૧૨ અન્નસ્ત્રોતોમાં સુધારણા 


પ્રશ્ન 1 ખોરાક માટેના મુખ્ય કેટલા સ્ત્રોતો છે?
ઉત્તર :

ખોરાક માટેના મુખ્ય બે સ્ત્રોતો 
                    1. વનસ્પતિ સ્ત્રોત
                    2. પ્રાણીજ સ્ત્રોત

પ્રશ્ન 2 ઋતુના આધારે પાકના પ્રકાર વર્ણવો?
ઉત્તર : 
દરેક પાક આબોહવકિય ઋતુ પર આધારિત હોય છે
રવિ પાક : 
  • રવિ પાક શિયાળામાં થાય છે
  • તેનો સમયગાળો નવેમ્બર થી એપ્રિલ સુધીનો હોય છે
  • રવિ પાકમાં ઘઉં ચણા વટાણા રાઈ અળસી વગેરે જેવા પાકોનો સમાવેશ થાય છે
ખરીફ પાક :
  • તે ચોમાસામાં થાય છે
  • તેનો સમયગાળો જૂન થી ઓક્ટોબરનો હોય છે.
  • ખરીફ પાકમાં સોયાબીન, મકાઇ, ડાંગર,કપાસ, મગ, અડદ,તુવેર જેવા પાકોનો સમાવેશ થાય છે.
જાયદ પાક :
  • જાયદ પાક ઉનાળામાં થાય છે.
  • તેનો સમયગાળો એપ્રિલ થી જૂન સુધીનો હોય છે.
પ્રશ્ન ૩ પાક ઉત્પાદનમાં સુધારણા માટેની ક્રિયામાં સમાવિષ્ટ મુખ્ય પ્રવૃત્તિઓના નામ જણાવો.
ઉત્તર : 
  • પાકની જાતમાં સુધારણા.
  • પાક ઉત્પાદનમાં સુધારણા.
  • પાક સુરક્ષાનું પ્રબંધન કરવું.
પ્રશ્ન ૪ પાકની જાતમાં સુધારણા વિગતે સમજાવો.
ઉત્તર : 
  • પાકનું ઉત્પાદન સારું થાય તેનો આધાર પાકની જાતિની પસંદગી પર છે
વિવિધ જાતિઓ
  • રોગપ્રતિકારક ક્ષમતા
  • ખાતર પ્રત્યે પ્રતિચાર
  • નીપજની ગુણવત્તા
ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય.
સંકરણ મુખ્યત્વે ત્રણ રીતે કરી શકાય

૧. અંતર જાતિય
  • તેમાં ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે.
૨. આંતર પ્રજાતીય
  • તેમાં ભિન્ન ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે.
૩. અંતઃ જાતિય
  • તેમાં એક જ પ્રજાતિની ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે.

                    પાક સુધારણા ની બીજી કેટલીક રીતો પણ ઉપયોગમાં લેવામાં આવે છે.જેમ કે ઐચ્છિક લક્ષણ વાળા જનીન ને ઉમેરવા આવા પાકને જનીન રૂપાંતરિત પાક કહે છે. (Genetically modified crops)GMCs સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનો પૂર્વાનુમાન કરવું મુશ્કેલી પૂર્ણ હોય છે એટલા માટે જ એવી જાતિ વધારે ઉપયોગી છે કે જે વિવિધ આબોહવકીય પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે.

