પ્રશ્ન : ૧૫ જૂથમાં કામ કરો. વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું જ શરબત બનાવવાનું છે. તમારા જૂથે ક્યા સ્વાદ પર કામ કરવાનું છે.તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. તમે કેવું- ખારું, ખાટું,ગળ્યું, ફીક્કું, મોળું, તૂરું, કે તીખું- શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો. બીજાં જૂથનાં શરબત ચાખી,નીચેની વિગતો લખો.
-શરબતનો સ્વાદ
ખારો
ખાટો
ગળ્યો
ફિક્કો
મોળો
તૂરો
તીખો

- જૂથ
A
B
C
D
E
F
G

- શું વધારે ઉમેર્યું?
મીઠું
લીંબુ
ખાંડ
પાણી
પાણી
આમલા
મરી પાવડર

-શું ઓછું રાખ્યું?
લીંબુનો રસ
ખાંડ
લીંબુ
ખાંડ અને લીંબુ
ખાંડ
ખાંડ
ખાંડ, લીંબુ

પ્રશ્ન : ૧૬ પાડય પુસ્તકના પેજ નં . ૧૪૬ પર આપેલો ફકરો વાંચો, વિચારો અને પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર√ કરો. (એક કરતાં વધુ વિકલ્પો સાચા હોઈ શકે.)
(૧) 'રાંધણિયું' એટલે શું?
(અ) ૨સોડું
(બ) પ્રયોગશાળા
(ક) ઓરડી
(ડ) બાથરૂમ
જ.
(અ)રસોડું

(ર) 'મુલાકાત ' એટલે શું?
(અ) જોડે રહેવું
(બ) થોડા સમય માટે મળવું
(ક) છૂટા પડવું
(ડ) સામસામે બોલાચાલી
જ.
(બ) થોડા સમય માટે મળવું

(૩) 'ક્રિયા' એટલે શું?
(અ) રમત
(બ) ચોક્કસ રીતે કરાતું કામ
(ક) કરવું તે
(ડ) ભૂલવું તે
જ.
(બ) ચોક્કસ રીતે કરાતું કામ , (ક) કરવું તે

(૪) 'વાનગી' એટલે શું?
(અ)ખાવાની વસ્તુ
(બ) રસોઈ સામગ્રી
(ક) ફક્ત મીઠાઈ
(ડ) ફક્ત ફરસાણ
જ.
(અ)ખાવાની વસ્તુ

(પ)આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો.
(અ) દૂધપાક
(બ) ખીચડી
(ક) બટાકા
(ડ) પાણીપૂરી
(ઇ) પાણી
જ. (ક) બટાકા, (ઇ) પાણી

(૬) આમાંથી 'ક્રિયા' કઈ?
(ક) ઊંઘવું
(ખ) પતારી
(ગ) દાળ
(ઘ) પાણી
(ચ) છીંક
(છ) બગાસું ખાવું
(જ) તાળી પાડવી
(ઝ) મસાલા
(ટ) ખો-ખો રમવું
(ઠ) કબડ્ડી
(ડ) રડવું
(ઢ)ચોખા
(ણ) મનમાં વાંચવું
જ.
(ક) ઊંઘવું, (છ) બગાસું ખાવું , (ટ) ખો-ખો રમવું, (ડ) રડવું, (ણ)મનમાં વાંચવું

(૭) રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે?
(ક) માપવું
(ખ) કાપવું
(ગ) બાફવું
(ઘ) વાંચવું
(ચ) લખવું
(છ) ફોટાપાડવા
(જ) સૂઈ જવું
(ઝ) શેકવું
(ટ) નહાવું
(ઠ) ધોવું
(ડ) મસળવું
(ઢ) રમવું
(ણ) નૃત્ય કરવું
(ત) ગાવું
(થ) જમવું
(દ) સૂકવવું
જ.
(ક) માપવું, કાપવું, (ગ) બાફવું, (ઝ) શેકવું, (ઠ) ધોવું, (ડ) મસળવું, (થ) જમવું , (દ) સૂકવવું

(૮) ખીચડી કઈ રીતે નહીં થાય?
(અ) શેકીને
(બ) બાફીને
(ક) સાંતળીને
(ડ) તળીને
જ.
(અ) શેકીને, (ડ) તળીને

પ્રશ્ન : ૧૭ પાઠયપુસ્તકના પેજ નં.૧૪૭ પર આપેલો ફકરો વાંચી પ્રશ્રોના જવાબ ટૂંકમાં લખો:
(૧) આરાધ્યાના કેટલાં દાંત સડ્યા હતા?
જ.
ત્રણ

(ર) આરાધ્યાને કેવો દુ:ખાવો થતો હતો?
જ.
ખૂબ (વધારે - અસહય )

(૩) ડોક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી ?
જ.
લાંબી ખુરશી પર

