પ્રથમ સત્રાંત પરીક્ષા નું માળખું

પ્રશ્ન- ૧ (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી [ ‌ ] માં લખો. (૪)
(બ) ખાલી જગ્યા પૂરો. ‌ (૪)
(ક) નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે ✓ ની અને ખોટું હોય તો તેની સામે ‌× ની નિશાની કરો.(૨)

પ્રશ્ન-૨(અ) ખૂટતી સંખ્યા લખો. (૨)
(બ) ચડતા ક્રમમાં સંખ્યા લખો. (૨)
(ક) ઊતરતા ક્રમમાં સંખ્યા લખો. (૨)
(ડ) જોડકા જોડો. (૨)
(ઈ) દસ-દસ ઉમેરીને ગણતરી કરો અને સંખ્યા લખો. (૨)

પ્રશ્ન-૩(અ) પેટર્ન પ્રમાણે આગળ વધતી સંખ્યાઓ લખો. (૨)
(બ) ખૂટતી પેટર્ન પૂર્ણ કરો્. (૨)
(ક) સીધી ગણતરી કરીને નીચે આપેલી સંખ્યાને યોગ્ય ક્રમમાં ગોઠવો. (૨)
(ડ) છાપ ઓળખો અને કહો કે તે કોના પગની છે તેનું નામ લખો. (૨)
(ઈ) સૌથી વધારે પ્રવાહી સમાય તે વસ્તુ પર ⭕ કરો અને ઓછું સમાય તેના પર [ ] કરો. (૨)

પ્રશ્ન-૪(અ) પેટર્ન જુઓ વિચારો અને ક્રમમાં આગળ શું આવશે તે લખો. (૨)
(બ) વક્ર સપાટી વાળી વસ્તુ પર ⭕ અને સમતલ સપાટી વાળી વસ્તુ પર [ ] કરો. (૨)
(ક) સરવાળા કરો. (૨)
(ડ) બાદબાકી કરો. (૨)
(ઈ) વ્યવહારિક કોયડા ઉકેલો. (૨)

______________________________________


પ્રશ્ન ૧ (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી [ ‌ ] મા લખો.
(૧) તમારી નોટબુક નો આકાર કેવો છે? [ ડ ]
(અ) ગોળ
(બ) ત્રિકોણ
(ક) ચોરસ
(ડ) લંબચોરસ

(૨) 🔺 આપેલ આકાર કયો છે? [અ]
(અ) ત્રિકોણ
(બ) ગોળ
(ક) ચોરસ
(ડ) લંબચોરસ

(૩) પાણી ભરવાનું પીપ કેવી સપાટી ધરાવે છે? [ ક ]
(અ) વાંકી
(બ) સપાટ
(ક) વાંકી અને સપાટ
(ડ) એક પણ નહીં

(૪) બોક્સ અને જમીન પર ધક્કો મારતા તે દૂર જાય તેને શું કહેવાય? [ અ ]
(અ) સરકવું
(બ) ગબડવું
(ક) ઊડવું
(ડ) ભાગવું

(૫) નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી ભારે છે ? [ ડ ]
(અ) રબર
(બ) પેન
(ક) પેન્સિલ
(ડ) કંપાસ બોક્સ

(૬) તમારી ચોપડી કરતાં શું હલકું છે? [ અ ]
(અ) વૃક્ષનું પાંદડું
(બ) ટેબલ
(ક) બારણું
(ડ) ઈંટ

(૭) નીચેનામાંથી કોને ધક્કો મારતા તે ગડબડશે ? [ ડ ]
(અ) નારંગી
(બ) ટામેટુ
(ક) લખોટી
(ડ) આપેલ તમામ

(૮) બોક્સ કેવી સપાટી ધરાવે છે ? [ ક ]
(અ) વાંકી
(બ) વક્ર
(ક) સમતલ
(ડ) વક્ર અને સમતલ

(૯) ૧૦ ના ૨ જૂથ + ૧૦ ના ૨ જૂથ= ___ [ ક ]
(અ) ૨૦
(બ) ૩૦
(ક) ૪૦
(ડ) ૫૦

(૧૦) તમે શાના વડે પાણી પીવો છો ? [ ડ ]
(અ) જગ વડે
(બ) ડોલ વડે
(ક) ટાંકી વડે
(ડ) ગ્લાસ વડે