પ્રશ્ન 5 પાકની જાતમાં સુધારણા કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે.
ઉત્તર : 
વધુ ઉત્પાદન
  • એકરદીઠ પાકની ઉત્પાદકતા માં વધારો કરવો.
ગુણવત્તામાં સુધારણા
  • પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘરમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયાંમાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીનું સરક્ષણ અગત્યનું છે.
જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા
  • જૈવિકમાં રોગો, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે.  અને અજૈવિક અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હીમપાત પરિસ્થિતિ હોવાને કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે.
  •  આ પરિસ્થિતિને સહન કરી શકે તે જાતે પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે.
પરિપકવન સમયમાં પરિવર્તન
  • પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમય સમય ગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય સાથે ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે છે ઓછો સમય ગાળો હોવાના કારણે આ ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચ થાય છે સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે
વ્યાપક અનુકૂળતા
  • વ્યાપક અનુકૂળતા વાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે.
ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા
  • ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે અનાજ માટે વામન છોડ યોગ્ય છે જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે આ રીતે કૃષિકીય વિજ્ઞાન વાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન ૬ પાક ઉત્પાદન પ્રબંધક એટલે શું?
ઉત્તર :
  • ઉત્પાદન પ્રબંધન એટલે પાકનું યોગ્ય રીતે વ્યવસ્થાપન.
  • ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે.
  • ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્થળની હોઈ શકે છે
  • રોકાણ વગર ઉત્પાદન ,ઓછું રોકાણ વાળું ઉત્પાદન આ પ્રણાલીઓ આમાં સમાયેલ છે.
પ્રશ્ન ૭ પોષક તત્વ પ્રબંધન એટલે શું?
ઉત્તર : 
  • વનસ્પતિઓના યોગ્ય વિકાસ માટે પૂરતા પોષક તત્વો પૂરા પાડવા માટેનું વ્યવસ્થાપન એટલે પોષક તત્વોનું પ્રબંધન.
  • વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે
  • હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે.
  • જે પોષક તત્વો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે તે પોષક તત્વોને બૃહદ પોષક તત્વો અથવા ગુરુ પોષક તત્વો કહે છે.
  • જે પોષક તત્વો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ છે તેઓને લઘુ પોષક તત્વો અથવા સૂક્ષ્મ પોષક તત્વો કહે છે
  • પોષક તત્વોની ઉણપ સર્જાય તો વનસ્પતિમાં દેહધાર્મિક ક્રિયાઓ પ્રજનન વૃદ્ધિ અને રોગની પ્રવૃત્તિઓ પર અસર પડે છે
  • વધારે પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે છાણીયું ખાતર અને કેટલાક પોષક તત્વો ઉમેરવામાં આવે છે.
સ્ત્રોત
પોષકતત્વો
હવા
કાર્બન, ઓક્સીજન
પાણી
હાઇડ્રોજન, ઓક્સિજન
ભૂમિ
(i) બૃહદ પોષકતત્વો(ગુરૂ પોષકતત્વો)
નાઈટ્રોજન, ફોસ્ફરસ પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર

(ii) સુક્ષ્મ પોષકતત્વો(લઘુ પોષકતત્વો)
ઝીંક, કોપર મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ, બોરોન

