પ્રશ્ન: ૩ (અ)
[1]નીચે આપેલા પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા નથી તેમાં વર્ગીકરણ કરો.
(હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ ,જિરાફ, બિલાડી,વાઘ,ચકલી, ભેંસ, સાપ,ગરોળી ,બતક, હાથી)
★ જેના કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ:~
હરણ,ભૂંડ,જિરાફ,બિલાડી,વાઘ,ભેંસ,હાથી .

★જેના કાન જોઈ શકાતા નથી તેવા પ્રાણીઓ:~
બતક, દેડકો , માછલી,કીડી ,કાગડો ,ચકલી ,સાપ ,ગરોળી

[2]નીચે આપેલા પ્રાણીઓનું બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓ અને ઈંડાં આપતાં પ્રાણીમાં વર્ગીકરણ કરો. (બકરી ,ચકલી, હાથી ,કબૂતર ,ઉંદર ,કૂતરો ,બિલાડી, બતક, ભેંસ ,દેડકો, કાગડો ,ઉંદર ,મોર ,મરઘી, ગરોળી, ગાય)
★બચ્ચાંને જન્મ આ આપતાં પ્રાણીઓ:~
બકરી,હાથી, ઉંદર, કૂતરો, બિલાડી,ભેંસ ,ભૂંડ, ઊંટ, ગાય

★ઈંડા આપતાં પ્રાણીઓ:~ દેડકો,ચકલી,કબૂતર ,બતક ,કાગડો, મોર, મરઘી ,ગરોળી, સાપ

[બ]ટૂંકનોંધ લખો.
(૧)મધમાખી અને મધપૂડો :~મધમાખી મધપૂડા માં રહે છે. મધપૂડામાં એક રાણી માખી હોય છે ,જ્યારે અન્ય કામદાર માખીઓ હોય છે.કામદાર માખીઓ ફૂલોમાંથી રસ એકઠો કરે છે ,જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધીલે છે ત્યારે બીજી માખીઓ ને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે .કામદાર માખીઓ વગર ફૂલોના રસ નો સંગ્રહ શક્ય નથી .મધમાખીઓએ ચૂસેલા રસ નો સંગ્રહ તેઓ મધપૂડામાં કરે છે ,જે મધમાં ફેરવાય છે .

(૨)ફૂલોના ઉપયોગો જણાવો:~

(૧) ફૂલ ગજરા ,હાર ,વેણી ,ગુલછડી ,ગુલદસ્તા વગેરે બનાવવામાં વપરાય છે .વિવિધ તહેવારો કે પ્રસંગોમાં ફૂલોમાંથી બનેલી આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે.
(૨) ફૂલનો ઉપયોગ રંગોળી પૂરવામાં તથા ભગવાનને ચડાવવામાં થાય છે .
(૩)કેટલાક ફૂલો અંતર (સુગંધી) બનાવવાના કામમાં પણ આવે છે .
(૪)કેટલાક ફૂલો રંગ બનાવવા માટે વપરાય છે .
(૫)કેટલાક ફૂલ ઔષધી તરીકે પણ ઉપયોગી છે .

(૩)વૃક્ષો પડી જવાના કારણો જણાવો :~
મોટા વૃક્ષની આસપાસની જમીન પડી હોય કે કોઈએ ખોદી કાઢી હોય તો તેના મૂળ નબળાં પડે છે અને વાવાઝોડું આવતાં તે પડી જાય છે .પૂર વખતે જો જમીનનું વધુ પડતું ધોવાણ થયું હોય તો પણ વૃક્ષો પડી જાય છે. જો વૃક્ષમાં ઊંધઈ ખૂબ મોટા પ્રમાણમાં લાગી જાય તો પણ તે વૃક્ષ પડી જાય.

[ક]તફાવત લખો.
[1]સિમેન્ટના પુલ અને વાંસના પુલ
★સિમેન્ટનો પુલ
(૧)સિમેન્ટનો પુલ બનાવવા ઈંટ,પથ્થર ,લોખંડ, રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
(૨)આ પુલ મજબૂત હોય છે.
(૩)આ પુલ પર ભારે વાહનો ચલાવી શકાય છે.
★વાંસ નો પુલ
(૧)વાંસ નો પુલ બનાવવા વાંસ, લાકડાના પાટીયા અને દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે.
(૨)આ પુલ ઓછો મજબૂત હોય છે.
(૩)આ પ્રકારના પુલ સામાન્ય રીતે માત્ર ચાલીને જવા માટે ઉપયોગ થાય છે.

