[1]નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો જવાબ લખો :
(1)પરપોટાના ઘરનું નામ .....
(અ) આજુ (બ) બાજુ (ક) નદી (ડ) તરાપો
ઉત્તર:
(ડ)

(2)એક વાર મલકમાં કોણ આવી ચડ્યું ?
(અ) જોગી (બ) દુકાળ (ક) વાદળ (ડ) બકરી
ઉત્તર:
(બ)

(3)દુકાળની ગંભીર અસર હોવા છતાં કોને જરાય ફરક ન પડ્યો ?
(અ) લીલો (બ) સૂકો (ક) પરપોટો (ડ) મોરને, કોયલને
ઉત્તર
: (ક)

(4)ચાંદો ઊગતાં પહેલાં પરપોટો શાનો લાડુ જમીને બૂડબૂડ ઘોરવા લાગતો ?
(અ) હવાનો (બ) ચૂરમાનો (ક) બૂંદીનો (ડ) રવાનો
ઉત્તર:
(અ)

(5)તરાપા નીચે નદી તો ચીરાવા માંડી .........
(અ) ચરરર... ચ૨૨૨...(બ) છ૨૨૨... છ૨૨૨...
(ક) ફર૨૨... ફર૨૨...(ડ) ફટટટ... ફટટટ...
ઉત્તર:
(અ)

(6)ઓડકાર ખાઈ નદીની રેતમાં પડ્યું પડ્યું કોણ હસતું હતું ?
(અ) ચાંદો (બ) દુકાળ (ક) પરપોટો (ડ) કોયલ
ઉત્તર
: (બ)

(7)પરપોટાને રડતો જોઈ કોણ મૂછમાં ને મૂછમાં હસે છે ?
(અ) સૂકો (બ) લીલો (ક) ચંદ્ર (ડ) દુકાળ
ઉત્તર:
(ડ)

(8)સૂરજ ક્યાંથી નીકળ્યો ?
(અ) પાદરમાંથી (બ)તળાવમાંથી (ક) સીમમાંથી (ડ) ડુંગરમાંથી
ઉત્તર
: (બ)

(9) સૂકાની ઝૂંપડી કયા રંગની હતી?
(અ) સોનેરી (બ)રૂપેરી (ક)રંગીન (ડ) સફેદ
ઉત્તર
: (અ)

(10)સૂકા પાસે શું હતું?
(અ) ગાય (બ) ભેંસ (ક) કૂતરો (ડ) બકરી
ઉત્તર:
(ડ)

(11)આજુ ને બાજુ ગામના લોકો કઈ નદીનું પાણી પીતા હતા?
(અ) ખારી (બ) મહી (ક) રૂપેણ (ડ) ખારડી
ઉત્તર:
(અ)

(12) કોણ આંખ આડા કાન કરતું હતું?
(અ) સૂકો (બ) લીલો (ક) પરપોટો (ડ) નદી
ઉત્તર:
(ક)

(13)પરપોટો શાનો લાડુ જમે છે ?
(અ) બેશનનો (બ)ઘઉંનો (ક) હવાનો (ડ) મોતીચૂરનો
ઉત્તર:
(ક)

(14)પરપોટએ શાનું ઓશીકું બનાવ્યું હતું ?
(અ)તરાપાનું (બ) રેતીનું (ક)લાડુનું (ડ) છીપલાનું
ઉત્તર
: (ડ)

(15)ચાંદો કેવો આવાજ કરીને નિસાસો નાખતો હતો ?
(અ)બૂડબૂડ (બ)સૂડસૂડ (ક)ચરરર (ડ) પિગ પૉગ
ઉત્તર:
(બ)

[2]કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(1) ……………… નદીની વચ્ચો-વચ્ચ એનું ઘર. (મીઠી, ખારી)
ઉત્તર
: ખારી

(2)સૂકો ……………… ને લીલો ……………… છે. (મોજીલો, મહેનતુ)
ઉત્તર
: મહેનતુ, મોજીલો

(3)મલકમાં ……………… આંખો ને …………… હાથવાળો દુકાળ આવ્યો. (ચાર, ચાલીસ)
ઉત્તર
: ચાર, ચાલીસ

(4) ……………… તો જોતજોતામાં આખો મલક સૂકવવા માંડ્યો. (પરપોટાએ, દુકાળે)
ઉત્તર
: દુકાળે

