સોરઠી બોલીનો કોશ
[શબ્દો અને રૂઢિપ્રયોગો]
જગનકુંડ : યજ્ઞકુંડ
જડધર : શંકર
જનોઈવઢ ઘા : જનોઈનો ત્રાગડો પહેરાય તે રીતે, ડાબા ખભા ઉપરથી ગળા નીચે થઈને હૃદય સુધીનો ઘા
જબરાઈ : બળાત્કાર
જમણ : દિવસ
જરવું : પચવું
જવાસાની ટટ્ટી : સુગંધી વાળાનો પડદો.
જંજરી : હોકો
જંજાળ્ય : મોટી બંદૂક
જીએરા : કચ્છના રાજાને ડવામાં આવતું સંબોધન (મૂળ અર્થ ‘જીવો રાજા’)
જાંગી : સીંચોડાનું મુખ્ય લાકડું
જીમી : કાઠિયાણીને ઘાઘરાને બદલે પહેરવાનું લુંગી જેવું છૂટું વસ્ત્ર
જુગતિ : યુક્તિ, જોવા જેવું
જુંબેદાર : જામીન, ખોળાધર
જેતાણું : જેતપુર
જોગટો : દંભી જોગી
જોગમાયા : દેવી
જોગાણ : ઘોડાને ખવરાવવાની ચંદી
જોડીદાર : સાથી, સરખી જોડીનો
જોધારમલ : અલમસ્ત
ઝડ : લૂંટ
ઝડવઝડ (દિવસ) : સૂર્યાસ્તનો સમય
ઝંઝાળ : જુઓ જંજાળ્ય
ઝંટિયાં : વાળનાં જુલ્ફાં
ઝાઝી વાત : મોટી વાત છાલકાં.
ઝાટકા : તરવારના ઘા
ઝાપટવું : ખંખેરવું
ઝાંત૨ : ગાડાની નીચેના ભાગમાં ચીજો મૂકવાનું ખાનું (ભંડારિયું).
ઝીંકવું : ઝંપલાવવું
ઝૂમણું : ડોકનો દાગીનો
ઝૂંપી : ચિતા
ઝોક : ઢોરને રાખવાનો વાડો
ઝોંટ : આંચકો
ટપારવું : પ્રશ્ન કરવો
ટપુડિયાં : નાનાં
ટશિયો : ટીપું (લોહીનું)
ટાટકવું : હલ્લો કરવો
ટંક : જમવાનું ટાણું
ટંટાળ : ઉપાધિ
ટાઢી છાશ : શિરામણ
ટાઢો : ઠંડો
ટાબરિયાં : છોકરાં
ટારડી : હલકી ઘોડી
ટીલડી : કપાળનું મધ્યબિંદુ
ટીંબી : ગામ ખંડિયેર થઈને દટાયા પછી ઢોરો થઈ જાય એ જમીન, ટીંબો
ટૂટજૂટ : તૂટેલી
ટૂંપાવો (જીવ): મૃત્યુ વખતે પ્રાણ દુખી થાય, જીવ જલ્દી ન નીકળે તે
ટેવવું : અનુમાન કરવું
ટોયલી : નાની લોટીયા
ટૌકો : અવાજ
ઠબવું : અડવું
ઠાણ : ઘોડાર
ઠામ : વાસણ
ઢુંગો : કસુંબો લીધા પછી ખાવામાં ગળ્યો નાસ્તો
ઠેરવવું : નિશાન તાકવું
ઠોંઠ ઠાપલી : તમાચો
ડણક (સિંહની): ગર્જના
ડમ્મર : વંટોળિયાની ડમરી
ડંકવું : વેદનાના સ્વરો કાઢવા
ડાટો : ઢાંકણ (બૂચ)
ડાઢવું : કટાક્ષ વચન બોલવું
ડાબા : ડાબલા, ઘોડાના પગની ખરી
ડાભોળિયું : ઘાસનો કાંટો
ડાલા : સુંડલા
ડૂકવું : થાકી જવું
ડૂંઘો : હોકો
ડેરા : તંબૂ
ડોર : માળાનો મેર
ડોઢી : મકાનને દરવાજે બંને બાજુ રાખેલી બેઠક
