૧૨. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો અને ફકરો પૂર્ણ કરો:
એક હતા રમતુ બહેન, એમના ભાઈનું નામ રમતાભાઇ. રમતુબહેન માથા__ વાળની ચોટલી વાળે. રમતા ભાઈ માથા__ ટોપી પહેરે. ભાઈબહેન દરરોજ મેદાનમાં રમવા જાય. રમતુ બહેન__ ચાલે અને રમતાભાઇ એમની પાછળ. મેદાન_ પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. રમતા ભાઈને સારું રમતાં ન આવડે.__ કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે.
રમતુ બહેન સરસ રમે.__ બધાં તેમનાં હરીફ થવામાં ગભરાય. રમતા ભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં.__ બધાં મને એમનો સાથીદાર બનાવે. રમતુ બહેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે__ એ રોજ કસરત કરે છે.
જવાબ : (૧) પાછળ
(ર) ઉપર
(૩) આગળ
(૪) ઉપર
(પ) એટલે
(૬) માટે
(૭) જેથી
(૮) કારણ કે

13. નીચેનાં વાક્યો વાંચો અને નમૂના પ્રમાણે ખૂટતો અક્ષર લખી વાક્ય પૂર્ણ કરો :
(૧) અરે! આ આપણું ! ઘર છે ને!
જવાબ : પ

(૨) મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓ આ રીતે ગોઠવી શકે.
જવાબ : ઠ

(૩) આ તો માત્ર વાંદરો જ કરી શકે.
જવાબ : દ

(૪) હું તો હમણાં જ આવ્યો.
જવાબ : મ

(પ) શું કપાળ ! હું આ રૂમને પાછળનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ હતી.
જવાબ : પ, છ, વા

(૬) ત્યાં જો પાછળ લીજાડાના ઝાડ પર તારો બીજો ભાઈ.
જવાબ : જા

(૭) કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે.!
જવાબ : ફ્ર

(૮) મને તો કાકી બનાવે એ જ ભાવે.
જવાબ : વે

(૯) મમ્મી તો છેક સાંજે આવશે.
જવાબ : 

(૧૦) પહેલાં આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ.
જવાબ : લાં, સ

પ્રશ્ન : ૧૪ 'ઠંડી' કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખો:
(૧) 'ઠંડી' કાવ્યના કવિ કોણ છે.? સાચો વિકલ્પ√ કરો:
(√) કૃષ્ણ દવે
() બાલમુકુંદ દવે
() ઝવેરચંદ મેઘાણી
() સ્નેહરશ્મિ

(ર) ફ્રીઝમાં ઠંડી કોને લાગે છે.? સાચો વિકલ્પ √ કરો:
() દૂધીને
() મૂળાને
(√) ટમેટાને
() બટાટાને

(૩) ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું ?
જવાબ : ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને બંડી યાદ આવી.

(૪) ટમેટાએ ક્રોની પાસે મદદ માગી?
જવાબ : ટામેટા એ દૂધી પાસે મદદ માગી.

(પ) ટમેટાએ બંડી કેમ માગી ?
જવાબ : ટમેટાને ઠંડી લાગતી હતી એટલે તેણે ઠંડી દૂર કરવા માટે પહેરવા બંડી માગી.

(૬) ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે ?
જવાબ : ટમેટું બંડી પહેરાવવા દુધી માસીને કહે છે.

(૭) ટમેટું દૂધીમાસીને શું કહે છે.
જવાબ : ટમેટું દૂધીમાસીને બંડી પહેરાવવાનું કહે છે.

(૮) ટમેટાને ફ્રીઝમાં કોની યાદ આવે છે?
જવાબ : ટમેટાને ફીઝમાં પોતે પહેલાં જે ડાળ પર રહેતું હતું અને ઝૂલતું હતું તેની અને સવારના મીઠા મીઠા તડકાની યાદ આવે છે.

(૯) ટમેટું અડકો-દડકો ક્યાં રમતું હતું ?
જવાબ : ટમેંટુ ડાળ ઉપર અડકો-દડકો રમતું હતું.

(૧૦) ટમેટાને ડાળ પર શા માટે ગમે છે.?
જવાબ : ટમેટાને ડાળ ઉપર અડકો-દડકો રમવા મળતું હતું અને સવારનો કૂણો તડકો દૂફ આપતો હતો.તેથી ટામેટાને ડાળ પર ગમે છે.

