૨૧. અડકી ન શકાય તેવાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર :
વાઘ, સિહ, વરૂ, ચિત્તો, રીંછ, દિપડો, શિયાળ વગેરે અકડી ન શકાય તેવા પ્રાણીઓ છે.

૨૨. કૌસમાં આપેલાં પ્રાણીઓનું ‘ચાલનારાં’, ‘ઊડનારાં’, ‘જમીન પર સરકનારાં’ અને ‘પાણીમાં તરનારા’ પ્રાણીઓમાં વર્ગીકરણ કરો .
(ગાય, કાબર, ભેંસ, જળબિલાડી, બકરી, માછલી, ઘોડો, ચકલી, સાપ, મોર, પોપટ, ઑક્ટોપસ, ગેંડો, અજગર, કૂતરો, અળસિયું)
ચાલનારાં પ્રાણીઓ: ગાય , ભેંસ , બકરી , ઘોડો , ગેંડો , કૂતરો
ઊડનારાં પ્રાણીઓ : કાબર, ચકલી, મોર, પોપટ
જમીન પર સરકનારાં પ્રાણીઓ : સાપ, અજગર, અળસિયું પાણીમાં તરનારાં પ્રાણીઓ : જળબિલાડી, માછલી, ઑક્ટોપસ

૨૩. પક્ષીઓ અને પ્રાણીઓ બન્નેમાં શું ભિન્નતા જોવા મળે છે ?
ઉત્તરઃ
પક્ષીઓને ખાવા માટે ચાંચ હોય છે. પશુઓને ખાવા માટે મોટું હોય છે. પશુઓને ચાર પગ હો ય છે.પક્ષીઓ ઊડી શકે છે. પશુઓ ઊડી શકતા નથી. પશુઓ વજનમાં ભારે અને મોટે ભાગે કદમાં મોટા હોય છે. પક્ષીઓ વજનમાં હલકા હોય છે. પક્ષીઓને ઊડવા માટે પાંખો હોય છે. પશુઓને પાંખો હોતી નથી.

૨૪. બંધબેસતાં જોડો :

વિભાગ : અ

વિભાગ: બ

જવાબ

(૧) ગાય

(A) દર

(૧) E

(૨) ઘોડો

(B) માળો

(૨) D

(૩) પંખી

(C) માછલીઘર

(3) → B

( ૪) ઉંદર

(D) તબેલો

(4) A

(૫) માછલી

(E) કોઢ

(૫) C


૨૫. પ્રાણી પણ લાગણી ધરાવે છે. (√)

૨૬. પાણી પોતાના બચ્ચાને ___પોતાનો પ્રેમ પ્રદર્શિતકરે છે.
(A) ચાર્ટીને

૨૭. પ્રાણીઓ પોતાનાં બચ્ચાં પ્રત્યે લાગણી ધરાવે છે.(√)

૨૮. પ્રાણીઓ સંવેદના ધરાવે છે.તેવું શા પરથી કહી શકાય? 
જવાબ : પ્રાણીઓને પંપાળીએ તો તે ખુશ થઈને પૂંછડી પટપટાવે છે, જેમકે કૂતરો પ્રાણીઓને વાગે તો તે ચીસો પાડે છે. પ્રાણીઓને મારીએ તો તે ગુસ્સે થાય છે અને પ્રતિકાર કરે છે. જેમ કે કૂતરો બચકુ ભરે છે. ભસે છે, ગધેડોલાત મારે છે. તેમને પ્રેમ આવેતો આપણને તેના બચ્ચાંને ચાટે છે. આથી કહી શકાય કે પ્રાણીઓ સંવેદના ધરાવે છે.

૨૯. નીચેનામાંથી કોણ પોતાના રક્ષણ માટે રંગ બદલે છે ? 
(C) કાચિંડો

૩૦. ચંદુ ધોબી પોતાના ગધેડા સાથે યોગ્ય વર્તાવ કરે છે કે નહિ તે જણાવો. આ માટે ના તમારાં કારણો પણ આપો.
ઉત્તર :
ચંદુ ધોબી પોતાના ગધેડા સાથે યોગ્ય વર્તાવ કરે છે. જેમ કે તે ગધેડાને નવડાવે છે. તેને ઘાસ ખવડાવે છે. તેને પાણી પીવડાવે છે. તેને શણગારે છે. આથી કહી શકાય કે ચંદુ ધોબી તેના ગધેડાને સારી રીતે રાખે છે. 

