1. પરિવહન એટલે શું? તેની ઉપયોગીતા જણાવો.
ઉત્તર :
ઉત્તર :
- એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને પરિવહન કહે છે.
- સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય.
- દેશ કે પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો છે.
- પરિવહનથી વસ્તુઓની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે છે.
- પરિવહનથી દૂરના પ્રદેશોને એક-બીજાથી સાંકળી શકાય છે.
- રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથી શક્ય બને છે.
2. ભારતમાં પરિવહન વિષય પર નોંધ લખો.
ઉત્તર :
- આરંભમાં માનવી ભટકતું જીવન ગાળતો પણ ખેતીની શોધ પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો.
- શરૂમાં પોતાની વસ્તુ તે જાતે જ વહન કરતો, સમય જતા ખેતીની સાથે પશુપાલન પ્રવૃત્તિથી પશુઓનો ઉપયોગ બોજવાહક તરીકે પણ તે કરવા લાગ્યો.
- વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે.
- પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવ, વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો પ્રભાવિત કરે છે. આ ઉપરાંત તક્નીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર, મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો જેવાં સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન પર અસરકર્તા છે.
- મેદાની પ્રદેશમાં સડક તથા રેલમાર્ગથી પરિવહન થાય છે.
- પર્વતીય વિસ્તારોમાં આજે પણ પશુ તથા માનવીનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે.
- એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો જે સારા પર્વતારોહકો પણ છે, તે સામાન ઊંચકવાનું કામ કરે છે. આ ઉપરાંત જંગલનાં ક્ષેત્રમાં હાથી, ખચ્ચર તથા ઘોડાનો ઉપયોગ થાય છે.
- રણ પ્રદેશમાં ઊંટ શ્રેષ્ઠ બોજવાહક છે.
- મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા લાકડાં કાપી માથે ઊંચકતા તમે જોયા હશે.
- રેલવે સ્ટેશનોમાં કુલીઓને પણ માથે સામાન ઊંચકતા જોઇ શકાય છે.
- દરિયાકિનારે કે નદી ઊંડી હોય અને બારેમાસ પાણી રહેતું હોય ત્યાં જહાજનો કે હોડીનો ઉપયોગ પરિવહનમાં થાય છે.
3. સડક માર્ગ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્વ વધુ હતું.
- ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઇ હતી.
- સડકમાર્ગ એ રેલમાર્ગ, દરિયાઇમાર્ગ તથા હવાઇમાર્ગોના પૂરક બની રહે છે.
- સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપકક્ષેત્ર, માલની સુરક્ષા, સમયની બચત અને બહુમુખી તથા સસ્તી સેવા છે.
- માલ-સામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે સડકમાર્ગ.
- ભારતની સડકપ્રણાલી યુ.એસ.એ. અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી પ્રણાલિકાઓમાંની એક છે.
ભારતીય સડકમાર્ગોનું વર્ગીકરણ:
(1) રાષ્ટ્રીય ધોરીમાર્ગ
(2) રાજ્ય રાજમાર્ગ
(3) જિલ્લા માર્ગ
(4) ગ્રામીણ સડકમાર્ગ
(5) સરહદી માર્ગ
(1) રાષ્ટ્રીય ધોરીમાર્ગ
(2) રાજ્ય રાજમાર્ગ
(3) જિલ્લા માર્ગ
(4) ગ્રામીણ સડકમાર્ગ
(5) સરહદી માર્ગ
4. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નોંધ લખો.
ઉત્તર :
ઉત્તર :
- રાષ્ટ્રીય ધોરી માર્ગો આર્થિક દ્રષ્ટિએ જ નહિ; પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના છે.
- આ માર્ગોના નિર્માણ અને સાચવણીની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
- આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓ સાથે મોટા-મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને તથા મુખ્ય બંદરોને એક-બીજા સાથે જોડવામાં આવ્યાં છે.
- ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે.