(૪) ડોકટરે શાના વડે તપાસ કરી ?
જ.
નાના ગોળ અરીસા વડે

(પ) ડૉકટરે આરાધ્યાને ક્યારે-ક્યારે કરવા કહ્યું?.
જ.
કંઈ પણ ખાધા કે પીધા પછી

(૬) સવારે ઊઠીને તરત આરાધ્યા શું કરવાનું ?
જ.
બ્રશ કે દાતણ કરવાનું

(૭) રાત્રે સૂતાં પહેલાં શા માટે ભૂલ્યા વગર બ્રશ કે દાતણ કરવાનું ?
જ.
દિવસ દરમિયાન જે કંઈ પણ ખાધું હોય કે પીધું હોય તેના જીવાણુઓ આપણા મોમાં હોઈ શકે છે, તે આપણા શરીરને બીમાર કરી શકે છે, માટે રાત્રે સૂતાં પહેલાં ભૂલ્યા વગર બ્રશ કે દાતણ કરવાનું

(૮) ડોક્ટરે આરાધ્યને દાંતની તંદુરસ્તી માટે શું શું કરી બતાવ્યું ?
જ.
ડૉકટરે આરાધ્યાને બ્રશ અને કોગળા કેવી રીતે કરવાં તે કરી બતાવ્યું.

(૯) દાંતની સારવાર પછી આરાધ્યા ના દાંતની સ્થિતી કેવી થઇ ?
જ.
દાંતની સારવાર પછી આરાધ્યાના દાંતમાંથી સડો દૂર થઈ ગયો. દાંતનો દુ:ખાવો પણ દૂર થયો.

(૧૦) આપેલા મુદ્દાને લગતાં વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો :
આરાધ્યા.....
(૧) દાંતનો દુ:ખાવો
પહેલાં-ખૂબ દુ:ખાવો થતો હતો.
અત્યારે-દુ:ખાવો નથી.

(૨) દાંતમાં સડો
પહેલાં-ત્રણ દાંત સડી ગયેલ.
અત્યારે- હવે સડો નથી.

(૩) કોગળા
પહેલાં- કોગળા કરતી નહીં.
અત્યારે-કંઈક ખાય કે પીવે, કોગળા કરી લે છે.

(૪) દાતણ / બ્રશ
પહેલાં-સવાર- સાંજ દાતણ બ્રશ કરતી નહીં.
અત્યારે-સવાર-સાંજ દાતણ / બ્રશ કરે છે.

૧૮. ઉદાહરણ પ્રમાણે લખો:
સિદ્ધિ : વાંચવું,ફૂદવું, રમવું, જમવું, હસવું, રંગોળી પૂરવી , શાક બનાવવું, પીવું, જોવું, પહેરવું
ગઈકાલ : સિદ્ધિ એ વાર્તા વાંચી, અમે પાંચ પગથિયાં ફૂધાં, બાળકો ક્રિકેટ રમ્યા, દાદીમાં જમ્યા હતો, હસિકાં હસી, રંગમે રંગોળી પૂરી, મમ્મીએ શાક બનાવ્યું, હાથીએ પાણી પીધું, ટીના એ સિહ જોયો, દાદાજીએ ધોતી પહેરી
આજ : સિદ્ધિ વાર્તા વાંચે છે. , અને હાથ પકડીને કૂદીએ છીએ.,બાળકો ક્રિકેટ રમે છે., દાદીમાં જમે છે., હંસિકા હસે છે. , રગમ રંગોળી પૂરે છે., મમ્મી શાક બનાવે છે., હાથી પીવે છે., ટીના સિંહ જુએ છે. , દાદાજી ધોતી પહેરે છે.
આવતીકાલ : સિદ્ધિ વાર્તા વાંચશે., અમે કાલે દોરડાં કૂદીશુ., બાળકો ક્રિકેટ રમશે , દાદીમા જમશે, હંસિકા હસશે, રંગમ રંગોળી પૂરશે. , મમ્મી શાક બનાવશે, હાથી પાણી પીએ, ટીના સિંહ જોશે.,દાદાજી ધોતી પહેરશે

૧૯. આપેલા બંને ફકરા વાંચો. જે ફકરામાં ઉમેરીને વધારે માહિતી આપી હોય તે માહિતીની નીચે લીટી દોરો, ફરીથી વાંચો અને સમજો:
(ર) જ. નાના, વિશાળ, ભવ્ય, તીખાં, બે-ત્રણ, દૂધીનો, સીતાફળની, મીઠું, ખૂબ, સ્વાદિષ્ટ

પ્રશ્નો: ૨૦ ઉદાહરણ પ્રમાણે આપેલાં વાકયોમાં નવી માહિતી ઉમેરતાં જાઓ:
(૧) રૂકસાના એ ફરાક ખરીધું.
રૂકસાના એ પીળું ફરાક ખરીધું.
રૂક્સાના એ એક પીળું ફરાક ખરીધું.
રૂકસાના એ દુપટ્ટાવાળું એક પીળું
ફરાક ખરીધું.

