પ્રશ્ન : ૧ (અ) નીચેની ખાલી જગ્યા પૂરો. [૩]
(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.[૨]
(ક) નીચેનાં વાક્યોમાં સાચો વિકલ્પ શોધીને ખાનામાં✓ કરો.[૩]
(ડ) મને ઓળખી મારું નામ લખો[૨]

પ્રશ્ન : ૨ (અ) વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને ગોઠવીને યોગ્ય વાક્ય બનાવીને લખો.[૨]
(બ) ઉદાહરણ પ્રમાણે વધારાની માહિતી ઉમેરી વાક્ય ફરીથી લખો. [૨ ]
(ક) વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવો.[૨]
(ડ) નીચેના વાક્યોમાં ખોટો શબ્દ છેકી નાખો.[ ૨]
(ઈ) નીચેના જીવજંતુ વિશે એક વાક્ય લખો. [૨ ]

પ્રશ્ન : ૩(અ) નીચેના સામાનાર્થી શબ્દ લખો. [૨]
(બ) નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. [૨]
(ક) નીચેના શબ્દોની જોડણી સુધારો. [૨]
(ડ) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. [૨]
(ઈ) નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. [૨]

પ્રશ્નન : ૪ (અ) નીચેના પ્રશ્નોના એક- બે વાક્યમાં જવાબ લખો. [૫]
(બ) નીચના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં જવાબ લખો. [૩]
(ક) નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. [૨]
 
_________________________________

પ્રશ્ન : ૧ (અ) નીચેની ખાલી જગ્યાઓ પૂરો.
(૧) માણસોને તાપતા જોઈને ખટખટને___ લાગી.
જ.
નવાઈ

(૨) માણસો__ થી તાપતા હતા.
જ.
લાલ અંગારા

(૩) ખટખટે હૂપાહૂપ કરી પોતાના___ ને બોલાવ્યા.
જ.
મિત્રો

(૪) ઉનાળામાં ખટખટને ખૂબ___ થતો હતો.
જ.
પરસેવો

(૫) વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી__ જેવું બનાવીને બેઠા હતા.
જ.
મિનારા

(૬) લોકો કહેવા લાગ્યા કે__ ધેરાવા લાગ્યું.
જ.
આકાશ

(૭) નદી કિનારે ઘણાં__ હતાં.
જ.
ઝાડ

(૮) ભાઈ-બહેન લીમડા પાસે__ પહોંચ્યાં.
જ.
સવારે

(૯) કોશેટો તૂટીને તેમાંથી__ બહાર આવ્યું.
જ.
જીવડું

(૧૦) કોશેટો એકદમ_ હતો.
જ.
કઠણ

(૧૧) બજારમાં જઈ કાચબાએ ખારી શિંગ અને કેટલીક વસ્તુઓની સાથે_ પણ ખરીધો.
જ.
પેરાશૂટ

(૧૨) એક જંગલ હતું________એક મોટું તળાવ હતું
જ.
તેમાં

(બ) નીચેના વિધાનો ખરાં છે કે ખોટા તે જણાવો.
(૧) ચામાચીડિયાં ડાળે લટકે છે.
જ.


(૨) શિયાળામાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી.
જ.
×

(૩) ટીકુ બહેનનુંલેશન વાર્તામાંનો જીન કરે છે.
જ.


(૪) કેટલાંક વાંદળાંને ધરતી પર ફરવા જવાનું મન થયું.
જ.
×

(૫) આકાશમાં દોડાદોડી, પડાપડીને. ધમાચકડી થઈ ગઈ.
જ.


(૬) વરસાદનાં ફોરાં હસતાં હસતાં આવે છે.
જ.
×

(૭) કીડી ખૂબ શાંત સ્વભાવની હતી.
જ.
×

(૮) મીઠા લીમડા પર ઘણાં બધાં પતંગિયાં હતાં.
જ.


(૯) પતંગિયાનાં ઈંડાં લખોટી જેવાં હતાં.
જ.
×

(૧૦) કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું
જ.


(૧૧) દાકતર ચંપલની દવા કરશે.
જ.
×

(૧૨) શિયાળ ભાઈ લુચ્ચા છે.
જ.

