૫૮.પક્ષીઓની ચાંચનો આકાર ___મુજબ અલગ અલગ હોય છે.
ઉત્તર:
ખોરાક

૫૯. કયાં પક્ષીઓની ચાંચ અણીદાર,હૂક જેવી હોય છે ?
ઉત્તર:
ગરુડ,ઘુવડ,સમડી વગેરેની ચાંચ અણીદાર હૂક જેવી હોય છે.

૬૦.___ ની ચાંચ લાંબી કરવત જેવી હોય છે.
ઉત્તર:
લક્કડખોદ

૬૧. કયા પક્ષીની ચાંચ થોડી લાંબી ,અણીદાર અને સહેજ ગોળાકાર ને અણીદાર હોય છે?
(A) પોપટ
(B) ગીધ
(C) ચકલી
(D) કબૂતર
ઉત્તર:
(C) ચકલી

૬૨. ચાંચના કેટલા પ્રકાર છે ? ક્યા કયા ?
ઉત્તર:
પક્ષીઓની ચાંચના છ પ્રકાર છેઃ 
(૧) માંસ ફાડવા અને ખાવા વાળી ચાંચ 
(૨) લાકડામાં કાણું પાડી શકાય તેવી ચાંચ 
(૩) ફૂલોનો રસ ચૂસી શકાય તેવી ગોળ - અણીદાર ચાંચ 
(૪) લાંબી અને પહોળી ચાંચ 
(૫) નાની હૂક જેવી ચાંચ 
(૬) થોડી પહોળી ગોળ ચપટી હૂક જેવી ચાંચ.

૬૩. કયા પક્ષીને તેમની ચાંચ કાદવમાંથી નાનાં જીવજંતુઓ શોધવામાં ઉપયોગી છે?
(A) બગલો 
(B) કૂકડો 
(C) પોપટ 
(D) કાગડો
ઉત્તર: ( A )બગલો

૬૪. પોપટની ચાંચ તેને કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:
પોપટની ચાંચ તેને દાણા તોડીને,દબાવીને ખાવા માટે ઉપયોગી છે.

૬૫. ગીધની ચાંચ હૂક જેવી હોય છે.(√ કે ×)
ઉત્તર:


૬૬. જોડકાં જોડો :

(૧) ચકલી

(અ) જાડા અણીદાર નહોરવાળા પંજા

(૨) સમડી

(બ) ચામડી સાથે જોડાયેલા પંજા

(૩) બતક

(ક) થોડી લાંબી, અણીદાર અને ગોળાકાર ચાંચ

(૪) કાચબો

(ડ) ઝાડ પર રહે.

(૫) સ્લોથ

(ઇ) જમીનની અંદર અને બહાર બને જગ્યાએ રહે


જવાબ

(૧)~ 

(૨)~ 

(૩)~ 

(૪)~ 

(૫)~

૬૭. ગાયના દાંત કેવા હોય છે?
ઉત્તર:
ગાયના આગળના દાંત કાપવા માટે હોય છે. જ્યારે બાજુ પરના દાંત ચાવવા માટે મોટા અને સપાટ હોય છે.

૬૮. નીચેનામાંથી કોના દાંત ગાય જેવા હોય છે ?
(A) બકરી
(B) ઊંટ
(C) ભેંસ
(D)આપેલ તમામ
ઉત્તર:
(D)આપેલ તમામ

૬૯. બિલાડીના દાંત ___ હોય છે .
જવાબ:
તીક્ષ્ણ

૭૦. બિલાડી તેના દાંતનો ઉપયોગ શા માટે કરે છે ? 
ઉત્તર : બિલાડી તેના દાંતનો માંસ ફાડીને ખાવા માટે ઉપયોગ કરે છે.

૭૧.સાપ ખોરાક ચાવીને પછી ગળી જાય છે . (√ કે ×)
ઉત્તર:
×

૭૨.સાપના દાંત વાંકા અને તીક્ષ્ણ હોય છે.(√ કે ×)
ઉત્તર:


૭૩.ખિસકોલીના ક્યા દાંત આજીવન વધે છે ?
(A) આગળના
(B) બાજુના
(C) પાછળના
(D)બધાં જ
ઉત્તર:
( A ) આગળના

૭૪. જન્મ સમયે મનુષ્યને કેટલા દાંત હોય છે ?
(A) દસ
(B) વીસ
(C) ત્રીસ
(D)એક પણ નહીં
ઉત્તર: ( D )એક પણ નહીં

૭૫. માણસના કયા દાંત થોડા સમય પછી પડી જાય છે ?
(A) દૂધિયા દાંત 
(B) આગળના દાંત 
(C) પાછળના દાંત
(D) દાઢો
ઉત્તર:
(A)દૂધિયા દાંત

૭૬. દૂધિયા દાંત કોને કહે છે ?
ઉત્તર:
નાના બાળકને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહે છે.

૭૭. દૂધિયા દાંત __ હોય છે.
ઉત્તર:
૨૦

૭૮. કાયમી દાંત ___હોય છે ?
ઉત્તર:
૩૨

૭૯. માણસના આગળના દાંત શું કામ કરે છે
ઉત્તર:
માણસના આગળના દાંત વસ્તને કાપવા કે બચકુ ભરવા માટે ઉપયોગી છે.

૮૦. દાંત આપણને શા માટે જરૂરી છે ?
ઉત્તર:
દાંત આપણા ચહેરાને સુંદર દેખાવામાં મદદ કરે છે તથા સ્પષ્ટ ઉચ્ચાર માટે તથા ખોરાકને ચાવવા માટે જરૂરી છે.

૮૧. દાંત વિનાનો ચહેરો ____ લાગે છે.
ઉત્તર:
બેડોળ

૮૨. દાંત ન હોય તો શું થાય?
ઉત્તર:
દાંત ન હોય તો બધા જ પ્રકારનો ખોરાક ખાઈ શકાય નહીં.પ્રવાહી,પોચો કે મુલાયમ ખોરાક જ લઈ શકાય. ચહેરો બેડોળ લાગે, અમુક શબ્દો સ્પષ્ટ બોલી શકાય નહીં.

૮૩. મોંમાં એકપણ દાંત ન હોય તો કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકાય?
ઉત્તર:
મોમાં એકપણ દાંત ન હોય તો જ્યુસ અને સુપ જેવો પ્રવાહી ખોરાક,શીરો,સુખડી,ભાત,ખીચડી જેવો પોચો અને મુલાયમ ખોરાક જ લઈ શકાય.