પ્રશ્નન - 3 માગ્યા મુજબ લખો.
(અ) નીચેના સમાનાર્થી શબ્દો લખો.

(૧) ઝાડ-વૃક્ષ
(૨) દોસ્ત- મિત્ર
(૩) કૌતુક - નવાઈ
(૪) ફૂલ - પુષ્પ
(૫) જંગલ -વન
(૬) ફોરાં-ટીપાં
(૭) ઉદાસ - નિરાશ
(૮) પાંદડું - પાન
(૯) છલાંગ - કૂદકો
(૧૦) પાણી-જળ

(બ) નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો.
(૧) ઉપર x નીચે
(૨) આકાશ x ધરતી
(૩) દેશ x પરદેશ
(૪) ઊંચા xનીચા
(૫) નવા xજૂના
(૬) બહાર x અંદર
(૭) મીઠું x કડવું
(૮) કઠણ x પોચું
(૯) બેરંગ x રંગીન
(૧૦) આગળ x પાછળ

(ક) નીચેનાં શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો.
(૧) વિજડી- વીજળી
(૨) સીયાળો - શિયાળો
(૩) વાવાજોડું-વાવાઝોડું
(૪) શીકારી - શિકારી
(૫) ટિલડી-ટીલડી
(૬) કિડી-કીડી
(૭) લિમળો-લીમડો
(૮) કોસેટો - કોશેટો
(૯) કીનારી-કિનારી
(૧૦) સુઢ-સૂંઢ

(ડ) નીચેનાં રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
(૧) પરસેવે રેબઝેબ થઈ જવું- ગરમીના કારણે ખૂબ જ પસીનો થયો.
વાક્ય-ઉનાળાની આકરી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.

(૨) જળબંબાકાર થઈ જવું- ખૂબ પાણી પાણી થઈ જવું.
વાક્ય-અતિશય વરસાદના કારણે બધે જળબંબાકાર થઈ ગયો.

(૩) પાણી ફેરવવું- આબરૂ કાઢવી
વાક્ય-દીકરાએ પિતાના નામ ઉપર પાણી ફેરવી દીધું.

(૪) મન મારીને બેસી રહેવું- ઇચ્છાને દબાવી રાખવી
વાક્ય-આઇસક્રીમ ખાવાની ઈચ્છા થઈ પણ દું મન મારીને બેસી રહી

(૫) આંખમાં ઝળઝળિયાં આવવાં- આંખમાં આંસુ આવવા.
વાક્ય-બહેનને સાસરે વિદાય આપતાં ભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

(ઈ)નીચેની કાવ્યપંક્તિ ઓ પૂર્ણ કરો.
(૧) છોટા ભીમ........
........ આબેહૂબ
છોટા ભીમ ને સોટી પોટી બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહુલ.

(૨) નીચે ઊતરી.....
........ કીધું ને મીઠાં ગીતો ગાયો.
-
 નીચે ઊતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા. ખાધું-પીધું રાજ કીધું ને મીઠાં ગીતો ગાયા.

(૩) ટીકુ બહેનના.......
....... મમ્મી- પપ્પા
ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી- પપ્પા.

પ્રશ્ન : ૪ (અ) નીચેના પ્રશ્નોના જવાબ એક-બે વાક્યમાં લખો.
(૧) ખટખટ વાંદરાને શું ગમતું હતું?
જ.
 ખટખટ વાંદરાને ઝાડે ઝાડે ફરવું ગમતું હતું છાપરાં પર કૂદવું ગમતું હતું.

(૨) એક દિવસ અજવાળામાં શું થયું?
જ.
 એક દિવસ અજવાળામાં ટીકુ બહેન ગૂમ થઈ ગયા.

(૩) બાળક ઊડતાં ઊડતાં ક્યાં જવા માગે છે?
જ. 
બાળક ઊડતાં ઊડતાં ડુંગરાની ટોચ પર જવા માગે છે.

