પ્રશ્ન - [1]નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ઉત્તર લખો :
(1) આખા ઘરમાં કોનો ફોટો લગાવેલો નહોતો ?
(અ)બાનો (બ) બાપુજીનો (ક) મમ્મીનો (ડ) ભગવાનનો
ઉત્તર
: (ક)

(2)મીનીએ ટેબલના ખાનામાં શું મૂક્યું ?
(અ) પાઉચ (બ) ડાયરી (ક) પેન (ડ) છાપું
ઉત્તર
: (અ)

(૩)મીની રોજ રાત્રે શું સાંભળીને સૂઈ જતી હતી ?
(અ) હાલરડું (બ) કવિતા (ક) વાર્તા (ડ) આપેલ તમામ
ઉત્તર
: (ક)

(4)કોણે આખી ડાયરીનાં પાનાં ઉથલાવ્યાં અને પાઉચ ફંફોસી નાખ્યું ?
(અ) મમ્મીએ (બ) પપ્પાએ (ક) મીનીએ (ડ) માજીએ
ઉત્તર
: (બ)

(5)ફોટામાં મીનીના પપ્પા કેવા દેખાતા હતા ?
(અ) ડરપોક (બ) મસ્તીખોર (ક) ઉદાસ (ડ) હસમુખા
ઉત્તર
: (બ)

(6)મમ્મીને પપ્પાનું શું ગમતું હતું ?
(અ) વાળ (બ)મૂછ (ક) આંખો (ડ)દાઢી
ઉત્તર
: (ડ)

(7) કવિ કોને આળસુની પીર કહે છે ?
(અ) હોડીને (બ) ટેકરીને (ક) નદીને (ડ) ડાળીને
ઉત્તર
: (બ)

(8) કવિએ કેવાં મેદાનોમાં દોડવાનું કહ્યું છે ?
(અ) સૂકાં (બ)ઘાસિયાં (ક) લીલાં (ડ) કાંટાવાળાં
ઉત્તર
: (બ)

(9) કવિએ ટેકરીરૂપી નાયિકાને સામી છાતીથી શું ક૨વા માટે કહ્યું છે ?
(અ) ખમવાનું (બ) ભાગવાનું (ક) ડરવાનું (ડ) પાછું ફરવાનું
ઉત્તર
: (અ)

પ્રશ્ન - [2]કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(1) મીનીના પપ્પા શાક અને ………………વધારે બનાવતા. (રોટલી, ભાખરી)
ઉત્તર
: ભાખરી

(2) ……………… દાળ-ભાત ભાવતાં. (મીનીને, પપ્પાને)
ઉત્તર
: મીનીને

(3) મીનીને ……………… બહુ યાદ આવતી. (મમ્મી, દાદી)
ઉત્તર
: મમ્મી

(4) આપણને ……………… એવી મમ્મી મને ન ગમે. (હસાવે, રડાવે)
ઉત્તર
: રડાવે

(5) મીનીના પપ્પાની ……………… દિવસે દાઢી સફાચટ થાય. (એક-બે, ત્રણ-ચાર)
ઉત્તર
: ત્રણ-ચાર

(6) હું ……………… રાખું એ તારી મમ્મીને બહુ ગમતું. (દાઢી, મૂછ)
ઉત્તર
: દાઢી

(7) મીનીના ……………… ડચૂરો બાઝી ગયો. (ગળામાં, મોંમાં)
ઉત્તર
: ગળામાં

(8) અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય ……………… (સારું, સારુ)
ઉત્તર
: સારું

(9) નહીંતર, રસ્તામાં પડી ગયાની ………………કરશે. (ચિંતા, ચિતા)
ઉત્તર
: ચિંતા

(10) પછી તમે મને પપ્પી કરો છો ત્યારે ……………… છે. (વાગ્યે, વાગે)
ઉત્તર
: વાગે

(11) કોઈ ……………… નો ફોટો હતો. (સ્ત્રી, સ્ત્રિ )
ઉત્તર
: સ્ત્રી

(12) હું ઊંઘી ગઈ છું એવી ……………… થઈ હશે ત્યારે એ ઊભા થયા.(ખાતરી, ખાત્રી)
ઉત્તર
: ખાતરી

(13) ઊભા થઈ પૅન્ટ-શર્ટનાં ખિસ્સાં પણ ……………… જોયાં. (ફંફોસી, ઢંઢોળી)
ઉત્તર
: ફંફોસી