(5) ……………… તો કંઈ મૂંગી મૂંગી ચીસો પાડે. (ધરતી, નદી)
ઉત્તર
: નદી

(6)તરાપામાં આવીને એ ……………… પડ્યો પડ્યો રડે છે. (સીધો, ચત્તો)
ઉત્તર
: ચત્તો

(7)પરપોટાના ઘરનું નામ ……………… છે. (તરાપો, મલક )
ઉત્તર
: તરાપો

(8)સૂકો………………ગામમાં સોનેરી ઝૂપડીમાં રહે છે.(આજુ, બાજુ)
ઉત્તર
: આજુ

(9)તડકી કાવ્યના કવિ……………… છે. (મનોહર ત્રિવેદી, રમેશ પારેખ)
ઉત્તર
: મનોહર ત્રિવેદી

(10)ઢાળ ઉપરથી દિશા દિશામાં વહ્યા ……………… રેલા. (ગરમીના, તેજના)
ઉત્તર
: તેજના

(11) ……………… ધૂળ આવે. (ગરમ અને તપેલી, સોનાવરણી)
ઉત્તર
: સોનાવરણી

(12)સૂરજે ખોલી ……………… ની ખડકી ! (બારણાંની, જળની)
ઉત્તર
: જળ

(13)પરપોટાના ઘરનું નામ ……………… છે. (તરાપો, મલક)
ઉત્તર
: તરાપો

(14)વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે તેને ……………… કહેવાય.(સુકાળ, દુકાળ)
ઉત્તર
: દુકાળ

(15)ચંદ્ર પરપોટા ને ……………… ભરે છે (ચૂંટણી, ચીમટી)
ઉત્તર
: ચૂંટણી

(16) ………………નું માટલું સવારના કૂણાં તડકાએ ફોડી નાખ્યું (અજવાળા, અંધારા) 
ઉત્તર : અંધારા

(17)તળાવના જળની બહાર ……………… બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે.(સૂરજ, ચંદ્ર)
ઉત્તર
: સૂરજ

(18)તડકી આવી એ પહેલા બધે ……………… છવાયેલો હતો.(અંધકાર, પ્રકાશ)
ઉત્તર
: અંધકાર

(17)દુકાળ આવતા સૂકો અને લીલો બેય ……………….(મૂંઝાયા, શરમાયા)
ઉત્તર
: મૂંઝાયા

(18)પરપોટા નો તરાપો નદીની ………………માં ખૂપી ગયો.(રેત, માટી)
ઉત્તર
: રેત

(19)પરપોટો હવાના ……………… જમે છે. (લાડુ, ઘારી)
ઉત્તર :
લાડુ

(20)પરપોટા એ ……………… ઓશીકુ બનાવ્યું હતું .(છીપલાનું, રેતીનું )
ઉત્તર :
છીપલાનું,

(21)આજુ અને બાજુ ગામના લોકો ………………નદીનું પાણી પીતા હતા. (ખારી, ખારડી)
ઉત્તર :
ખારી

[3]વાક્યો ખરાં છે કે ખોટાં તે કે X ની નિશાની કરીને જણાવો :
(1)નદીમાં તરાપો ફર્યા કરે ને તરાપામાં પરપોટો રમ્યા કરે.
 ઉત્તર:


(2)લીલા પાસે સંપત્તિમાં મસમોટી હવેલી અને અધધધ ગાય-ભેંશ છે.
 ઉત્તર:


(3)ચંદ્ર રોજ એક એક વાર બંને દોસ્તો જોડે રમવા જાય.
 ઉત્તર:


(4)લીલાને આવતી કાલની ચિંતા અને સૂકાને આજનો ડર હતો.
 ઉત્તર:


(5)મલક આખો મરવા પડ્યો હોવા છતાં પરપોટો તો બૂડબૂડ ઘોરે છે.
 ઉત્તર:


(6)અહો, માગશરની આ તડકી છે !
 ઉત્તર:
X

(7)ઠેક લઈને કૂદતાં હરણાં કલશોર કરે છે.
 ઉત્તર:
X

(8)પાન પાનમાં ભરી નવાઇ કાંઠે ઊભાં ઝાડ.
 ઉત્તર:


(9)લીલો હવેલીમાં રહે છે અને તેને ત્યાં ઘણી ગાય ભેંસ છે.
 ઉત્તર:


(10)લીલો બાવડાંના જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો.
 ઉત્તર:
X

(11) સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી હતી, એટલું જ એકબીજા પ્રત્યે વેર હતું.
 ઉત્તર:



[4]નીચેનાં પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ‘તડકી’ કાવ્યમાં કયા ઋતુની વાત કરવામાં આવી છે ?
ઉત્તર
: ‘તડકી' કાવ્યમાં શિયાળાની ઋતુની વાત કરવામાં આવી છે.

(2) અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું ? કયા મહિનામાં ? કયા સમયે ?
ઉત્તર
: અંધારાનું માટલું પોષ મહિનાની તડકીએ સવારના સમયે ફોડી નાખ્યું.