ડોરણું : બોરિયું, બટન
ડોંચવું : ખેંચવું
ઢાળું : ઢળેલું – તરફ
ઢાંકેલ-ઢૂંબેલ : સહીસલામત
ઢીબવું : મારવું
તમુંહી : તમને (કાઠી શબ્દ)
તરકટ : કાવતરું
તરઘાયો ઢોલ : યુદ્ધ વખતનો ઘેરા અવાજે વાગતો ઢોલ
તરફાળ : ખભે રાખવાનું ઝીણા. પોતનું ફાળિયું, ઉપવરત્ર
તરિયા : તરનાર માણસો
તરિંગ : (ઘોડાની) પીઠનો પાછલો ભાગ
તળાજું : તળાજા ગામનું હુલામણું નામ
તા : ઉશ્કેરાટ
તાજમ : અદબ વ્યક્ત કરતી ચેષ્ટા
તાણ : આગ્રહ
તારવવું : માર્ગ બદલવો
તાશેરો : બંદૂકોના સામટા ભડાકા
તાંત : કપાળે પહેરવાનું ઘરેણું
તાંસળી : કાંસાનો મોટો વાટકો
તેરમું : મૃત્યુ પછી તેરમા દિવસનું જ્ઞાતિભોજન
તરેલું : બળદની જોડી
તોરીંગ : ઘોડા
તોળવી (બરછી) : ઉગામવી
ત્રસકાં : ટીપાં
ત્રહકી રહી : નીતરી રહી
ત્રાટકવું : હલ્લો કરવો
ત્રાંબા જેવા : ત્રાંબાવરણી ભાત ઊપસે એટલા શેકીને કડકડા બનાવેલા (રોટલા)
થાનેલેથી : સ્તન પરથી
થાનેલું (લો) : સ્તન
થેપાડું : પ્રૌઢ વયની સ્ત્રીઓ ચણિયાને સ્થાને પહેરે છે તે લાલ રંગનું વસ્ત્ર, જેને નાડી નથી. હોતી પણ ગાંઠ વાળવામાં આવે છે.
દખણાદું : દક્ષિણ દિશામાં
દડેડા : ધારાઓ
દવલું (દુ+વહાલું) : અપ્રિય
દૃશ્ય : દિશા
દસ્તો : ભોગળ
દહાડી : રોજિંદી મજુરી
દાખડો : મહેનત
દાગવું : પેટાવવું, સળગાવવું
દાણ : વેરો
દાણિયા : દાવ
દાણિગર : કરજ
દીમની : દિશામાં
દૂડદમંગળ : મોટી
દૂધમલિયું : દૂધ ખાઈ ખાઈને જોરાવર ને કાંતિવાન થયેલું
દૂધિયું : ઠંડાઈ (બદામ, તરબૂચનાં બી, ખસખસ, તીખાં, ગુલાબની સૂકી પાંખડી વાટી-પલાળીને ખાંડ ઉમેરીને ઉનાળામાં પિવાનું દૂધનું પીણું)
દેકારા : શૌર્યોત્તેજક હાકલા
દોઢી : દરવાજાની ડેલીના નીચેના બંને ઓટલા
દોઢ્ય : વચ્ચેથી બેવડાવેલું
જોગટો : દંભી જોગી
જોગમાયા : દેવી
જોગાણ : ઘોડાને ખવરાવવાની ચંદી
જોડીદાર : સાથી, સરખી જોડીનો
જોધારમલ : અલમસ્ત
ઝડ : લૂંટ
ઝડવઝડ (દિવસ) : સૂર્યાસ્તનો સમય
ઝંઝાળ : જુઓ જંજાળ્ય
ઝંટિયાં : વાળનાં જુલ્ફાં
ઝાઝી વાત : મોટી વાત છાલકાં.
ઝાટકા : તરવારના ઘા
ઝાપટવું : ખંખેરવું
ઝાંત૨ : ગાડાની નીચેના ભાગમાં ચીજો મૂકવાનું ખાનું (ભંડારિયું).
