● નીચેના પ્રશ્નોના જવાબ એક બે શબ્દો કે વાક્યમાં લખો.

૧. કઇ ઋતુમાં આઇસ્ક્રીમ ખાવાની અને ઠંડા પીણા પીવાની ખૂબ જ મજા પડે છે?
જવાબ :
ઉનાળામાં

૨. ગરમ ઉન ની ટોપી ક્યારે પહેરવામાં આવે છે?
જવાબ : શિયાળામાં

૩. બાળકોને પલળવાની મજા કઈ ઋતુમાં આવે છે?
જવાબ :
ચોમાસામાં

૪. ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ?
જવાબ :
સુતરાઉ કપડા

૫. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ ?
જવાબ :
સ્વેટર પહેરીએ છીએ.

૬. બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ?
જવાબ :
ડોક્ટર પાસે

૭. માળી શું કામ કરે છે? કહો.
જવાબ :
બાગ બગીચા ની સંભાળ રાખે ફુલછોડ ઉછેરે અને ફૂલો અને ફૂલોની માળા વેચે છે.

૮. ટપાલી શું કામ કરે છે? કહો.
જવાબ :
ટપાલી ટપાલ મની ઓર્ડર અને પાર્સલ પહોંચાડવાનું કામ કરે છે.

૯. તમારે ઘર ને રંગ કરાવવો હોય તો કોની પાસે જશો?
જવાબ :
રંગકામ કરનાર પાસે

૧૦. પોલીસ શું કામ કરે છે?
જવાબ :
પોલીસ ચોર પકડવાનું કામ કરે છે.