પ્રશ્ન : ૨૦ નીચે આપેલ વાક્યોને ગઇકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો :

રવિવાર(આજ)
આંશી પુસ્તક વાંચે છે.
-> સંજ્ય શાળાએ જાય છે.
-> નિલોફર શાંત બેઠી છે.
-> કાજલ દોડે છે.
-> પ્રીતિ પાણી ભરે છે.
-> વિશાલ રમે છે.
-> ગૌરવ આણંદ ગયો છે.
-> હું લખું છું

ગઈકાલ (શનિવાર)
આંશી પુસ્તક વાંચતી હતી .
-> સંજ્ય શાળાએ જતો હતો.
-> નિલોફર શાંત બેઠી હતી.
-> કાજલ દોડતી હતી.
-> પ્રીતિ પાણી ભરતી હતી.
-> વિશાલ રમતો હતો.
-> ગૌરવ આણંદ ગયો હતો.
-> હું લખતો હતો.

સોમવાર (આવતીકાલ)
આંશી પુસ્તક વાંચશે.
-> સંજ્ય શાળાએ જ્શે.
-> નિલોફર શાંત બેસશે.
-> કાજલ દોડતી હશે.
-> પ્રીતિ પાણી ભરશે.
-> વિશાલ રમશે
-> ગૌરવ આણંદ ગયો હશે.
-> હું લખીશ.

પ્રશ્ન : ૨૧ વાક્ય વાંચો, કૌંસમાં આપેલ કિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો :
(૧) હું સવારે વહેલી ઊઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીં ચીં___ (કરવું)
જ. કરતી હતી.

અત્યારે તે આંગળામાં ચીં ચીં ----- (કરવું)
જ. કરે છે.

(૨) ગઇકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ------- (ગાવું).
જ.ગાતા હતા.

આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત----- (ગાવું).
જ.ગાય છે.

(૩) રુદ્ર એ ગઈકાલે લગનમાં પૂરી----- (ખાવું.).
જ. ખાધી હતી.

આજે શાળામાં પણ તે પૂરી- - --- (ખાવું).
જ. ખાય છે.

(૪) અંકિત રજાઓમાં અમદાવાદ -----(જવું).
જ.ગયો હતો.

અત્યારે તે નડિયાદ ----(જવું)
જ. જતો હતો.

(પ) જાવેદે બાગમાં ફૂલછોડ ------ (રોપવું.)
જ. રોપ્યો હતો.

આજે તે તુલસીનો છોડ ----- ( રોપવું).
જ. રોપે છે.

(૬) રવીન્દ્રે ગઈ મેચમાં સદી - - - (ફટકારવું)
જ. ફટકારી હતી.

આજની મેચમાં પણ તે સદી - - - - - ( ફટકારવું)
જ. ફટકારી રહ્યો છે.

(૭) બાળકો મમ્મી-પપ્પા સાથે ગઇકાલે મેળામાં --- (ફરવું).
જ. ફરતાં હતો.

આજે પણ દાદા-દાદી સાથે મેળામાં ---- (ફરવું).
જ. ફરી રહ્યા છે.

પ્રશ્ન : ૨૨ ચિત્ર પરથી શબ્દો બનાવો.
(૧) આકાશ

(૨) દિન

(૩) મામા

(૪) રેત

(પ)રંગો

(૬)મેળો

(૭) ધરે

(૮) મારા

(૯) કાળી

(૧૦) ગોળો

(૧૧) કાન

(૧૨) માળો

પ્રશ્ન : ૨૩ ચિત્ર પરથી વાક્ય બનાવો અને લખો:
(૧) મારા ઘરે રંગો છે.

(ર) આ રાત કાળી છે.

(૩) આભ તો રંગોનો મેળો છે.

(૪) દિન પ્રકાશ ભરેલો છે.

(પ) દિનેશને પ્રકાશમામા ઘરે છે.

પ્રશ્ન : ૨૪ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
દોસ્તી = મિત્રતા

પાન = પર્ણ

પંખી = પક્ષી

દરિયો = સમુદ્ધ

કાંઠો = કિનારો

મશ્કરી = મજાક

પવન = વાયરો

અક્કલ =બુદ્ધિ

હેઠે = નીચે

પળ = ક્ષણ

રૂડું = સુંદર

આભ = આકાશ

રાત = રાત્રી

શ્યામ = કાળો

ચાંદલિયો = ચાંદો

અજવાળું = પ્રકાશ

પ્રશ્ન : ૨૫ નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો:

દોસ્તી x દુશ્મની

શ્યામ x શ્વેત

સાંજ x સવાર

જીત x હાર

મોટું x નાનું

સ્વચ્છ x અસ્વરછ

આભ x ધરતી

જાડો x પાતળો

રાત x દિવસ

અજવાળું x અંધારું

ઉપર x નીચે

પાછળ x આગળ

પ્રશ્ન : ૨૬ નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

સુઢં-સૂઢ

બુદધી-બુદ્ધિ

પિંછી - પીંછી

હર્યા ર્ભય- હર્યાભર્યા

કૂસતી - કુસ્તી

પુંછડિ- પૂંછડી

યૂક્તી-યુક્તિ

ઢબૂરિ-ઢબૂરી