(બ) ખાલી જગ્યા પૂરો.
(૧) સિક્કાને ધક્કો મારતા તે ___
(૨) હાથી એ બતક કરતા __ છે.
(૩) પાન સફરજન કરતા ___ છે.
(૪) ૪૦, ૫૦ ,‌___ ૭૦ ,‌ ૮૦
(૫) ૫૭ + ૧૦ = ___
(૬) ૧૦ ના ૨ જૂથ = __
(૭) ૩૦ - ૧૦ = __
(૮) ૨, ૪, ૬, ૮, ___ ૧૨, ૧૪
(૯) બંગડી નો આકાર ___ છે.
(૧૦) ૧ લીટર = ___ મિલી.
(૧૧) ગુંજાશ નો મોટો એકમ __ છે.
(૧૨
) ગુંજાશ નો નાનો એકમ __ છે.
(૧૩) મિલિમીટર ને ટૂંકમાં __ લખાય.
(૧૪) પીપળાના પાન નો આકાર ___ છે.
(૧૫) ૩૪ માં દશકનો અંક __ છે.
(૧૬) ૯૭ માં એકમ નો અંક ___ છે.
(૧૭) ૨૬ માં ૬ ની સ્થાન કિંમત __ છે.
(૧૮) ૪૮ માં ૪ ની સ્થાન કિંમત ___ છે.
(૧૯) ૬ મિલી + ૫ મિલી = __ મિલી.
ઉત્તર:-
(૧) ગબડે અને સરકે
(૨
) ભારે
(૩) હલકુ
(૪) ૬૦
(૫) ૬૭
(૬) ૨૦
(૭) ૨૦
(૮) ૧૦
(૯) ગોળ
(૧૦) ૧૦૦૦
(૧૧) લીટર
(૧૨) મિલી લીટર
(૧૩) મિલી
(૧૪) ત્રિકોણ
(૧૫) ૩
(૧૬) ૭
(૧૭) ૬
(૧૮) ૪૦
(૧૯) ૧૧

(ક) નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે √ ની અને ખોટું હોય તો તેની સામે × ની નિશાની કરો.
(૧) ગોળને એક પણ બાજુ હોતી નથી. [ √ ]

(૨) કેરમ બોર્ડ નો આકાર લંબચોરસ હોય છે. [ × ]

(૩) ચીકુ ની સપાટી હોય છે. [ √ ]

(૪) લખોટી સમતલ સપાટી વાળી વસ્તુ છે. [ × ]

(૫) વીંટી ને ધક્કો મારતા તે સરખી પણ શકે અને ગબડી પણ શકે. [ √ ]

(૬) ૧૮, [ ], ૨૦,‌ ૨૧, [ ], ૨૩ માં ખૂટતી સંખ્યાઓ ૧૯ અને ૨૨ છે. [ √ ]

(૭) પેન્સિલ કરતા ચોપડી ભારે હોય છે. [ √ ]

(૮) ૭૭ - ૧૦ = ૭૭ થાય. [ × ]

(૯) વાટકી કરતા ટબમાં પાણી વધારે સમાય છે. [ √ ]

(૧૦) કપડા ધોવામાં ૪૦૦ જગ પાણી વપરાય છે. [ × ]

પ્રશ્ન-૨ (અ) ખૂટતી સંખ્યા લખો.
[ ૧૩ ] [ ] [ ૧૫ ] [ ] [ ૧૭ ]

[ ૫૮ ] [ ૫૯ ] [ ] [ ] [ ૬૨ ]

[ ૭૭ ] [ ] [ ૭૯ ] [ ] [ ]

[ ] [ ] [ ૩૯ ] [ ] [ ૪૧ ]

[ ૬૬ ] [ ] [ ૬૮ ] [ ] [ ]

ઉત્તર:-
(૧) [૧૩] [૧૪] [૧૫] [૧૬] [૧૭]

(૨) [૫૮] [૫૯] [૬૦] [૬૧] [૬૨]

(૩) [૭૭] [૭૮] [૭૯] [૮૦] [૮૧]

(૪) [૩૭] [૩૮] [૩૯] [૪૦] [૪૧]

(૫) [૬૬] [૬૭] [૬૮] [૬૯] [૭૦]