- રાષ્ટ્રીય ધોરી માર્ગ-44 દેશોમાં સૌથી લાંબો છે, જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે.
- દિલ્લી, મુંબઇ, ચેન્નઇ તથા કોલકાતા એ ચાર મહાનગરોને જોડનારી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે.
- ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે.
- ભારત સરકારે વર્ષ 2011માં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે.
- જનસંખ્યાના આધારે જોઇએ તો ચંડીગઢ, પુડુચેરી, દિલ્લી, ગોવા, જેવાં રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે.
- મિઝોરમ, અરુણાચલપ્રદેશ, મેઘાલય, મણિપુર જેવાં રાજ્યોનો ક્રમ ત્યાર પછી આવે છે.
- વધારે વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા રાજયોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઇ પ્રમાણમાં ઓછી છે.
5. રાજ્ય ધોરી માર્ગ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ રાજ્યના ધોરી માર્ગોનું મહત્વ છે. આ સડકો રાજમાર્ગો તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલ છે.
- આ સડકોના નિર્માણ તથા સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી જે–તે રાજ્ય સરકારોની છે.
6. જિલ્લા માર્ગ સમજાવો.
ઉત્તર :
- આ સડકો ગામડાં તથા શહેરોને જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે છે. તથા તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે જોડે છે.
- પહેલાં આ સડકો કાચી હતી, હવે લગભગ બધી જ સડકો પાકી સડકોમાં પરિવર્તિત થઈ ચૂકી છે. તેની જાળવણી જિલ્લા પંચાયત કરે છે.
7. ગ્રામીણ માર્ગ સમજાવો.
ઉત્તર :
- આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે.
- ગામડાં પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં બહુ ઉપયોગી બનતી નથી.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તે યોજના મુજબ આ સડકોને પાકી કરવાનું કામ મોટા પાયા પર થયું છે.
8. સરહદી માર્ગ સમજાવો.
ઉત્તર :
- સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના વર્ષ 1960માં કરવામાં આવી.
- દેશના સંરક્ષણ માટે સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ આ સંસ્થા દ્વારા થાય છે.
- દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવાં કાયોં પણ તે કરે છે.
9. એક્સપ્રેસ હાઇવે અથવા દ્રુતગતિ માર્ગ પર નોંધ લખો.
ઉત્તર :
- એક્સપ્રેસ હાઇવેને દ્રુતગતિ માર્ગ પણ કહેવાય છે.
- ચારથી છ લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે.
- રેલ્વે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે ત્યાં આ રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે.
- ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઇવે તેનું ઉદાહરણ છે.
- આ રસ્તાનો ઉપયોગ કરવા બદલ ઠરાવેલ ટોલટેક્ષ ભરવો પડે છે.
10. દેશમાં ટ્રાફિક સમસ્યા વિશે નોંધ લખો.
ઉત્તર :
ઉત્તર :
- મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ, બાયપાસ રોડ તથા શહેરની ફરતા રિંગરોડ બનાવાયા છે. છતાં વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. વધતી વસતી તથા વધતાં વાહનોના પ્રમાણમાં શહેરોમાં રસ્તાઓ પહોળા થઈ શકતા નથી.
- ઉપરાંત રસ્તા પર દબાણો વધતાં પિક અવર્સમાં શહેરોમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સામાન્ય થઈ ગયાં છે.
- વરઘોડા, સમાજિક શોભાયાત્રા તથા સરઘસોના કારણે પણ શહેરોમાં ટ્રાફિક જામ થાય છે.
- દિલ્લી જેવાં શહેરોમાં તો કલાકોના કલાકો સુધી ટ્રાફિક હળવો થતો નથી. તેના લીધે અગત્યનાં કામે જતાં લોકો, પરિક્ષાર્થીઓ, વિમાન કે રેલ્વે સ્ટેશને જનારા મુસાફરો અને તાત્કાલિક સારવારની જરૂરિયાતવાળા દર્દીઓ હોસ્પિટલ સુધી સમયસર પહોંચી ન શકવાથી મુશ્કેલીમાં મુકાય છે.
11. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના સૂચનો જણાવો.
ઉત્તર :
- જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા નથી તો તમે વાહન ન ચલાવો. ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં તમારો નોંધપાત્ર ફાળો આ રીતે આપી શકો.
- અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક ન કરો.
- સાઇકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રિય વાહનો રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવા જોઇએ.
- ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત ન કરો. અનિવાર્ય હોય તો સાઇડ બતાવી રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી પછી જ મોબાઇલ ફોનમાં વાત કરવી.
- 108 તથા એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડના વાહનને પહેલાં પસાર થવા દો.
- બિનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ ન કરો.
- ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો.
- નજીકનાં સ્થળોએ ચાલીને જાવ અથવા સાઇકલનો ઉપયોગ કરો.
12. રેલમાર્ગ પર નોંધ લખો.
ઉત્તર :
- ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાનાં ક્ષેત્રો જેવાં કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહન માધ્યમ છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા તેને જાળવી રાખવામાં તે મુખ્ય ફાળો આપે છે.
- રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે.
13. ભારતીય રેલમાર્ગનો વિકાસ જણાવો.
ઉત્તર :
- ભારતમાં સૌપ્રથમ રેલવે ઇ.સ. 1853 માં મુંબઇથી થાણા વચ્ચે શરૂ થઇ. ભારતમાં ત્રણ પ્રકારના રેલમાર્ગો જોવા મળે છે: બ્રોડગેજ, મીટરગેજ અને નૅરોગેજ.
- મીટરગેજ તથા નેરોગેજ લાઇનને વર્તમાન સમયમાં બ્રોડગેજમાં મોટાભાગે પરિવર્તિત કરવામાં આવી છે. ભારતીય રેલવેની આ એક મોટી સિદ્ધી છે. જુદા-જુદા ગેજના માપના રેલમાર્ગોને કારણે મુસાફરીમાં તથા માલની હેરફેરમાં સમય તથા નાણાંનો વ્યય થતો હતો.
- ભારતમાં જે રાજ્યોમાં મેદાની પ્રદેશ, ગીચ વસ્તી, ઔદ્યોગિક વિકાસ, સઘન ખેતી, ખનીજ સમૃદ્ધ ક્ષેત્રો છે. ત્યાં રેલવેનું જાળું વધારે ફેલાયેલું જોવા મળે છે.
- ગંગાના મેદાની પ્રદેશમાં ખેતપેદાશો તથા વસ્તી ગીચતાના કારણે રેલમાર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
- કોલકત્તા, દિલ્લી તથા જયપુર જેવાં મોટાં શહેરોમાં મેટ્રોરેલ પણ જોવા મળે છે.
- અમદાવાદથી ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે.
- મુંબઇને તેના ઉપનગરો સાથે જોડવા માટે ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થઇ છે.
- રેલવે મુસાફરો તથા માલસામાનની હેરફેર ઉપરાંત દુકાળના સમયે અનાજ તથા ઘાસ-ચારાની ઝડપી હેરફેર માટે પણ ઉપયોગી બને છે.
- સંરક્ષણની દ્રષ્ટિએ પણ સૈનિકો તથા હથિયારોના સ્થળાંતરમાં ઉપયોગી બને છે.
- કોંકણની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી, માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
- સમય, સુરક્ષા તથા સુવિધા માટે ભારતીય રેલસેવા ઉત્તમ ગણાય છે અને તેનું આધુનિકીકરણ ઝડપથી કરાઇ રહ્યું છે.
- દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે 'વિવેક એક્સપ્રેસ' તરીકે જાણીતો છે.
- ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. આ ઉપરાંત મહેસાણા, વિરમગામ, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, મહત્વનાં જંકશનો છે.
14. જળમાર્ગ પર માહિતી આપો.
ઉત્તર :
- પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગો દ્વારા પરિવહન થતું.