(3) અજવાળું હૂંફાળું કેમ થઈ ગયું ?
ઉત્તર
: ઢાળ ઉપરથી વહી આવેલા તેજના રેલાના કારણે અજવાળું હૂંફાળું થઈ ગયું.

(4) હવા થોડીવાર કેમ અટકી છે ?
ઉત્તર
: વાડે વાડે વાત કહેવા માટે હવા થોડીવાર અટકી છે.

(5) સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે ?
ઉત્તર
: સૂર્યને આવકારવા માટે સીમ ઠેકતાં હરણાં, પંખીઓના કલશોર અને તરણાંના ટાંકાથી ભરેલાં પાથરણાં સામે ધરે છે.

(6)‘તડકી’ કાવ્યમાં ‘એણે’ એટલે કોણ ?
ઉત્તર:
‘તડકી' કાવ્યમાં ‘એણે’ એટલે સૂર્ય.

(7)વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે ?
ઉત્તર
: સીમે સૂર્યને તરણાંના ટાંકામાંથી બનાવેલી પ્રકાશ પાથરતી ગોદડી સામે ધરી એ જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે.

(8) ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે ?
ઉત્તર
: એકબીજાની આડ લઈને ઊભેલાં વૃક્ષો એકબીજાને મલકવાનું કારણ પૂછે છે.

(9) તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ક્યારે ગમે ?
ઉત્તર
: શિયાળાની ઠંડીમાં તડકો મારા પર આવે તે મને ખૂબ જ ગમે. ઊગતા સૂર્યનાં સોનેરી કિરણો વહેલી સવારે મારા ઉપર આવે તે પણ મને ખૂબ ગમે.

(10)પરપોટો કેવો હતો ?
ઉત્તર
: પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો હતો.

(11)નદીના કિનારે કયાં ગામ આવેલાં હતાં ?
ઉત્તર
: નદીના કિનારે આવેલા એક ગામનું નામ આજુ ને બીજાનું નામ બાજુ – એવાં બે ગામ આવેલાં હતાં.

(12)પરપોટાના મિત્રોનું નામ જણાવી તે કયા ગામમાં રહે છે તે લખો.
ઉત્તર
: પરપોટાના એક મિત્રનું નામ સૂકો અને બીજાનું નામ લીલો છે. સૂકો આજુ ગામ રહે છે ને લીલો બાજુ ગામમાં રહે છે.

(13)સૂકાને ગરીબ કહેવાય ? કેમ ?
ઉત્તર
: સૂકાને ગરીબ કહેવાય; કારણ કે એની પાસે સંપત્તિમાં એક સોનેરી ઝૂંપડી ને રૂપેરી રંગની બકરી સિવાય બીજું કઈ નથી.

(14)આખા મલકમાં કઈ બાબત વખણાય છે ?
ઉત્તર
: આખા મલકમાં સૂકાનું બાવડું અને લીલાનું ભેજું બહુ વખણાય છે. સૂકાનું જોર એના બાવડામાં છે અને લીલાની તાકાત એના ભેજામાં છે.

(15)ગામના લોકો કેવી રીતે જલસા કરે છે ?
ઉત્તર:
આજુને બાજુ બેઉ ગામના લોકો ખારી નદીનું ખારું ખારું પાણી પીને ટાબ્બ્ .. ટાબ્બ્ …. બોલાવી જલસા કરે છે.

(16)રાત થતાં ઊગેલા ચાંદાએ શું જોયું ?
ઉત્તર:
રાત થતાં ઊગેલા ચાંદાએ જોયું કે પરપોટો તો છીપલાને ઓશીકે માથું મૂકીને નિરાંતે ઊંઘે છે.

(17) પરપોટો શાનાથી બનેલો અને શાનાથી મઢેલો છે?
ઉત્તર
: પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે.

(18) પરપોટાનું ઘર ક્યાં આવેલું છે? એનું નામ શું?
ઉત્તર:
પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે, ને એનું નામ તરાપો છે.

(19) ખારી નદીના બેઉ કિનારે કયાં કયાં ગામ આવેલાં છે?
ઉત્તર
:ખારી નદીના બેઉ કિનારે આજુ અને બાજુ નામનાં બે ગામ આવેલાં છે.

(20) પરપોટાના મિત્રો કોણ કોણ હતા?
ઉત્તર:
લીલો અને સૂકો એ બે પરપોટાના મિત્રો હતા.

(21) મલક આખામાં સૂકાનું ને લીલાનું શું વખણાતું?
ઉત્તર
:મલક આખામાં સૂકાનું બાવડું (જોર) અને લીલાનું ભેજું (તાકાત) વખણાતાં.

(22) આજુ અને બાજુના ગામના લોકો કેવી રીતે જલસા કરતા હતા?
ઉત્તર
: આજુ અને બાજુના ગામના લોકો, ખારી નદીનું ખારું પાણી પીને, ‘ટાબ્બ ... ટાબ્બ ...' બોલાવી જલસા કરતા હતા.