(બ) ચડતા ક્રમમાં સંખ્યા લખો.
૧. ૨૪, ૧૪, ૧૬, ૨૧,‌ ૧૧
ઉત્તર:-
૧૧, ૧૪, ૧૬,‌‌ ૨૧, ૨૪

૨. ૨૫, ૧૯, ૧૫, ૧૭, ૨૩
ઉત્તર :-
૧૫,‌ ૧૭,‌ ૧૯, ૨૩,‌‌ ૨૫

૩. ૪૬, ૩૭,‌ ૫૯, ૬૨, ૭૧
ઉત્તર:-
૩૭, ૪૬, ૫૯, ૬૨,‌ ૭૧

૪. ૭૬, ૬૭,‌ ૮૧, ૭૯, ૯૭
ઉત્તર:-
૬૭, ૭૬, ૭૯, ૮૧,‌ ૯૭

(ક) ઉતરતા ક્રમમાં સંખ્યા લખો.
(૧) ૧૯, ૪૨, ૮,‌ ૨૪, ૨૯
ઉત્તર:-
૪૨, ૨૯, ૨૪, ૧૯, ૮

(૨) ૬૨, ૪૬, ૬૦, ૨૬, ૬૪
ઉત્તર:-
૬૪, ૬૨,‌ ૬૦, ૪૬, ૨૬

(૩) ૩૯, ૮૭, ૯૩, ૭૪, ૪૭
ઉત્તર :- ૯૩, ૮૭, ૭૪, ૪૭, ૩૯

(૪) ૫૯, ૬૪, ૬૩, ૮૭, ૭૫
ઉત્તર:-
૮૭, ૭૫, ૬૪,‌ ૬૩, ૫૯

(૫) ૨૭, ૪૭, ૫૦, ૬૦, ૩૦
ઉત્તર:-
૬૦, ૫૦, ૪૭, ૩૦, ૨૭

(ડ) જોડકા જોડો. 
(૧) (કોણ શું ઊચકશે).

(અ)

(બ)

(૧) મમ્મી

(૧) ૧૦ કિલો તેલ

(૨) મોટાભાઈ

(૨) ૧ કિલો ઘી

(૩) પપ્પા

(૩) ૫ કિલો ઘઉં

(૪) નાનો ભાઈ

(૪) ૩ કિલો ચોખા

ઉત્તર:-
(૧ - ૩)
(૨ - ૪)
(૩ - ૧)
(૪ - ૨)

(૨)

(અ)

(બ)

(૧) કબુતર

(૧) ગાડી

(૨) ગધેડો

(૨) લાકડું

(૩) હાથી

(૩) પીંછું

(૪) ઘોડો

(૪) ગુણ

ઉત્તર:- 
(૧) પીછું
(૨) ગુણ
(૩) લાકડું
(૪) ગાડી

(૩)

(અ)

(બ)

(૧) ૫ દશક અને ૬ એકમ

(૧) ૮૯ 

(૨) ૭ દશક અને ૦ એકમ

(૨) ૨૩ 

(૩) ૮ દશક અને ૯ એકમ

(૩) ૫૬ 

(૪) ૨ દશક અને ૩ એકમ

(૪) ૭૦ 

ઉત્તર :- 
(૧) ૫૬
(૨) ૭૦
(૩) ૮૯
(૪) ૨૩

(ઈ) દસ - દસ ઉમેરીને ગણતરી કરી અને સંખ્યા લખો.
(૧) ૧૨ _ _ _ _ _

(૨) ૪૫ _ _ _ _ _

(૩) ૧૦ _ _ _ _ _

(૪) ૨૧ _ _ _ _ _

(૫) ૨૮ _ _ _ _ _

ઉત્તર:- 
(૧) ૧૨,૨૨,૩૨,૪૨,૫૨,૬૨
(૨) ૪૫,૫૫,૬૫,૭૫,૮૫,૯૫
(૩) ૧૦,૨૦,૩૦,૪૦,૫૦,૬૦
(૪) ૨૧,૩૧,૪૧,૫૧,૬૧,૭૧
(૫) ૨૮,૩૮,૪૮,૫૮,૬૮,૭૮

પ્રશ્ન:- ૩ (અ) પેટર્ન પ્રમાણે આગળ વધતી સંખ્યા લખો.
(૧) ૧, ૩, ૫ _ _ _ _

(૨) ૧૦, ૨૦, ૩૦ _ _ _ _

(૩) ૧૨, ૧૪, ૧૬ _ _ _ _

(૪) ૧૫,‌ ૨૦, ૨૫ _ _ _ _

(૫) ૨, ૫, ૮, _ _ _ _
ઉત્તર:-
(૧) ૧,૩,૫,૭,૯,૧૧,૧૩
(૨) ૧૦,૨૦,૩૦,૪૦,૫૦,૬૦,૭૦
(૩) ૧૨,૧૪,૧૬,૧૮,૨૦,૨૨,૨૪
(૪) ૧૫,૨૦,૨૫,૩૦,૩૫,૪૦,૪૫
(૫) ૨,૫,૮,૧૧,૧૪,૧૭,૨૦

(બ) ખૂટતી પેટર્ન પૂર્ણ કરો.

