પાઠ : ૧૮ ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
1. સમજાવો : સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
ઉત્તર :
ઉત્તર :
- અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવવધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવવધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે.
- સામાન્ય રીતે ભાવો વધતાં યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક મળે છે.
- ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવવધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે, તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે.પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે છે, ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે.
- ઉત્પાદકો કે યોજકોની આવક વધતાં એ વધારામાંથી કામદારોને વેતનવધારો મળે છે. આમ, સૌની આવક વધતા, ખરીદશક્તિમાં વધારો થતાં, વધુ ચીજવસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવનધોરણ પણ ઊચું આવે છે.
- આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
2. સમજાવો : ભાવવૃદ્ધિ એ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ છે.
ઉત્તર :
ઉત્તર :
- જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવસપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે.
- ખુબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે દોડે છે. આ પ્રકારની ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે.
- ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને, નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રમાં આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે.
3. ભાવવૃદ્ધિના કારણો જણાવો.
ઉત્તર : ભાવવૃદ્ધિ માટેનાં મુખ્યત્વે બે પરિબળો આ પ્રમાણે છે.
(અ) અર્થતંત્રમાં ચીજ-વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે
(બ) તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે.
(બ) તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે.
ભાવવધારા માટે નીચેના કારણો જવાબદાર છે.
(1) નાણાંના પુરવઠામાં વધારો :
અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ત્રણ રીતે વધારો થાય છે.
(A) ખાદ્યપુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા.
(B) નાણાંના ચલણવેગમાં વધારો એટલે જે બજારમાં નાણાંની લેવડ–દેવડ વધે.
(C) શાખ-વિસ્તરણની નીતી દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને.
અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદશક્તિ વધે, ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે; પરંતુ તેની સામે કુલ પુરવાઠામાં વધારો થતો નથી તેથી ભાવવૃદ્ધિ થાય છે.
સરકાર યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્યપુરવણીની નીતિ દ્વારા નવાં નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે.

સરકારના વહીવટી ખર્ચા, બિનયોજનાકીય ખર્ચા, સંરક્ષણ ખર્ચમાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી, જાહેરખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે. જે ખરીદશક્તિને વધારે છે, જે ભાવસપાટીને ઊંચે લઈ જાય છે. આમ, ખરીદશક્તિમાં વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.
આમ, ભાવવધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે. અને કારણ પણ છે.
(2) વસ્તીવધારો :
ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી, 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગપુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. વસ્તુની અછત સર્જાતાં, ભાવવધારો જન્મે છે.
(3) નિકાસમાં વધારો :
વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે, સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજ-વસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પાડતાં ભાવમાં વધારો થાય છે.
(4) કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ :
કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે. અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે. તેઓ ખરીદશક્તિ ઘટતાં વેતનવધારાની માંગણી કરે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણામે છે. આમ, ભાવવૃદ્ધિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે.
(5) બિનનોંધાયેલ નાણાંનું ચલન ( કાળું નાણું) :
સરકારને ચૂકવવાપાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાંક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ, હિસાબી ચોપડે નહિ નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. આ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ, તમામ પ્રકારે કાળું નાણું ભાવવધારાનું પોષક રહ્યું છે.
(6) સરકાર દ્વારા ભાવવધારો :
સરકાર વખતોવખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રસાયણિક ખાતર, કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે જેના કારણે ભાવ વધારો થાય છે. આમ, સરકાર પણ ભાવ વધારાને જન્મ આપે છે.
(7) કુદરતી પરિબળો :
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમ જ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર, તાળાબંધી જેવાં માનવીય પરિબળના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરિત અસર પડે છે. પુરવઠો ઘટતાં તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી ભાવસપાટીમાં વધારો થાય છે.
(8) દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર :
કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમ જ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાતચોરી કરવાના ઈરાદે, ચોરી છૂપીથી, કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે જેને દાણચોરી કહેવાય છે.
ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવવધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો, વસ્તુના જથ્થાની વત્તા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે. કૃત્રિમ અછત ઊભી થાય છે અને ત્યાર બાદ બજારમાં ખુબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવાય છે તેને નફાખોરી કહે છે.