ઝીંકવું : ઝંપલાવવું
ઝૂમણું : ડોકનો દાગીનો
ઝૂંપી : ચિતા
ઝોક : ઢોરને રાખવાનો વાડો
ઝોંટ : આંચકો
ટપારવું : પ્રશ્ન કરવો
ટપુડિયાં : નાનાં
ટશિયો : ટીપું (લોહીનું)
ટાટકવું : હલ્લો કરવો
ટંક : જમવાનું ટાણું
ટંટાળ : ઉપાધિ
ટાઢી છાશ : શિરામણ
ટાઢો : ઠંડો
ટાબરિયાં : છોકરાં
ટારડી : હલકી ઘોડી
ટીલડી : કપાળનું મધ્યબિંદુ
ટીંબી : ગામ ખંડિયેર થઈને દટાયા પછી ઢોરો થઈ જાય એ જમીન, ટીંબો
ટૂટજૂટ : તૂટેલી
ટૂંપાવો (જીવ): મૃત્યુ વખતે પ્રાણ દુખી થાય, જીવ જલ્દી ન નીકળે તે
ટેવવું : અનુમાન કરવું
ટોયલી : નાની લોટીયા
ટૌકો : અવાજ
ઠબવું : અડવું
ઠાણ : ઘોડાર
ઠામ : વાસણ
ઢુંગો : કસુંબો લીધા પછી ખાવામાં ગળ્યો નાસ્તો
ઠેરવવું : નિશાન તાકવું
ઠોંઠ ઠાપલી : તમાચો
ડણક (સિંહની): ગર્જના
ડમ્મર : વંટોળિયાની ડમરી
ડંકવું : વેદનાના સ્વરો કાઢવા
ડાટો : ઢાંકણ (બૂચ)
ડાઢવું : કટાક્ષ વચન બોલવું
ડાબા : ડાબલા, ઘોડાના પગની ખરી
ડાભોળિયું : ઘાસનો કાંટો
ડાલા : સુંડલા
ડૂકવું : થાકી જવું
ડૂંઘો : હોકો
ડેરા : તંબૂ
ડોર : માળાનો મેર
ડોઢી : મકાનને દરવાજે બંને બાજુ રાખેલી બેઠક
ડોરણું : બોરિયું, બટન
ડોંચવું : ખેંચવું
ઢાળું : ઢળેલું – તરફ
ઢાંકેલ-ઢૂંબેલ : સહીસલામત
ઢીબવું : મારવું
તમુંહી : તમને (કાઠી શબ્દ)
તરકટ : કાવતરું
તરઘાયો ઢોલ : યુદ્ધ વખતનો ઘેરા અવાજે વાગતો ઢોલ
તરફાળ : ખભે રાખવાનું ઝીણા. પોતનું ફાળિયું, ઉપવરત્ર
તરિયા : તરનાર માણસો
તરિંગ : (ઘોડાની) પીઠનો પાછલો ભાગ
તળાજું : તળાજા ગામનું હુલામણું નામ
તા : ઉશ્કેરાટ
તાજમ : અદબ વ્યક્ત કરતી ચેષ્ટા
તાણ : આગ્રહ
તારવવું : માર્ગ બદલવો
તાશેરો : બંદૂકોના સામટા ભડાકા
તાંત : કપાળે પહેરવાનું ઘરેણું
તાંસળી : કાંસાનો મોટો વાટકો
તેરમું : મૃત્યુ પછી તેરમા દિવસનું જ્ઞાતિભોજન
તરેલું : બળદની જોડી
તોરીંગ : ઘોડા
તોળવી (બરછી) : ઉગામવી
ત્રસકાં : ટીપાં
ત્રહકી રહી : નીતરી રહી
ત્રાટકવું : હલ્લો કરવો
ત્રાંબા જેવા : ત્રાંબાવરણી ભાત ઊપસે એટલા શેકીને કડકડા બનાવેલા (રોટલા)
થાનેલેથી : સ્તન પરથી
થાનેલું (લો) : સ્તન
થેપાડું : પ્રૌઢ વયની સ્ત્રીઓ ચણિયાને સ્થાને પહેરે છે તે લાલ રંગનું વસ્ત્ર, જેને નાડી નથી. હોતી પણ ગાંઠ વાળવામાં આવે છે.
દખણાદું : દક્ષિણ દિશામાં
દડેડા : ધારાઓ
દવલું (દુ+વહાલું) : અપ્રિય
દૃશ્ય : દિશા
દસ્તો : ભોગળ
દહાડી : રોજિંદી મજુરી
દાખડો : મહેનત
દાગવું : પેટાવવું, સળગાવવું
દાણ : વેરો
દાણિયા : દાવ
દાણિગર : કરજ
દીમની : દિશામાં
દૂડદમંગળ : મોટી
દૂધમલિયું : દૂધ ખાઈ ખાઈને જોરાવર ને કાંતિવાન થયેલું
દૂધિયું : ઠંડાઈ (બદામ, તરબૂચનાં બી, ખસખસ, તીખાં, ગુલાબની સૂકી પાંખડી વાટી-પલાળીને ખાંડ ઉમેરીને ઉનાળામાં પિવાનું દૂધનું પીણું)
દેકારા : શૌર્યોત્તેજક હાકલા
દોઢી : દરવાજાની ડેલીના નીચેના બંને ઓટલા
દોઢ્ય : વચ્ચેથી બેવડાવેલું
0 Comments