- સડક તથા રેલવે માર્ગો નહોતા ત્યારે જળમાર્ગોથી જ વ્યવહાર થતો. સડક તથા રેલ્વેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે. કેમકે તેમના નિર્માણ કે સમારકામમાં ખર્ચ થતો નથી.
- ભારતમાં બે પ્રકારના જળમાર્ગો છે : (1)આંતરિક જળમાર્ગ (2) સમુદ્રી જળમાર્ગ
- આંતરિક જળમાર્ગ પરિવહન સેવા ઉત્તર-પૂર્વ ભારતનનાં અસમ, પશ્ચિમ બંગાળ, બિહાર જેવાં રાજ્યોમાં વધારે છે. તથા દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગો સેવાર્થે વપરાય છે.
15. નદી-નહેર પરિવહન પર નોંધ લખો.
ઉત્તર : નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યો મહત્વનાં છે. આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટાં-મોટાં વહાણોનો સમાવેશ થાય છે. આંતરિક જળપરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળ માર્ગોનો દરજ્જો આપ્યો છે:
(1) રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગાનદી : હલ્દિયા-અલ્હાબાદ 1620 કિમી
(2) રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્રનદી : ઘુબરી-સાદિયા 891 કિમી
(3) રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર : કોલમ-કટ્ટાપુરમ 250 કિમી
(4) રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી-કૃષ્ણાનદી : કાકિનાડા-પુડુચેરી 1078 કિમી
(5) રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણીનદી : ગોએનખલી-તાલ્ચેર 588 કિમી
16. દરિયાઇ જળમાર્ગ પર નોંધ લખો.
ઉત્તર :
- ભારતને લગભગ 7516 કિમી લાંબો દરિયાકિનારો મળેલો છે. આ લાંબા કિનારા પર 13 મુખ્ય બંદરો તથા 200 જેટલાં નાનાં બંદરો આવેલા છે.
- શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ વિકાસ થયો છે.
- કંડલા, મુંબઇ, ન્હાવાશેવા, માર્માગોવા, ન્યુમૅગ્લોંર તથા કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલાં છે. તથા કોલકાતા, હલ્દિયા, પારાદીપ, ચેન્નઇ, વિશાખાપટ્ટનમ્, તૂતીકોરીન જેવાં પૂર્વ કિનારાનાં પ્રમુખ બંદરો છે.
- ગુજરાત રાજ્યને આશરે 1600 કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
- ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે.
- ભાવનગર ઓટીમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.
- પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુંદ્રા, પોશિત્રા, ઓખા તથા હજીરા જેવાં મહત્વનાં બંદરો પણ છે. પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ઘરાઇ છે.
17. હવાઇમાર્ગ પર નોંધ લખો.
ઉત્તર :
- પરિવહન માર્ગોમાં હવાઇ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે.
- દૂરનાં સ્થાનો, દુર્ગમ તથા ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો જ્યાં સડકમાર્ગે ન પહોંચી શકાતું હોય ત્યાં હવાઇ માર્ગનો ઉપયોગ કરાય છે.
- ભારતમાં લગભગ બારેમાસ હવાઇ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે.
- વર્તમાન સમયમાં હવાઇ માર્ગોનો વપરાશ વધતો જાય છે.
- ભારતમાં હવાઇ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી, આજે 'એર ઇન્ડિયા' નામે ઓળખાતી કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઇ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે.
- દેશમાં 'ભારતીય વિમાન મથક સત્તા મંડળ' આંતરાષ્ટ્રીય, ઘરેલું હવાઇ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ હવાઇ મથકોનું વ્યવસ્થાપન કરી રહ્યું છે.
- દેશમાં કોલકાતા, મુંબઇ, ચેન્નઇ, નવી દિલ્લી, બેંગાલુરુ, હૈદરાબાદ તથા અમદાવાદ જેવાં 15 આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો છે.
- પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGC ને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા આપે છે.
18. પાઇપ લાઇનથી પરિવહન સમજાવો.