[2]બચ્ચાંને જન્મ આપતા આપનાર પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણીઓ
★ બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ
(૧) આંચળવાળા પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે. (૨)તેમના શરીર પર વાળ હોય છે.
(૩)આવા પ્રાણીઓની સંખ્યા ઓછી છે .
★ઈંડા મૂકનાર પ્રાણીઓ
(૧)આંચળ વાળા પ્રાણીઓ સિવાયના મોટાભાગના પ્રાણીઓ ઈંડા મૂકે છે.
(૨) તેમના શરીર પર વાળ હોતા નથી .
(૩)આવા પ્રાણીઓની સંખ્યા ઘણી વધારે છે.

[ડ] નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.(૩)
(૧) ફૂલો સાથી સુંદર દેખાય છે?
ઉત્તર:
ફૂલો તેની પાંખડીના રંગ, આકાર અને તેની ગોઠવણી ને લીધે સુંદર દેખાય છે.

(૨)દિપાલીના ઘરે સૌ શા માટે ખુશ છે?
ઉત્તર:
દિપાલી ના કાકાના દીકરાના લગ્ન હોવાથી સૌ ખુશ છે.

(૩)મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી ?
ઉત્તર:મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી.

(૪)દરિયાકિનારે કોણ રેતીના ઘર બનાવતું હતું?
ઉત્તર:
 દરિયાકિનારે નાના નાના બાળકો રેતીના ઘર બનાવતા હતા.

(૫)નર્મદા નદી પરનો કયો પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે?
ઉત્તર:
નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ ખૂબ જ જૂનો અને મજબૂત છે.

(૬)કામદાર કીડીઓ શું કામ કરે છે?
ઉત્તર:
 કામદાર કીડીઓ ખાવાનું શોધવાનું અને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

(૭)અમૃતા કોને વહાલ કરતી હતી?
ઉત્તર:
 અમૃતા વૃક્ષોને વહાલ કરતી હતી.

(૮)હાથી શરીરને ઠંડુ રાખવા શું કરે છે?
ઉત્તર:
હાથી શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે.

(૯)પક્ષીઓ શું ખાય છે?
ઉત્તર:
પક્ષીઓ દાણાં અને નાના જીવજંતુઓ ખાય છે.

(૧૦)ગામડામાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે?
ઉત્તર:
ગામડામાં બાળકો ચાલતા કે બળદગાડા દ્વારા શાળાએ જાય છે.

પ્રશ્ન:૪[અ] નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો.
(૧) છોડને કેમ નિયમિત પાણી આપવું પડે છે?
ઉત્તર:
છોડના મૂળ નાના હોય છે અને જમીનમાં પાણી ઊંડે હોય છે. છોડ ના વિકાસ માટે પાણી જરૂરી છે. નાના મૂળ જમીનની ઊંડેથી પાણી ખેંચી શકતા નથી, માટે છોડની નિયમિત પાણી આપવું પડે છે.

(૨)પાલતુ પ્રાણીઓની કઈ રીતે સાર સંભાળ રાખવી જોઈએ ?
ઉત્તર:
પાલતુ પ્રાણીઓને રોજ યોગ્ય રીતે નવડાવીને સાફ રાખવા જોઈએ. તેમને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. તેઓ માંદા પડે ત્યારે તેમને પશુઓના દવાખાનામાં લઇ જઇને યોગ્ય સારવાર કરાવવી જોઇએ.

(૩)બગલો ભેંસ ઉપર શા માટે બેસે છે?
ઉત્તર:
ભેંસને પાણીમાં અને કાદવમાં રેહવું ગમતું હોય છે .વળી સ્વચ્છતાના અભાવે તેના પર ઘણી વાર જીવડાં ચોંટી જાય છે .બગલો ભેંસ ઉપર બેસીને આ જીવડાંને ખાઈ જાય છે .તેથી બગલો ભેંસ પર બેસે છે.