(૪) સૃજન અને પ્રદ્યોત બંનેએ શું વિચાર્યુ ?
જ.
 સૃજન અને પ્રદ્યોત' બંનેએ વાર્તા બનાવવાનું વિચાર્યું.

(૫) કીડી અને મંકોડો તથા કાબર કોની વાતો કરતાં?
જ. 
કીડી અને મંકોડો દરની વાત કરતાં તથા કાબર આકાશની વાતો કરતી.

(૬) લીમડાના પાન પર કાણાં કેમ હતા?
જ. 
લીમડાના પાનને ઈપળે કાતરી ખાતી હતી તેથી પાન પર કાણાં હતાં.

(૭) દ્વિજ અને ઇવા ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતાં?
જ. 
દ્વિજ઼ અને ઇવા સવારે પિલ્લુની સંભાળ લેતાં હતાં.

(૮) ચંપલની કઈ ટેવ નઠારી છે?
જ.
 ચંપલ બાળકને વારેવારે ડંખે છે, ચંપલની ડંખવાની ટેવ નઠારી છે.

(૯) કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હંસે કઈ શરત મૂકી?
જ.
 કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હસોએ શરત મૂકી કે, મૂંગા રહેવું, જરા પણ બોલવું નહી".

(૧૦) પતંગિયું પડોશના બગીચામાં શા માટે પહોંચ્યું?
જ. 
પતંગિયું બીજા ફૂલોનો રસ ચાખવા પાડોશના બગીચામાં પહોંચ્યું.

(૧૧) પતંગિયાનો દરિયો લાગ્યું તે શું હશે ?
જ.
 રસ્તામાં વચ્ચે પાણીનું મોટું ખાબોચિયું ભરેલું આવ્યું હશે. પતંગિયાને તેને જોઈને દરિયો લાગ્યો હશે.

(બ) નીચેના પ્રશ્નોના બે -ત્રણ વાકયમાં જવાબ લખો.
(૧) માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીધું?
જ. 
માનસરોવરમાં જવા માટે કાચબાએ ઘણી બધી વસ્તુઓ અને ખારી શિંગ ખરીદી.

(૨) આપણે ક્યારે કોઈને 'થેક્ યુ' કહીએ છીએ? શા માટે?
જ. 
આપણને કોઈક મદદ કરે અથવા આપણું કોઈક કામ કરી આપે તો આપણે તેમને ' થેક યુ' કહીએ છીએ, કારણ કે આ એક સારી ટેવ છે.

(૩) ઈવા કેમ ઉદાસ થઈ ગઈ?
જ. ઈવા અને દ્વિજ પતંગિયાંને જોઈને હળવેથી મીઠા લીમડા પાસે ગયા.પણ ત્યાં બેસેલાં પતંગિયાં ઊડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ.

(૪) વાદળાં એ કેવા કેવા રંગનાં કપડાં પહેર્યા ?
જ. 
વાદળાં એ રાતા, પીળાં, ગુલાબી,જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા.

(૫) ઠંડી ભગાડવા ખટખટ વાંદારો શું કરતો હતો ?
જ. 
ઠંડી ભગાડવા ખટખટ વાંદરો એક ડાળથી બીજે ડાળ ફરતો જાય અને એક છાપરાં પરથી બીજા છાપરા પર કૂદતો જાય.

(ક) નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો.
(૧) 'ખટખટ, એય ખટખટ....... તારે ઘર નથી બનાવવું?
જ.
 સુધરી

(૨) "આહા!મળી ગઈ ઠંડી ભગાડવાની રીત.
જ.
 ખટખટ

(૩) "વરસાદ હવે બંધ થઈ ગયો."
જ. 
ધરતી પરના લોકો

(૪) "આ તો ઈંડાં લાગે છે."
જ.
 ઈવા

(૫) "આપણે આપણા દોસ્તુનું નામ પાડીએ"
જ.
 દ્વિજ

(૬) " નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે!"
જ.
 જગ્ગુ

(૭) "ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર કાઢો " .
જ.
 મોન્ટી

(૮) "એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો "
જ. 
મહાબલી