(23) દુકાળ આવતાં સૂકો અને લીલો બેય કેમ ફૂંઝાયા?
ઉત્તર
: દુકાળ આવતાં સૂકાને આજની ચિંતા ને લીલાને આવતી કાલનો ડર હોવાના કારણે બેય મૂંઝાયા.

(24) પરપોટાનો તરાપો શાથી નદીની રેતમાં ખૂંપી ગયો?
ઉત્તર:
લીલો નદીનું પોણા ભાગનું પાણી અને સૂકો પા ભાગનું પાણી લઈ ગયા. આથી પરપોટાનો તરાપો નદીની રેતમાં ખૂંપી ગયો.

(25) એક રાતે ચાંદાથી કેમ રહેવાયું નહીં?
ઉત્તર:
એક રાતે દુકાળ નદીની રેતમાં, ઓહિયાં ઓડકાર ખાતો, પડ્યો પડ્યો હસતો હતો, એ જોઈને ચાંદાથી રહેવાયું નહીં.

(26) તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને?
ઉત્તર
: હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું, કારણ કે પરપોટો દુકાળના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ચિંતા કર્યા વિના ઘસઘસાટ ઊંઘતો હતો, જ્યારે ચંદ્ર તે પરિસ્થિતિની ચિંતા કરીને તેના ઉપાય વિશે વિચારતો હતો.

(27) સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે?
ઉત્તર:
સૂર્યને આવકારવા સીમ તરણાંના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરણાં પાથરે છે.

(28) વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે?
ઉત્તર
: તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે.

(29) તડકી આવી એ પહેલાંના દૃશ્યનું વર્ણન કરો.
ઉત્તર
: તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો. ઢાળ, દિશાઓ, મારગ, અંધકારથી ઘેરાયેલાં હતાં. સીમ, ઝાડ સૂનાં હતાં. રસ્તા ગંદા હતા. કલશોર નહોતો. સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો.

(30) તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને?
ઉત્તર
: હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું, કારણ કે પરપોટો દુકાળના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ચિંતા કર્યા વિના ઘસઘસાટ ઊંઘતો હતો, જ્યારે ચંદ્ર તે પરિસ્થિતિની ચિંતા કરીને તેના ઉપાય વિશે વિચારતો હતો.

(31) દુકાળે પોતાને ભગાડવાનો કયો ઉપાય ચાંદાને કહ્યો?
ઉત્તર
: દુકાળે પોતાને ભગાડવાનો ઉપાય બતાવતાં ચાંદાને “પરપોટો ઊઠે ને સૂકાનાં બાવડાંનું ને લીલાના ભેજાનું જોર કરીને એક ફૂંક મારે તો ઊડી જાઉં.''

(32) દુકાળની મૂછો કેમ બેવડ વળી ગઈ?
ઉત્તર
:પરપોટો જ્યારે આજુ અને બાજુ ગામ જાય છે ત્યારે તેને બંને ગામમાં કોઈ દેખાતું નથી. આ જોઈને દુકાળ એની મૂછમાં મૂછમાં એટલું હસે છે કે ઊછળી ઊછળી મૂછો બેવડ વળી ગઈ.

(33) પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો?
ઉત્તર:
પરપોટાના મિત્રો સૂકા અને લીલાના ગયા પછી તેને સાતતાળી ને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડું ભાવતા નહોતા, આથી પરપોટો રોવા જેવો થઈ ગયો.

(34) પરપોટો શાથી ફૂટી ગયો?
ઉત્તર:
ચંદાનો સૂડિયો નિસાસો પરપોટાના પેટ ઉપર ટકરા તેથી પરપોટો ફૂટી ગયો.

(35) પરપોટો વાર્તાના લેખકનું નામ શું છે?
ઉત્તર:
પરપોટો વાર્તાના લેખકનું નામ પરેશ નાયક છે.

[5]નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો:
(1)પરપોટો કઈ બાબતે આંખ આડા કાન કરે છે ?
ઉત્તર
: સૂકા ને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વે૨. પણ પરપોટાને કશી પરવા નહીં. એ આ બાબતે આંખ આડા કાન કરે અને કાન આડું નાક ધરીને લહેરથી તર્યા કરે છે.

(2)દુકાળ પડવાના કારણે લીલો અને સૂકો શું કરતા હતા ?
ઉત્તર
: દુકાળ પડવાના કારણે આજુ ગામનો સૂકો રાત-દિવસ ભેગાં કરી બાવડાંના જોરે માંડ રોટલો રળે. બાજુ ગામનો લીલો ભેજું લડાવીને પકવાન જમતો.

