1)
As the tree is, so is the fruit.

કડવી વેલના ફળ કડવા.


2) Prevention is better than cure.

પાણી પહેલા પાળ બાંધવી.


3) Still water runs deep.

શાંત પાણી ઊંડા.


4) Do or die.

કરો અથવા મરો.


5) Black stones will never turn white.

કથા સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


6) False friends are worse than open enemies.

કપટી મિત્ર કરતાં  દુશ્મન સારો.


7) From the frying pan into the fire.

ઉલમાંથી ચૂલમાં પડવું.


8) As you make your bed, so you must lie in it.

કરો તેવું પામો.


9) Mildness governs more than anger.

કળથી થાય તે બળથી ના થાય.


10) Actions speak louder than words.

કહેવા કરતાં કરવું ભલું./ કથની કરતાં કરણી વધુ શક્તિશાળી હોય છે.


 11) Who will not keep a penny shall never have many.

કાંકરે કાંકરે પાળ બંધાય.


12) Crows are black everywhere.

કાગડા બધે કાળા.


13) One sows, another reaps.

કીડી સંચરે ને તીતર ખાય.


14) A stitch at time saves nine.

પાણી પહેલા પાળ બાંધવી.


15) It is no use to compare a pauper with a prince.

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?


16) Truth always wins.

સત્ય નો હમેશા વિજય થાય છે.


17) Hunger is the best sauce.

ભૂખ ના જુએ ટાઢો ટુકડો.


18) Time and tide waits for none.

સમય કોઈ માટે રોકાતો નથી.


19) Knowledge is power.

જ્ઞાન શક્તિ છે.


20) All that glitters is not gold.

ચળકતું બધું સોનું નથી હોતું.


21) Laughter is the best medicine.

હાસ્ય શ્રેષ્ઠ દવા છે.


22) Strike when iron is hot.

લોઢું ગરમ હોઈ ત્યારે જ હથોડી મારવી.


23) Cleanliness is next to godliness.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા.


24) Like father like son.

વડ એવા ટેટા અને બાપ તેવા બેટા.


25) Bitter pills may have blessed effect.

કડવી દવાના મીઠા ફાયદા હોય છે.


26) Many hands make light work.

ઝાઝા હાથ રળીયામણા.


27) Slow but sure wins the race.

ધીમે પણ ચોક્કસ રીતે કામ કરનારા અંતે જીતે છે.


28) Better late than never.

ના પહોંચવા કરતા મોડું પહોચવું સારું.


29) To many cooks spoil the food.

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે.


30) Where there is will there is a way.

મન હોય તો માળવે જવાય.