ઉત્તર :
- પાણી, ખનીજતેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપ લાઈન દ્વારા પરિવહન કરવામાં આવે છે.
- અસમના નાહર–કોટિયાથી નૂનમતી-બરૌની સુધી ખનીજતેલની પાઇપલાઇન છે.
- ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇન છે. આ ઉપરાંત બૉમ્બેહાઇથી મુંબઇ કિનારા સુધી ખનીજતેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપ લાઇન નાખવામાં આવી છે.
- ગુજરાતમાં પણ ખંભાત–ધુવારણ–કોયલી અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે.
- સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીમડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં પાઇપ લાઇન મારફતે રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે.
19. રોપ-વે (રજ્જુમાર્ગ) પર નોંધ લખો.
ઉત્તર :
- પહાડી વિસ્તારોમાં માલ-સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે અન્ય પર્વત કે મેદાનને રોપ-વેથી જોડી દેવામાં આવે છે.
- ભારતમાં આશરે 100 જેટલા રોપ-વે છે.
- ઉત્તર ભારતમાં દાર્જીલિંગ, કુલુમનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણ ભારતમાં ચેન્નઇ, મલાઇના પર્વતીય વિસ્તારોમાં રોપ-વે આવેલા છે.
- ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી અને જૂનાગઢ ખાતે રોપ-વે સેવાઓ ઉપલબ્ધ છે.
20. સંદેશા વ્યવહાર પર નોંધ લખો.
ઉત્તર :
ઉત્તર :
- એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કહી શકાય.
- દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, ત્સુનામી જેવા કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંદેશા વ્યવહાર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.
- દેશના આર્થિક, સામાજીક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચારતંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે.
- પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા.
- આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, ટેલિફોન અને આજે મોબાઇલ ટેલિફોન, સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે.
- વિજ્ઞાન અને ટેક્નોલોજીએ સંચારક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે.
- આજે આપણે તમામ મહત્વની ઘટના તથા ક્રિકેટની મેચ ઘરે બેઠા જીવંત પ્રસારણના માધ્યમથી જોઇ શકીએ છીએ.
- સંચાર સાધનોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ : (1) વ્યક્તિગત સંચારતંત્ર (2) સામૂહિક સંચારતંત્ર
(1) વ્યક્તિગત સંચારતંત્ર :
- વ્યક્તિગત સંચારતંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે.
- ઇ–મેલ, ઇ–કોમર્સ, મુદ્રાની લેવડ–દેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યાં છે. આ ઉપરાંત સોશ્યલમીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે.
- ગ્રામ વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ-વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે.
- સમૂહ સંચારમાં પણ બે માધ્યમો છે.
- (1) મુદ્રિત માધ્યમ જેમાં અખબાર, પત્રિકાઓ
- (2) ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે.
- પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે.
- દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે. દૂરસ્થ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે.
- પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધન બની રહે છે. દૂરદર્શન પર ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે.
- આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડ્યા છે.
21. ઉપગ્રહ સંચાર પર નોંધ તૈયાર કરો.
ઉત્તર :
કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે. પરંતુ સાથે-સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે.
ભારતે છોડેલા 'ઈન્ડિયન નેશનલ સેટેલાઇટ' (INSA) પ્રણાલિ બહુહેતુક પ્રણાલિ છે; જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડાં જેવી આફતોની ચેતવણી, સંસોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત આપણે ભારતીય દૂરસ્થ સંવેદન (IRS) પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હિકલનો(PSLV) વિકાસ કર્યો છે.
22. ભારતના વ્યાપાર વિસ્તૃત રીતે સમજાવો.
ઉત્તર :
ભારતે છોડેલા 'ઈન્ડિયન નેશનલ સેટેલાઇટ' (INSA) પ્રણાલિ બહુહેતુક પ્રણાલિ છે; જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડાં જેવી આફતોની ચેતવણી, સંસોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત આપણે ભારતીય દૂરસ્થ સંવેદન (IRS) પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હિકલનો(PSLV) વિકાસ કર્યો છે.
