પ્રશ્ન : ૧ પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત 'આવ્યું રીંગણ ,આવ્યાં ટામેટાં 'ગાઓ અને ખાલી જગ્યા પૂરી ગીત પૂર્ણ કરો:
આવ્યું ( રીંગણ),આવ્યાં ( ટામેટાં)
(ફલાવર) સાથે આવ્યાં (બટાકાં )
ધોઈ, સુધારી લીધા બાફી
કઢાઈમાં તો તેલ નાખી
રાઈ, હિંગથી કર્યો વઘાર
સુગંધ પહોંચી ઘરની બહાર
(હળદર)ને (મરચું) ભભરાવી
રંગ, સ્વાદની આવે સવારી
થઈ ગયું . લો! શાક તૈયાર
જમવા આવો સૌ દોસ્તાર

પ્રશ્નઃ ૨' આવ્યું રીંગણ, આવ્યાં ટામેટાં ' ગીતના આધારે પ્રશ્નો જવાબ આપો :
(૧) 'આવ્યું રીંગણ, આવ્યાં ટામેટાં ' ગીતમાં શાની વાત કરવામાં આવી નથી? સાચો વિકલ્પ ✓ કરો.
( ) શાકભાજીની
( ) રાઇ અને હિંગની
( ) હળદર અને મચ્ચાંની
(✓) દૂધ અને છાસની

(ર)__ સાથે આવ્યાં બટાકાં .( ફલાવર, કોબીજ)
જવાબ :
ફલાવર

(૩) બટાકાને ધોઈ,___ ને બાફી લીધા. (સુધારી, છોલી)
જવાબ : 
સુધારી

(૪) બટાકાનો વધાર શાના-શાનાથી કર્યો? સાચો વિકલ્પ ✓ કરો.
જવાબ : રાઇ અને હિંગથી (√)

(પ) શાકના વઘારની સુગંધ સોસાયટીની પણ બહાર પહોચી.(✓ કે×) 
જવાબ : (x)

(૬) કઢાઈમાં તેલ નાખી શાકનો વધાર કર્યા .(✓ કે×)
જવાબ :
 (√)

(૭) સવારી શાની આવે છે.? સાચો વિકલ્પ✓ કરો.
( ) રાજકુમાર અને રાજકુમારીની
(√) રંગ અને સ્વાદની
( ) આનંદ અને ઉત્સાહની
( ) રાજા અને રાણીની

(૮) બાળક શાક જમવા કોને બોલાવે છે. ?
જવાબ : બાળક શાક જમવા દોસ્તાર એટલે કે મિત્રોને બોલાવે છે.

(૯) આ ગીતમાં ક્યાં ક્યાં શાકભાજીની વાત કરવામાં આવી છે. ?
જવાબ : આ ગીતમાં રીંગણ, ટામેટાં, ફલાવર અને બટાકાની વાત કરવામાં આવી છે.

(૧૦) આપણે જુદાં જુદાં શાકભાજી શા માટે ખાવાં જોઈએ? વિચારો અને કહો.
જવાબ : આપણે જુદાં જુદાં શાકભાજી ખાવાં જોઈએ, કારણ કે શાકભાજીમાં ખોરાકનાં ઘણાં પોષક તત્વો રહેલાં છે. જે આપણા શરીરને પોષણ આપે છે.અને તંદુરસ્ત રાખે છે.

3. પાઠયપુસ્તકમાં આપેલું 'ફોટો પાડું' ગીત ગાઓ અને ખાલી જગ્યા પૂરી ગીત પૂર્ણ કરો:
(1) મમ્મી, મમ્મી , ફોટો પાડું?
બોલ, સાચો કે ખોટો પાડું !
જવાબ : મલક મલકતો થાય તું થોડું
નહીં તો ચહેરાં રોતો પાડું !

(2) જૂઈ ચમેલી અઢેલી ઉભ
ગુલાબ જોડે જો બેઠો પાડું !
જવાબ : તું તે મમ્મી પરી સમાણી
લે હવામાં ઊડતો પાડું

(3) ખોલ જરીક આંખો તું સરખી
કે પછી હું ઊંઘતો પાડું?
જવાબ : રાખને મોઢું બંધ જરીક
નહીં તો જો બડબડતો પાડું !