(૧૧) ટમેટાને બપોરનો તડકો બહુ જ મીઠો લાગતો હતો.(√ કે×)
જવાબ : (x)

(૧ર) બરફનાં ગામ ક્યાં છે?
જવાબ : બરફનાં ગામ ફઝમાં છે.?

(૧૩) કોણે___ બનાવ્યું, જેમાં નથી હૂંફનું નામ. સાચો વિકલ્પ √ કરો. :
() ટીવી
(√) ફીઝ
() માટલું
()એ.સી.

(૧૪) ફ્રીઝનો દરવાજો શું લેવા માટે ખૂલ્યો ? સાચો વિકલ્પ √ કરો:
()પેંડા
() બરફી
(√) ધારી
() ગુલાબજાંબુ

(૧૫) મૂળાભાઈએ કોને ટપલી મારી? શા માટે?
જવાબ : કોઈએ ધારી લેવા માટે ફીઝનો દરવાજો ખોલ્યો એટલે મૂળાભાઈએ ટામેટાને ટપાક કરીને ટપાલી

(૧૬) ટમેટું દડદડ કરતું છેક ઘરની બહાર નીકળી ગયું.√ કે×
જવાબ : x

(૧૭) ટમેટાએ બારીમાંથી___ જોયો. (ચાંદો. સૂરજ )
જવાબ : સૂરજ

(૧૮) સૂરજનો તડકો ક્યાંથી આવતો હતો ? સાચો વિકલ્પ√ કરો:
(√) બારીમાંથી
() બારણામાંથી
() છતમાંથી
() ભોંયતળિયેથી

(૧૯) ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું.?
જવાબ : સૂરજનાં નાનાં બે કિરણો સડકો પસાર કરીને ટમેટા પાસે આવી પહોંચ્યાં, તેમને જોઈને તે ખુશ થયું.

(૨૦) નાનકડાં કિરણો__ પાર કરીને આવ્યાં. (જંગલ, સડકો)
જવાબ : સડકો

(૨૧) નાંનકડાં કિરણોએ ટમેટાને શું કહ્યું?
જવાબ : નાનકડાં કિરણોએ ટમેટાને કહ્યું. ટામેટા રાજા ! તમે અમારો આ આનંદ આપતો તડકો પહેરી લો

(રર) તડકો કેવો છે.? સાચો વિકલ્પ √ કરોઃ
(√) મીઠો મીઠો
() તીખો તીખો
() દઝાડતો
() ઠંડો ઠંડો

(૨૩) ફ્રીઝમાં શું શું રાખેલું. જોવા મળે છે?
જવાબ : ફીઝમાં શાકભાજી, ફળો, દૂધ , દહીં, છાશ, આઈસક્રીમ, ચોકલેટ વગેરે રાખેલું જોવા મળે છે.

(ર૪) ટમેટું કોને ર્થન્ક્યૂ કહેશે? શા માટે?
જવાબ : ટમેટું મૂળાભાઈને ર્થન્ક્યૂ હેશે, કારણ કે એમણે ટપાલ કરતી ટપલી મારી એટલે ટમેટું અણગમતા ફિણની બહાર નીકળી શક્યું.

(રપ) ફ્રીઝમાંથી બહાર નીકળીને ટમેટું શું બોલ્યું હશે?
જવાબ : ફ્રીઝમાંથી બહાર નીકળીને ટમેટું બહાશ!" બોલ્યું હશે.અને એમ પણ બોલ્યું હશે કે, છૂટ્યા આ ઠંડા ઠંડા બરફનાં .ગામમાંથી હવે કઈંક સારુ લાગે છે.!"

૧૫. કવિતાના શબ્દોનો ઉપયોગ' કરી ખાલી જગ્યા પૂરો :
(૧)___ નો દરવાજો વારંવાર ખોલવાથી લાઈટબિલ વધારે આવે. (ફ્રીજ ,ઘર)
જવાબ : ફ્રીજ

(૨) સૂરજનાં ___ ગરમી આપે છે. (કિરણો, અજવાળાં )
જવાબ : કિરણો

(૩) સુરતની ___ખૂબ વખણાય છે. (જલેબી, ધારી)
જવાબ : ધારી

(૪) મારા મામાના લગ્નમાં ___ નો હલવો બનાવ્યો હતો. (દૂધી, રીંગણ)
જવાબ : દૂધી

(૫) બોરડી જોરથી હલાવી એટલે ટપટપ __ દઈને બોર પડ્યાં. (થપાટ , ટપાક )
જવાબ : ટપાક

(૬) ઉનાળામાં ડામરની _ પર ચાલવું અઘરું છે. (સડકો, દીવાલો)
જવાબ : સડકો

૧૬. નીચેના દરેક શબ્દનાં બે-બે વાક્યો લખો:
(૧) વાસી : વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. એકથી વધારે દિવસ પડી રહેલા રાંધેલા ખોરાકને વાસી કહેવાય.