આમ, સંગ્રહખોરી, કાળાબજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે. જે અંતે ભાવવધારા માટે એક જવાબદાર પરિબળ છે.
4. સમજાવો : સરકારના યોજનાકીય અને બિનયોજકીય ખર્ચથી ભાવવધારો જન્મે છે.
ઉત્તર : સરકારને યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવાં નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારો છે. સરકારના વહીવટી ખર્ચા, બિનયોજનાકીય ખર્ચમાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી, જાહેરખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી, બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે. જે ખરીદશક્તિને વધારે છે. જે ભાવસપાટીને ઊંચે લઈ જાય છે. આમ, ખરીદશક્તિમાં વધારો ભાવવૃદ્ધિના કારણો બને છે.
સરકારના બિનયોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતાં વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે. તેમજ ઉત્પાદનના સાધનોને વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. પરિણામે ખરીદશક્તિ વધતા, કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવવધારો જન્મે છે.

5.ભાવનિયંત્રણ શા માટે જરૂરી છે?
ઉત્તર : - સતત ભાવવધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જન–જીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવનિયંત્રણની આવશ્યકતા ઊભી થઇ છે.
- ભાવવધારાથી થતી અસરો નીચે મુજબ છે:
- ભાવવધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદશક્તિમાં વધારો, ચીજવસ્તુ-સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યવર્ગને જીવવું દુષ્કર બની જાય છે.
- ભાવવધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. નવા ધંધા ઉદ્યોગો રોજગાર અટકી જાય છે.
- વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતા હૂંડિયામણ ખર્ચાય છે. જે નવી સમસ્યા સર્જે છે.
- આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. અછત સર્જાય છે. પ્રજાનું જીવનધોરણ કથળે છે. ગરીબો વધુ ગરીબ બને છે.
- દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતાં તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધે છે, અને તેના પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાથી દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હૂંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસનું અસમતુલન સર્જાય છે.
- ભાવવધારાથી ગરીબ કે મધ્યમવર્ગનું જીવનધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહવેપાર, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. સમાજનું નૈતિક અધ:પતન થાય છે.
- આમ, ફુગાવારૂપી ભાવવધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે.
6. ભાવવધારો ને નિયંત્રણ માં લેવાનાં ઉપાયો જણાવો.
ઉત્તર : અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતુ રહે છે. જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી તેથી ભાવવૃદ્ધિ સર્જાય છે. ભાવવધારાના નિયંત્રણ માટે સરકાર આ પ્રમાણે પગલાં ભરે છે.
(1) નાણાંકીય પગંલાઓ :
- ભારતની મધ્યસ્થ બેન્ક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશ: ભાવ ઘટે છે.
- મધ્યસ્થ બેન્ક ધિરાણનીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોઘું બનતાં બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતાં લોકોની બચતવૃત્તિમાં વધારો થાય અને ડિપોઝીટોમાં, વિવિધ બચતોના રોકાણો વધે છે. આમ, ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે. અને નફાખોરી પર અંકુશ આવે છે.
- બેંકદરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતાં સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે તેથી મૂડીસર્જન દર વધે છે. નવા ધંધા-રોજગારનાં ક્ષેત્રો ખુલે છે.
- બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે. ધિરાણ ઘટે છે.
- ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતાં, વપરાશી ખર્ચ ઘટતાં, ભાવો અંકુશમાં રહે છે.
- રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેરઋણની નીતિ.
- સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે.
- કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. આવકવેરો, કંપનીવેરો, મિલકતવેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મુકવામાં આવે છે. અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે.
- જાહેરઋણની નીતિ : જાહેરઋણની નીતિ અનુસાર સરકાર લોનો બહાર પાડીને કે 'ફરજિયાત બચત યોજના' જેવી સ્ક્રીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાના પ્રયાસ કરે, બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે, જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે, સરકારી સબસીડીરૂપી સહાયમાં ઘટાડો કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત વર્ગની વપરાશી કે મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાંખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. આમ, આ પગલાંઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે તેથી વસ્તુની માંગ ઘટશે જે અંતે ભાવઘટાડામાં પરિણમશે.
(3) મૂડીરોકાણ પર અંકુશ :
બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.
સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદનશક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ, વ્યાજના દર વધારીને બચતવૃત્તિને ઉત્તેજિત કરીને મૂડીસર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે.

(4) ભાવનિયમન અને માપબંધી (જાહેરવિતરણ પ્રણાલી દ્વારા) :
ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યુહરચનાનું એક પગલું તે જાહેરવિતરણ પ્રણાલી (PDS) છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. જેનો હેતુ સમાજના નિમ્ન આવકજૂથને (અંંત્યોદય) અને ગરીબીરેખા નીચે જીવતાં ગરીબો (BPL) એન ગરીબીરેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વાજબીભાવે વાજબીભાવની દુકાનો (FPSS) દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે.

(5) ભાવનિર્ધારણ તંત્ર :
- સંગ્રહખોરી, સટ્ટાખોરીને ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવનિર્ધારણનું કાર્ય કરે છે. વેપારીઓને તે જ નિર્ધારીત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે.
- સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે 'આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો-1955' અમલમાં મૂક્યો છે, જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
- સંગ્રહોખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશરૂપે 'પ્રિવેન્શન ઓફ એન્ટિસોશ્યલ એક્ટિવિટીઝ એક્ટ (PASA)' હેઠળ જરૂર પડ્યે કાયેદેસર અટકાયત કરવામાં આવે છે.
- ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકીંગ, સ્ટોકપત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાંઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
- સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનૂર વગેરેના ભાવો ભાવનિર્ધારતંત્રના આધારે નક્કી કર્યા છે.
- કેટલીક જીવનરક્ષણ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવવૃદ્ધિને અટકાવી છે.
- આમ, ભાવવૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી; પરંતુ પરસ્પર આધારિત છે, તેથી છૂટાછવાયા એકલદોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂર લાવી શકાશે.
7. ભાવનિયમન અને માપબંધી પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યુહરચનાનું એક પગલું તે જાહેરવિતરણ પ્રણાલી (PDS) છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. જેનો હેતુ સમાજના નિમ્ન આવકજૂથને (અંંત્યોદય) અને ગરીબીરેખા નીચે જીવતાં ગરીબો (BPL) અને ગરીબીરેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને આવશ્યક ચીજવસ્તુઓ વાજબીભાવે વાજબીભાવની દુકાનો (FPSS) દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે.
આજે દેશમાં અંદાજે 4.92 લાખ 'વાજબી ભાવની દુકાનો'(FPSS) છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછાં હોય છે. આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓનાં ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. આ રકમને સબસીડી કહે છે.
કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળાબજારમાં મનફાવે તેમ ભાવવધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવનસ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી(PDS) આશીર્વાદરૂપ બની છે. જે ભાવવૃદ્ધિને અંકુશમાં રાખે છે.

આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શીય વહીવટ અને પ્રામાણિક એવા દુકાનદારો પર રહેલો છે.
8. ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે?
ઉત્તર : ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે. તે નીચે મુજબ છે.
- ગ્રાહકને પેકિંગ પર લખ્યાં કરતાં ઓછું વજન આપીને હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ માલ કે સેવા આપીને.
- છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને.
- ગ્રાહકનાં આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને કે વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને.
- નિર્ધારીત શરતો કે માપદંડ મુજબ બાંધકામ,ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને.
- વીજળી બેંક, વીમો–ટેલિફોન કે દાક્તરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુરવ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય.
- લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહક સાથે છેતરામણી કરીને
- વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક-માનસિક નુકશાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને ગ્રાહકનું શોષણ થાય છે.
9. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો.
ઉત્તર :
19. તોલમાપ અને ચીજવસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર નોંધ લખો.
ઉત્તર :
20. ગ્રાહક સુરક્ષા અંતર્ગત કોણ ફરિયાદ દાખલ કરી શકે છે?
ઉત્તર : (1) ગ્રાહક પોતે
(2) કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર
(3) ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા
(4) એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઇ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા
(5) કોઈ માલ, ચીજ-વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકશાન સામે ફરિયાદ કરી શકે છે.
જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેનાં કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ, રાષ્ટ્રીય ફોરમમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઊણપ ગણાય. આમ, વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજનસંબંધી ઘટ કે ઊણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
21. ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેવી રીતે ફરિયાદ થઈ શકે ?