(14) પપ્પા, તમારા ……………… કાગળની તો ખબર નથી. (અગત્યતાના, અગત્યના)
ઉત્તર
: અગત્યના

(15) થોડીવારમાં પપ્પા બિલકુલ ……………… થઈ ગયા.(સ્વચ્છ, સ્વસ્થ)
ઉત્તર
: સ્વસ્થ

(16)મમ્મી-પપ્પા બહુ સરસ ……………… (મજાના દેખાતા હતા/મજાનાં દેખાતાં હતાં)
ઉત્તર
: મજાનાં દેખાતાં હતાં

(17) પપ્પા, કાલથી તમે દાઢી ……………… (વધારજો, વઘારજો)
ઉત્તર
: વધારજો

પ્રશ્ન - [3]નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કે X ની નિશાની કરીને જણાવો:
(1)મીનીને એકલા રહેવાનો ડર લાગતો હતો.
 ઉત્તર
: X

(2) પપ્પા એવું માનતા કે મીની ઘરે એકલી રહી શકે એવડી નથી.
 ઉત્તર
:

(3)મીની પપ્પાની કાળજી લે છે તેથી તેણે પાઉચ વિશે ફોન કર્યો.
 ઉત્તર
:

(4)મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા ઉદાસ રહેતા.
 ઉત્તર
: X

(5)મીનીના પપ્પા એની મમ્મીને જરાય યાદ ન કરતા.
 ઉત્તર
: X

(6)મીનીને ખબર પડે એ રીતે કદી મમ્મીને યાદ ન કરતા.
 ઉત્તર
:

(7)મીની મમ્મીનો ચહેરો સાવ ભૂલી ગઈ હતી.
 ઉત્તર
: X

(8)મીની કહે ત્યારે તરત પપ્પા દાઢી સફાચટ કરી નાખે.
 ઉત્તર
: X

(9)પપ્પાએ મીનીના હાથમાંથી ફોટો આંચકી લીધો.
 ઉત્તર
:

(10)મીનીના હાથમાં મમ્મીનો ફોટો જોઈ પપ્પા ખુશ થઈ ગયા.
 ઉત્તર
:

(11)બીજો ફોટો કોનો છે તે મીની તરત ઓળખી શકી નહીં.
 ઉત્તર
: X

(12)પપ્પા-મમ્મીના ફોટાને મીની આશ્ચર્યથી જોઈ રહી.
 ઉત્તર
:

(13)વાર્તાઓમાં જે પરી અને રાજકુમાર આવતાં એવા જ જાણે મમ્મી અને .............
ઉત્તર : પપ્પા હોય એવું લાગતું હતું,

(14) પોતે પપ્પાને દાઢી વધારવા ન દે તે મમ્મીને નહીં ગમ્યું હોય એવું ............
ઉત્તર : મીનીને લાગ્યું.

(15)મીનીને પપ્પા ચિંતા કરશે એવી ચિંતા થઈ.
 ઉત્તર
:

(16)મીનીને મમ્મીનો ફોટો દીવાલ પર રાખવાની ખૂબ ઇચ્છા હતી.
 ઉત્તર
:

(17)પોરો ખાવાને ભલે બેઠો પવન.
 ઉત્તર
: X

(18)ઊઠ, સખીઓની જેમ બેઉ ભમીએ.
 ઉત્તર
: X

(19)ચંદ્ર ફેંકે છે કૂણાં કિરણોનાં તીર.
 ઉત્તર
: X

પ્રશ્ન - [4]નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો:
(1)મીનીની નજર ક્યાં ગઈ ?
ઉત્તર
: મીનીની નજર ડ્રોઇંગરૂમમાં વચ્ચે રાખેલી ટિપોઈ પર પડેલા પાઉચ પર ગઈ.

(2)મીનીના પપ્પા ઑફિસ જવા નીકળતી વખતે શું લેવાનું ભૂલી ગયા ?
ઉત્તર
: મીનીના પપ્પા ઓફિસ જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગયા.

(3) મીનીના પપ્પા જાતે રસોઈ શા માટે બનાવતા ?
ઉત્તર
: મીનીની મમ્મી ગુજરી ગઈ હતી, તેથી તેના પપ્પા જાતે રસોઈ બનાવતા.

(4) કેટલાય ઘરોમાં કોના ફોટા લગાવેલા હોય છે ?
ઉત્તર
: કેટલાંય ઘરોમાં મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા લગાવેલા હોય છે.

(5) પપ્પાની નાનકડી ડાયરીમાં શું લખેલું હતું ?
ઉત્તર
: પપ્પાની નાનકડી ડાયરીમાં તારીખ વાર હિસાબ લખેલો હતો.