(3)સૂકો અને લીલો બેય કેમ મૂંઝાયા ? તેમને શેની ચિંતા હતી ?
ઉત્તર:
સૂકો અને લીલો બેય મૂંઝાયા; કારણ કે, દુકાળ તેની લ્હાય-લ્હાય જેવી ચાર આંખો ફેરવીને કૂવા-તળાવને સૂકવતો જતો હતો અને ચાળીસ હાથના વીસ-વીસ ખોબે જમીને ખેતર ખુટાડતો જતો હતો. આથી, સૂકાને આજની ચિંતા ને લીલાને આવતી કાલનો ડર હતો.

(4)દુકાળને કારણે મલક શું વિચારમાં પડી ગયો ?
ઉત્તર:
દુકાળને કારણે મલક સૂકાવા લાગ્યો. આથી તે વિચારમાં પડી ગયો કે, ‘વરસાદ વિના કરવું શું ? ખેતર વિના રાંધવું શું ? રાંધ્યા વિના જમવું શું ? જમ્યા વિના જીવવું શું ?'

(5)ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે ? તમે તમારા મિત્રને ક્યારે ચૂંટલી ભરો ?
ઉત્તર:
ચંદ્રએ જ્યારે લીલા અને સૂકાને પોતાના બળ અને ભેજાંના જોરે નદીને પોતાના તરફ ખેંચી જતાં જોઈ ત્યારે ચંદ્ર પરપોટાને ઉઠાડવા માટે ચૂંટલી ભરે છે. હું પણ મારા મિત્રને કોઈ વાતનો અનુભવ કરાવવા ચૂંટલી ભરું છું.

(6)દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શું ફેરફાર થયો ?
ઉત્તર
: દુકાળ પડ્યા પછી પરપોટો છીપલાને ઓશીકે માથું મૂકીને નિરાંતે ઊંધે. કોઈ પણ જાતની પરવા વિના પરપોટો તરાપે પડ્યો પડ્યો ઘોરે. ચાંદો પરપોટાને ઢંઢોળે તો પણ પરપોટો ઊઠે નહીં.

(7)ચાંદાથી ન રહેવાતાં તેણે દુકાળને શું પૂછ્યું ? તેનો દુકાળે શો જવાબ આપ્યો ?
ઉત્તર
: ચાંદાથી ન રહેવાતાં તેણે દુકાળને પૂછ્યું કે, ‘ભાઈ તું જવાનું શું લઈશ ?' દુકાળે જવાબ આપતાં કહ્યું કે, ‘પરપોટો ઊઠે ને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઊડી જઉં.’

(8)પરપોટો ફૂટી ગયો પછી તમે કેવી લાગણી અનુભવી - આનંદની કે દુઃખની ? કેમ ?
ઉત્તર:
પરપોટો ફૂટી ગયો પછી મને આનંદ થયો; કારણ કે જ્યારે બધા મુશ્કેલીમાં હતા ત્યારે તેને કોઈની પરવા ન હતી; પણ જ્યારે હવે નથી ત્યારે પસ્તાય છે, પણ એ કોઈ કામનું નથી.

(9)તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને ?
ઉત્તર:
હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું; કારણ કે તે બધાંનું હિત વિચારીને મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશાં તૈયાર હતો. આમ, તે બધાંનું ભલું વિચારતો હતો.

(10)તડકી આવી એ પહેલાંના દૃશ્યનું વર્ણન કરો.
ઉત્તર:
તડકી આવી એ પહેલાં ટેકરી, સીમ, ડુંગર તેમજ ચારે તરફ અંધકાર ફેલાયેલો હતો. માર્ગો ઠંડીથી થરથરતા હતા. હરણાંઓ પોતાના ઘરમાં અને પંખીઓ પોતાના માળામાં ગુમસૂમ બેઠાં હતાં. બધી બાજુ શાંતિ ફેલાયેલી હતી.

(11)ચંદ્ર ક્યારે ચિંતામાં પડયો ? તેને કઇ વાતની ચિંતા હતી ?
ઉત્તર:
દુકાળ આવવાને કારણે વરસાદ ણ થતો, ખેતરમાં અનાજ પાકતું ન હતું. જોતજોતામાં આખો મુલક સુકાવવા લાગ્યો . અનાજ અને પાણી વિના પશુ, પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા . દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાપ્રયત્નો કરવાને બદલે મનુષ્યોનદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈને ચંદ્ર ચિંતામાં પડ્યો .