ઉત્તર :
(1) ગ્રાહક પોતે જવાબદાર :
અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, થયેલ નુકશાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહયો છે.
(2) મર્યાદિત માહિતી :
જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે.
આમ, વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને તો ક્યારેક કુદરતી આફતો જેવાં પરિબળોથી અછત ઊભી થાય છે.
ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ, બજારમાં વસ્તુનો અપુરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિયમિત બને છે.
(4) મર્યાદિત હરિફાઇ :
જ્યારે કોઇ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઇ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઈજારાશાહીવાળા બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરે છે. ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે.

- મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઇપણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.
- તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઇ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી.
- આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે, ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરેંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. આમ, મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે.
જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે.
આમ, વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને તો ક્યારેક કુદરતી આફતો જેવાં પરિબળોથી અછત ઊભી થાય છે.
ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ, બજારમાં વસ્તુનો અપુરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિયમિત બને છે.
(4) મર્યાદિત હરિફાઇ :
જ્યારે કોઇ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઇ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઈજારાશાહીવાળા બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરે છે. ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે.
10. ગ્રાહક સુરક્ષા એટલે શું? તે શા માટે જરૂરી છે?
ઉત્તર :
ઉત્તર :
- ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે.
- ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં 'રાલ્ફનાડરે' ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
- આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે.આથી, ગ્રાહક જાગૃતિ જરૂરી બને છે.
11. ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ માટે થયેલા પ્રયત્નો જણાવો.
ઉત્તર :
- ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ.
- સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઇઓનો ઉલ્લેખ કર્યો છે.
- અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલીન કેનેડીએ અમેરિકાની સંસદમાં તા.15 માર્ચ, 1962 ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી.
- 'કન્ઝુમર્સ ઇન્ટરનેશનલ' આંતરરાષ્ટ્રીય સંગઠને તા.15 માર્ચ, 1983ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15 માર્ચને 'વિશ્વ ગ્રાહક અધિકાર દિન' તરીકે ઊજવવામાં આવી રહ્યો છે.
- ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો) એ તા.16મી એપ્રિલ, 1985ની સભામાં 'યુનાઈટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝુમર્સ પ્રોટેકશન'ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો (હકો) અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી.
- ભારતીય સંસદે 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો હતો, જેને રાષ્ટ્રપતિએ તા.24મી ડિસેમ્બર, 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે તા.24 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે ઊજવવામાં આવી રહ્યો છે.
- ગુજરાત સરકારે તા.18મી ફેબ્રુઆરી, 1988ના રોજ 'ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો-1988' અમલમાં મૂક્યા તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.
- ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે. હજુ પણ જૂના કાયદામાં ફેરફાર કરવાની લાગણી પ્રજામાં જન્મી છે.
12. ગ્રાહક સેવા સંબંધી ગ્રાહકોના અધિકારોનો કાયદો સમજાવો.
ઉત્તર :
ઉત્તર :
- ગ્રાહકોના અધિકારો સંબંધી કાયદા હેઠળ વ્યાપારી, માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે.
- જે કોઈ વ્યક્તિ કોઈપણ ચીજવસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેધરી આપીને અથવા તો અંશત: કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિને ગ્રાહક કહે છે.
- હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડાખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે છે તે ગ્રાહક છે.
13. ગ્રાહકોને મળેલા અધિકારો સમજાવો.
ઉત્તર : કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકાર આપવામાં આવ્યા છે.
(1) સલામતીનો અધિકાર :
ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. આ અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવા તેમજ ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઇ કરી છે.
(5) ફરિયાદ નિવારણનો અધિકાર :
ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી થયેલ નુકશાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી શકે છે. તેમજ તેનું નિવારણ લાવીને થયેલ નુકશાન બદલ વળતર માંગવાનો ગ્રાહકને બક્ષે છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે આવી એક કે એકથી વધુ રાહતો વળતરરૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ તે હકદાર છે.
(6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર :
ઉત્તર : કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકાર આપવામાં આવ્યા છે.
(1) સલામતીનો અધિકાર :
- 'જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકર્તા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો ગ્રાહકને અધિકાર છે.' આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે.