(6) સાંજે આવતાંવેંત પપ્પાએ મીનીને પહેલો કયો સવાલ કર્યો ?
ઉત્તર
: સાંજે આવતાંવેંત પપ્પાએ મીનીને પહેલો સવાલ કર્યો, ‘બેટા, મારું પાઉચ જોયું ?’

(7) મીનીને સુવડાવીને પપ્પા શું શોધવા લાગ્યાં ?
ઉત્તરઃ
મીનીને સુવડાવીને પપ્પા મીનીનાં મમ્મીનો ફોટો શોધવા લાગ્યાં.

(8) મીની પપ્પાના ગાલ પર પપ્પી કરીને શું બોલી ?
ઉત્તર
: મીની પપ્પાના ગાલ પર પપ્પી કરીને બોલી, ‘પપ્પા, કાલથી તમે દાઢી વધારજો.’

(9) ઝાલકો દા' એટલે શું ?
ઉત્તર
: ‘ઝાલકો દા’ એટલે પકડદાવ.

(10) કવિ ટેકરીને કેવો થાક ખંખેરી નાખવાનો કહે છે ?
ઉત્તર
: કવિ ટેકરીને બેઠાડુ થાક ખંખેરી નાખવાનો કહે છે.

(11) ઝરણાંને ઘૂઘરા જેવાં કેમ કહ્યાં છે ?
ઉત્તરઃ
ઝરણાં હંમેશાં ઘૂઘરાની જેમ રણઝણતાં રહીને વહ્યા કરે છે, માટે ઝરણાંને ઘૂઘરા જેવાં કહ્યાં છે.

(12) મીનીના પપ્પા મીની વિશે શું માનતા નહોતા ?
ઉત્તર
: મીનીના પપ્પા મીની વિશે માનતા નહોતા કે મીની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે.

(13) મીનીનું મન રાખવા પપ્પાએ માજીને શું કહી રાખ્યું હતું ?
ઉત્તર
: મીનીનું મન રાખવા પપ્પાએ ધ્યાન રાખનાર માજીને કહી રાખ્યું હતું કે મીની કહે ત્યારે તેમણે નીકળી જવું.

(14) મીનીએ મેઇન ડોર લૉક કેમ કર્યો?
ઉત્તર
: મીની ઘરમાં એકલી, સ્વતંત્ર રીતે, નાચવા કૂદવા ઇચ્છતી હતી, તેથી માજી જતાં તેણે મેઇન ડોર લોક કર્યો.

(15) મીની દાળભાત માટે વેન લે, ત્યારે પપ્પા કેમ મુંઝાતા?
ઉત્તર
: મીની દાળભાત માટે વેન લે, ત્યારે પપ્પા મુંઝાતા, કારણ કે દાળ બનાવવા જાય તો ઘણી વાર એમનાથી નરી હળદરવાળું ગરમ પાણી બની જતું..

(16) પપ્પાએ મીનીને મમ્મીનો ફોટો લગાડવાની ના પાડતાં શું કહ્યું?
ઉત્તર
: પપ્પાએ મીનીને મમ્મીનો ફોટો લગાડવાની ના પાડતાં કહ્યું : 'તારી મમ્મીનો ફોટો રાખવાની એટલા માટે ના પાડી કે એ તો રાત-દિવસ ફોટામાં રહી હસ્યા કરે ને આપણને રડાવ્યા કરે.'

(17) ‘બઢતી કા નામ દાઢી ...' આ વાક્ય કોણ કોને કહે છે?
ઉત્તર
: ‘બઢતી કા નામ દાઢી ...' આ વાક્ય મીનીના પપ્પા, મીનીને કહે છે.

(18) મીનીએ પપ્પાના પાઉચમાં શું જોયું?
ઉત્તર
: મીનીએ પપ્પાના પાઉચમાં સ્કૂટરનું લાઇસન્સ, બૅન્કની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને બીજા કેટલાક કાગળો જોયા.

(19) મીનીને પપ્પાની હિસાબની ડાયરીમાં શું મળ્યું?
ઉત્તર
: મીનીને પપ્પાની હિસાબની ડાયરી પરના પ્લાસ્ટિકના કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે પપ્પા સાથેનો તેની મમ્મીનો નાનકડો ફોટો મળ્યો.

(20) મીની ઊંઘી ગઇ છે એવી ખાતરી થતાં પપ્પાએ શું કર્યું?
ઉત્તર
: મીની ઊંઘી ગઈ છે એવી ખાતરી થતાં પપ્પાએ ઊભા થઈ ટેબલના ખાનામાંથી પાઉચ ખોલી હિસાબની ડાયરી કાઢી.