(૨) ઠંડી : શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. ઠંડીથી બચવા લોકો સ્વેટર પેહરે છે.

(૩) રાજા : રાજા પ્રજાના દરેક પ્રશ્નો સાંભળે છે. આ કાવ્યમાં ટમેટાંને રાજા કહ્યું છે.

(૪) સૂરજ : સૂરજના કિરણો ધરતી પર પડે છે. સૂરજનો તડકો શિયાળામાં મીઠો લાગે છે.

(૫) ફ્રીઝ : ઉનાળામાં ફ્રીઝ ખૂબ જ કામ આવે છે. ફ્રીજમાં રાખેલી વસ્તુઓ ઠંડી-ઠંડી હોય છે.

(૬) તડકો : શિયાળાનો તડકો મીઠો લાગે છે.ઉનાળામાં ખૂબ જ તડકો પડે છે.

૧૭. નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવોઃ
(૧) મોબાઈલ-બોલપેન - મેં તમારો મોબાઇલ નંબર બોલપેનથી લખ્યો.

(૨) દૂધી-ચોપડી - આ ચોપડીમાં દૂધી વિશેનું લખાણ છે.

(૩) તડકો- બરફ-તડકામાં બરફ પીગળી જાય છે.

(૪) ઠંડી-સ્કૂટર- શિયાળામાં સ્કૂટર ચલાવતી વખતે ઠંડી વધારે લાગે છે.

૧૮. કાવ્યપંકિતઓ પૂર્ણ કરો :
(૧) આના કરતાં ................ હૂંફનું નામ.
જવાબ : આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકો-દડકો.
મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો,
અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું ? જેમાં નથી હૂંફનું નામ

(૨) દડદડ કરતું ................ મીઠો મીઠો તડકો.
જવાબ : દડદડ કરતું ગયું ટમેટું છેક ફીજની બહાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર.
ત્યાં નાનાં બે કિરણો આવ્યાં પાટ કરીને સડકો,
કહે, ટમેટારાજા પહેરો, મીઠો મીઠો તડકો.

૧૯.કાવ્યપંક્તિઓનો અર્થ લખો:
(૧) કહે ટમેટું મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી ,
દૂધીમાસી દૂધીમાસી ઝટ પહેરાવો બંડી,
એના કરતાં હતા ડાળ પર રમતા અક્કો દડકો
મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો.
જવાબ :  ટામેટું કહે છે કે, મને ફીઝમાં બહુ(ખૂબ ) જ ઠંડી લાગે છે. માટે દૂધી મારસી મને જલદીથી (ગરમ) બંડી પહેરાવો. આના કરતાં પહેલાં જ્યારે અમે ડાળ પર હતાં ત્યારે અડકો-દડકો રમાવાની ખૂબ મજા આવતી હતી. તે વખતે સવારનો તડકો, મને મીઠો મીઠો લાગતો એટલે કે ગમતો હતો.

(ર) દડદડ કરતું ગયું ટમેટું છેક ફીઝની બહાર ,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર.
ત્યાં નાનાં બે કિરણો આવ્યાં પાર કરીને સડકો ,
કહે, ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો.
જવાબ : ટમેટું દડદડ કરતું છેક ફીઝની બહાર નીકળી ગયું ત્યાં બારીમાંથી તેણે સૂરજ જોયો અને ખૂબ આનંદમાં આવી ગયું. એટલી વારમાં તો સૂરજદાદાનાં નાનાં નાનાં બે કિરણો સડકો પાર કરીને (લાંબો રસ્તો કાપીને) ટામેટાની પાસે આવી પહોંચ્ચા અને કહેવા લાગ્યાં કે ટમેટા રાજા ! તમે અમારો આ આનંદ આપતો તડકો પહેરી લો.