પ્રશ્ન ૮ સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર : 
સેન્દ્રીય ખાતર
  • વનસ્પતિ અને પ્રાણીઓના કચરા દ્વારા આ ખાતર તૈયાર કરવામાં આવે છે.
  • કાર્બનિક દ્રવ્યો ભૂમિના બંધારણના સુધારા કરવામાં મદદરૂપ થાય છે.
  • સેન્દ્રીય ખાતરમાં પોષક તત્વો ની માત્રા ઓછી હોય છે.
  • સેન્દ્રીય ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે.
  • સેન્દ્રીય ખાતર ચલ ધારણ ક્ષમતા વધારે છે.
રાસાયણિક ખાતર
  • N.P.K. અને યુરિયા વગેરે જેવા ખાતર રાસાયણિક ખાતર છે.
  • રાસાયણિક ખાતર ભરપૂર માત્રામાં પોષક તત્વો ધરાવે છે.
  • રાસાયણિક ખાતરના વપરાશથી ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.
  • રાસાયણિક ખાતરને કારખાનામાં બનાવવામાં આવે છે.
  • રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી કેટલીક વાર તે સિંચાઈને કારણે પાણી સાથે ભળી જાય છે અને ખાતરના વધારાના પ્રમાણને લીધે જળ પ્રદૂષણ ફેલાય છે.
પ્રશ્ન 9 ખેતીના પ્રકાર જણાવો. 
ઉત્તર : 
ખેતીના મુખ્યત્વે બે પ્રકાર છે. 
    ૧. કાર્બનિક ખેતી અને
    ૨.  રાસાયણિક ખાતરના ઉપયોગ દ્વારા થતી ખેતી
  • કાર્બનિક ખેતી એ ખેતી કરવાની એવી એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર જંતુનાશક નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી.
  • આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર ખેતીના નકામા પદાર્થો જેમ કે કચરો અને પશુધનનો કચરો વગેરેનો ઉપયોગ થાય છે.
  • જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલ નું સંવર્ધન જેવી ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પર્ણો અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. 
  • કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી આંતરપાક પદ્ધતિ અને પાકચક્રણ અથવા પાકની ફેરબદલી આવશ્યક છે. 
  • તે પાક તંત્ર કીટક જંતુ અને નીંદણ નું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આપે છે.
પ્રશ્ન ૧૦ સિંચાઈ પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
1. કુવાઓ
  • કુવાઓ બે પ્રકારના હોય છે.
(A) ખોદેલા કુવા 
(B) નળકુવા (ટ્યુબવેલ)
  • ખોદેલા કુવા પાણીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • નળ કૂવામાં પાણી ઊંડા સ્તરેથી મેળવવામાં આવે છે.
૨. નહેરો
  • નહેરોમાં નદીઓ અને જળાશયોના પાણીનું વહન થાય છે.
  • મુખ્ય નહેરમાંથી નાની નાની નહેર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે.
  • કેટલાક ઊંચાણ વાળા વિસ્તારમાં પાણીને ઉંચે લઈ જવા માટેના યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે.
૩. તળાવો
  • નાના જળાશયોમાં પાણીનો સંગ્રહ તળાવમાં કરવામાં આવે છે.
  • પાણીનું યોગ્ય વ્યવસ્થાપન અથવા પ્રબંધન કરવા માટે નાના-મોટા નાના બંધની રચના કરવામાં આવે છે.

પ્રશ્ન ૧૧ પાક ની રીતો અથવા ખેતીની રીતો વર્ણવો.
ઉત્તર :  
  • ખેતી બે રીતે થાય છે
                    (૧) મિશ્રિત પાક પદ્ધતિ
                    (૨) આંતર પાક પદ્ધતિ

(૧) મિશ્રિત પાક પદ્ધતિ

  • મિશ્ર પાકમાં એક જ ખેતરમાં બે કે તેથી વધુ પાક એક જ સાથે ઉગાડવામાં આવે છે આના લીધે જો એક પાકને નુકસાન થાય તો બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે ઉદાહરણ તરીકે ઘઉંની સાથે ચણા ઘઉંની સાથે રાઇ ,મગફળી અને સૂર્યમુખી
(૨) આંતર પાક પદ્ધતિ
  • બે અથવા બેથી વધુ પાકને એક જ ખેતરમાં એક સાથે ઉગાડવામાં આવે છે
  • નિર્દેશિત માળખામાં પાકને ઉગાડવામાં આવે છે
  • ઉદાહરણ તરીકે સોયાબીન મકાઈ બાજરી ચોળા આ રીતે પાકની પસંદગી કરાય છે
  • દરેક પાક હરોળ મુજબ ઉગાડવામાં આવે છે પાકની ફેરબદલીનો આધાર ભૂમિની મૃદુતા અને સિંચાઈ પર છે એક વર્ષમાં બે થી ત્રણ પાક ઉગાડી શકાય છે.
(3) પાકની ફેરબદલી
  • કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેર બદલી કહે છે.
પ્રશ્ન ૧૨ પાક સુરક્ષાનું પ્રબંધન સમજાવો.
ઉત્તર : 

  • ખેતરમાં રહેલા પાક સાથે ઊગી નીકળતા નીંદણને યોગ્ય સમયે દૂર કરવું અનિવાર્ય છે કેટલીક અનાવશ્યક વનસ્પતિ જેવી કે ગાડરિયું( ઝેન્થીથીયમ) ગાજરઘાસ (પાર્થેનિયમ) મોથા( સાયપેરીનસ રોટુન્ડસ ) તે નીંદણ ખોરાક સ્થાન તથા પ્રકાશ માટે સ્પર્ધા કરે છે પાકની વૃદ્ધિ ઓછી થાય છે.
  • કીટક અને જંતુ ત્રણ પ્રકારે વનસ્પતિને નુકસાન કરે છે.
  • મૂળ પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે.
  • કોષોનો રસ ચૂસી લે.
  • પ્રકાંડ અને ફળમાં છિદ્ર કરે.
પ્રશ્ન ૧૩ વનસ્પતિમાં રોગો થવાનું કારણ અને ઉપાયો વર્ણવો.
ઉત્તર : 