(21) ડાયરી કાઢીને જોતાં, પપ્પાના ચહેરા પર શા માટે બેચેની કરી વળી ?
ઉત્તર
:ડાયરી કાઢીને જોતાં છેલ્લું પાનું ખોલતાં મીનીની મમ્મીનો ફોંટો ન મળ્યો. તેથી પપ્પા ના ચહેરા પર બેચેની ફરી વળી.

(22) મીનીને મમ્મીનો ફોટો શાથી સહેજ થરકી ઊઠ્યો હોય એવું લાગ્યું?
ઉત્તર
: મીનીને પોતાના અવાજની ભીનાશ અને પપ્પાની આંખોની ભીનાશથી મમ્મી ભીંજાઈ ગઈ હોય એથી ફોટો સહેજ થરકી ઉઠ્યો હોય એવું લાગ્યું.

પ્રશ્ન - [5]નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો:
(1) મીનીના પપ્પા શું માનતા નહોતા ?
ઉત્તર
: મીની તેના પપ્પાની ગેરહાજરીમાં એકલી ઘરે રહી શકે એટલી મોટી થઈ ગઈ છે; એવું મીનીના પપ્પા માનતા નહોતા.

(2)મીનીના પપ્પા ઓફિસ જતા રહ્યા તો મીનીએ માજીને શું કહી દીધેલું ?
ઉત્તરઃ
મીનીના પપ્પા ઓફિસ જતા રહ્યા તો મીનીએ માજીને કહી દીધેલું કે થોડું-ઘણું જરૂરી કામ પતાવી નીકળી જવું.

(3)પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું માનીને કેમ લાગતું હતું ?
ઉત્તર:
કેટલાંય ઘરોમાં મૃત્યુ પામેલાં સ્વજનોના ફોટા પર સુગંધી હાર સાથે ચાંલ્લો કર્યો હોય છે, જ્યારે મીનીના ઘરની ભીંત પર તેનાં મમ્મીનો ફોટો લગાવેલો નહોતો. આથી, પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું મીનીને લાગતું હતું.

(4)મીનીના પપ્પા એની પત્નીનો ફોટો દીવાલ પર કેમ નહોતા લગાવતા ?
ઉત્તર:
મીનીના પપ્પા એવું ઇચ્છતા ન હતા કે મીની તેનાં મમ્મીનો ફોટો જોઈને ૨ડે કે ઉદાસ રહે. મીની હંમેશાં ખુશ રહે એટલે મીનીના પપ્પા એમની પત્નીનો ફોટો દીવાલ પર નહોતા લગાવતા.

(5)પાઉચ ખોલ્યા પછી મીનીને નિરાંત કેમ થઈ ?
ઉત્તર:
મીનીએ પાઉચ હાથમાં લીધું, ખોલ્યું, સ્કૂટરનું લાઇસન્સ, બૅન્કની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને બીજા કેટલાક કાગળો હતા. આથી પાઉચ ખોલ્યા પછી મીનીને નિરાંત થઈ.

(6)મીનીના પપ્પાએ મમ્મીના ફોટા ક્યાં ક્યાં સંતાડીને રાખ્યા હતા ? કેવી રીતે સંતાડીને રાખ્યા હતા ? શા માટે ?
ઉત્તર:
મીનીના પપ્પાએ મમ્મીના ફોટા ડાયરી, કબાટમાં મીની જોઈ ન શકે એવી જગ્યાએ સંતાડીને રાખ્યા હતા. કેમ કે, તે મીનીને ઉદાસ કરવા અને રડાવવા માંગતા ન હતા.

(7)મીની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે ?
ઉત્તર:
મીનીના વિચાર પ્રમાણે મીનીના પપ્પાને દાઢી સારી લાગતી નથી. જ્યારે મીનીને પપ્પા પપ્પી કરે છે ત્યારે મીનીને તેમની દાઢી વાગે છે. આથી મીની પપ્પાને દાઢી વધારવાની ના પાડે છે.

(8)પોતે મમ્મીને નારાજ કરી એમ મીનીને શાથી લાગ્યું ?
ઉત્તર
: જ્યારે મીનીને ખબર પડી કે પપ્પા દાઢી રાખે એ મમ્મીને ગમતું હતું અને મીની પપ્પાની દાઢી સફાચટ કરાવી નાખતી હતી, ત્યારે મીનીને થયું કે પોતે મમ્મીને નારાજ કરી.