(૪)રાજાએ શા માટે વૃક્ષો કાપવા માણસો મોકલ્યા હતા?
ઉત્તર:
રાજાનો મહેલ બનતો હતો .આ મહેલ બનાવવા લાકડાની જરૂર હતી .આથી રાજાએ આ મહેલ માટે જરૂરી લાકડાં મેળવવા માણસોને વૃક્ષો કાપવા મોકલ્યા હતા.

(૫)જથ્થાબંધ માલ ના વેપારી શું કરે છે?
ઉત્તર:
જથ્થાબંધ માલના વેપારી વસ્તુનું ઉત્પાદન કરતા લોકો પાસેથી વસ્તુઓ ખરીદે છે .અને નાના નાના વેપારીઓને તે વસ્તુઓ વેચે છે.

(૬) રેલવે સ્ટેશન પર માઇકમાં કઈ કઈ સૂચનાઓ આપવામાં આવે છે ?
ઉત્તર:
રેલવે સ્ટેશન પર આવનારી ટ્રેન ક્યારે અને કયા પ્લેટફોર્મ પર આવશે ,કોઈ ટ્રેન મોડી હોય તો તેની માહિતી, ઉપડનાર ટ્રેન ની સૂચના આપવામાં આવે છે.

(૭)બોગદું (ટનલ)એટલે શું ?
ઉત્તર: 
રેલમાર્ગમાં આવતા પર્વતને નીચેથી કોતરીને તેમાંથી રેલમાર્ગ પસાર કરવામાં આવે છે તેને બોગદું(ટનલ) કહે છે.

[બ] નીચેના કારણો આપો.
(૧)લોકો રેલ્વે ટિકિટ નું ઘણા દિવસ અગાઉ થી બુકિંગ કરાવે છે કારણકે ....
ઉત્તર: 
લાંબા અંતરની મુસાફરી કરવી સરળ પડે છે.વળી આવી મુસાફરી મોટાભાગે પહેલેથી નક્કી હોવાથી ટિકિટ બુકિંગ કરાવવાથી બેસવાની. કે સૂવાની જગ્યા સારી મળી રહે છે તેથી.

(૨)ટ્રેનમાં ચડતા ઉતરતા ધક્કામુક્કી ન કરવી જોઈએ, કારણ કે .....
ઉત્તર: 
ટ્રેનમાં ચડતાં ઉતરતા ધક્કામુક્કી કરવાની ટ્રેનમાં ચડતા ઊતરતા અન્ય લોકોને અને આપણને પણ તકલીફ પડે છે.વળી આમ કરવાથી ઘણી વખત પડી જઈએ તો ઈજા પણ થઈ શકે છે તેથી .

(૩)આજથી પચાસ વર્ષ પહેલા જ્વાલા,હીરા અને લીલા કબડી રમી શકતાં હતા કારણ કે....
ઉત્તર:
 આ ત્રણેય બહેનોને તેમના માતા અને મામાએ સહકાર આપ્યો હતો અને આ રમત શીખવી હતી.

(૪)રમત રમતી વખતે અંચાઇ કરવી ન જોઈએ કારણ કે ....
ઉત્તર: 
રમત આપણામાં ખેલદિલીની ભાવના વિકસાવે છે. જો રમત રમતી વખતે અંચાઇ કરીએ તો ખેલદિલીની ભાવના વિકાસતી નથી વળી ઘણી વખત મિત્રો સાથે જ આ બાબતને લઈને ઝઘડા થાય છે તેથી.

(૫)સડકમાર્ગ અને રેલમાર્ગ બંનેમાં પુલ મહત્વના હોય છે કારણ કે ...
ઉત્તર:
પુલના કારણે નદી કે દરિયાઈ ખાડી ને વાહનો સરળતાથી પસાર કરી શકે છે આથી સમય અને ઈંધણ બંનેની બચત થાય છે.

(૬)રિયા અને હિમાક્ષ બાજુમાંથી પસાર થતી ટ્રેનના ડબ્બા ઘણી શક્યા નહીં કારણ કે ....
ઉત્તર:
બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી ,પરિણામે બધા ડબ્બાઓ ગણી શક્યા નહીં.

(૭)સૂરજબારી પુલ કચ્છ માટે મહત્વનો છે કારણ કે....
ઉત્તર: 
આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી જેમાં ખૂબ સમયે લાગતો હતો .આ પુલ બનતાં કચ્છ થી અમદાવાદ જવામાં સમયની બચત થાય છે.