(૧૩) હંસોએ કાચબા સાથે દોસ્તી કરી નહીં.
જ.
×

(ક) નીચેનાં વાક્યોમાં સાચો વિકલ્પ શોધીને ખાનામાં✓ કરો.
(૧) વાંદરાની ચિતાં કોણ કરતું હતું?
[✓] સુઘરી
[ ] કાગડો
[ ] લોકો
[ ] બાળકો

(૨) ટીકુબહેનના ઘરે શાના થપ્યા છે ?
[ ] નોટોના
[ ] રૂપિયાના
[ ] રમકડાંના
[✓] ચોપડીઓના

(૩) બાળકને કોને જોઈને ઉડવાનું મન થાય છે ?
[✓] પંખીને
[ ] વિમાનને
[ ] પતંગને
[ ] ફુગ્ગાને

(૪) ધરતી પર કોણ આવ્યું છે?
[ ] છોરાં
[✓] ફોરાં
[ ] ટોળાં
[ ] બોરાં

(પ) મીઠા લીમડાનો સ્વાદ કેવો હોય છે?
[ ] મીઠો
[ ] કડવો
[ ] ખાટો
[✓] તૂરો

(૬) ઈવા અને દ્ધિજે નવા જીવનું નામ શું પાડ્યું?
[ ] બિલ્લુ
[✓] પિલ્લુ
[ ] ટિલ્લુ
[ ] ભિલ્લુ

(૭) નીચેનામાંથી 'જૂતાજીના દાક્તર 'કોને કહેવાય છે?
[✓] મોચી
[ ] સોની
[ ] લુહાર
[ ] દરજી

(૮) 'જૂતાજીના દાક્તર' ગીતમાં ક્યા ડોક્ટરની વાત છે?
[ ] આંખના
[ ] નાકના
[ ] કાનના
[✓] ચંપલના

(૯) આકાશેથી તળાવકાંઠે કોની ટોળી ઊતરી ?
[ ] કાગડાઓની
[ ] કબૂતરોની
[ ] બગલાઓની
[✓] હંસોની

(૧૦) ફુલાઈ જઈને ટપ્પુભાઈ સૌને શું બોલ્યા?
[ ] આવજો..
[ ] ફરી મળીશું
[✓] બાય,બાય, ટાટા
[ ] કેમ છો?

(ડ) મને ઓળખી મારું નામ લખો.
(૧) ઉત્તરાયણમાં આકાશ મારાથી રંગબેરંગી થઈ જાય છે.
જ.
પતંગ

(૨) પાણીમાં હું તરું છુ. બહાર કાઢો તો મરું છું.
જ.
માછલી

(૩) બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી.
જ.
નાક

(૪) મારે રંગબેરંગી પાંખો છે.હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું.
જ. પતંગિયું

(૫) હું સાત ગાંડોવાળી લાકડી છું.મારામાં રસ ભર્યો છે.
જ.
શેરડી

(૬) હું વહેંચવાથી વધતી રહું ,મને કોઈ છીનવી શકે નહીં, હું જેની પાસે હોઉં તેનું માન વધે છે.
જ.
વિધા

પ્રશ્ન - ૨ (અ) વાક્યમાં આડા-અવળા થઈ ગયેલા શબ્દોને ગોઠવીને યોગ્ય વાક્ય બનાવીને લખો.
(૧) ચકલી બેઠી ઝાડ પર છે.
જ.
ચકલી ઝાડ પર બેઠી છે.

(૨) મેદાનમાં મીકી છે દોડે
જ.
મેદાનમાં મીકી દોડે છે.

(૩) ઠંડી આઇસક્રીમ લાગે ઠંડી
જ.
આઇસક્રીમ ઠંડી ઠંડી લાગે.

(૪) હું બહેન અને બેઠાં જમવા
જ.
હું અને બહેન જમવા બેઠાં.

(૫) દાદી કહે વાર્તા છે મજાની
જ.
દાદી મજાની વાર્તા કહે છે.

(૬) નહી મોડા સવારે ઊડો.
જ.
સવારે મોડા ઊઠો નહી.