(12)પરપોટો ક્યારે દુ:ખી થયો ? તેને કઈ વાતનું દુ:ખ હતું .?
ઉત્તર:
આજુ અને બાજુ ગામમાં કોઈ હતું નહીં. સુકોય નહીં કે લીલોય નહીં એણે થયું કે પકડદાવ અને સાતતાળી કોની જોડે રમવા ? રમ્યા વગર લાડું ન ભાવે કે ઊંધેય ન આવે. એટલે એ રડવા માંડ્યો.

(13)પરપોટાનો સવારનો નિત્યક્રમ શો હતો ?
ઉત્તર:
પરપોટો સવારે માથે ટોપી મૂકીને હાથમાં સોટી લઈને આજુ ગામ જતો. ત્યાં સૂકા સાથે સાતતાળી રમતો બપોરે પાછો તરાપે આવી હવાના લાડુ જમતો.

(14)પરપોટાનો સાંજનો નિત્યક્રમ શો હતો ?
ઉત્તર:
પરપોટો સાંજે ‘પીગ પૉગ પીગ પૉગ' ઊડતો ઊડતો બાજુ ગામમાં જતો. ત્યાં લીલા સાથે પકડદાવ રમતો. રાતે તરાપે જઈ હવાનો લાડુ જમતો ને પછી ચાંદો ઊગતાં પહેલાં જ નસકોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘી જતો.

(15)દુકાળ કેવો હતો?
ઉત્તર
: દુકાળ ચાર આંખ અને ચાલીસ હાથવાળો હતો. તે કોઈ જોઈ શકતું નહોતું, પણ તે બધાયને જોઈ શકતો. તે ચારે તરફ ગરમ ગરમ આંખો ફેરવતો અને વીસ વીસ ખોબે જમતો હતો.

(16)દુકાળ આવતાં શી શી અસરો થઈ?
ઉત્તર
: દુકાળ આવતાં આખો મલક મૂંઝાઈ ગયો. વાદળ ગરજતાં નહોતાં કે પાણી વરસતાં નહોતાં. કોયલ ટહુકતી નહોતી કે મોર ગહેંકતા નહોતા. ખેતરમાં ધાન પાકતું નહોતું. પશુ-પંખી સૌનાં ગળાં સુકાવા લાગ્યાં હતાં.

(17) ચાંદાએ ઊગીને જોયું તો તેને શી ચિંતા થઈ?
ઉત્તર
: ચાંદાએ ઊગીને જોયું કે એક બાજુ સૂકો એના બાવડાના જોરે નદીને એના ખેતર તરફ ખેંચે છે. બીજી બાજુ લીલો એ ભેજાના જોરે નદીને એના ખેતર તરફ ખેંચે છે. સૂકા ને લીલાની નદીની આ ખેંચતાણને લીધે ચાંદાને ચિંતા થઈ.

(18)ચાંદો શું જોઈને નિસાસા નાખે છે?
ઉત્તર
: વરસાદ આવતો નથી, દુકાળ જતો નથી. દુકાળ હસતો જાય છે તેમજ પાણી ને પકવાન, રોટલા ને રાબ બધું વીસ-વીસ ખોબે જમતો જાય છે. આ જોઈને ચાંદો નિસાસો નાખે છે.

(19)પરપોટાના મિત્રોનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:
પરપોટાના એક મિત્રનું નામ સૂકો અને બીજા મિત્રનું નામ લીલો હતું. સૂકો આજુ ગામમાં રહેતો હતો, જ્યારે લીલો બાજુ ગામમાં. સૂકા પાસે સોનેરી ઝૂંપડી અને રૂપેરી બકરી હતી, જ્યારે લીલા પાસે મસમોટી હવેલી અને ઘણી બધી ગાય-ભેંસ ” હતી. સ્વભાવે સૂકો મહેનતુ, જ્યારે લીલો મોજીલો હતો. સૂકાનું જોર એના બાવડામાં હતું, જ્યારે લીલાની તાકાત એના ભેજામાં હતી. સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી હતી, એટલું જ એકબીજા પ્રત્યે વેર હતું.