(4) બેસ મમ્મી તું પપ્પા સાથે
ફૂલ જોડે ગલ ગોટો પાડું !
જવાબ : ખોડાભાઈ પટેલ

૪. ગીતમાં કેટલાં સ્થળ આવે છે ? ક્યાં-ક્યાં?
જવાબ : ગીતમાં ચાર સ્થળ આવે છે. (૧) જૂઈ-ચમેલીનો છોડ, (ર) ગુલાબનો છોડ, (૩) ગલગોટાનો છોડ અને (૪)ઘર - પપ્પા

૫. નકામો વિકલ્પ છેકી ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો :
(૧) બાળક મમ્મીનો રડતો / હસતો ફોટો પાડવા માગે છે. તે માટે તે મમ્મીને કહે છે, "તું ઝીણું ઝીણું હસ." / "તું ચહેરો રડતો રાખ"
જવાબ : રડતો, તું ચહેરો રડતો રાખ. "

(ર) બાળકનો મમ્મી પરી/ ફૂલ જેવી લાગે છે. તેથી તે મમ્મીનો ઉંઘતો / ઉડતો ફોટો પાડવા માગે છે.
જવાબ : ફુલ, ઉંઘતો

(૩) જે મમ્મીની આંખ સરખી બંધ/ ખુલ્લી નહી હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી /રડતી લાગશે.
જવાબ : બંધ, રડતી

(૪) જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા બંધ નહીં હોય તો, ફોટામાં તે બડબડતી /ઝઘડતી હોય તેવી લાગશે.
જવાબ : ખુલ્લા , ઝઘડતી

(પ) બાળક મમ્મીનો પપ્પા/ ભાઈ સાથે ફુલ જોડે ગલગોટા/હારમાળા જેવોફોટો પાડવા માગે છે,
જવાબ : ભાઈ, હારમાળા

૬.જોડકાં જોડો :

()

()

(૧) મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો

(અ) અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઇશ.

(૨) મમ્મી જૂઈ, ચમેલી પાસે હોય તેવો

(આ) કે પછી તે બબડતી હોય તેવો ફોટો પાડીશ.

(૩)મમ્મી પરી જેવી પ્રેમાળ છે.

(ઇ) હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ.

(૪) મમ્મીની આંખ મોટી હોય તેવો

(ઈ) અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ.

(પ) મમ્મીના હોઠ બંધ હોય તેવો

(ઉ) ફૂલ અને ગલગોટા જેવા લાગે.

(૬) મમ્મી પપ્પાની સાથે બેસે તો

(ઊ) તેથી તે ઊડતી હોય તેવો ફોટો લઈશ.


જવાબ

(૧)

(ર)

(૩)

(૪)

(પ)

(૬) -  ઉ 


૭. કાવ્યને આધારે કૌસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
(૧) મમ્મી હસતી હોય ત્યારે__ મમ્મી.
જવાબ :
મલકતી

(ર) ગુલાબ જોડે બેસે ત્યારે__ મમ્મી.
જવાબ : મહેકતી

(૩) પરી જેવા ફોટામાં__ મમમી.
જવાબ : ઊડતી

(૪) આખ બંધ હોય તો__ મમ્મી.
જવાબ : ઊંધતી

(પ) હોઠ ખુલ્લા રહી જાય તો__ મમ્મી.
જવાબ : બબડતી

(૬) જોડે પપ્પા બેઠા હોય ત્યારે_ મમ્મી.
જવાબ : ફુલ જેવી

૮. 'પાડ','આવે', અથવા 'ખા' લખો:
શું પાડી શકાય?
ફોટો પાડ
તાળી પાડ
કેરી પાડ
ફૂલ પાડ
પરી આવે

શું શું આવે ?
હવા આવે
તાવ આવે
મહેમાન આવે
પરીક્ષા આવે
ઊંઘ આવે

શું ખાઈ શકાય?
હવા ખા
ભાજી ખા
હીંચકો ખા
લાડવો ખા
બગાસું ખા

૯. 'ખા, પાડ કે આવે' માંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દની સામે લખો :
ર્ચાકલેટ-ખા

બસ-આવે

લાકડાં- પાડ

ઘોડો - આવે

પિઝા-ખા

નિયમ- પાડ

વાંદરો-આવે

આઇસક્રીમ-ખા

કચરો-પાડ

હાથી-આવે

૧૦. આપેલી કાવ્યની પંક્તિઓનો ગદ્ય (વાક્ય)માં ફેરવીને લખો:
(૧) મમ્મી, મમ્મી, ફોટો પાડું? બોલ, સાચો કે ખોટો પાડું !
જવાબ : મમ્મી , મમ્મી તું જ મને કહે કે, તારો ફોટો સાચો પાંડુ કે ખોટો પાડું?

(ર) મલક મલકતો થાય તું થોડું નહીં તો ચહેરો રોતો પાડું !
જવાબ : મમ્મી , તું જો થોડું સ્મિત કરે તો તારો હસતો ફોટો આવે, નહી તો રોતો ફોટો પાડું

(૩) તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઊડતો પાડું.
જવાબ : મમ્મી, તું તો પરી જેવી છે. તારો હવામાં ઉડતો ફોટો પાડું.

(૪) ખોલ જરીક આંખોતું સરખી કે પછી ઊંઘતો પાડું !
જવાબ : મમ્મી,તું જરાક સરખી આંખો ખોલ નહીંતર ઊંઘતો ફોટો આવી જશે.