(9) મીનીના પપ્પાના યુવાનીના દેખાવનું વર્ણન કરો.
ઉત્તર:
મીનીના પપ્પા એકદમ સરસ, ને મસ્તીખોર દેખાતા હતા. વાર્તામાં પરી અને રાજકુમાર આવે તેવા રાજકુમાર જેવા દેખાતા હતા, તે દાઢી પણ સફાઈદાર અને મજાની રાખતા હતા. દાઢીવાળા પપ્પા અદભુત દેખાતા હતા.

(10) સંભાળ રાખનાર માજીના ગયા પછી મીનીએ શું કર્યું?
ઉત્તર
: સંભાળ રાખનાર માજીના ગયા પછી મીની મેઇન ડોર અંદરથી લૉક કરી નાચતી-કૂદતી રહી. તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું. કાર્ટૂન નેટવર્ક પર ટૉમ ઍન્ડ જેરીની જેમ ઘરમાં ઊથલપાથલ કરી.

(11) મીનીને એના પપ્પાની કઈ બાબત પસંદ નહોતી?
ઉત્તર
: પપ્પા મીનીની ખૂબ કાળજી રાખતા, પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નહોતા, એટલું જ નહિ, આખા ઘરમાં ક્યાંય મમ્મીનો ફોટોય લગાવ્યો નહોતો. ક્યારેક તેના પપ્પા દાઢી વધારતા હતા, મીનીને એના પપ્પાની આ બાબત પસંદ નહોતી.

(12) મીનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું?
ઉત્તર
: મીનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ, કામની નાનકડી નોંધો ને કોરાં પાનાં જોયાં. ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી-પપ્પાનો ફોટો જોયો.

(13) મમ્મીનો ફોટો શોધતાં પપ્પા શા માટે મીની સામે જોતાં હતાં?
ઉત્તર
: મીનીના પપ્પાએ મમ્મીનો ફોટો શોધતાં ડાયરીનાં પાનાં ઉથલાવ્યાં, ડાયરીનું કવર કાઢી નાંખી જોઈ લીધું, આખું પાઉચ ફેંદી નાખ્યું, પૅન્ટ-શર્ટનાં ખિસ્સાં ફંફોસ્યાં, અકળાઈ ગયા, બેચેન થઈ ગયા, એમને મમ્મીનો ફોટો ન મળ્યો તે મીનીએ કદાચ લીધો હોય એ શંકાને કારણે મીની સામે જોતાં હતાં.

(14) મમ્મીનો ફોટો મળ્યા પછીની વાતોમાં પપ્પા મીનીને શું શું કહેતા હતા?
ઉત્તર:
મમ્મીનો ફોટો મળ્યા પછી પપ્પાની વાતોમાં મમ્મી, મમ્મી ને મમ્મી જ હતી. તેઓ મીનીને કહેતા, ‘તારું નાક તારી મમ્મી જેવું છે ... તારો અવાજ તારી મમ્મી જેવો છે ... તારી ખાવા- પીવાની સ્ટાઇલ તારી મમ્મી જેવી છે ... તારી મમ્મી આમ ... તારી મમ્મી તેમ ....

(15)મીનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી એવું શાના પરથી કહી શકાય છે?
ઉત્તર:
એક માજી મીનીની કાળજી લેતાં. મીની એકલા રહેવા ઘણી વાર માજીને થોડું-ઘણું કામ પતાવી ઘેર નીકળી જવા કહેતી. પછી મેઇન ડોર અંદરથી લૉક કરી, નાચતી-કૂદતી રહેતી. આજુબાજુમાંથી કોઈ બહેનપણીને પણ બોલાવતી નહીં. ટીવી જોયા કરતી, કાર્ટૂન નેટવર્ક પર ટૉમ ઍન્ડ જેરીની જેમ ઘરમાં ઊથલપાથલ કરતી; આમ મીનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી.

(16) ‘મીનીના પપ્પાની રસોઈકળા' વિશે ચાર-પાંચ લીટીમા તમારો અભિપ્રાય આપો.
ઉત્તર:
મીનીની મમ્મીના ગુજરી ગયા પછી પપ્પા જાતે જ રસો બનાવતા. દાળભાત બનાવતાં મૂંઝવણ અનુભવતા, દાળ બનાવતાં નરી હળદરવાળું ગરમ પાણી બની જતું; પણ થોડા પ્રયત્નો પછી દાળ બનાવતાં શીખી ગયેલા. ભાખરી-શાક ઠીક ઠીક પ્રયત્નો પછી સારા બનાવતા. શરૂઆતમાં ભાખરી વણતાં વિવિધ આકારની બની જતા મીનીને એ ભાખરી બતાવતા અને ટીખળ કરી હસતા-હસાવતા.