(20)નીચેના પાત્રોનો પરિચય આપો : (1) સૂકો (2) પરપોટો (3)લીલો
(1) સૂકોઃ સૂકો જાતમહેનત કરનારો, મહેનતુ છે. તે આજુ ગામમાં સોનેરી ઝૂંપડીમાં રહે છે. તેની પાસે એક રૂપેરી બકરી છે. તે રાત-દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એકવાર દુકાળ પડ્યો. દુકાળ આવતાંની સાથે જ સૂકાને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતા થવા લાગી. બાવડાંના બળે સૂકો નદીના અડધાથી ઓછા ભાગના પાણીને પોતાના ખેતરમાં લઈ જાય છે. ત્યાં દુકાળ ખૂબ લાંબો ચાલ્યો. સૂકાને પોતાનું આજુ ગામ મૂકીને ત્યાંથી જતાં રહેવું પડયું.
(2) પરપોટો: પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો. તેને કોઈની દરકાર નહોતી. તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું, હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઊગતાં પહેલાં જ બૂડબૂડ નસકોરાં બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું.
એકવાર દુકાળ પડ્યો. છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી. દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં. એકલો પડ્યો. ઉદાસ થઈ ગયો. રડવા લાગ્યો. તેની ઉપર ચાંદાનો સૂડસૂડિયો નિસાસો પડ્યો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો.
(3)લીલો : લીલો એટલે એવો માણસ જે બુદ્ધિશાળી છે. તે હવેલીમાં રહે છે અને તેને ત્યાં ઘણી ગાયભેંસ છે. એટલે કે તે ધનવાન પણ છે. માલ-મિલકતવાળો હોવાથી દુકાળના સમયે પોતાના કુટુંબના ભરણપોષણની તેને તાત્કાલિક ચિંતા નથી. પણ, કેટલાક દિવસ પછી મુશ્કેલી ઊભી થશે તેમ તે જાણે છે. દુકાળ પડતાં તેને આવનારા દિવસોની ચિંતા થાય છે. દુકાળ પડતાં તે બુદ્ધિના જોરે નદીનું અડધાથી વધારે પાણી પોતાનાં ખેતરો માટે લઈ જાય છે.

[6] નીચેના શબ્દોની જોડણી સુધારીને લખોઃ
(1) બગાશું
– બગાસું
(2) નીરાંત – નિરાંત 
(3) ઉંઘ – ઊંઘ
(4) દીવસ – દિવસ 
(5) દૂકાળ – દુકાળ
(6) લાડૂ – લાડુ
(7) મીત્ર – મિત્ર
(8) નિસાશો – નિસાસો 
(9) ઝુંપડી – ઝૂંપડી 
(10) મહેનતૂ – મહેનતુ 
(11) મુંઝાઈ – મૂંઝાઈ
(12) શીપલા – છીપલાં 
(13) ઉંઘ – ઊંઘ
(14) નીશાસો – નિસાસો
(15) સુડસૂડીયો – સૂડસૂડિયો 
(16) હુંફાડા – હૂંફાળા 
(17) દૂષકાળ – દુષ્કાળ
(18) બુડબૂળ
– બૂડબૂડ

[7] નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(1) મહેનતુ
- ઉદ્યમી, ઉદ્યોગી
(2) હવા - પવન, વાયુ
(3) વાદળ - મેઘ,નીરદ
(4) જીવન
- આયુષ્ય, જિંદગી
(5) સૂકું - શુષ્ક, કૃશ
(6) વરસાદ - પર્જન્ય,મેહ
(7) જોર - બળ, શક્તિ
(8) ચાંદો - ઈન્દુ, શશી
(9) સવાર - પ્રભાત, મળસ્ક્રુ
(10) દુ:ખ - કષ્ટ, વ્યથા
(11) રસ્તો - માર્ગ, પથ
(12) નદી - સરિતા, ધુનિ
(13) પાણી – વારિ, સલિલ
(14) ઘર – નિવાસ્થાન, ગૃહ
(15) સફેદ – ધવલ, ઉજળું
(16) મલક – પ્રદેશ, વિસ્તાર
(17) દુકાળ – અલ્પવૃષ્ટિ, અનાવૃષ્ટિ
(18) પરવા – દરકાર, કાળજી 
(19) જલસો – આનંદ
 (20) વેર
– દુશ્મનાવટ 
(21) લહેર – મજા, મોજ
(22) નદી – સરિતા
(23) દુકાળ – અનાવૃષ્ટિ
(24) ચીસ – બૂમ, બરાડો 
(25) ચાંદ – સોમ, શશિયર
(26) અંધકાર – અંધારું 
(27) અજવાળું – પ્રકાશ
 (28) ધૂળ
– રજ, માટી 
(29) નવાઈ – આશ્ચર્ય, અચરજ
 (30) સૂરજ
– આદિત્ય, રવિ

[8] નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ
(1) ઊંઘવું
x જાગવું
 (2) બહુ
x ઓછું
(3) પાસે x દૂર
(4) સૂકું x લીલું
(5) ઊગવું x આથમવું
(6) દુકાળ x સુકાળ
(7) મૂંગું x બોલકું
(8) હાસ્ય x રુદન
(9) તડકી x છાંયડી
(10) અંધકાર x પ્રકાશ 
(11) અજવાળું x અંધારું
(12) દોસ્ત x દુશ્મન
(13) લીલું x સૂકું
(14) મહેનતુ
x આળસુ 
(15) પરવા × બેપરવા
(16) દુકાળ x સુકાળ 
(17) મૂંગું x વાચાળ
(18) રાત x દિવસ 
(19) સુખ × દુ:ખ