- ગ્રાહકને માલ કે સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, ધોરણ, શુદ્ધતા, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઇએ. જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતરસમોથી બચી શકે.
- આ બધી માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે.
- ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેંકિગ પરથી, જાહેરખબર, ભાવપત્રકો, સરકારી જાહેરખબરો અને અહેવાલો પરથી મળી રહે છે.
- વૈવિધ્યપૂર્ણ અને ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહતમ લાભ મળે તે રીતે હરીફાઈના ભાવે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે.
- પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવી. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખુબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે.
ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. આ અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવા તેમજ ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઇ કરી છે.
(5) ફરિયાદ નિવારણનો અધિકાર :
ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી થયેલ નુકશાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી શકે છે. તેમજ તેનું નિવારણ લાવીને થયેલ નુકશાન બદલ વળતર માંગવાનો ગ્રાહકને બક્ષે છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે આવી એક કે એકથી વધુ રાહતો વળતરરૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ તે હકદાર છે.
(6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર :
- આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઇ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે.
- ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે.
- શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને, વિવિધ સંસ્થાઓની મીંટીગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચાસભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબરો દ્વારા ગ્રાહક શિક્ષણ તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે, એમાં ગ્રાહકશિક્ષણ મદદરૂપ બને છે.
14. ગ્રાહકોની ફરજો જણાવો.
ઉત્તર : ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે. તેમ તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે.
(1) ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ-વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS, ISI કે એગમાર્ક જેવાં ગુણવત્તાના માનક ચિહ્નો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. વીજળી કે ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ.
(2) ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ.
ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિ પૂર્વકનું, ગણતરીબાજ તરીકે, વિવેકદ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે.
(3) ગ્રાહકની ફરજ એ છેકે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે.
(4) ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બીલ કે નાણાં ચૂકવાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટીકાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
(5) ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને "સ્વૈચ્છિક ગ્રાહક મંડળો" કે સંગઠનો રચવાં જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવિ તૈયારી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમીતીમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે.
(6) ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોનને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ.
(7) ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકીંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદનનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને, ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ.
(8) ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરજ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. આમ, ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોએ.
(9) ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પુરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે 'સેલ'માંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહિ.
(10) ખરીદી વખતે વજનના માપિયાં, વજનકાંટો, તોલમાપનાં સાધનો કે ઈલેક્ટ્રોનિકસ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. તોલમાપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતોવખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહિ તેની ખાતરી કરવી જોઈએ.
જો સાધનો દર વર્ષે પ્રામણિત કરાવેલાં ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂની માત્રા વિજ્ઞાન અને નિયમિક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન કરવું જોઈએ અને જરૂર પડ્યે ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ છે.
(11) ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહિ. આશરે વજન ચેક કરવું. રીક્ષા કે ટેક્સીમાં મીટર 'ઝીરો' કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું.
પ્રટ્રોલ, ડીઝલ, CNG, ગેસ ભરાવતી વખતે ઈન્ડિકેટર પર '0000' ઝીરો મીટરનનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું.
કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
ત્રાજવું સ્નેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું. હાથમાં ઊંચકીને લીધેલા ત્રાંજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરપીંડી થવાની શક્યતા છે.
(12) રેલવે, બેન્ક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદારકારી કે સેવામાં ઊણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકશાન સામે વળતર મેળવવા 'ગ્રાહક ફોરમ'માં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચૂકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટી.વી., ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તેમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતાં અટકાવી શકાય છે.
આમ, ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બને છે.
(13) ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં, ઝુંબેશમાં, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાનાં ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ.

14a. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 કન્ઝયુમર્સ પ્રોટેકશન એક્ટ 1986 સમજાવો.
ઉત્તર : ભારતમાં સામાજીક–આર્થિક કાયદાઓના ઈતિહાસમાં 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986' એક સીમા ચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકારો તેમ જ ગ્રાહકોના હિતોમાં રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્ગગ્રાહી કાયદો છે. જે નીચે મુજબની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરે છે.
15. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કઈ સેવા રક્ષણને પ્રાપ્ત નથી તેમજ ગ્રાહક ક્યારે ફરિયાદ કરી શકે છે?