(પ) બેસ મમ્મી તું પપ્પા સાથે ગલગોટો પાડું.
જવાબ : મમ્મી, તું પપ્પા સાથે બેસ. તારો તેમની સાથે ફોટો પાડું આમ, ફુલ જેવી તું અને તારી સાથે ગલગોટા જેવા પપ્પાનો ફોટો પાડું.

૧૧. પાઠય પુસ્તકમાં આવેલી વાર્તા 'બધા સ્વાદનું વ્રત 'વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) શીરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતું હતું ? સાચો વિકલ્પ√ કરો.
() દાદા-દાદી
() મમ્મી-પપ્પા
() વડીલો
(√) આપેલાં બધાં

(ર) શીરીનને એકવાર થયું કે હું યાત્રા કરું. (√ કે x)
જવાબ : x

(3) "મારે વ્રત કરવાનું છે." કોણ બોલે છે?
જવાબ : આ વાક્ય શીરીન બોલે છે.

(૪) શીરીને ઘરમાં શું જાહેર કર્યું? સાચો વિકલ્પ√ કરો.
() ફરવા જવું છે.
(√) વ્રત કરવું છે.
() શાળાએ નથીજવું
() પિઝા ખાવા છે.

(પ) "ઓહો! એમ ! ક્યું વ્રત "કોણ બોલે છે.?
જવાબ : શીરીનની મમ્મી

(૬) સૌપ્રથમ શીરીને ક્યું વ્રતકરવાનું નક્કકી કર્યું? સાચો√ વિકલ્પ કરો.
(√ ) ગળ્યું વ્રત

() એક ટંક જમવાનું વ્રત
() મોળું વ્રત
() માત્ર પ્રવાહી વ્રત

(૭) "આજે હું ફકત ગળ્યું જ જમીશ." કોણ બોલે છે?
જવાબ :
 શીરીન

(૮) મમ્મીએ ગળ્યા વ્રત માટે કઈ કઈ ગળી વાનગીઓ બનાવી?
જવાબ :
 મમ્મીએ શીરો, ખીર અને દૂધપાક બનાવ્યા.

(૯) ઘરનાં સૌએ પણ પોત પોતાના ભાણામાં ગળી વાનગીઓ લીધી. (√ કે x)
જવાબ : 

(૧૦) શીરીનને ગળ્યું વ્રત કરવાની જરાય મજા આવી નહીં. (√ કે x)
જવાબ : x

(૧૧) ગળ્યા સ્વાદના વ્રત પછી શીરીને ક્યું વ્રત કરવાનું નક્કી કર્યુ?
જવાબ : ગળ્યા સ્વાદના વ્રત પછી શીરીને ખાટા સ્વાદનું વ્રત કરવાનું નક્કી કર્યું.

(૧૨) શીરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાંનું દહીં કેમ લીધું?
જવાબ : શીરીનની મમ્મીએ કાઢી બનાવવા બે દિવસ પહેલાંનું દહીં લીધું. કારણ કે બે દિવસ પહેલાંનું દહીં પૂરતા પ્રમાણમાં ખાટું થઈ ગયું હોય અને એમાંથી સરસ ખાટી કઢી બને.

(૧૩) શીરીન ખાટા વ્રત વખતે શું નહોતી લાવી? સાચો વિકલ્પ √ કરો.
() સંતરાં
() કાચી કેરી
() લીંબુ
(√) આંબલી

(૧૪) શીરીને કઢી જરા પણ ચાખી નહીં. (√ કે x)
જવાબ : x

(૧પ) શીરીને બહું સંતરાં અને કેરીના કટકા ખાધા. (√ કે x)
જવાબ : 

(૧૬) દાંત ખટાઈ જવા એટલે શું?
જવાબ : દાંત ખટાઈ જવા એટલે ખાટી વસ્તુ વધારે ખાવાથી દાંત પર ખટાશ રહી જવી.

(૧૭) "લીંબુ પર મીઠું-મરચું છાંટી તેનો રસ ચટાય ?" કોણ બોલે છે.?
જવાબ : શીરીન

(૧૮) શીરીને લીંબુ ચૂસ્યું. (√ કે x)
જવાબ : x

(૧૯) શીરીનનાં ઘરનાં બધાંએ ભાત સાથે શું લીધું? સાચો વિકલ્પ√ કરો.
() દૂધ
(√) કઢી
() દાળ
() સૂપ

(૨૦) લીંબુ આથી દેવાં એટલે?
જવાબ : લીંબુ આથી દેવાં એટલે લીંબુનુ અથાણું કરવું

(૨૧) મમ્મીએ મોટાં મોટાં ભજિયાં તળ્યાં. (√ કે x)
જવાબ : x

(૨૨) તીખી ચીજવસ્તુઓ ખાઈને શીરીનની હાલત કેવી થઈ ગઈ?
જવાબ : તીખી વસ્તુઓ ખાઈને શીરીન નાં નાક અને આંખમાંથી પાણી નીકળયાં, ગાલ લાલ થયા.તેના કાનમાંથી જાણે ધુમાડા નીકળવા માંડ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા.