  • વનસ્પતિઓમાં બેક્ટેરિયા ફૂગ અને વાયરસ જેવા રોગ કારકો દ્વારા રોગ થાય છે આ રોગકારકો ભૂમિ હવામાં હોય છે.
  • નીંદણ ને દૂર કરવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જંતુનાશક કીટનાશક અને તૃણનાશક વગેરેનો ઉપયોગ થાય છે
  • રસાયણોનો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે વનસ્પતિ વિષાણુ બની જાય છે પર્યાવરણીય પ્રદૂષણ ફેલાય છે આ ઉપરાંત યાંત્રિક પદ્ધતિઓ વપરાય છે જેવી કે યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા આંતરિક પાક લેવો
  • ઉનાળાની ઋતુમાં ઊંડાણ સુધી હળ ચલાવીને નીંદણ અને જંતુઓનો નાશ કરી શકાય.

પ્રશ્ન ૧૪ અનાજ નો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર :

  • ઉગેલા પાકને સૂર્યપ્રકાશમાં અને પછી છાયડામાં સુકવવામાં આવે છે કેટલીક વાર રસાયણ અને ધુમાડા નો ઉપયોગ કરવામાં આવે છે કૃષિ ઉત્પાદનને કીટકો કોતરીને ખાનારા ઉંદર ફૂગ ઇતરડી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજ વગેરેથી રક્ષણ મળે તેવા સ્થાને સંગ્રહ કરવો જોઈએ.

પ્રશ્ન ૧૫ પશુપાલનના ઉદ્દેશ જણાવી પશુપાલન વિશે માહિતી આપો.
ઉત્તર : 
  • પશુપાલનના મુખ્યત્વે બે ઉદ્દેશ્ય છે.
                        (1) પશુઓનો દૂધ ઉત્પાદન માટે ઉપયોગ
                        (2) ભાર વહન કરવા માટે
  • ભારતમાં પશુઓની મુખ્યત્વે બે જાત જોવા મળે છે
                        (1) ગાય (બોસ ઇન્ડિક્સ)
                        (2) ભેસ (બોસ બુબેલીસ)
  • વધારે માત્રામાં દૂધ આપતી જાતિમાં મુખ્યત્વે જર્સી અને બ્રાઉન સ્વિસ નો સમાવેશ થાય છે.
  • દેશી ગાય જેમની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તેવી રાતી સિંધી અને શાહીવાલ જાતો છે.
  • જો ઉપરની બંને જાતોમાં સંકરણ કરાવવામાં આવે તો ઐચ્છિક લક્ષણો વાળી ગાયો મેળવી શકાય છે.
  • તેમના નિવાસસ્થાન ની પસંદગી વરસાદ ગરમી અને શિયાળા થી બચી શકાય તેવી કરવી જોઈએ.
  • મુખ્યત્વે બે પ્રકારના ખોરાકની આવશ્યકતા હોય છે.
                      (1) સ્વાસ્થ્ય જળવાય તેવો આહાર
                      (2) દૂધનું વધુ ઉત્પાદન થાય તેવો આહાર
  • મોટો કે રૂક્ષ ચારો( ખાંડેલુ અનાજ) પ્રોટીન અને અન્ય પોષક તત્વો ધરાવતા હોય તેવો આહાર યોગ્ય ગણાય છે. ઢોર અનેક પ્રકારના રોગોથી પીડાઈ શકે છે રોગ થાય તો દૂધ ઉત્પાદન ઘટે કે મૃત્યુ થાય છે.

