સોરઠી બોલીનો કોશ
[શબ્દો અને રૂઢિપ્રયોગો]
ધધડાવવું : ઠપકો દેવો
ધમાકા દેતી : વેગવંત ગતિથી
ધમેલ : ધગાવેલ
ધરપત : ધીરજ
ધરવવું : તૃપ્ત કરવું
ધરાવું : તૃપ્ત થવું
ધા : નિસાસો
ધા નાખવી : દુઃખ પડ્યાના પોકાર કરવા, ધાપોકાર કરવો
ધામોડા : અવાજ
ધાર : નાની ટેકરી
ધારોડા : ધારાઓ
ધીંગા : જાડા, મજબૂત
ધીંગાણું : લડાઈ
ધૂડિયું વરણ : ધૂળમાંથી અન્ન પકવે એ વર્ગ, ખેડૂતો
ધૂંધળ : ધૂલિ-ધૂરાર, ધૂળ ઊડવાને લીધે ભૂખરો થયેલો
ધોખો : મનદુઃખ
ધોબો : એક હાથનો ખોબો
ધોમચખ : ખૂંખાર
ધોમ તડકો : સખત તાપ
ધોળી શેરડી : ભરૂચી દેશી શેરડી
ધાગડિયું : મજબૂત
ધ્રાસકો : ફાળ
ધ્રોપટ : વેગથી
ધ્રોપટ : સોંસરવઢ, આરપાર
નખ્ખેદ : તોફાની
નગરનો ફાળિયો : વીસ હાથનું જામનગરમાં વણેલું માથાબંધણું; તેના વણાટવાળા કાળા છેડામાં સોનેરી તાર વણેલા હોય છે.
નરપલાઈ : હરામખોરી
નવઘરું : પાઘડી
નવા દી : નવરાત્રિથી માંડી દિવાળી સુધીના દિવસો
નળગોટાં : ગળાનો હરડિયો
નળો (હાડકાનો) : પગનું હાડકું
નળ્યા : ઊંડો ને સાંકડો રસ્તો
નંદવાય (ચૂડલી) : સધવા નારીની ચૂડલી તૂટે તેને ‘નંદવાય’ કહેવાય. (‘તૂટવું’ એ અ-મંગળ શબ્દ હોઈ વૈધવ્ય વખતના ચૂડીકર્મનું સૂચન કરે છે.)
નાડાછોડ : પેશાબ
નાતરું : પુનર્લગ્ન
નાનડિયા : નાની ઉંમરના
નામચા : નામના
નિવેડો : નિર્ણય
નેરું : નાની, ઊંડી નદી
નેવણ : ડામણ
નોખનોખા : જુદા
નોંધવું : તાકવું
પખતી : પહોળી
પખાળવું : પ્રક્ષાલવું, ધોવું
(કુળનાં) પખાં : (માતૃ-પિતૃ બંને) પક્ષો
પઘડાં : સોગઠાં
પછીત : ભીંતનું પછવાડું
પટાધર : એભાદાર, શૂરવીર
પડઘિયાવાળું : નીચે છાજલીવાળું
પડધારા : ડુંગરની ઢળતી બાજુ, ઢોળાવ
પતીકાં : ટુકડા
(ત્રણ) પરજ : કાઠી કોમની ત્રણ શાખા : ખાચર, ખુમાણ ને વાળા.
પરજેપરજા : ટુકડેટુકડા
પરડિયા : બાવળની શીંગો
પરનાળાં : પ્રણાલિકા, ધારાઓ
પરબોળિયા : વાડ પર ચડતી જાંબલી ફૂલવાળી વેલ થાય તેની શીંગો.
પરમાણ : સાર્થક
પરવાળા : ઘેરા ગુલાબી, પ્રવાલ જેવા
પરિયાણ : પ્રયાણ, તૈયારી
પરિયા : પૂર્વજો
પરોણાગત : મહેમાની
પરોણો : મહેમાન
પલાણ : ઘોડા ઉપરનો સામાન
પલાણવું : ઘોડે ચડવું
પહર : રાત્રિને પાછલે પ્રહરે ભેંસને ચરવા લઈ જવી તે
પળી બે પળી : પાશેર, અધશેર
પંગત : પંક્તિ, હાર
પંચાતિયા : વિષ્ટિકારો
પંથક : પ્રદેશ
પંડે : પોતે
પાકટ (ઉંમર) : વૃદ્ધાવસ્થા
પાઘડુ (પેંગડું) : ઘોડે ચડવાની રકાબ
પાટકવું : ભટકવું
પાટિયો : અનાજ રાંધવાનું માટીનું
પાટી : કાઠીઓમાં પુત્રોને વારસામાં જમીન વહેંચાય અને જે ભાગ મળે તે
પાટી (માથાની) : સેંથાની બંને બાજુએ લમણા પર ચપટા ઓળેલા સ્ત્રીના વાળ
(લોહીનાં) પાટોડાં : ખાબોચિયાં
પાઠાં : ઘોડા પરના કાઠાની બે બાજુનાં લાકડાં
પાણકોરું : ધોયા વગરનું જીન નામનું કાપડ
પારખવું : ઓળખવું
પારેવડાં : કબૂતર જેવાં ગરીબડાં બચ્ચાં
પાલવડાં : વસ્ત્રો ('પલ્લવ' પરથી)
પાસાબંધી કેડિયાં : લાંબી બાંય, છાતી ઉપર કસો અને પેટ ઉપર ઘેરવાળું દેશી પ્રજાનું પુરુષ-વસ્ત્ર
પાળ : સૈન્ય
પાળ્ય : ગામના રક્ષણને બદલે અપાતું મહેનતાણું
પાંખા : આછા, છૂટાછવાયા
પાંદડી : કાનના ઉપલા ભાગમાં પહેરવાનું ઘરેણું
પાંભરી : ‘ટાઈ ઍન્ડ ડાઈ,’ બાંધણથી બનાવેલો રેશમી રૂમાલ, પુત્રજન્મ થતાં તેને પાંભરી અને પુત્રી જન્મ થતાં ચૂંદડી ઓઢાડાય
પાંસળ : પાસે
પિયાલા (જેવી તલવાર) : પ્રિયાલ (વીજળી) જેવી ચમકતી અને ગતિમાં ત્વરિત ફરતી તલવાર
પીંગલે : ઘોડિયે
પીંછી : (તલવારની) અણી, પૂંછડાનો ભાગ
પુલકાતળ : રોમાંચ
પૂછ્યાનું ઠેકાણું : સલાહ લેવા લાયક
પેટ પીડ : પેટન
0 Comments