૨૦.કવિતાની પંક્તિ પરથી વાક્ય અને વાક્ય પરથી કવિતાની પંક્તિ લખો:
(૧) કહે ટમેટું મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી,
દુધીમાસી દૂધીમાસી ઝટ પહેરાવો બંડી.
જવાબ : ટામેટું કહે છે કે, મને ફ્રીઝમાં બહુ(ખૂબ ) જ ઠંડી લાગે છે માટે દૂધીમાસી મને જલદીથી (ગરમ)બંડી પહેરાવો.

(ર) અહીં તો છે બસ ઠંડી ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફીઝ બનાવ્યું ? જેમાં નથી હુંફનું નામ.
જવાબ : અહીં (ફ્રીઝમાં ) બસ ઠંડી ઠંડી અને બરફનાં ગામ છે. આ ફીઝ કોણે બનાવ્યું છે? જેમા હૂંફનું નામ નથી.

(3) ત્યાં નાનાં બે કિરણો સડક પાર કરીને આવ્યાં,
અને કહે ટમેટારાજા મીઠો મીઠો તડકો પહેરો.
જવાબ : ત્યાં નાનાં બે કિરણો આવ્યાં પાર કરીને સડકો, કહે, ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો.

(૪) દડદડ ગબડતું ટામેટું છેક છેક ફીઝની બહાર ગયું.તેણે બારીમાંથી સૂરજ જોયો અને તેની ખુશીનો પાર ન રહ્યો.
જવાબ : દડદડ કરતું ગયું ટમેટું છેક ફીઝની બહાર, બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર.

(પ) ત્યાં કોઈકે આવીને ધારી લેવા માટે ફીઝનો દરવાજો ખોલ્યો. ને મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી.
જવાબ : ત્યાં દરવાજો ખૂલ્યો ફીઝનો લેવા માટે ધારી, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી.

૨૧. નીચેનાં વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓ બનાવીને લખો:
(૧) ટપુ નામનો એક કાચબો હતો.તેની અટક લપલલિયા હતી. તે આખો દી પાણીમાં રહીને છબછબિયાં કરતો હતો.
જવાબ :  ટપુ નામનો એક કાચબો, અટક એની 'લપલપિયા; આખો દી પાણીમાં રહીને કર્યા કરે છબછબિયાં.

(ર) તારી લંકા સળગી ગઈ પણ મારી સાજી રહી. તેલ, ગાભા, દીવાસળી બગડ્યાં પણ પૂંછડી મારી સાજી રહી.
જવાબ :લંકા તારી સળગી ગઈ પણ  પૂંછડી  મારી સાજી રહી. તેલ , ગાભા, દીવાસળી બગડ્યાં પણ પૂં છડી મારી સાજી રહી.

(૩) હે જૂતાજીના દાક્તર , જરાક નાડી માપો. મારું ચંપલ બીમાર પડ્યું છે. એની સારી રીતે દવા કરો.
જવાબ : જૂતાજીના દાકતર ,માપો જરાક નાડી. બીમાર મારું ચંપલ દવા કરોને સારી.

(૪) મારો ઘોડો તબડક તબડક કરતો ચોલ્યો જાય છે. મારા એક અવાજે બિલાડી ભાગી જાય છે,પછી ભલે એ વાઘની માસી થાય.
જવાબ : તબડક તબડક તબડક કરતો, ઘોડો મારો દોડ્યો જાય. એક અવાજે બિલ્લી ભાગે, ભલે વાઘની માસી થાય.

૨૨. ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોનાં જોડકાં બનાવો :
ઉદાહરણ: ઠંડી-બંડી
જવાબ : અડકો-દડકો, ગામ- નામ , ધારી -મારી, બહાર -પાર, સડકો-તડકો.

23.આપેલા શબ્દસમૂહો માટે એક-એક શબ્દ લખો:
(૧) શાકભાજી, ફળો વગેરે વસ્તુઓને તાજી રાખવાનું ઈલેકિટ્રક સાધન-ફ્રીઝ

(ર) પ્રવાહીની વરાળ થવાની પ્રક્રિયા-બાષ્પીભવન

(૩) જગતમાં બધે પ્રસિદ્ધ થયેલું - જગપ્રસિદ્ધ

(૪) કોઈ બાબતમાં હોશિયાર કે પ્રવીણ - એક્કો

૨૪. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાકયમાં પ્રયોગ કરો :
(૧) ચસકો લાગવો -આદત પડવી, લત લાગવી મહેરને મોબાઈલમાં ગેમ રમવાનો ચસકો લાગ્યો.

(ર) મોઢું બગાડવું-અણગમો વ્યક્ત કરવો રમતમાં સાથે નહીં રમાડતાં નંદુએ મિત્રો સામે મોઢું લગાડ્યું.