પ્રશ્ન ૧૬ બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી સમજાવો.
ઉત્તર : 
  • બાહ્ય પરોપજીવી ત્વચા પર રહે છે જેથી ત્વચા નો રોગ થાય છે.
  • અંતઃ પરોપજીવી યકૃત જઠર અને આંતરડામાં હોય છે
  • ઢોરને સંસર્ગજન્ય રોગો થાય છે. વાયરસ અને બેક્ટેરિયા જેવા રોગોથી બચવા માટે ઢોરને રસી મુકાવવી જોઈએ.

પ્રશ્ન ૧૭ મરઘાં ના સંકરણ દ્વારા ક્યાં ક્યાં લક્ષણો પ્રાપ્ત કરી શકાય છે?
ઉત્તર :
  • મરઘામાં મુખ્યત્વે બે જાતિ જોવા મળે છે.
                    (1) ઈંડા આપતી જાતિ- લેઅર અને
                    (2) માસ આપતી જાતિ – બ્રોઇલર
  • મરઘામાં અસીલ અને વિદેશી જેવી કે લેગહોર્ન જાતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે જેના દ્વારા નીચે મુજબના લક્ષણો પ્રાપ્ત થાય છે.
૧) મરઘાં નાં બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા.
૨) નાના કદના બ્રોઈલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનું વ્યવસાયિક ઉત્પાદન હેતુ.
૩)ગરમીથી અનુકૂલન ક્ષમતા/ઊંચા તાપમાને સહન કરવાની ક્ષમતા.
૪) સાર સંભાળ માં ઓછા ખર્ચની જરૂરિયાત.
૫)ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતાં સસ્તા રેસામય આહારનો ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે.

પ્રશ્ન ૧૮ ઈંડા અને બ્રોઇલર નું ઉત્પાદન સમજાવો.
ઉત્તર : 

  • બ્રોઇલર ના બચ્ચાઓમાં સારા વૃદ્ધિ દર અને સારા આહાર દક્ષતા માટે વિટામિન થી ભરપૂર આહાર આપવામાં આવે છે
  • તેના પીંછાની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે છે.
  • મરઘા પાલન માટે યોગ્ય તાપમાન જાળવવું જરૂરી છે.
  • મરઘા ને રોગો અને જંતુઓથી રક્ષા કરવા માટે સ્વચ્છતા નું ધ્યાન રાખવું.
  • તેમના આહારમાં મુખ્યત્વે પ્રોટીન અને ચરબી વધારે માત્રામાં હોય અને વિટામીન જેવા કે વિટામિન A અને વિટામિન K.
  • મરઘા ની રક્ષા કરવા માટે મરઘાઓના રહેણાંક ની આસપાસ નિયમિત રીતે રોગાણુનાશ ના રસાયણોનો છંટકાવ કરવો જોઈએ.
  • મરઘાઓને સંસર્ગજન્ય રોગોથી બચાવવા માટે રસી આપવી જોઈએ.

પ્રશ્ન ૧૯ મત્સ્ય ઉછેર પર ટૂંકનોંધ લખો
ઉત્તર :

  • માછલીના ઉત્પાદનમાં મીનપક્ષોયુક્ત માછલીઓ તેમજ કવચિય માછલીઓ જેવી કે ઝીંગાઓ અને મૃદુકાય નો સમાવેશ થાય છે માછલીઓ મેળવવાના મુખ્યત્વે બે સ્ત્રોત છે
(1)  માછલી પકડવી 
(2) ઉછેર કરીને મેળવાતી માછલી
  • પ્રાકૃતિક સ્ત્રોત ને માછલી પકડવી કહે છે મત્સ્યપાલન કે જેને મત્સ્યનું સંવર્ધન પણ કહે છે માછલીઓ સમુદ્રના પાણીમાં અને મીઠા પાણીમાં નિવાસ કરે છે માટે તેનો અલગ અલગ રીતે ઉછેર કરવામાં આવે છે
દરિયાઈ મત્સ્ય ઉછેર
  • સમુદ્રની પ્રચલિત માછલીઓ સમૃદ્ધ માછલીઓ પોમફ્રેટ મેકેરલ, ટુના, સારડીન્સ અને બોમ્બે ડક છે. 
  • સેટેલાઈટ અને પ્રતિધ્વનિ દ્વારા ખુલ્લા સમુદ્રમાં માછલીઓને તપાસ કરી શકાય છે.
આર્થિક મહત્વ વાળી માછલીઓ (વધારે માત્રામાં વહેંચાતી)
  • મુલેટ ,ભેટકી, પ્લેસ્પોટ , કવચીય માછલીઓ ,ઝીંગા, મુસ્સલ, ઓએસ્ટર (મોતીછીપ).
  • દરિયાઈ નીંદણ અને મોતીછીપનું સંવર્ધન મોતીઓને પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે
  • માછલીઓની અછત સર્જાય છે માટે માછલીઓની પૂર્તિ સંવર્ધન દ્વારા કરવામાં આવે છે જેને દરિયાઈ સંવર્ધન કહે છે