(17) બાપ-દીકરી એકબીજાની કઈ કઈ બાબતની કાળજી રાખતાં?
ઉત્તર
: મીની એના પપ્પાને કોઈ પ્રકારની ચિંતા ન કરવી પડે તે રીતે કામ કરતી, પપ્પાને શું સારું લાગે એનું ધ્યાન રાખતી, એટલે પપ્પા દાઢી રાખે એ એને ગમતું નથી. પપ્પા પણ પોતે પહોંચી ન વળે એટલે મીનીને સાચવવા એક માજીને ઘરે બોલાવતા. મીનીના ખાવાપીવાથી લઈને એનું બધું જ ધ્યાન રાખતા. પપ્પા, મીનીની મમ્મીનો ફોટો ઘરમાં નહોતા રાખતા, કારણ કે મીની એની મમ્મીને જોઈને, યાદ કરીને દુ:ખી થાય! મીની સતત હસતી રહે તેવું તે ઇચ્છતા હતા. આમ, બાપ-દીકરી એકબીજાની ખૂબ કાળજી રાખતાં હતાં.

*(18) કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે ?
ઉત્તર:
ટેકરી હંમેશાં સ્થિરતા ધારણ કરીને બેસી રહે છે, માટે કવિ ટેકરીને આળસુની પીર કહે છે.

*(19)ટેકરીની સાંકળ શાની છે ? તે લોખંડની કેમ નથી ? તેને સાંકળ શા માટે કહી છે ?
ઉત્તર:
ટેકરીની સાંકળ પથ્થરની બનેલી છે. લોખંડ પીગળી શકે પણ પથ્થર પીગળી ન શકે. અહીં વરસાદમાં નાયિકાને ભીંજાવું ગમે છે પણ સમાજનાં બંધનો જે પથ્થર જેવાં જડ છે તે તૂટે એવાં નથી; તેથી તેને (બંધનરૂપી) સાંકળ કહી છે.

(20) ‘રણવગડે ભીનું ઘમઘમીએ' એવું કવિએ શાથી કહ્યું છે ?
ઉત્તર
: અહીં કવિએ નાયિકાના જીવનની વાત કરી છે. જીવનમાં ઘણા જ ઉતાર-ચઢાવ આવે તો પણ ખુશીથી અને આનંદથી જ જીવવાની શિખામણ કવિએ ‘રણવગરે ભીનું ઘમઘમીએ' પંક્તિ દ્વારા આપી છે.

(21) ટેકરીને કઈ કઈ ઇચ્છાઓ થાય તેવું લાગે છે? એ ઇચ્છાને સંતોષવા કવિ શું કરશે?
ઉત્તર:
ટેકરીને મર્મરનું અંતર સાંભળવાની ઇચ્છા થાય એવું કવિને લાગે છે.
તે માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે.
ટેકરીને ઊભા વરસાદે પલળવાની ઇચ્છા થાય એવું કવિને લાગે છે.
તે માટે કવિ આખો અષાઢ મહિનો વરસાદ વરસાવશે.

(22) ઝરણાંને ઘૂઘરા જેવાં કેમ કહ્યાં છે?
ઉત્તર
: ઘૂઘરા પગે બાંધીને ચાલીએ તો ઘમઘમ . ઘમઘમ ……… ખણકે છે, એમ ઝરણાં વહેતાં હોય ત્યારે ખળખળ ... ખળખળ ... મધુર અવાજ કરે છે, જાણે પગે ઘૂઘરા બાંધ્યા છે. તેથી ઝરણાંને ઘરા જેવાં કહ્યાં છે.

(23) સૂરજનાં કિરણોને સામી છાતીએ ખમવાનું કેમ કહ્યું છે?
ઉત્તર
: ટેકરી એક જગ્યાએ સ્થિર છે. સૂર્ય સામી છાતીએ ઊગે છે ને સતત એનાં કિરણો એના ઉપર પડે છે. એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી; એને ડગાવી શકાતી નથી. તેથી સૂરજનાં કિરણોને સામી છાતીએ ખમવાનું કહ્યું છે.