(3) મૂછ પર હાથ ફેરવવો- ગૌરવ લેવું દાદાજીએ મારદડીની રમત બાબતે પોતાની મૂછ પર હાથ ફેરવ્યો.

૨૫.નીચેના શબ્દોની સાચી જોડણી લખો:
(૧) ઠંડિ - ઠંડી

(૨) બંડિ -બંડી

(૩) બિમાર - બીમાર

(૪) દુધી- દૂધી

(પ) વેકેસન - વેકેશન

(૬) મિઠો - મીઠો

(૭)મુળા-મૂળા

(૮) ખૂશી-ખુશી

(૯) શવાર-સવાર

(૧૦) શીયાળો-શિયાળો

(૧૧) રુતુ-ઋતુ

(૧૨) આબલી પિયડી-આંબલીપીપળી

(૧૩) નિરણકૂંડ-નીરણકુંડ

(૧૪) શવાર-સવાર

૨૬. આપેલા શબ્દનો સાચો અર્થ √ કરો:
(૧) જીવનભર - જીવે ત્યાં સુધી- જીવન ભરેલું હોય તે
જવાબ : જીવે ત્યાં સુધી

(ર)નિર્ણયશક્તિ - નિર્ણય એ જ શક્તિ-નિર્ણય કરવાની શક્તિ
જવાબ : નિર્ણય કરવાની શકિત

(૩) કોડી-એક જાતનું છીપલું - કોળવાળું
જવાબ : એક જાતનું છીપલું

(૪) ટીંગાડવું- લટકાવવું-રમાડવું
જવાબ : લટકાવવું

(પ) ક્યારી- નાનો ક્યારો - ક્યારે
જવાબ : નાનો ક્યારો

(૬)પરાણે - ઉતાવળે - મહામહેનતે
જવાબ : મહામહેનતે

૨૭. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(૧) મીઠું-મધુર, ગળ્યું

(૨) ઠંડી-ટાઢ

(૩) હૂંફ - ગરમાવો

(૪) ખુશી- આનંદ , હર્ષ

(પ) દરવાજો - બારણું, દ્વાર

(૬) સવાર- પ્રભાત

(૭)સૂરજ-સૂર્ય, રવિ

(૮) તડકો-તાપ

(૯) ભેરુ-સાથી, દોસ્ત

(૧૦) ધમાલ-મસ્તી

(૧૧) પેટપૂજા-ભોજન

(૧૨) પાર - છેડો, અંત

(૧૩) હૂંફ - ગરમાવો,ઉષ્મા

(૧૪) ઘાટું-ગાઢ

(૧૫) ઋતુ-મોસમ

૨૮ . નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(૧) બહુx ઓછું, થોડું

(ર) ઠંડી xગરમી

(૩) તડકો x છાંયડો

(૪) બહાર x અંદર

(પ) સવાર x સાંજ

(૬) ખુશી x નાખુશી

(૭) આવડત x અણઆવડત

(૮) પાર x અપાર

(૯) ઘાટું x આછું

(૧૦) ઉપર x નીચે

(૧૧) આગળ x પાછળ

૨૯. ફીઝ વિશે સાત-આઠ વાક્યો લખો.
જવાબ : ઉનાળામાં ફીઝ ખૂબ જ કામ આવે છે. ફીઝમાં પાણી ખૂબ જ ઠંડું થાય છે. ફીઝમાં બરફ પણ બનાવી શકાય છે. ફીઝમાં શાકભાજી, ફળો અમુક સમય સુધી તાજાં રહે છે. ફીઝમાં અમુક વસ્તુઓનો સંગ્રહ કરી શકાય છે.આઇસકીમ, કુલ્ફી બનાવી શકાય છે. ફીઝમાં રાખેલાં ઠંડા ટમેટાં ખાવાની મજા આવે છે. ફીજઆજે દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે.

૩૦. આ એકમમાંથી નવા શબ્દો શીખ્યા હોય તે લખો, વાંચો અને તમારું શબ્દભંડોળ વધારો.
મારદડી વ્યક્તિ સંવાદ
માસ્ટર વાગ્યો આઉટ
ક્રિકેટ સાથીદાર ખેલાડી
રુટ્ર દુશ્મન હૂંફ
ગિલ્લીદંડા વ્હાલી ચસકો
ઘરકૂકડી જીવનભર ફીઝ
એકકો પલક કુલ્ફી