(બ) ઉદાહરણ પ્રમાણે વધારlની માહિતી ઉમેરી વાક્ય ફરીથી લખો.
ઉદાહરણ: મારા ઘરે ગાય છે. 
જ.  મારા ઘરે સફદ ગાય છે.

(૧) આકાશમાં પક્ષી ઊડે છે. 
જ. આકાશમાં ત્રણ પક્ષીઓ ઊઠે છે.

(૨) સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. 
જ. સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો.

(૩) દાદીમાએ લાડવા વહેચ્યા.
જ. દાદીમાએ સાકરના લાડુ વહેંચ્યાં.

(૪) મીના અને રેણુકાએ રંગોળી પૂરી.
જ. મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી.

(૫) રજત પરીક્ષામાં પાસ થયો. 
જ. રજત પરીક્ષામા સારા ગુણથી પાસ થયો.

(૬) બગીચામાં ફૂલો ખીલ્યાં છે.
જ.
બગીચામાં સુગંધીદાર ફૂલો ખીલ્યાં છે.

(૭) પાંડવો વનમાં જવા લાગ્યા.
જ.
પાંચ પાંડવો વનમા જવા લાગ્યાં.

(૮) બિનાએ બિલ્લી પાળી છે.
જ.
બિનાએ ધોળી બિલ્લી પાળી છે.

(ક) વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવો.
[૧] (૩) દ્વિજે ઈયળનું નામ પાડ્યું.
(૨) કોશેટો ચૂપચાપ, કડક થઇને.પડી રહેલો.
(૧) લીલાં પાદડાં પર પીળાં ઇંડા હતા.
(૪) પિલ્લુ ઊડી ગયો.

[૨] (૧) ચોમાસું પૂરું થવા આવેલું.
(૩) એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું.
(૪) આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું' બેરંગ'
(૨) આરવના ઘરની આસપાસ કેટલાંક પતંગિયા ઊડાઊડ કરતાં હતા.

[૩] (૧) એક જંગલ હતું.તેમાં મોટું તળાવ હતું.
(૩) બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે.
(૨) વાંદરાઓના સરદારનું નામ મહાબલી.
(૪) એ બચ્ચાં તો ભારે તોફાની હતા.

(ડ) નીચેના વાક્યોમાં ખોટો શબ્દ છેકી નાખો.
(૧) જ્યોર્જ કાળગ/ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવો.
જ.
કાળગ

(૨) દાદા રકાબી/ રબાકી માં ફોફી પીવે.
જ.
રબાકી

(૩) પેન્સિલ/ પેસ્નિલથી લખેલું ભૂસી શકાય છે.
જ.
પેસ્નલથી

(૪) મેઘાએ લાલ રંગના/ રગના ફુગ્ગા ફુલાવ્યા.
જ.
રગના

(૫) અગજર/ અજગર ઝાડને વીંટળાઈ ગયો.
જ.
અગજર

(૬) વાળ કપાવા વાળંદ/ વાણંદ પાસે જવું પડે.
જ.
વાણંદ

(૭) ફિરદૌસ કાગળના નમૂના પ્રમાણે/ પ્રણામ પંખો બનાવે છે.
જ.
પ્રણામ

(૮) જલેબી સાથે ફાફડા/ફાડફા ખવાય.
જ.
ફાડફા

(૯) અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોંડાટો/ ચોંટાડો
જ.
ચોંડાટો

(૧૦) મેં ગરમાગરમ દધૂ/ દૂધ પીધું.
જ.
દધૂ

(ઈ)નીચેનાં જીવજતું વિશે એક વાક્યો લખો.
(૧) અળસિયું- નાનકડું સાપોલિયા જેવું અળસિયું ચોમાસામાં જોવા મળે છે.

(૨) દેડકો-ચોમાસામાં દેડકો ચારે તરફ ડ્રાંઉ ડ્રાંઉ કરે છે.

(૩) મંકોડા -મકોડો કીડી કરતાં મોટા કદનો હોય છે.અને દરમાં રહે છે.

(૪) કીડી-કીડીઓ સમૂહમાં સંપીને દરમાં રહે છે.

(૫) ફૂદું-દીવાના પ્રકાશમાં ફૂદાં આમતેમ ઊડે છે.