ઉત્તર : જો માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્ય હેતુ માટે ખરીદવામાં આવતો હોય અથવા માલ કે સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તેવી સેવાનો સમાવેશ ગ્રાહક સુરક્ષા કાયદામાં થતો નથી, અને રક્ષણને પાત્ર પણ નથી.

આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમ જ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે જોવાનું છે. આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઊણપ લાગે કે માલ હલકીકક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે.
16. ગ્રાહક સુરક્ષાનાં ઉપાયો જણાવો.
ઉત્તર : ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ચાર પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે :
(અ) ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો :
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે "કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ"(રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ)ની રચના કરવામાં આવી છે, તે જ રીતે રાજ્ય કક્ષા એ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડવામાં આવ્યા છે. 'રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે' ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે.
(1) જિલ્લા ફોરમ (2) રાજ્ય ફોરમ (3) રાષ્ટ્રીય ફોરમ
(બ) ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદો) :
જાહેર વિતરણ પ્રણાલી મારફત 'વાજબી ભાવની દુકાનો' દ્વારા નિયમિતપણે, સારી ગુણવત્તાવાળો માલ, નિયત જથ્થામાં રાહતદરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલસમાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીતરસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે.

- રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રિય સુરક્ષા ગ્રાહક મંડળો કે પરિષદો બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહક દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે.
- આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોને જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઇઓની વખતોવખત સમીક્ષા કરે છે. અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે.
જાહેર વિતરણ પ્રણાલી મારફત 'વાજબી ભાવની દુકાનો' દ્વારા નિયમિતપણે, સારી ગુણવત્તાવાળો માલ, નિયત જથ્થામાં રાહતદરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલસમાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીતરસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે.
(ડ) તોલમાપ અને ચીજવસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર :
- ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ માટે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની તપાસ કરી છે, જે ઉત્પાદકોદ્વારા તૈયાર થયેલ માલસામાન તથા વસ્તુઓને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે.
- ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈ.સ.૧૯૪૭ માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટયુટ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી.જે પાછળથી ઈ.સ. ૧૯૮૬માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ નામે ઓળખાય છે. જે યોગ્ય ગુણવત્તા ધરાવતાં વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે.
- ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વનપેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાનાં માનક 'એગમાર્ક' લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો - ૧૯૩૭ હતો. ભારત સરકારના 'ડીપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા' (DMI) દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
- આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી વખતે પણ 'BIS' માર્કની સાથે
૧. સોનાની શુધ્ધતાનો નંબર દા.ત. 916 એટલે ૨૨ કેરેટ સોનાની શુધ્ધતા દર્શાવતું માર્ક
૨. 'હોલમાર્ક' કેન્દ્રનો લોગો,
૩. જે-તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહન દા.ત. 'J' એટલે વર્ષ ૨૦૦૮ ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુધ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. - એફ.પી.ઓ. (FPO - Food Product Order) નો માર્કો જામ, ફ્રુટ, જ્યુસ, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાવવામાં આવે છે.
- આઈ.એસ.આઈ. (ISI) ટેક્સટાઈલ, કેમિકલ, જંતુનાશક, રબર-પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટ, ધાતુઓ ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં આવે છે.
- વુલમાર્ક - ઉનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે.
- એમ.પી.ઓ. (Meat Processing Optimiser) - માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને અપાય છે.
- એચ.એ.સી.સી.પી. (HACCP - હેઝાર્ડ એનાલિસીસ એન્ડ ક્રિટીકલ કંટ્રોલ પોઈન્ટ) - પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે.
17. ત્રિસ્તરીય અર્ધન્યયાયી અદાલતો પર ટૂંકનોંધ લખો.
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે "કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ"(રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ)ની રચના કરવામાં આવી છે, તે જ રીતે રાજ્ય કક્ષા એ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડવામાં આવ્યા છે. 'રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે' ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે.
(1) જિલ્લા ફોરમ (જિલ્લામંચ):
18. ગ્રાહક સુરક્ષા પરિષદો અથવા ગ્રાહક મંડળો પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
(1) જિલ્લા ફોરમ (જિલ્લામંચ):
- પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે. જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકશાન બદલ વળતર અપાવે છે.
- દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે રૂ.20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારીત ફી ભર્યેથી અરજી સ્વીકારવામાં આવે છે.
- જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે.
- જોકે તે પૂર્વ તેણે વળતરની દાવાની રકમની 50% કે રૂ.25000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝીટ જમા કરાવવાની હોય છે.
- દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.
- 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યેથી દાખલ થઈ શકે છે.
- જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઇપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા રૂ.35000 ડિપોઝીટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.
- 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારીત ફી કોર્ટમાં ભર્યેથી ફરિયાદ દાખલ કરી શકે છે.
- 5 સભ્યોની બેંચ આ કમિશનાના સભ્યો હોય છે.
- રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે.
- રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રિમકોર્ટ(સર્વોચ્ચ અદાલત)માં નિર્ધારીત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. જોકે અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા રૂ.50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝીટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે.
- જો કોઇ વ્યક્તિ આ ત્રણે અદાલતો પૈકી જે–તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે.
- BPL હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટિઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને 'જિલ્લા મફત કાનૂની સેવા' માર્ગદર્શન કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે.
18. ગ્રાહક સુરક્ષા પરિષદો અથવા ગ્રાહક મંડળો પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- જિલ્લા, તાલુકા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યાં છે.
- આ ગ્રાહક મંડળો કે પરિષદો બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે.
- આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે.
- તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઇઓની વખતોવખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે.
- આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશરૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતાં શોષણ તેનાથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવાં મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે.
- આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા 'ગ્રાહક સુરક્ષા ઈનસાઇટ', 'ધી કન્ઝુમર', 'ગ્રાહક મંચ' જેવા માસિક દ્વિમાસિક મેગેઝીનો કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે.
19. તોલમાપ અને ચીજવસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર નોંધ લખો.
ઉત્તર :
- આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઈઝેશનની કારીગરી કરી રહ્યા છે.
- આઈ.એસ.ઓ. (ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) જેનું મુખ્ત મથક 'જીનીવા'માં છે. જેની સ્થાપના 1947માં થઈ હતી, જેનું કાર્ય આંતરારાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવતાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવાનો છે.
- ISO-14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે.
- ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે.
- આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન(FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક ઈટાલીની રાજધાની રોમમાં છે.
- દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્યપદાર્થોનાં ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે.
- ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે. જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની 'ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ' કરે છે.
20. ગ્રાહક સુરક્ષા અંતર્ગત કોણ ફરિયાદ દાખલ કરી શકે છે?
ઉત્તર : (1) ગ્રાહક પોતે
(2) કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર
(3) ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા
(4) એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઇ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા
(5) કોઈ માલ, ચીજ-વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકશાન સામે ફરિયાદ કરી શકે છે.
જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેનાં કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ, રાષ્ટ્રીય ફોરમમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઊણપ ગણાય. આમ, વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજનસંબંધી ઘટ કે ઊણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
21. ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેવી રીતે ફરિયાદ થઈ શકે ?
ઉત્તર :
- ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી ભાષામાં ટાઈપ કરીને, હસ્તાક્ષરમાં કે ઈ–મેઇલથી થઈ શકે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય તો સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ.
- ફરિયાદનું વિગતપુર્ણ વર્ણન, ફરિયાદ માટેનાં કારણો સ્પષ્ટ લખવાં.
- આરોપ સંદર્ભે જે કોઈ આધાર–પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહિ.
- બીલ, બીલની કાચી/પાકી રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત લખવી.
- વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ, ગેરન્ટી કે વોરંટીકાર્ડ પેમ્પફલેટ્સ કે પ્રોસ્પેકટર્સની નકલ બીડવી.
- અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યેથી જે તે ગ્રાહક ફોરમમાં(કોર્ટ) ફરિયાદ દાખલ થઈ શકે છે.
- ગ્રાહક, ફરિયાદ થવાનું કારણ ઉદભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકે છે.
- કોઈપણ ગ્રાહક ગ્રાહકસંબંધી ફરિયાદ કરવા કે કાયદા વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઈન નંબર 1800-114000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે.
0 Comments