પ્રશ્ન - [6] જોડણી સુધારીને લખો:
(1) જાજરુ
– જાજરૂ
 (2) શીબીર
– શિબિર
(3) પતંગીયુ – પતંગિયું
(4) કીકીયારી – કિકિયારી
(5) વીચિત્ર – વિચિત્ર
(6) સ્ટ્રિટલાઈટ – સ્ટ્રીટલાઇટ
(7) ખમિશ – ખમીસ
(8) નાગુપુગુ – નાગુંપૂગું
(9) ખીસકોલિ – ખિસકોલી
(10) ઉંઘણસી – ઊંધણશી
(11) ઇટાકીટા – ઇટ્ટાકિટ્ટા
 (12) ડાયોમાયો
– ડાહ્યોમાહ્યો
(13) ઓફીસ – ઑફિસ
 (14) બુધ્ધ
– બુદ્ધ
 (15) રીસિવર
– રિસીવર
(16) વીચિત્ર – વિચિત્ર
(17) મૃત્યું – મૃત્યુ
(18) ઇલેક્ટ્રીક – ઇલેક્ટ્રિક
(19) મીજાજ – મિજાજ
(20) વીસ્મય – વિસ્મય
 (21) અદભૂત
– અદભુત
(22 )ભીનાશ – ભિનાસ

પ્રશ્ન - [7] સમાનાર્થી શબ્દો લખો:
(1) સુંદર
= સોહામણું, રૂપાળું
(2) સુગંધ = મહેંક, ફોરમ
(3) સ્વાદ = ચટાકો, લિજ્જત
(4) પોશાક = વસ્ત્ર, અંબર
 (5) બહાદુર
= શૂરવીર, પરાક્રમી
(6) કસોટી = પરીક્ષા, તપાસણ
(7) ઇચ્છા = મરજી, મનસા
 (8) કિકિયારી
= ચીસ, બૂમ
(9) આનંદ = હર્ષ, ખુશી
(10) ભરોસો = વિશ્વાસ, ખાતરી
 (11) ડર
= ભય, બીક
(12) રાહ = વાટ, પ્રતિક્ષા
(13) મહોરું = મુખવટો, મુખોટું
(14) આઘે = દૂર, છેટે
(15) વટ = રોફ, રુઆબ
(16) મોર = મયૂર, કેકી
(17) બા = મા, જનની
(18) ડાહ્યું = ચતુર, શાણું
(19) ટીખળ = મજાક, મશ્કરી
(20) પિતા = બાપ, પપ્પા
 (21) પુત્રી
= દીકરી, બેટી
(22) કાળજી = સંભાળ, દરકાર
(23) નિરાંત = ચેન, હૈયાધારણ

પ્રશ્ન - [8] વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(1) દુર્ગંધ
x સુગંધ
 (2) બહાદુર
x કાયર
(3) ઇચ્છા x અનિચ્છા
(4) રક્ષણ x ભક્ષણ
(5) આકાશ x ધરતી
(6) શાંત x અશાંત
(7) છાંયડો x તડકી
(8) ઠોઠ x હોશિયાર
(9) ડાહ્યોમાહ્યો x ગાંડોધેલો
(10) આઘે x નજીક
(11) અનુકૂળ x પ્રતિકૂળ
(12) અતિવૃષ્ટિ x અનાવૃષ્ટિ
(13) અધતન x પુરાતન
(14) અધિક x ન્યૂન
(15) આગળ x પાછળ
(16) આચાર x અનાચાર
(17) ઇનકાર x સ્વીકાર
(18) ઉચિત x અનુચિત
(19) ઉદય x અસ્ત
(20) જ્ય x પરાજય

પ્રશ્ન - [9]શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1) ખાડામાં મડદું દાટી તેની ઉપર કરેલું ચણતર – કબર
(2) જેવો છે એવો જ રહે એવો (જડ) શીખે નહીં તેવો – ઠોઠ
(3) જેના પર મહેરબાની થઈ છે તે માણસ – બંદો
(4) ભય કે ડર ઉપજાવે તેવું – ડરામણું
(5) રરતા પર થોડે થોડે અંતરે અજવાળું કરવા મૂકેલી લાઇટ – સ્ટ્રીટ લાઇટ
(6) એકબીજાને પકડવાની એક બાળરમત – ચોરસિપાઈ
(7) ઊંધ-ઊંધ કરવાની એક કુટેવવાળું – ઊંઘણશી
(8) નદી કે તળાવમાં કૂદકો મારી અવાજ સાથે નાહવા પડવું તે – ધુબાકો 
(9) રીસમાં કોઈની સાથે અબોલા લેવા તે – કિટ્ટા
(10) કપાળે કરાતું કંકુનું ગોળ ટપકું – ચાંલ્લો
(11) દરરોજ કામની નોંધપોથી – ડાયરી, રોજનીશી
(12) બિન જરૂરી વધુ પડતું બોલવું-કરવું – દોઢડહાપણ
(13) આનંદ માટે કરેલી મશ્કરી – ટીખળ 
(14) તળે ઉપર કરી નાખવું તે – ઊથલપાથલ
(15) ધીમા પવનમાં ઝાડપાનનો થતો અવાજ – મર્મર

પ્રશ્ન - [10]રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો:
(1) કાળા ચોર થવું
– (અહીં) કોઈ કહે એમ ન જ કરવું
વાક્ય: કેટલાંક બાળકો કાળા ચોર થઈને મા-બાપની વાત માનતાં નથી.

