમ
ગોઠ : ઉજાણી, ગોષ્ઠી, આનંદ-પ્રમોદ
ગોબો : ગઠ્ઠાવાળી લાકડી

ગોરમટી : લીંપણ કરવાની ધોળી માટી
ગોલકીનો : ગુલામડીનો (કાઠીઓમાં પ્રચલિત ગાળ)
ગોલા : ગુલામ, રાજમહેલના ચાકરો
ગોવાતી : ગોવાળ
ઘર કરવું : લગ્ન કરવું
ઘાણ્ય : ગંધ
ઘારણ : ગાઢ નિદ્રામાં પડવું
ઘાંસિયા : ઘોડાના પલાણ પર નાખવાની. ગાદી
ઘુઘવાટ : ગર્જના
ઘેઘૂર : મસ્ત
ઘેરો : ટોળું
ઘોંકારવું : ઘોંચવું
ચડભડવું : બોલાચાલી થવી
ચડિયાતી આંખો : આંખના ગોખલામાંથી બહાર નીકળતી, મોટી આંખો
ચરણિયો : ઘાઘરો
ચસકાવવું : ત્વરાથી પીવું
ચંભા : તોપથી નાની બંદૂકોના મૂઠી જેવડા ગોળા
ચાડીકો : તપાસ રાખનાર
ચાડીલો : હઠીલો
ચાપડા ભરેલી (લાકડી) : ત્રાંબા- પિત્તળના તારથી ગૂંથીને ચોરસ ભાત પાડેલી
ચાપવું : પુરુષના કાનની બૂટમાં પહેરવાનું સોનાનું ઘરેણું
ચારજામો : ઘોડા પરનું પલાણ
ચાળો : વિચિત્ર હાવભાવ
ચાંદરાત : બીજની તિથિ
ચાંદૂડિયાં : વાંદરા-નકલ
(ઘોડી) ચાંપવી : દોડાવી મૂકવી
ચિચોડો : શેરડીનો રસ કાઢવાનો સંચો, કોલુ
ચૂડાકર્મ : વિધવા થતાં સ્ત્રીની ચૂડી ભાંગવાની ક્રિયા
ચે : ચેહ, ચિતા
ચોકડું : લગામ
ચોથિયું : ચોથો ભાગ
ચોલટા : ચોર
ચોળિયું : પાણકોરું
ચોંપ : ઝડપ, સાવચેતી
છાપવું : પ્રવાહી વસ્તુની અંજલિ લેતાં હથેળીમાં પડે તે ખાડો
છાલકાં : ગધેડાં પર બોજો ભરવાનું સાધન
છૂટકો : નિકાલ

0 Comments