પ્રશ્ન ૨૦ અંતઃસ્તલીય મત્સ્ય ઉછેર પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :

  • જળના સ્ત્રોત બે પ્રકારના હોય છે.
                    (1) મીઠા જળના સ્ત્રોત
                    (2) ખારા પાણીના સ્ત્રોત 
  • મીઠા જળના સ્ત્રોતમાં નદી નહેરો તળાવ વગેરે છે જે આગળ જતા ખારા પાણીના સ્ત્રોત એટલે કે દરિયાઈ પાણીમાં મિશ્ર થાય છે.
  • મત્સ્ય ઉત્પાદન મોટે ભાગે જળ સંવર્ધન દ્વારા થાય છે.
  • કેટલીક વાર ડાંગરના પાકની સાથે મત્સ્ય ઉછેર કરવામાં આવે છે જેને મિશ્રિત મત્સ્ય સંવર્ધન કહે છે.
  • જેમાં દેશી અને આયાતી માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે આવા તંત્રમાં તળાવમાં પાંચ અથવા છ માછલીઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • એકબીજા સાથે પ્રતિ સ્પર્ધા ન કરે તેવી જાતિઓનો ઉછેર કરવામાં આવે છે જેમકે કટલા માછલી પાણીની સપાટી પરથી ખોરાક મેળવે છે.
  • રોહુ માછલી તળાવના મધ્ય ભાગમાંથી પોતાનો ખોરાક લે છે.
  • મ્રીગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે.
  • ગ્રાસ કાર્પ નીંદણને ખાય છે.
  • કેટલીક વાર તળાવમાં માછલીના સંવર્ધન માટે અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરીને ઐચ્છિક લક્ષણો ધરાવતી માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે.

પ્રશ્ન ૨૧ મધમાખી ઉછેર પર ટૂંકનોંધ લખો
ઉત્તર :

  • મધનો સર્વત્ર ઉપયોગ થાય છે આથી મધમાખીનો ઉછેર કરવામાં આવે છે.
  • મધમાખી ઉછેરમાં ધનનું ઓછું રોકાણ થાય છે.
  • મધમાખી મધ અને મીણ આપે છે.
  • મીણ નો ઉપયોગ ઔષધ બનાવવા માટે થાય છે.
  • મધમાખીની જાતિઓ જેવી કે સેરેના ઇન્ડિકા (સામાન્ય ભારતીય મધમાખી), એપીસ ડોર સાટા (એક પર્વતીય મધમાખી), એપિસ ફ્લોરિ (લીટલ મધમાખી) અને એપિસ મેલીફેરા (ઇટાલીની મધમાખી).
  • વધુમાં દૂધ ઉત્પાદન માટે ઇટાલીની મધમાખી મહત્વપૂર્ણ છે તેઓ ડંખ પણ ઓછા મારે છે. 
  • મોટા ભાગે તેઓ મધપુડાઓમાં સમય વિતાવે છે પ્રજનન તીવ્રતાથી કરે છે. 
  • મધ ઉત્પાદન માટે મધુવાટીકાને મધમાખી ફાર્મ બનાવવામાં આવે છે. 
  • મધની ગુણવતા ફૂલ પર નિર્ભર કરે છે પુષ્પની જાતને આધારે મધનો સ્વાદ નક્કી થાય છે.