(2) ધૂબકે ધૂબકે ન્હાવું
– પાણીમાં ઊંચેથી કૂદીને વારંવાર ન્હાવું
વાક્ય: નાનિયાની ઇચ્છા નદી-તળાવમાં ધૂબકે ધૂબકે ન્હાવાની છે.

(3) બી બી ને મરી જવું – ખૂબ જ ડરી જેવું
વાક્ય: તમને એવાં ડરાવીશું કે તમે બી બીને મરી જશો.

(4) પેટ પકડીને હસવું – ખૂબ જ ખડખડાટ હસવું
વાક્ય: રમૂજી વાતો સાંભળીને બાળકો પેટ પકડીને હસવા લાગ્યાં.

(5) ડિંગો દેખાડવો – અંગૂઠો દેખાડી કોઈને ચીડવવું
વાક્ય: નાનાં બાળકો એકબીજાને ચીડવવા ડિંગો દેખાડે છે .

(6) ડચૂરો બાઝી જવો – ન બોલાય ન રડાય એવું થવું
વાક્ય: એકાએક પત્નીના સમાચાર સાંભળીને પત્નીને ડચૂરો બાઝી ગયો.

(7) મન રાખવું – ઈચ્છા પૂરી કરવી
વાક્ય : મમ્મીને ભૂખ નહોતી,પણ મમ્મીનું મન રાખવા થોડું જમી લીધું.

(8) શંકાની નજરે જોવું – એને મારી પર શંકા છે એમ જોવું
વાક્ય : પરિક્ષાખંડમાં નિરીક્ષક એક વિધાર્થીની સામે શંકાની નજરે જોવા લાગ્યા.

(9) આંચકો લાગવો – દુ:ખી થવું
વાક્ય : માને આમ એકાએક ઉદાસ જોઈને મને આંચકો લાગ્યો.

(10) ખાલી ચડી જવી – અંગ અકડાતાં ઝણઝણાતી થવી.
વાક્ય ; સતત બે કલાક બેસીને કથા સાંભળતાં મોટી કાકીને પગે ખાલી ચડી ગઈ.

(11) થરકી ઊઠવું – ધીમેથી હાલી ઊઠવું
વાક્ય : ચોરી કરતાં નોકરને શેઠ જોઈ ગયા,આથી તે થરકી ઊઠ્યો.

પ્રશ્ન - [10] નીચેની કહેવતોનો અર્થ આપો:
(1) ભૂતનો વાસ પીપળે
– કોઈ વ્યક્તિ તેને ખાસ ગમી ગયેલી જગ્યાએ જ જોવા મળે છે.
(2) ભૂંડાથી ભૂત ભાગે – ખરાબ માણસોથી લોકો તો દૂર રહે જ પરંતુ ભૂત પણ દૂર ભાગે છે.
(3) ભાગ્યશાળીને ભૂત રળે – નસીબદાર માણસ માટે ભૂત કામ કરે છે.

પ્રશ્ન - (11) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
(1) ઉખાણું, બહાદુરી, હેડમાસ્ટર, સ્પર્ધા, આકાશ.

- આકાશ, ઉખાણું, બહાદુરી, સ્પર્ધા, હેડમાસ્ટર.
(2) ખમીસ, ખિસકોલી, ચોપડી, લીમડો, ઊંઘણશી.
- ઊંઘણશી, ખમીશ, ખિસકોલી, ચોપડી, લીમડો.

પ્રશ્ન - [12]નીચેનાં નામપદોને વ્યક્તિવાચક જાતિવાચક અને સમૂહવાચક – એમ અલગ તારવીને લખો:
(1) નાનિયો (2) બા (3) પરી (4) ઝૂંડ
(5) ટોળું (6) નદી (7) તળાવ (8) કુહોનબુત્સુ
(9) તોત્તો-ચાન (10) મચ્છર (11) શિક્ષક (12) મારુયામા
(13) હારમાળા (14) લશ્કર (15) ટુકડી (16) મિગિતા


→ વ્યક્તિવાચક : નાનિયો, કુહોનબુત્સુ, તોત્તો-ચાન, મારુયામા, મિગિતા
→ જાતિવાચક : બા, પરી, નદી, તળાવ, મચ્છર, શિક્ષક .
→ સમૂહવાચક : ઝૂંડ, ટોળું, હારમાળા, લશ્કર, ટુકડી