(ક) સીધી ગણતરી કરીને નીચે આપેલી સંખ્યા ને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(૧) ૩૦,૨૨,૨૮,૨૬,૨૪
ઉત્તર:- ૨૨,૨૪,૨૬,૨૮,૩૦

(૨) ૫૦,૩૦,૪૫,૩૫,૪૦
ઉત્તર:- ૩૦,૩૫,૪૦,૪૫,૫૦

(૩) ૬૦,૮૦,૭૦,૪૦,૫૦
ઉત્તર:- ૪૦,૫૦,૬૦,૭૦,૮૦

(૪) ૧૭,૨૧,૧૮,૨૦,૧૯
ઉત્તર:- ૧૭,૧૮,૧૯,૨૦,૨૧

(૫) ૨૭,૨૪,૩૦,૩૬,૩૩
ઉત્તર:- ૨૪,૨૭,૩૦,૩૩,૩૬

(ડ) છાપ ઓળખો અને કહો કે તે કોના પગની છે તેનું નામ લખો.
ઉત્તર : 
1. હાથી 
2. ઊંટ
3. કૂતરા
4. કુકડા
5. માણસ

(ઈ) સૌથી વધારે પ્રવાહી સમયે તે વસ્તુ પર ⭕ અને ઓછું સમાય તેના પર [] કરો.

પ્રશ્ન:-૪(અ) પેટર્ન જુઓ વિચારો અને ક્રમમાં આગળ શું આવશે તે લખો.
(૧) સવાર સાંજ રાત __ __ ___

(૨) ૭૧ ૭૨ ‌૭૩ __ ‌__ __

(૩) ૨૦ ૩૦ ૪૦ __ __ __

(૪) ૫-ક ૬-ખ ૭-ગ _ _ _

(૫) ૫૫ ૫૦ ૪૫ __ __ __

ઉત્તર:- 
(૧) સવાર સાંજ રાત સવાર  સાંજ રાત
(૨) ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬
(૩) ૨૦ ૩૦ ૪૦ ૫૦ ૬૦ ૭૦
(૪) ૫-ક ૬-ખ ૭-ગ ૮-ઘ ૯-ચ ૧૦-છ
(૫) ૫૫ ૫૦ ૪૫ ૪૦ ૩૫ ૩૦

(બ) વક્ર સપાટી વાળી વસ્તુ પર⭕ અને સમતલ સપાટી વાળી વસ્તુ પર[ ] કરો.

(ક) સરવાળા કરો.
(૧) ૪૦ 
 +૧૦ 
______ 
‌ ૫૦ 


(૨) ૩૪
+૧૨
______
૪૬


(૩) ૮૨ 
‌ +૧૦ 
_____
૯૨ 

(૪) ૨૪
+૩૪
_____
૫૮


(૫) ૫ લિટર 
+૩ લિટર 
_______ 
૮ લિટર 

(૬) ૫૦ લિટર
+ ૫ લિટર
_______
૫૫ લિટર

(ડ) બાદબાકી કરો.
(૧) ૬૬ 
- ૫૬ 
______ 
૧૦ 

(૨) ૪૯
- ૧૦
_____
૩૯

(૩) ૪૦ 
- ૨૦
__
૨૦ 

(૪) ૨૫
 - ૧૫
____
૧૦

(૫) ૯ લિટર 
- ૫ લિટર 
_____
૪ લિટર 

(૬) ૮૭ લિટર
- ૩ લિટર
________
૮૪ લિટર

(ઈ) વ્યવહારિક કોયડા ઉકેલો.
(૧) શાળાની એક પાણીની ટાંકીમાં ૫૦ લિટર પાણી છે બાળકોએ ૪૦ લીટર પાણી પીધું તો ટાંકીમાં કેટલુ પાણી બાકી રહે?
ઉત્તર:-
૫૦ લિટર પાણી
- ૪૦ લિટર પાણી
_____________
૧૦ લિટર પાણી બાકી રહ્યું.

(૨) તેલ ની શીશી માં ૬૦ મિલી તેલ હતું.તેમાંથી ૧૦ મિલી તેલ ઢોળાઈ ગયું હવે તેલ ની શીશી માં કેટલું તેલ વધ્યું.
ઉત્તર:-
૬૦ મિલિ
- ૧૦ મિલિ
___________
૫૦ મિલિ તેલ વધ્યું.

(૩) એક ઊંટ એક સમયે ૯ ડોલ પાણી પી શકે છે તો આવા બે ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે.
ઉત્તર :-
૯ ડોલ
+૯ ડોલ
________
૧૮ ડોલ પાણી પી શકે.

(૪) એક જગ ભરવા ૫ પ્યાલા પાણીની જરૂર પડે તો આવા ત્રણ જગ ભરવા કેટલા પ્યાલા ની જરૂર પડે?
ઉત્તર:-
૫ પ્યાલા
+ ૫ પ્યાલા
+ ૫ પ્યાલા
________
૧૫ પ્યાલા ની જરૂર પડે.

(૫) બે નાના પ્યાલા થી એક મોટો પ્યાલો ભરાઈ છે. તો આવા ૨ મોટા પ્યાલા ભરવા કેટલા નાના પ્યાલા ની જરૂર પડે?
ઉત્તર :-
૨ પ્યાલા
+ ૨ પ્યાલા
________
૪ પ્યાલા ની જરૂર પડે.