[9] નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપો:
(1) પેટ પકડીને હસવું
- ખૂબ હસવું
(2) મૂછમાં હસવું - મજાક કરવી, મંદમંદ હાસ્ય કરવું
(3) નિસાસો નાખવો - આહ નાખવી
(4) આંખ ફેરવવી - ઉપર ઉપરથી જોઈ લેવું
(5) આંખ આડા કાન કરવા - સાંભળ્યું કે જોયું ન જોયું કરવું
(6) દિવસ-રાત ભેગાં કરવાં - ખૂબ મહેનત કરવી
(7) રોટલો રળવો - પ્રામાણિક રહી, મહેનતનું ખાવું

[10]રૂઢિપ્રયોગોનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો:
(1)આડ લેવી
– આશ્રય લેવો, ઓથ લેવી
વાક્ય: વૃક્ષો એકબીજાની આડ લઈને ઊભાં છે.

(2)તેજનો રેલો – સૂર્યનું કિરણ
વાક્ય: સવાર થતાં સૂર્યના તેજનો રેલો રેલાયો.

(3)અંધકારની મટકી – ચારે તરફ ફેલાયેલું અંધારું
વાક્ય: રાત્રિ જાણે અંધકારની મટકી લઈને બેઠી છે.

(4)પરપોટો ફૂટવો – આડંબર કે દેખાડો ઉઘાડો પડવો
વાક્ય: પોલીસે બનાવટી સાધુનો પરપોટો ફોડી દીધો.

(5)નિસાસો નાખવો – દુઃખનો ઉદ્ગાર કરવો
વાક્ય: પૃથ્વીની હાલત જોઈને ચંદ્રએ નિસાસો નાખ્યો.

(6)દિવસ ને રાત ભેગાં કરવાં – ખૂબ મહેનત ક૨વી
વાક્ય: દુકાળના સમયમાં સૂકાએ દિવસ ને રાત ભેગાં કર્યા.

(7) રોટલો રળવો – ગુજરાન થાય તેટલી કમાણી કરવી
વાક્ય: આજુ ગામનો સૂકો બાવડાના જોરે રોટલો રળતો હતો.

(8) આંખ આડા કાન કરવા – જોયું ન જોયું કરવું, અવગણવું
વાક્ય: પરપોટો આજુ અને બાજુની દુશ્મનાવટ સામે આંખ આડા કાન કરતો.

[11]શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1)પાણીમાં તરે એવી લાકડાની પાટ
– તરાપો
(2)કશું ન ઊગે તેવો સમય – દુકાળ
(3)આશ્ચર્ય અને બહુપણું દર્શાવનાર ઉદ્ગાર – અધધધ
(4)માછલી પરનું ચૂનાનું કડક પડ જેમાં તે રહે – છીપલું
(5)વસ્તુ પડવાથી થતો અવાજ – ભફાંગ
(6)પ્રવાહી પદાર્થ ચૂસવાથી થતો અવાજ – સબડકો
(7)પોષ મહિનાનો કૂણો તડકો – (પોષની) તડકી
(8)જમીન પર આસનની જેમ પથરાયેલો પ્રકાશ – (કિરણની) ધડકી
(9) મંદ મંદ હસવું – મલકવું
(10)આનંદ યા ઉત્સવનો મેળાવડો – જલસો

[12]નીચે આપેલા શબ્દો પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ તે લખો:
(1)ઉંઘ
– સ્ત્રીલિંગ (2)નીશાસો – પુલ્લિંગ
(3)મલક – પુલ્લિંગ (4)તરાપો – પુલ્લિંગ
(5)તડકી – સ્ત્રીલિંગ (6)ઝૂંપડી – સ્ત્રીલિંગ
(7)પરપોટો – પુલ્લિંગ (8)નદી – સ્ત્રીલિંગ
(9)પરવા – સ્ત્રીલિંગ (10)પકવાન – નપુંસકલિંગ
(11)ચંદ્ર – પુલ્લિંગ (12)ધૂળ – સ્ત્રીલિંગ

[13]નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1)આવાસ, સદન, ગૃહ, ધામ, નિકેતન, નિલય
ઉત્તર
: આવાસ, ગૃહ, ધામ, નિકેતન, નિલય, સદન
(2)ધવલ, ગૌર, શુભ્ર, ઊજળું, ઉજ્જવળ, સફેદ
ઉત્તર
: ઊજળું, ઉજ્જવળ, ગૌર, ધવલ, શુભ્ર, સફેદ
(3)તરાપો, મસમોટી, મલક, અધધધ, પરવા, વેર, દુકાળ
ઉત્તર
: અધધધ, તરાપો, દુકાળ, પરવા, મલક, મસમોટી, વેર