1. આઝાદી પછી કઇ યોજના થકી આર્થિક વિકાસ હાથ ધરાયો?
ઉત્તર : પંચવર્ષીય યોજના
2. સરકારે શા માટે આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા?
ઉત્તર : આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ દ્વારા સરકારે ઝડપી આર્થિક વિકાસ કરવાનું કાર્ય હાથ ધર્યુ. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. પરંતુ આ યોજનાથી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહી. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળનમાં કરેલી ભૂલોને સુધારતા આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. જે અન્વયે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા.
3. આર્થિક ઉદારીકરણ એટલે શું? તેના લાભાલાભ જણાવો.
ઉત્તર : સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશ અને નિયંત્રણોમાં ક્રમશ: ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે.
(1) 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી .
(2) રેલ્વે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયનાં તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લાં મુકવામાં આવ્યાં.
(3) ઉદ્યોગો માટેની ફરિજયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
(4) પ્રદુષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઇ રદ કરવામાં આવી.
ઉદારીકરણના લાભો :
(1) ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો.
(2) ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઇ.
(3) વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થયો.
(4) ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો.
ઉદારીકરણના ગેરલાભો :
(1) ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીનાં વલણોમાં ઘટાડો થઇ શક્યો નથી.
(2) માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રના વિકાસમાં પાછળ રહ્યું.
(3) આવકની અસમાનતામાં વધારો થયો.
(4) આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો.

4. ખાનગીકરણ એટલે શું? તેના લાભાલાભ જણાવો.
ઉત્તર : ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ખાનગીકરણ બે માર્ગે થઇ શકે.
1) પહેલાં જે ક્ષેત્રો જાહેરસાહસો માટે અનામત રાખ્યાં હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લાં મૂકવામાં આવે છે.
2) રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે. અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે.
ખાનગીકરણના લાભો :
5. વૈશ્વિકીકરણ એટલે શું? તેના લાભ જણાવો.
ઉત્તર : 'વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેક્નોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય.'

- ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
- ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
- જાહેરક્ષેત્રનાં એકમોનું ખાનગીકરણ થવાથી જાહેરક્ષેત્રનાં એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.
- ખાનગીકરણના પરિણામે આર્થિકસત્તાનું કેન્દ્રીકરણ થયું છે. જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે.
- ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઇ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે.
- ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવવધારાની સમસ્યા ઊભી થઈ છે.
5. વૈશ્વિકીકરણ એટલે શું? તેના લાભ જણાવો.
ઉત્તર : 'વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેક્નોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય.'
વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા :
(1) બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
(2) એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઇ શકે.
(3) ટેક્નોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા.
(4) વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી.
લાભ :
(1) વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
(2) વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે.
(3) વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઇમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
ગેરલાભ :
(1) વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી.
(2) વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઇએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઇ શક્યા નથી.
(3) વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે.
6. વિશ્વ વ્યાપાર સંગઠન વિશે માહિતી તેના ધ્યેયો અને કાર્યો જણાવો.
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી, 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિત્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે.
ધ્યેયો :
(1) વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
(2) વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
(3) વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું.
(4) વિશ્વમાં ઉદભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું.
કાર્યો :
(1) બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો.
(2) વિશ્વ વ્યાપાર સંગઠન બહુ રાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકે કામગીરી બજાવે છે.
(3) WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
(4) જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા-વધારા સૂચવે છે.
7. WTOની ભારતીય અર્થકારણ પર અસર સમજાવો.
ઉત્તર :

- આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત તેનું સભ્ય રહ્યું છે. તેથી ભારત પર આ સંસ્થાનો પ્રભાવ પડે તે સહજ બાબત છે.
- (1) વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થી વધારે થયો છે.
- (2) WTO ના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે.
- (3) WTO માં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે.
- (4) નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.
- આમ, વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને આ લાભો તો થશે જ પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે.
- ખાસ કરીને ભારત પોતાની આંતર માળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે. આ બાબત તેના પર આધારિત છે.
8. ટકાઉ વિકાસ એટલે શું? તેનો ખ્યાલ શા માટે જરૂરી છે?
ઉત્તર :
- ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ, “ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકશાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.” આમ, ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે.
- માનવી સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે.
- આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે.
- આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે.
9. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કેવી વ્યુહરચના અપનાવવી જોઇએ.
ઉત્તર :
(1) પુન: ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રાકૃતિક સાધનો જેવાં કે, ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે જેવાં કે કોલસો, પેટ્રોલિયમ, ખનીજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
(2) વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં 'પર્યાવરણ મિત્ર ટેક્નોલોજી'નો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા.
(3) જે સાધનો એકથી વધુ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવાં. જેમકે, જુદી–જુદી સિંચાઇ યોજનાઓના એકથી વધુ ઉપયોગ. દા.ત., વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરેમાં કરવા.
(4) પ્રાકૃતિક સાધનોનો દુરઉપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે નિયંત્રણો મૂકવાં.

(5) ઉત્પાદનનાં તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઊર્જા જેવી બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો.
10. પર્યાવરણની સુરક્ષા માટે કેવા પગલાં લેવાયા છે?
ઉત્તર : પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં' પ્રથમ વખત 'પૃથ્વી પરિષદ'નું આયોજન થયું.
ત્યાર બાદ વખતોવખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદાં–જુદાંં અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું.
ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમકે,
(1) દેશના મુખ્ય શહેરોના પ્રદુષણની માહિતી પ્રગટ થાય.
(2) પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી.
(3) વિશ્વભરમાં 5મી જૂનને ‘પર્યાવરણ દિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
(4) 1981માં ભારત સરકારે ‘વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.
(5) ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે.

0 Comments