(૨૩) તીખાશ દૂર કરવા શીરીને ત્રણ પ્યાલા પાણી પીધું. (√ કે x)
જવાબ : x

(૨૪) તીખાશ દૂર કરવા મમ્મીએ શીરીનને ક્યો ઉપાય બતાવ્યો ? સાચો વિકલ્પ√ કરો.
() ખાંડ ખાઈ લેવી
(√ ) મધ ચાટી લેવું
() પાણી પી લેવું
() આઇસક્રીમ ખાઈ લેવી

(રપ) "બસ બેટા ! ત્રણ વ્રત થઈ ગયાં. હવે વ્રત લંબાવવાની જરૂર નથી." કોણ બોલે છે.?
જવાબ : શીરીનનાં દાદીમા

(૨૬) વ્રતમાં દૂધ પીવાય. ખજૂર ખવાય. (√ કે x)
જવાબ : 

(૨૭) શીરીને છેલ્લે ક્યું વ્રત કર્યું? સાચો વિકલ્પ √ કરો.
(√) કડવું વ્રત
() મીઠું વ્રત
() તીખું વ્રત
() ખાટું વ્રત

(૨૮) ઘરના બધાંએ નરણે કોઠે------ નો રસ પીધો.
જવાબ : કારેલાં

(૨૯) શીરીનનું મોઢું શાથી બગડી ગયું?
જવાબ : શીરીને કારેલાંના શાકનું એક ફોડવું ખાધું અને લીમડાના રસનો એક ઘૂંટડો પીધો એટલે તેનું મોટુ બગડી ગયુ.

(૩૦) "બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય. "કોણ બોલે છે.?
જવાબ : શીરીનનાં મમ્મી બોલે છે.

(૩૧) બધાં રસ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય ? તે વ્રત કરવાથી શો ફાયદો થાય?
જવાબ : ખાટો, ખારો, તીખો, ગળ્યો, કડવો, તૂરો-આ બધા રસવાળું ભોજન એક સાથે જમવાથી બધા રસ એક સાથે જમવાનું વ્રત થાય. ભોજન વખતે આ બધા રસવાળું ભોજન લેવાથી તંદુરસ્ત રહેવાય છે.

(૩૨) શીરીને ખુશ થઈને ઘરનાં બધાંની સાથે શું શું ખાધું?
જવાબ : શીરીને ખુશ થઈને ઘરનાં બધાંની સાથે રોટલી, શાક, દાળ, ભાત, અથાણું, ગોળ, કચુંબર, છાશ અને મુખવાસ ખાધાં.

(૩૩) શીરીને ક્યાં ક્યાં વ્રત કર્યાં?
જવાબ : શીરીને ખાટું , તીખું, ગળયું અને છેલ્લે મમમીના કહેવાથી બધા રસ એક સાથે જમવાનું વ્રત કર્યા.

પ્રશ્નઃ ૧૨ તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય?(તમારી જાતે લખો)
વ્રત / ઉપવાસ
શું ખવાય?
શું ન ખવાય?

પ્રશ્ન : 13 રસોડામાં દરેક સ્વાદ માટે અલગ-અલગ બરણી છે.શીરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે.તે વસ્તુઓનાં નામ સ્વાદ મુજબ બરણીમાં લખો:
૧. ગળ્યું- મધ, મોસંબી, ગોળ, જામફળ, દૂધ

૨. ખાટું-આમલી, બોર, કેરી

૩. ખારું-મીઠું, સંચળ

૪. તીખું-મરચું , અજમો, મરી

પ. તૂરું-હળદર, જાંબુ, આંબળાં

૬. કડવું- મેથી, લીંબોળી, કારેલું

પ્રશ્નઃ ૧૪ તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં ક્યા ક્યા સ્વાદ ઉમેરાય છે.? યોગ્ય ખાનામાં √ કરો:
વાનગી

દાળ-ગળ્યો, ખારો, ખાટો, તીખો

ખીચડી -ખારો

શીરો-ગળ્યો

રોટલો-ખારો

ચેવડો-ગળ્યો, ખારો, તીખો

દૂધપાક - ગળ્યો

ભજિયાં-ખારો, તીખો

થેપલાં-ખારો, તીખો

પાઉંભાજી-ખારો, તીખો

ર્સન્ડવિચ - ગળ્યો, ખારો, તીખો

ઢોસા - ખારો, તીખો

ઈડલી- ખારો