(૨) હાર્દિક દોડે છે.
હાર્દિક ઝડપથી દોડે છે.
હાર્દિક ખૂબ ઝડપથી દોડે છે.
હાર્દિક હરીફાઇ જીતવા ખૂબ ઝડપથી દોડે છે.

(૩) હવે ચંદ્રિકા રડશે.
હવે ચંદ્રિકા મોટ્ટેથી રડશે.
હવે સમજુ ચંદ્રિકા મોટ્ટોથી રડશે.
હવે હોશિયાર અને સમજુ ચંદ્રિકા પણ મોટ્ટેથી રડશે.

પ્રશ્નો: ૨૧ પાઠયપુસ્તકના પેજ નંબર ૧૫૦-૧૫૧ પર આપેલો ફકરો ધ્યાનથી વાંચો અને સ્વીટુના ઘર વિશે જવાબ લખો:
(૧) સૌથી મોટું કોણ?-દાદીમા
(૨) સૌથી નાનું કોણ?- સ્વીટુ
(૩) સૌથી અણીદાર શું ?- ચપ્પુ ચપ્પુ
(૪) સૌથી બુઠું શું?-કાતર
(પ) સૌથી ઊંચું શું?- હીંચકો
(૬) સૌથી નાનું શું?- બોલપેન
(૭) સૌથી લીસું શું?-સ્વીટુના ગાલ
(૮) સૌથી ખરબચડું શું?- પથ્થર

૨૨. આદ્યાબહેન અને અદ્વૈતભાઈ નો સંવાદ વાંચો અને તેના પરથી સાચા શબ્દ પર√ કરી મોટેથી વાંચો. :
(૧) આદ્યાબહેન પ્રખ્યાત / વૃદ્ધ / નકામા / હોશિયાર જાસૂસ હતા.
જ. પ્રખ્યાત

(ર) આદ્યાબહેન પાસે પોલીસ / ગામલોકો / શહેરીજન /ચોર સલાહ લેવા આવે.
જ.ગામ લોકો

(૩) પક્ષી / પ્રાણી/વનસ્પતિ/જંતુને ચાર પગ, બે કાન, એક પૂંછડી હોય.
જ. પ્રાણી

(૪) અદ્વૈતભાઇના ઘોડાના વાળ સોનેરી / ખૂબ લાંબા / લીસા / ગુચ્છેદાર હતા.
જ. સોનેરી

(પ) અદ્વૈતભાઇના ઘોડાની ત્વચા લીસી / મેલી/ખરબચડી / ચમકતી હતી.
જ. લીસી, ચમકતી

પ્રશ્નો: 23નીચેના કોઠામાંથી પ્રાણીઓનાં નામ શોધીને લખોઃ
પ્રાણીઓનાં નામ
હાથી, ઘોડો, ગાય, ગધેડું, બકરી, ઘેટું, ઊંટ,ભૂંડ, ભેંસ, સસલું

પ્રશ્નો ૨૪.પ્રાણીઓને તેમની સાથે બંધ બેસત શબ્દ સાથે જોડોઃ

(૧) સસલું

(અ) રણનું વહાણ

(ર) ઊંટ

(આ) બીકણ

(૩) ભૂંડ

(ઇ) તેજ દોડ

(૪) બકરી

(ઈ) બેં બેં બેં બેં

(પ) ગાય

(ઉ) દૂઝણી (દૂધ દેતી)

(૬) ભેંસ

(ઊ) જાડો પાડો

(૭) ગધેડું

(એ) હોંચી હોંચી

(૮) હાથી

(ઐ) મારકણી

(૯) ઘેટું

(ઓ) ઊનનો ઢગલો

જ. ઇ, અ, આ, ઈ, ઐ, ઉ, એ, ઊ ,ઓ

પ્રશ્નો: ૨૫ નીચેના શબ્દો પરથી વાનગીનું નામ બનાવીને લખો:
જ લ બ - જલેબી

સ મ સ - સમોસું

ભ જ ય-ભજિયાં

લ પ સ-લાપસી

ર ટ લ -રોટલી

મ હ ન થ ળ-મોહનથાળ

પ્રશ્નો: ૨૬ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

બટાકા-બટાટા

દોસ્તાર - દોસ્ત, મિત્ર

સુગંધ- સુવાસ

સહેજ - જરા

મમ્મી -મા

ચહેરો - મુખ

પપ્પા- પિતા

મરજી - ઈચ્છા

અરીસો - દર્પણ

અણીદાર -ધારદાર

જાણીતાં - પ્રખ્યાત

ઘોડો-અશ્વ

શહેર- નગર

હીંચકો - ઝૂલો

દુઃખાવો-પીડા

પ્રશ્નો: ૨૭ નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

મસાલીયું - મસાલિયું

લિંબાડી-લીંબોળી

રાધણીયું - રાંધણિયું

ખિચળી-ખીચડી

મિઠાઇ- મીઠાઈ

હિંચકો- હીંચકો

જાશુશ-જાસૂસ

સિધ્ધિ-સિદ્વિ