22. ભારતના વ્યાપાર વિસ્તૃત રીતે સમજાવો.
ઉત્તર :
- ભારત વિશાળ દેશ છે. ક્યાંક પર્વતીયક્ષેત્ર તો ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશો, કિનારાના મેદાની પ્રદેશો તથા રણપ્રદેશ જેવાં વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે.
- આવી જ ભિન્નતા આબોહવા, વનસ્પતિ તેમજ ખનીજ સંસાધનો અને સંચાલન શક્તિનાં સંસાધનોમાં જોવા મળે છે.
- ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ વિવિધતા જોવા મળે છે. આના પરિણામે દેશમાં બે પ્રકારની વ્યાપાર પ્રણાલી છે. (1) આંતરિક વ્યાપાર (2) આંતરરાષ્ટ્રીય વ્યાપાર
એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે. તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓં પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે. તેને આંતરિક વેપાર કહે છે, દા.ત., પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે; તેથી તે બીજા રાજ્યોમાં મોકલે છે. જ્યારે પંજાબને દરિયાકિનારો મળ્યો નથી તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે.
આમ, દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશની નિકાસ કરે છે. આના પરિણામે ભારતમાં આંતરિક વેપાર વિકસ્યો છે.
(2) આંતરરાષ્ટ્રીય વેપાર :
- વિશ્વના જુદા-જુદા દેશોની પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય.
- આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે, નહિ તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય છે.
- જે દેશ ઉત્પાદિત વસ્તુની નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે તે દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ કહી શકાય.આનાથી આપણા દેશમાં વિદેશી હૂંડિયામણમાં વધારો થાય છે.
- જો દેશમાં નિકાસ કરતાં આયાત વધે તો વ્યાપારતુલા નકારાત્મક છે એમ ગણાય.
- જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણમૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને જે દેશની આયાત વધે છે એવા દેશોનું ચલણમૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે.
- ઇ.સ. 1991થી ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે.
- છેલ્લાં ઘણાં વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપારતુલા નકારાત્મક રહી છે. આ વ્યાપારતુલા હકારાત્મક બને તે માટે હવે સરકારે 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરશે.
23. ભારતમાં આયાત વેપાર વિશે નોંધ લખો.
ઉત્તર :
- ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ પોલાદ તથા તાંબુ ઉત્પન્ન ન થતું હોવાથી તેની આયાત કરે છે.
- પેટ્રોલિયમ, ખનીજતેલ તથા લુબ્રિકન્ટ પદાર્થની માંગ પરિવહન માટે તથા મશીનોને ગતીશીલ રાખવા વધારે છે. તેથી તેની પણ આયાત કરીએ છીએ.
- મશીનો, મોતી અને કિંમતી પથ્થર ખાદ્યતેલ વગેરેની પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ.
- આપણે યુ.એસ.એ., રશિયા, મ્યાનમાર, ઇરાન, જર્મની વગેરે દેશોમાંથી આયાત કરીએ છીએ.
24. ભારતનો નિકાસ વ્યાપાર વિશે નોંધ લખો.
ઉત્તર :
- ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની જ નિકાસ કરવાની છૂટ આપે છે.
- કેટલીક વસ્તુઓના કાચા માલ-સામાનની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુન:નિકાસ પણ કરીએ છીએ.
- ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ અને ખનીજ ઇજનેરી સામાન જેવા કે સાઇકલ, પંખા, સિલાઇ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કમ્પ્યૂટર સોફટવેર વગેરેનો સમાવેશ થાય છે.
- રસાયણો અને તેના સંબંધિત ચીજવસ્તુઓ, રત્ન આભૂષણ ચામડું અને ચામડાનો સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા–કોફી, શણની ચીજવસ્તુઓ તથા સીવેલાં તૈયાર કપડાંની પણ નિકાસ કરીએ છીએ.
0 Comments