૩૧. પાલતુ પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર :
ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઊંટ, ઘોડા, ગધેડા, કુતરો વગેરે પાલતું પ્રાણીઓ છે.

૩૨. નીચેનામાંથી કોણ પાલતુ પ્રાણી નથી ? 
(B) શિયાળ

૩૩. પ્રાણી કે પંખી પણ ઠંડી કે ગરમી અનુભવે છે.’ આ માટેનાં કોઈ પણ બે ઉદાહરણ આપો. 
ઉત્તર : પ્રાણી કે પંખી ઠંડી કે ગરમી અનુભવે છે. દા.ત. કૂતરાને ગરમી લાગે તો તે જ્યાં ભીની જગ્યા હોય ત્યાં જઈને બેસે છે ભેંસ પાણીના ખાબોચિયામાં પડી રહે છે. ઠંડી લાગે તો તે ધ્રુજે છે અને ગરમાવો મળે તેવી જગ્યા શોધીને ત્યાં પડી રહે છે.

૩૪. પ્રાણીઓને ખીજવીએ તો પણ તેઓ કોઈ પ્રતિભાવ આપી શક્તા નથી. ( X)

૩૫. પશુઓ માંદાં પડે તો તેમને આપણે દવાખાને લઈ જવાં જોઈએ. √

૩૬. પાલતુ પશુઓને નિયમિત નવડાવવા જોઈએ.√

૩૭. પ્રાણી નીચેનામાંથી શેના પ્રત્યે સંવેદના દર્શાવે છે
ઉત્તર : D

૩૮. કયું પ્રાણી ખેતી માટે ઉપયોગી છે ?
(C) બળદ

૩૯. પાલતુ પશુઓ માંદાં પડે તો શું કરવું જોઈએ ?
ઉત્તર :
પાલતુ પશુઓ માંદા પડે તો તેમને પશુઓના ડૉક્ટર પાસે લઈ જઈને તેમની સૂચના મુજબ યોગ્ય ઉપચાર કરાવવો જોઈએ.

૪૦. કયા પ્રાણીને વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. 
ઉત્તરઃ કૂતરાને વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે.

૪૧. નીચેનામાંથી કર્યું પ્રાણી સવારી માટે ઉપયોગી નથી?
(A) ગાય

૪૨. કયા પક્ષીનાં ઈંડાં ખોરાક તરીકે વપરાય છે ?
ઉત્તર :
મરઘીના ઇંડાં ખોરાક તરીકે વપરાય છે .

૪૩. આપણને ઊન __ આપેછે.
જવાબ :
ઘેટાં

૪૪. દૂધ આપતાં પ્રાણીઓ કર્યાં કર્યાં છે ?
ઉત્તર :
 ગાય, ભેંસ, બકરી અને ઘેટા દૂધ આપતાં પ્રાણીઓ છે.

૪૫. કયા પ્રાણીઓ ભાર વાહન માટે ઊપયોગી છે?
ઉતર : બળદ , ગઘેડો, ઘોડો,હાથી,ઊંટ વગેરે ભારવહન માટે ઉપયોગી છે.

૪૬. __ઘરની ચોકી કરે છે.
જવાબ : કૂતરો

૪૭. મધમાખી __આપે છે.
જવાબ : મધ

૪૮. જંગલમાં ભારવહન માટે __નો ઉપયોગ થાય છે.
(D) હાથી

૪૯.___ રણનું વહાણ કહે છે. 
ઉત્તર: ઊંટ

૫૦. પ્રાણીઓની ઉપયોગિતા જણાવો. અથવા પશુઓ આપણા મિત્રો છે – સમજાવો. 
ઉત્તર : (૧) ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. (૨) બળદ, ઊંટ, ઘોડા વગેરે ભારવહન માટે ઉપયોગી છે. (૩) બળદ અને પાડા ખેતીકામ માટે ઉપયોગી છે. (૪) ઊંટ અને ઘોડા સવારી માટે ઉપયોગી છે. (પ) કૂતરો ઘરની ચોકી કરે છે. (૬) પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. (૭) મૃત પ્રાણીઓના ચામડામાંથી બેગ, કમરપટ્ટા, પાકીટ અને પગરખાં બંને છે. (૮) ઘેટાં ઊન આપે છે. (૯) અળસિયાં અને સાપ ખેતીમાં મદદરૂપ થાય છે.